આપણે અંદરના અવાજને સાંભળીએ

જેમ જેમ આપણે આ યાત્રામાં આગળ વધતા જઈએ છીએ તો અંદરથી અવાજ આવે છે કે આ ઠીક નથી, આ યોગ્ય છે. પરંતુ આપણે તે અવાજને સાંભળ્યો ન સાંભળ્યો કરી દઈએ છીએ. આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે જો આપણે નશો કરીને ત્રણ-ચાર કલાક ટેલિવિઝન જોઈએ છીએ તો અંદરથી અવાજ આવે છે કે આ ન જુઓ, આ તમારા માટે ઠીક નથી. પરંતુ આપણે તે અવાજને સાંભળતા નથી અને વિચારીએ છીએ કે ક્યાંક તે અવાજ મારી ખુશીને દૂર ન કરી દે. પરંતુ જ્યારે આપણે અનુભવ કરીએ છીએ કે તે અવાજ જ મને મારી ખુશી સુધી લઈ જવા વળો છે તો મને પાછળથી પશ્ચાતાપ થાય છે. જ્યારે આવું વારંવાર કરવામાં આવે છે ત્યારે આપણી અંદરનો અવાજ અંદર જ દબાઈ જાય છે. પછી તે બહાર નથી આવતો.

 

આપણને આંતરિક મન રૂપમાં એક બહુ જ સરસ શિક્ષક મળેલ છે, જે હંમેશા આપણને સારું માર્ગદર્શન આપે છે. પરંતુ આપણે એ શિક્ષકના આવાજને અવગણવાનુ શરૂ કરી દઈએ છીએ. મારા જીવનમાં મારા માટે શું સારું છે તેનો મારી પાસે જવાબ છે, પરિણામે આપણે તે જાણવા માટે બીજા પાસે જવાની જરૂર નથી. આપણે ફક્ત અંદરના અવાજને સાંભળીને તેને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે તે શું કહેવા માગે છે! આજે આપણે કોઈપણ સમસ્યા અંગે ઘણા લોકોને પૂછીએ છીએ. કારણ કે આપણે પોતાની અંદરના આવાજને નથી સાંભળતા. આપણે તેની વાતને સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ. ધારો કે તમે મને કોઈ સારી વાત બતાવી રહ્યા છો, હું તેને સાંભળતો નથી. આપ ત્રણ ચાર વાર તે વાત મને બતાવશો, પરંતુ દરેક વખતે જો હું તેને અવગણિશ તો પાંચમી વાર તમે મને એ વાત બતાવવાનું બંધ કરી દેશો.


આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આપણે શું કરવું જોઈએ? આ માટે આપણે સૌપ્રથમ બીજા લોકોની કથા લખવી બંધ કરવી પડશે. આ માટે જે જેવા છે તેમને તેવા જ રહેવા દઈએ. તેમના પાર્ટ ઉપર કોઈ વિચાર ન ચલાવીએ કે તેઓએ આ રીતે વર્તવું જોઈએ. જ્યારે આપણે પોતાને શાંત સ્થિતિમાં રાખીને અંદરનો અવાજ સાંભળવો શરૂ કરીએ છીએ ત્યારે સાચું કે ખોટું તેની ઓળખ આપણને જાતે જ થવા લાગે છે. આ માટે દરેક કલાકના અંતે એક મિનિટ શાંત બેસવાની પ્રેક્ટિસ શરૂ કરી દેવી જોઈએ.

આપણે સ્પષ્ટ રીતે સમજી ચૂક્યા છીએ કે આપણે શું કરવું જોઈએ? જો આપણને આ બધું કરવાનું સારું લાગી રહ્યું છે તો આપણે તેનો અમલ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આમ કરવાથી આપણા જીવનમાં પરિવર્તનનો અનુભવ થશે અને ખુશી આપણી સંપત્તિ બની જશે.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]