આપણે એવો સંકલ્પ કરીએ કે હું સંપૂર્ણ સંતુષ્ટ છું. આપણે એ પાકું કરી દીધું કે મારી ખુશી બહારના પરિબળો ઉપર આધારિત નથી. આના પરિણામે કોઈ ભલે આપણી ટીકા કરે છતાં પણ હુ સ્થિર રહી શકીશ. મને પૂરો વિશ્વાસ છે કે હું મારું દરેક કામ બહુ જ સારી રીતે કરું છું. હવે જો કોઈએ મારા કામ વિશે ખોટી ટીકા કરી તો તરત જ હું દુઃખી થઈ જાઉં છું. આ સમયે આપણે ચેક કરવું જોઈએ કે મને દુઃખ થયું તો મને કયો ડર હતો? કઈ બાબતમાં મારી આસક્તિ હતી?
આ પ્રમાણે ચેક કરવાથી દિવસ દરમિયાન દુઃખી રહેવાના જે સંસ્કાર બની રહ્યા હતા તે ધીમે ધીમે ઓછા થતા જશે. જો હું કહું છું કે હું શાંત સ્વરૂપ આત્મા છું. અને એ સમયે કોઈએ આપણને કહ્યું કે ક્યાંના શાંત સ્વરૂપ? આખો દિવસ તો ગુસ્સો કરો છો. આ ટીકા સાંભળીને જો આપણે ગુસ્સે થઈ જઈએ તો તે સમયે તો આપણે શાંત સ્વરૂપ રહ્યા? દરેક વ્યક્તિ પોતાની રીતે કાંઈ પણ કહી રહી છે પરંતુ મારે મારું ચેકિંગ કરવું છે. કોઈ પરિવર્તનની જરૂર હોય તો તે અપનાવવું જોઈએ.
મારે એક ચેકિંગ કરવાનું છે કે કઈ બાબત મને દુઃખી કરે છે! આખા દિવસમાં આપણે ઘણીવાર દુઃખી થઈએ છીએ. કોઈએ મને કહ્યું કે તમારું કામ સારું નથી. તો મારા મનમાં ડર બેસી જશે કે હવેથી તેઓ મને સ્વીકાર નહીં કરે. જે કારણે હું દુઃખી થાઉં છું. આના માટે ચકલીનું ઉદાહરણ છે. ચકલી ઝાડની ડાળી પકડીને બેઠી હતી અને કહેતી હતી કે મારે ઉડવું છે. મારે ઉડવું છે. આ માટે પહેલા તેણે પકડેલી ઝાડની ડાળી છોડવી પડશે. પરંતુ તેના મનમાં ડર છે કે જો હું ઝાડની ડાળી છોડી દઈશ તો પડી જઈશ. આ વિચાર સાથે તે ક્યારેય પણ ઉડી નઇ શકે. આમ આપણે ઉડવા માટે જીવનમાં જે પકડીને રાખેલું છે તે છોડવું પડશે. આજ જીવનની સાચી યાત્રા છે. નહીં તો પછી જીવન ખૂબ આસક્તિ વાળુ તથા બંધન વાળું બની જાય છે.
આપણે જે બાબત આપણને દુઃખી કરે છે તેની આસક્તિને છોડતા જઈએ. પરિણામે અહીં જીવનમાં ખૂબ હલકા તથા શક્તિશાળી અનુભવ કરી શકીશું. આ પૂરી લેખમાળામાં અમારી સાથે બની રહ્યા છો. હવે પ્રેક્ટીકલ પરીક્ષાનો સમય છે. તો આપ પોતાની જ પરીક્ષા લો પોતાને સમજો પોતાના જીવનમાં જે બાબતો આવી રહી છે તેને સ્પષ્ટ કરો. આજે આપણે ખૂબ મહત્વ આ વિષય પર વાત કરી છે કે જ્યાં સુધી આપણે મૌનમાં નહિ રહીએ ત્યાં સુધી પોતાને ઓળખી નહીં શકીએ અને ભયભીત તથા દુઃખી થતા રહીશું.
આપણે એ સમજમાં આવી ગયું છે કે આપણા જીવનમાં સુખી થવા માટે અમુક માન્યતાઓ આપણે પોતે જ બનાવી શકીએ છીએ. સૌથી મોટી માન્યતા એ છે કે ખુશી મારી પોતાની રચના છે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈપણ સમયે આ ખુશ રહી શકો છો ખુશ રહેવા માટે મારે કોઈ કારણની જરૂરિયાત નથી.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)