મેડીકલ સંશોધન દર્શાવે છે કે વેગસ નર્વ એ ચેતાતંત્રમાં સૌથી અગત્યની નર્વ છે. વેગસ નર્વ મસ્તિષ્ક( બ્રેઈન) માંથી શરુ થાય છે અને શરીરનાં બધાં મહત્વનાં અંગ સુધી પહોચે છે. એપીલપ્સી અને આર્થરાઇટીસ જેવા રોગો તાજેતરમાં આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા, પેઈસ મેકરની સહાયથી વેગસ નર્વને ઉત્તેજિત કરીને મટાડવામાં આવે છે. પરંતુ શું સામાન્ય રોગો; જેમ કે અયોગ્ય પાચન: વેગસ નર્વને ઉત્તેજિત કરીને મટાડી શકાય? આ માટે અન્ય બિન ખર્ચાળ રસ્તાઓ ખરા?
વેગસ નર્વ એ શું છે?
વેગસ નર્વ એ ચેતાતંતુઓનો એક સમૂહ છે. જે મસ્તિષ્ક ( બ્રેઈન) માંથી નીકળીને નાભિની નીચે સુધી પહોચે છે. મગજ, જીભ, હૃદય, ફેફસાં, આંતરડાં, લીવર, સ્પ્લીન, પેન્ક્રીયાસ, કીડની તથા પ્રજનન તંત્ર સર્વેને આ નર્વ જોડે છે. હૃદય-ધબકાર, પાચન, શ્વસન અને રુધિરાભિસરણ જેવી પ્રક્રિયાઓનું વેગસ નર્વ નિયંત્રણ કરે છે.
વેગસ નર્વ કોને પ્રભાવિત કરે છે?
જો વેગસ નર્વ બરાબર કાર્ય નથી કરતી તો મન હતાશ, ઉદ્વેગ, નિરાશા, પાચનતંત્રમાં ગડબડ, કીડનીના રોગો, અનિયંત્રિત બ્લડ ગ્લુકોઝ અને પ્રજનનતંત્રમાં ખામી જેવા અનેક રોગોનો ભોગ બને છે. વેગસ નર્વ શરીર અને મનનું સ્વાસ્થ્ય જાળવે છે. પરસ્પર સાયુજ્ય અને સહકારની ભાવના તથા પરોપકારી વર્તાવ વેગસ નર્વ દ્વારા મેળવી શકાય છે.
વેગલ ટોન એ શું છે? તેમાં કઈ રીતે સુધારો લાવી શકાય?
વેગસ નર્વની કાર્યક્ષમતાનું સ્તર એ વેગલ ટોન છે. જો વેગસ નર્વ બરાબર કામ નથી કરી રહી તો વેગલ ટોન ઓછો છે તેમ કહી શકાય. પેસ મેકર અને ઇલેક્ટ્રિક ઉપકરણો દ્વારા વેગલ ટોન વધારી શકાય છે, પરંતુ તે સિવાય અન્ય સરળ પ્રાકૃતિક ઉપાયો પણ વેગલ ટોન વધારવામાં ખુબ સુંદર પરિણામ આપે છે.
રીસર્ચ દર્શાવે છે કે ઊંડા ડાયાફ્રામિક શ્વસન વડે વેગસ નર્વ ને ઉતેજન આપી શકાય છે. મુળ ભારતમાં સંશોધિત આ પદ્ધતિને હવે આધુનિક તબીબી વિજ્ઞાન દ્વારા વિદેશોમાં પણ માન્યતા આપવામાં આવી છે. વેગસ નર્વને ઉતેજીત કરવા માટેની એક અત્યંત અસરકારક શ્વસન પ્રક્રિયા છે સુદર્શન ક્રિયા! રીસર્ચ દર્શાવે છે કે સુદર્શન ક્રિયાના અભ્યાસ વડે ડીપ્રેશનના ૬૭ ટકા દર્દીઓએ રાહત મેળવી છે, એન્ગ્ઝાઈટીના ૭૧ ટકા દર્દીઓનો સુદર્શન ક્રિયાથી ઉપચાર શક્ય બન્યો છે. જ્યાં દવાઓ અને માનસિક ચિકિત્સાનું કોઈ પરિણામ મળ્યું નથી ત્યાં સ્ટ્રેસ દૂર કરતા હોર્મોન ઉત્પન્ન થાય છે. ગહન નિદ્રા અને સ્વાસ્થ્ય જનક હોર્મોન્સમાં પણ સુદર્શન ક્રિયાથી વૃદ્ધિ થાય છે.
સુદર્શન ક્રિયા થકી લાખો લોકોએ આરોગ્યમય અને પ્રસન્ન જીવન પ્રાપ્ત કર્યું છે. યુદ્ધ અને સંઘર્ષના વિસ્તારોમાં સતત તાણ નીચે જીવતા તથા યુદ્ધ અને આંતરવિગ્રહનો ભોગ બનેલા લોકોએ પણ સુદર્શન ક્રિયા દ્વારા માનસિક પીડામાંથી મુક્તિ મેળવી છે.
વેગસ નર્વને ઉતેજન આપવા માટે અન્ય ઉપાયો:
|
આ ઉપાયો આપની વેગસ નર્વને ઉત્તેજિત તથા કાર્યશીલ રાખે છે અને આપને સ્વસ્થ તથા પ્રસન્ન જીવન પ્રદાન કરે છે.
ડો. નિશા મણિકાન્તન