હદની પ્રાપ્તિઓને પકડવાનો પ્રયત્ન છોડી દો, જેથી અવિનાશી ખુશીનું પલડું ભારે રહી શકે. થોડા સમયની ખુશીનો આધાર છે ખાઓ, પીવો અને મોજ કરો. અવિનાશી ખુશીનો આધાર છે ખાઓ અને ખવડાવો, પીવો અને પીવડાવો મોજમાં રહો અને બધાને મોજમાં લાવો. થોડા સમયની ખુશીનો આધાર છે થોડા સમયના કલ્યાણને જોવું. લાંબા સમયની ખુશીનો આધાર છે ત્રણે કાળોમાં કલ્યાણને જોવું તથા દ્રઢ નિશ્ચય રાખવો કે જે થઈ ગયું છે તે પણ સારું, જે બની રહ્યું છે તે પણ સારું અને જે થવાનું છે તે પણ સારું.
ભગવાન શિવ કહે છે અવિનાશી ખુશી વાળાને બીજા તરફથી પણ હંમેશા ખુશીની દુઆઓ જરૂર પ્રાપ્ત થશે, જે અલૌકિક આત્મીક ખુશીના સાગરમાં લહેરાવાનો અનુભવ કરાવશે. અલબેલાપનમાં એવું ન વિચારશો કે હું તો ઠીક છું પણ બીજા મને ઓળખતા નથી. શું સૂર્યનો પ્રકાશ છુપાવી શકાય છે? સત્યતાની ખુશબુ ક્યારેય પણ નાશ પામે છે? માટે જ અંધારામાં ન રહેતા એ પાઠ પક્કો પાક્કો કરો કે પહેલા બેહદની અવિનાશી ખુશી પછી બધી વાતો. આ ખુશી સર્વના સ્નેહ – સન્માનની, શ્રેષ્ઠ ભાગ્યની અનુભૂતિ સ્વતઃ કરાવશે જે હંમેશા ખુશ છે તેજ ખુશનસીબ છે.
પરમપિતા પરમાત્મા શિવ બ્રહ્મા મુખનો આધાર લઈ શ્રેષ્ઠ મત આપી રહ્યા છે. પરમાત્મા શિવ પરમ આનંદના સાગર છે માટે જ તેમની શ્રીમત પર ચાલવા વાળાને પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે કોઈ શુભ વ્યક્તિ દ્વારા નીકળેલ મત ખુશી ફેલાવી દે છે, તેવી જ રીતે પરમ આનંદના સાગર ભગવાનની શ્રેષ્ઠ મત પર ચાલનાર આત્મા પરમ આનંદની અનુભૂતિઓથી ભરપૂર બની જાય છે. આ પરમાત્માની શ્રીમત કલ્પમાં ફક્ત એક જ વાર પુરુષોત્તમ સંગમ યુગ પર જ પ્રાપ્ત થાય છે.
આ પહેલા આપણે ગુરુ મત, શાસ્ત્ર મત, મન મતના આધાર પર પોતાનો જીવન વ્યવહાર ચલાવતા આવ્યા છીએ. દ્વાપર યુગની શરૂઆતમાં મનુષ્ય શાસ્ત્ર મત તથા ગુરુ મતના આધારે જીવન જીવવું તેને પોતાનું શ્રેષ્ઠ સૌભાગ્ય માનતો હતો. સમય જતા આ બંને મતમાં ભેળસેળ થતા થતા તેનું શુદ્ધ રૂપ અશુદ્ધ બની ગયું. આજે તો બધી જગ્યાએ મન મતની જ વાતો થતી જોવા મળે છે.
આજનો મનુષ્ય બુદ્ધિશાળી ઓછો અને મન મત વાળો વધુ જોવા મળે છે. તે શ્રેષ્ઠ મતને પાલન કરવાના બદલે મન ઈચ્છિત કાર્ય કરે છે. તે સુખ-શાંતિની પ્રાપ્તિ માટે પ્રભુને અરજી કરે છે. પરંતુ પ્રભુની મરજી પર ન ચાલીને કાર્ય કરે છે મન મરજી મુજબ. મનમાં વિચારેલ વાતોના ઊંડા ખાડામાં ફસાઈને તે અંતરમુખી થવાનું ભૂલી જાય છે અને બાહયમુખતાની કોડિઓથી રમે છે. આજે તે મનના વિચારો પ્રમાણે ચાલવા વાળો તથા મનની વાતને બુદ્ધિ તપાસ કર્યા વગર જ સ્વીકાર કરી લેવા વાળો મન મોજી બની ગયો છે. જોવામાં આવે છે કે જેમ-જેમ વિજ્ઞાનની શોધો દ્વારા બનાવવામાં આવેલ સાધનો મનુષ્યના દિલ દિમાગ નો કબજો લઈ લે છે તેમ-તેમ આ મનમોજી પ્રવૃત્તિ વધતી જાય છે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)