આપ જાગ્રત બનીને પોતાની સાથે વાત કરવાનું શરૂ કરી દો. પોતાના દરેક સંકલ્પને ચેક કરો. જો આપણે કોઈને સાચી સલાહ આપવી હોય તો યોગ્ય સમયે આપીએ. સલાહ આપ્યા બાદ એવી આશા ન રાખીએ કે તેઓ તે પ્રમાણે જ કરશે. જ્યારે બીજી વ્યક્તિ આપણે સલાહ મુજબ વર્તન નથી કરી શકતી તો તેને સાચું અને ખોટું શું છે તે શીખવાડવામાં આપણે પોતે દુઃખી થઈ જઈએ છીએ. તે ઉપરાંત જો સામેની વ્યક્તિએ કાંઈક ટીકા કરી તો આપણે ગુસ્સે થઈ જઈશું. સામેની વ્યક્તિએ તો ભૂલ કરી. તે તેનો પાર્ટ હતો. પરંતુ મૅ ગુસ્સે થઈને મારી સ્થિતિ ખરાબ કરી. આપણે પહેલા પોતાના ઉપર ધ્યાન આપવું જોઈએ. પરંતુ આપણે સામેની વ્યક્તિને ખોટી સિદ્ધ કરવા માટે આપણી સ્થિતિ બગાડીએ છીએ. પરિણામે મારા સંપર્કની બધી પાર્ટ ધારી આત્માઓની અવસ્થા ખરાબ થતી જાય છે.
એક સાધારણ પિક્ચરમાં પણ આપણે જોઈએ છીએ કે જો કોઈ કલાકાર પોતાની ભૂમિકા ભૂલી જાય છે તો સ્ટેજ ઉપરના બીજા કલાકારો ની ભૂમિકા પણ ખરાબ થઈ જાય છે. જ્યારે આપણી આજુબાજુના કોઈ કલાકાર ખોટો સંવાદ બોલી રહ્યા છે ત્યારે આપણે પોતાના રોલ ઉપર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. જો કોઈ કલાકાર ખોટો સંવાદ બોલે છે અને તેના કારણે આપણે પણ સંવાદ બોલવામાં ભૂલ કરીએ છીએ તો આખું દ્રશ્ય ખરાબ બની જાય છે પરિણામે એ નાટક કોઈ પસંદ કરતું નથી.
આપણે દિવસ દરમિયાન ઘણા બધાની કથા લખતા રહીએ છીએ. જેના પરિણામે ઘણી બધી ઉર્જા વ્યર્થ જાય છે. એક દિવસ માટે આપણે બીજા ની કથા ન લખતા પોતાની કથાને જોઈએ. જેના પરિણામે મને કેવો અનુભવ થાય છે તે ચેક કરીએ. જ્યારે આપણે એવું વિચારીએ છીએ કે તેણે આવું નહોતું કરવું જોઈતું. તો શું આ રીતે વિચારવું યોગ્ય છે? આ રીતે વિચારવા ના કારણે આપણી ખુશીનો ઈન્ડેક્સ ઉપર-નીચે થાય છે. જો આપણે એક બાબત ઉપર ધ્યાન આપીને આપણા વિચારો બદલીયે તો આપણું મન કોઈ પણ પરિસ્થિતિમાં એકદમ સ્થિર રહેશે. આ સંસ્કાર બનાવવા માટે આપણે મનને વારંવાર યાદ આવવું પડશે કે કેવા વિચાર કરવાના છે!
જ્યારે આપણે આ પ્રમાણે જાગૃતિ લાવીશું ત્યારે બીજા લોકોને વશ કરવાની આપણી વૃત્તિ ખતમ થતી જશે. આપણે બીજાનો પાર્ટ જોવાના બદલે પોતાના પાર્ટ ઉપર ધ્યાન આપવાનું છે. આના કારણે આપણને સતત ખુશીનો અનુભવ થતો રહેશે. જો આપણે કોઈપણ દ્રશ્ય ને સાક્ષી ભાવથી જોઈશું તો એ દ્રશ્ય ના કારણે આપણને કોઈપણ તકલીફ નહીં થાય. જ્યારે આપણે ટ્રાફિક જામમાં ફસાયેલા હોઈએ છીએ ત્યારે આપણને ઘણી બધી ખામીઓ દેખાશે. પરંતુ તે સમયે આપણે જોઈએ કે આ નાટક ચાલી રહ્યું છે જેમાં દરેક પોત પોતાનો પાર્ટ ભજવી રહ્યા છે. જેમાં કોઈનો દોષ નથી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)