અમદાવાદ: ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવવા જેવી નાનકડી ઘટનામાં એક યુવાનનો જીવ લઈ લીધો હોવાની વાતે સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. તે બોપલ હત્યાકાંડના આરોપની ઓળખ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા ખુદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત વિરેન્દ્રસિંહ પઢિયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને મળેલી માહિતીના આધારે આરોપીની ધરપકડ પંજાબથી કરવામાં આવી છે. વધુ વિગતો આરોપી પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ જ સામે આવશે.શેલાની માઇકા ઈન્સ્ટિટ્યુટમાં M.B.A.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યો હતો. જેના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આરોપી સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી છે. જે હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.