શું વિચારો જાતે જ ઉત્પન્ન થાય છે?

નશાનો બંધાણી એવું વિચારે કે મેં નશો કરવાનું એટલા માટે શરૂ કર્યું કે ક્યાંક કોઈ મને અપમાન કરી દુઃખી ન કરે. હવે નશો છોડવા માટે મારે સૌથી પહેલા મારી અંદરના ખાલીપણાને ભરવો પડશે. આપણે ઈચ્છીએ છીએ કે ખરાબ આદતોથી બચી જાય. પરંતુ એ જાણવાનો પ્રયત્ન કરતા નથી કે તે ખરાબ આદતોને વશીભૂત શા માટે થયો? આપણે માત્ર એટલું જ વિચારીએ છીએ કે આપણું બાળક આ બધી નશાકારક ચીજો લઈ રહ્યો છે. જે તેની તંદુરસ્તી માટે નુકસાનકારક છે.

આપણે દરરોજ તેને કહીએ છીએ કે ટોકીયે છીએ કે તું આ ખરાબ આદતોને છોડી દે. પરંતુ જે કારણથી તે ખરાબ આદતોનો વશીભૂત થયેલ છે તેનું કારણ જાણવું જરૂરી છે. જો મારી અંદર કોઈ દર્દ કે દુઃખ છે, તો તે સ્મોકિંગ અથવા આલ્કોહોલથી પણ વધુ નુકસાનકારક છે. આવી વ્યક્તિ અંદરથી ખાલી છે. આપણે તેને પ્રેમ અને સન્માનની ઉર્જા આપીએ જેથી તે આત્મા શક્તિથી ભરપૂર બની જાય. આ ઉર્જા તેને વ્યસનમાંથી મુક્ત થવા માટે પ્રેરણા અને બળ આપશે. તેને દિલથી સ્નેહ અને સન્માન આપીએ જે તરંગો તે ગ્રહણ કરશે.

જો તમારી આસપાસના વ્યક્તિઓ તમારો પુત્ર, તમારી પુત્રી, તમારો પતિ આવું કશું પણ, કંઈ પણ કરી રહેલ છે તો આપણે નિર્ણાયક બનવાની જરૂર નથી. તેઓ શા માટે આવું કરે છે? તેનાથી તેમને જ નુકસાન થાય છે, આવું નકારાત્મક વિચારવાની જરૂર નથી. જેના પરિણામે સામેની વ્યક્તિને આપણા તરફથી બહુ જ નકારાત્મક શક્તિવાળી ઊર્જા મળે છે. જેવા આપણે નિર્ણાયક બનીયે છીએ કે તરત જ આપણી અંદરની ઉર્જા તેમના સુધી સહજ પહોંચી જાય છે. પછી ભલે ને આપણે મુખ દ્વારા કંઈ પણ ના બોલીએ કે ના કહીએ.

એક દિવસ માટે તમે એક પ્રયત્ન કરીને જુઓ કે, આજે મારે બીજા વ્યક્તિઓ અંગે વધારે વિચારવું નથી. પછી તમે તમારા વિચારોને જુઓ, અને તે વિચારો દ્વારા મળતી અનુભૂતિઓને જુઓ. તો તમને સમજાશે કે વિચારો તેની જાતેજ ઉત્પન્ન નથી, પરંતુ આપણે જ તેને ઉત્પન્ન કરી શકીએ છીએ. સાચા અર્થમાં મૌનની સ્થિતિમાં આપણે આપણા મનના વિચારોને સ્થિર રાખી શકીએ છીએ.

હવે સમજીએ કે મૌનનો અર્થ શું છે? મૌન બે પ્રકારના હોય છે. એક મનનું મૌન અને બીજું વાણી (મુખ)નું મૌન. મનના મૌનનો અર્થ એ નથી કે આપણે વિચારવાનું જ બંધ દઈએ. ઘણીવાર મેડીટેશન કરતા સમયે અમુક ભાઈ-બહેનો એવો પ્રયત્ન કરે છે કે, મનમાં વિચાર જ ઉત્પન્ન ન થાય. પરંતુ આ શક્ય જ નથી. આપણે ફક્ત સાક્ષી બનીને જોઈએ કે, હું કેવા પ્રકારના વિચારો ઉત્પન્ન કરી રહ્યો છું? જેવું આપણે આપણા વિચારોને ચકાસવાનું શરૂ કરીશું કે તરતજ વિચારોની સ્પીડ ઓછી થતી જશે અને સારા વિચારોનું પ્રમાણ વધતુ જશે.  સામાન્ય રીતે કાર્ય વ્યવહારમાં આપણે એક મિનિટમાં 25 થી 30 વિચાર ઉત્પન્ન કરીએ છીએ. આ બાબત તબીબી વિજ્ઞાન દ્વારા પણ પ્રમાણિત થયેલ છે.

ઇલેક્ટ્રોએન્જોપોલોગ્રાફ મશીન જે આપણા વિચારોને તરંગોના રૂપમાં સ્ક્રીન ઉપર બતાવે છે. તેમાં પણ મનની સામાન્ય સ્થિતિમાં દર મિનિટે લગભગ 25 થી 30 સંકલ્પોના જ તરંગો આવે છે. મનની આ સ્થિતિને “બીટા” સ્થિતિ કહેવાય છે. જો મનની આખા દિવસની વિવિધ સ્થિતિને જોઈએ તો આપણને જાણવા મળશે કે આખા દિવસ દરમિયાન આપણે લગભગ 40 થી 50 હજાર સંકલ્પ ઉત્પન્ન કરીએ છીએ. જે આપણા મન દ્વારા ઉત્પન્ન થાય છે. આ રીતે આપણું મન એક ફેકટરી છે અને વિચારો તેનું ઉત્પાદન છે. જો દરરોજના 40,000 વિચારો આવે તો  તેની ગુણવત્તા કેવી? આ વિચારોમાંથી ઘણા વિચારો તો ખૂબ જ શક્તિશાળી અને સકારાત્મક હોય છે અને ઘણા વિચારો ગુસ્સો, ઈર્ષા, અહંકાર, નફરત વગેરેના રૂપમાં નકારાત્મક હોય છે.

દિવસ દરમિયાન ઉત્પન્ન થતાં વિચારોમાં ઘણા વિચારો જરૂરી હોય છે, જેમકે આજે આ કામ કરવું છે, આજે તે કામ કરવું છે. આ ઉપરાંત ઘણા બધા વિચારો વ્યર્થ પણ હોય છે. વ્યર્થનો અર્થ અહી એ છે કે  જે ઘટના ઘટી ગઈ છે તેના ઉપર વધુ પડતા વિચાર કરવા અથવા જે ઘટના ઘટી જ નથી તે અંગે નકારાત્મક વિચારો કરવા. આવા વિચારોમાં કોઈ શક્તિ હોતી જ નથી હોતી, કારણ કે ભૂતકાળ કે ભવિષ્ય આપણા હાથમાં નથી.

જ્યારે આપણે મેડીટેશન (ધ્યાન) કરવા બેસીએ છીએ ત્યારે વિચારોની ગતિ ધીમે-ધીમે ઓછી થતી જાય છે. જરૂરી નથી કે ફક્ત મેડિટેશન દ્વારા જ વિચારો ઓછા કરી શકાય છે પરંતુ એ સિવાયના સમયમાં પણ જો આપણે જાગૃતિ રાખીએ તો આપણા વિચારોની ગતિ ધીરે-ધીરે ઓછી કરી શકીએ છીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)