હા એવું કરવાથી વ્યર્થ વિચાર નહિ આવે, કારણકે આપણે વિચારવાનું જ બંધ કરી દીધું. પરંતુ આપણે વ્યર્થ વિચારોને પરિવર્તન કરવા માટે કોઈ પ્રયત્ન નથી કર્યો. ફક્ત વિચારોને દબાવી દીધા છે. પછી જ્યારે આપણે કામ પર જઈશું ત્યારે ફરીથી તે વિચારો આવવાનું શરૂ થઈ જશે. આનાથી મારમાં કોઈ પરિવર્તન ન આવ્યું ફક્ત થોડા સમય માટે મને સારું લાગ્યું કારણ કે મનમાં જે વ્યર્થ વિચારો ચાલતા હતા તે બંધ થઈ ગયા.
ઘણા મેડિટેશનમાં શ્વાસ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનાથી પણ ઘણો ફાયદો થાય છે. જેટલો સમય આપણે શ્વાસની ગતિ ઉપર ધ્યાન રાખીએ છીએ એટલો સમય કોઈ વ્યર્થ વિચાર નથી આવતા. આમાં આપણે શું કર્યું કે પોતાનું ધ્યાન એક જગ્યાએથી હટાવી બીજી જગ્યાએ લગાવ્યું. પરંતુ વ્યર્થ વિચારો દૂર કરવા ઉપર કોઈ પ્રયત્ન ન કર્યો. જ્યારે આપણે મેડીટેશન કરવાનું બંધ કરીશું કે તરત આપણું ફરીથી તે વિચારો તરફ લાગશે જ્યાંથી તેને હટાવ્યું હતું. આ પ્રકારના મેડીટેશન થી આપણી શક્તિનો નાશ નથી થતો. તેટલા સમય પૂર તો આપણને ફાયદો થાય છે. પરંતુ જેવી કોઈ વિપરીત પરિસ્થિતિ આવે છે કે તરત મારા મનમાં વ્યર્થ વિચારો શરૂ થઇ જાય છે. ઘણીવાર આપણે મેડિટેશનમાં મંત્ર જાપ કરીએ છીએ. જેટલો સમય આ પ્રકારનું મેડીટેશન કરીએ છીએ કેટલો સમય કોઈ વ્યર્થ સંકલ્પ નથી આવતા તથા આપણને બહુ સારું લાગે છે. જ્યારે મંત્રજાપ પ્રકારનું મેડીટેશન લાંબો સમય સુધી કરીએ છીએ ત્યારે શરૂઆતમાં તો સારું લાગે છે પરંતુ પાછળથી જ્યારે આપણું મન મૂંઝાયેલુ હોય છે ત્યારે એક બાજુ આપણે મંત્રજાપ કરીએ છીએ પરંતુ આપણું મન બીજે ભટકતું હોય છે. આ પ્રકારના મેડિટેશનમાં મંત્ર જાપની પ્રક્રિયા મશીન જેવી થઇ જાય છે. મુખથી આપણે કંઈક બોલીએ છીએ પરંતુ આપણું મન બીજી તરફ જતું રહે છે.
રાજયોગ મેડિટેશનમાં આપણે મનના વિચારોના પ્રકાર ઉપર કાર્ય કરીએ છીએ. જો આપણે ફક્ત વિચારોને બદલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરીશું તો ફરીથી તે જ વિચારો આવી જાય છે. વિચારોનો આધાર છે આપણા સંસ્કારો. જ્યાં સુધી આપણે સંસ્કારોનું પરિવર્તન નથી કરતા ત્યાં સુધી ફરીથી વ્યર્થ વિચારો આવી શકે છે.
રાજયોગ મેડિટેશનમાં આપણે મંત્ર જાપ નથી કરતા, આપણું મન ખાલી પણ નથી રહેતું તથા તેમાં કોઈ શારીરિક ક્રિયા પણ નથી હોતી. આ મેડિટેશનમાં આપણે સકારાત્મક સંકલ્પો ઉત્પન્ન કરીએ છીએ. આપણા મનમાં એક સમયે એક જ સંકલ્પ ઉત્પન્ન થઈ શકે છે. જો આપણે વિવિધ ગુણવાળા સંકલ્પ કર્યા તો વ્યર્થ સંકલ્પો જે પહેલા ઉત્પન્ન થતાં હતા તે આપો- આપ બંધ થઇ જશે.