માઉન્ટ આબુ – અરાવલી પર્વતમાળાના ખોળામાં વસેલ એક ખૂબ સુંદર જોવાલાયક સ્થળ છે. અહીંના પહાડોની વચ્ચે આવેલ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય નું આંતરરાષ્ટ્રીય મુખ્યાલય. વર્તમાન સમયે તેના મુખ્ય પ્રશાશિકા રતન મોહીની દાદી છે. જેમના કુશળ નેતૃત્વમાં સંસ્થાના વિશ્વના 137 જેટલા દેશોમાં અનેક સેવા કેન્દ્ર છે.
અહીં નાત-જાત, ભાષા, ધર્મ કે દેશ નો ભેદભાવ નથી કરવામાં આવતો તથા વિશ્વને એક કુટુંબ માનીને ભાઈ- ભાઈ ની દ્રષ્ટિ રાખવાનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થા તેની 18 જેટલી વિંગ દ્વારા સમાજના દરેક વર્ગની આધ્યાત્મિક સેવા કરે છે. જેમાં મુખ્ય છે મીડિયા વિંગ, મેડિકલ વિંગ, મહિલા વિંગ વિગેરે. આ સંસ્થાના મુખ્ય સ્થાન છે – પાંડવ ભવન, જ્ઞાન સરોવર, આબુરોડ માં આવેલ વિશાળ શાંતિવન વિગેરે. આ બધા સ્થાનોમાં વરસ દરમિયાન આખા વિશ્વમાંથી લોકો કોન્ફરન્સ, ટ્રેનિંગ તથા રિટ્રીટ માટે આવતા રહે છે.
અહીં આવતા જ દરેક વ્યક્તિને આત્મા તથા પરમાત્માનો પરિચય પ્રાપ્ત થાય છે તથા અતીન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. તેઓ સ્વ કલ્યાણ દ્વારા વિશ્વ કલ્યાણ કરવાની પ્રેરણા પ્રાપ્ત કરે છે. આ વિશ્વ વિદ્યાલય એવો પ્રકાશ સ્તંભ છે કે જેના દ્વારા આખા વિશ્વમાં અનેક દેશોમાં આધ્યાત્મિક પ્રકાશની કિરણો ફેલાઈ રહી છે.
આ કાર્યક્રમોનું સફળતાપૂર્વક સંચાલન કરવા માટે સંસ્થામાં વિવિધ હોલ બનાવવામાં આવેલ છે. જેમાં
1500 થી 5000 સુધી વ્યક્તિઓને બેસવાની વ્યવસ્થા છે. આબુરોડ માં આવેલ શાંતિવનમાં વિશાળ ડાયમંડ હોલ બનાવવામાં આવેલ છે જેમાં
20,000 જેટલા લોકોને બેસવાની વ્યવસ્થા છે.આ હોલમાં એકસાથે 25 ભાષાઓમાં અનુવાદ કરવાની વ્યવસ્થા છે. અહીં પોતાની સાચી ઓળખ, પરમાત્માની ઓળખ તથા સમયની ઓળખ આપવા માટે આર્ટ ગેલેરી તથા મ્યુઝિયમ બનાવવામાં આવેલ છે.
અહીં જ્ઞાનની સમજ ની સાથે-સાથે યોગ ની અનુભૂતિ માટે મેડીટેશન હોલ પણ બનાવવામાં આવેલ છે. અહીંના શક્તિશાળી આધ્યાત્મિક વાઈબ્રેશન બધામાં નવી ઉર્જા ભરે છે. શાંતિવન માં 25,000 જેટલા ભાઈ બહેનોની રહેવાની તથા ભોજનની વ્યવસ્થા છે.
શાંતિવન માં વિશ્વનો સૌથી મોટો સોલર રસોઈ પ્લાન્ટ છે. કહેવાય છે કે “જેવું અન્ન તેવું મન” આ ઉપર વિશેષ ધ્યાન રાખતા બ્રહ્માકુમાર ભાઈ-બહેનો પરમાત્માની યાદમાં જ ભોજન બનાવે છે. આ પરમાત્મા નું ઘર આપણા બધાનું ઘર છે. અહીં આવનાર બધાને પોતાના ઈશ્વરીય પરિવાર ની અનુભૂતિ થાય છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં બિન સરકારી સંસ્થાના રૂપમાં સભ્ય પદ ધરાવે છે.
બ્રહ્માકુમારી સંસ્થા ના દરેક સેવાકેન્દ્ર પર રાજયોગ મેડીટેશન વિનામૂલ્યે શીખવવામાં આવે છે. આ કોર્સ સાત દિવસનો હોય છે, જેમાં દરરોજ 1 કલાક નો સમય આપવાનો હોય છે. ભારત માં મોટા શહેરોથી લઈને નાના ગામડાઓમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના.
8500 થી વધુ સેવા કેન્દ્રો આવેલા છે ત્યાં જઈને કોઈપણ વ્યક્તિ રાજયોગ નો અભ્યાસ કરી શકે છે. આ તમામ સેવાકેન્દ્રોનું સંચાલન મુખ્યાલય માઉન્ટ આબુ થી થાય છે.