
ઓપરેશન સિંદૂરઃ 25 મિનિટમાં પાકિસ્તાન, POKમાં નવ આતંકવાદી સ્થાનો ખતમ
નવી દિલ્હીઃ ભારતે પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેના, વાયુસેના અને નૌસેનાએ મળીને 6-7 મેની મધ્ય રાત્રિએ પાકિસ્તાન અને પાકિસ્તાની કબજાવાળું કાશ્મીર (POJK) વિસ્તારમાં આવેલાં નવ આતંકવાદી ઠેકાણાં નષ્ટ કરી નાખ્યાં છે. આ ઠેકાણાં લશ્કર-એ-તૈયબા, જયેશ-એ-મોહમ્મદ અને હિજબુલ મુજાહિદ્દીન જેવાં આતંકવાદી સંગઠનોના હતા અને આશરે 900 આતંકવાદીઓને નિશાન બનાવતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
સોફિયા કુરેશીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિશ્વસનીય માહિતીને આધારે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 2008ના મુંબઈના આતંકવાદી હુમલાનું કાવતરું પણ આ વિસ્તારમાં જ રચાયું હતું. કર્નલ સોફિયાએ જણાવ્યું કે સામાન્ય નાગરિકોને કોઈ હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને ફક્ત આતંકવાદી તત્ત્વોને જ નિશાન બનાવવામાં આવ્યાં હતા.
नेस्तनाबूद के 9 सबूत! #OperationSindoor pic.twitter.com/4vvvqmP339
— BJP (@BJP4India) May 7, 2025
કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઓપરેશન સિંદૂર વિશે વિગતો આપી. તેમણે જણાવ્યું હતું કે 6-7 મેની રાત્રે 1:05 થી1:30 સુધી ચાલેલા ઓપરેશનમાં કુલ નવ આતંકવાદી કેમ્પને નષ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે જો પાકિસ્તાન તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો તેનો જડબાતોબ જવાબ આપવામાં આવશે. ભારત સરકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યાં છે જ્યાંથી ભારત પર હુમલાની યોજના ઘડવામાં આવતી હતી. બીજી તરફ, પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આ એરસ્ટ્રાઈકને “કાયરતાપૂર્ણ” કહ્યો છે.
કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે નિર્દોષ પ્રવાસીઓ અને તેમના પરિવારજનોને ન્યાય આપવા માટે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વ્યસ્થિત નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન અને પીઓકે બંને વિસ્તારોમાં ફેલાયેલું છે. ઉત્તર તરફ સવાઈ નાલા અને દક્ષિણ તરફ બહાવલપુરમાં આવેલા પ્રખ્યાત તાલીમ કેમ્પોને પણ નિશાન બનાવવામાં આવ્યા.
આતંકવાદ ખતમ કરવા માટે ભારતે આપ્યો જવાબઃ વિદેશ સચિવ
નવી દિલ્હીઃ ભારતીય સેના અને વિદેશ મંત્રાલયે ઓપરેશન સિંદૂર અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી. આ પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મેસીની સાથે-સાથે બે મહિલા અધિકારીઓ સામેલ હતા, જેમાં એરફોર્સની વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને સેનાની કર્નલ સોફિયા કુરેશી હતા. અહીં ઓપરેશન સિન્દૂર અંગે માહિતી આપતાં પહેલાં ભારત પર પાકિસ્તાન તરફથી આજદિન સુધી થયેલા તમામ આતંકવાદી હુમલાનાં દ્રશ્યો બતાવવામાં આવ્યા.
વિદેશ સચિવ વિક્રમ મેસ્સીએ જણાવ્યું હતું કે 22 એપ્રિલે થયેલા પહેલગામ હુમલાનો ઉદ્દેશ દેશમાં સાંપ્રદાયિક ટેન્શન ઊભું કરવાનો હતો, પરંતુ દેશની જનતા અને સરકારે આ ઇરાદો સફળ થવા દીધો નહોતો નહીં.
સઆ પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું કે ભારત પર 2001માં સંસદ હુમલાથી માંડીને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા, ઉરી, પુલવામાથી માંડીને પહેલગામ હુમલાની વિડિયો ક્લિપિંગ બતાવવામાં આવી હતી.
Foreign Secretary Vikram Misri, Col. Sofiya Qureshi, and Wing Commander Vyomika Singh are briefing the media on #OperationSindoor at the National Media Centre.
📽️A short video highlighting Pakistan’s continued support for terrorism against India was played during the briefing : pic.twitter.com/aZz88I7Jw5
— All India Radio News (@airnewsalerts) May 7, 2025
તેમણે કહ્યું હતું કે સેનાએ પાકિસ્તાની સેનાનાં સ્થાનો પર નહીં, પરંતુ આતંકવાદી સ્થાનો પર કાર્યવાહી કરી છે. પહેલગામ હુમલો કાયરતાપૂર્ણ હતો. પહેલગામ હુમલાની તપાસથી પાકિસ્તાનના આતંકવાદીઓ સાથે સંબંધ ધરાવે છે.

પત્રકાર પરિષદમાં આપવામાં આવેલી મુખ્ય માહિતી
• પહેલગામ હુમલામાં પાકિસ્તાનનો હાથ ખુલ્લો થયો છે, આ હુમલાની રચના પાકિસ્તાનના ટ્રેક રેકોર્ડ સાથે મેળ ખાય છે. પાકિસ્તાન હવે આતંકવાદીઓ માટે શરણસ્થાન બની ગયું છે, જ્યાં આતંકવાદીઓનો ગઢ છે.
• ભારતે આતંકવાદી હુમલાઓ અટકાવવા અને જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે.
• અમે આતંકવાદ સામે સીમિત કામગીરી કરી છે.
• આપણી કાર્યવાહી કોઈ પ્રકારની ઉશ્કેરણી નથી.
ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન આધારિત કાશ્મીર (પીઓકે)માં આવેલ આતંકી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇક કરી છે. આ એરસ્ટ્રાઇકમાં 62થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હોવાની માહિતી મળી છે. ભારતીય સેનાને લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવાં આતંકવાદી સંગઠનોનાં સ્થાનોને પણ નષ્ટ કરી દીધાં છે.
આ કાર્યવાહીમાં ભારતીય સેનાને પાકિસ્તાનને એની પોતાની ભાષામાં જવાબ આપ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લશ્કર-એ-તૈયબાના ખાસ સ્થાનોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. આ એરસ્ટ્રાઇકમાં ઘણા આતંકી હેન્ડલર્સ પણ માર્યા ગયા છે અને લશ્કર-એ-તૈયબાનાં ત્રણ મોટાં સ્થાનોઓને નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાને LOC નજીક આવેલાં ગામડાં પર ગોળીબાર શરૂ કર્યો હતો. આ ગોળીબારમાં ત્રણ નાગરિકોનાં મોત થયાની માહિતી છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ભારતીય સેનાને પણ પાકિસ્તાનની ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે અને અનેક ઘાયલ પણ થયા છે.
BIG NEWS : ભારતે પાકિસ્તાન પર કરી એર સ્ટ્રાઈક
પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા બાદ, ભારતે આતંકવાદનો સીધો જવાબ શબ્દોથી નહીં પણ ગોળીઓથી આપ્યો છે. ભારતે એ જ જગ્યાએ હુમલો કર્યો છે જ્યાં કાવતરું ઘડાયું હતું. ગઈકાલે રાત્રે, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આતંકવાદી માળખા સામે ચોક્કસ અને આયોજનબદ્ધ જવાબી કાર્યવાહી કરી. આ કાર્યવાહીને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી છે કે પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલાના જવાબમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 25 ભારતીયો અને એક નેપાળી નાગરિકનો જીવ ગયો હતો.
Justice is Served.
Jai Hind! pic.twitter.com/Aruatj6OfA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
ઓપરેશન પછી તરત જ, ભારતીય સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડિઓ પોસ્ટ કર્યો, જેમાં કેપ્શન હતું, પ્રહાર કરવા માટે તૈયાર, જીતવા માટે તાલીમ પામેલ. થોડીવાર પછી, બીજી પોસ્ટ આવી જેમાં લખ્યું હતું,ન્યાય થયો, જય હિન્દ. આ સાથે, એક સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરતી વખતે, સરકારે સ્પષ્ટતા કરી કે આ કાર્યવાહી સંપૂર્ણપણે માપદંડ મુજબ કરવામાં આવી હતી અને તેનો ઉદ્દેશ્ય ફક્ત આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો અને કોઈપણ પાકિસ્તાની લશ્કરી ઠેકાણાને નિશાન બનાવવાનો નહોતો.
Pakistan again violates the Ceasefire Agreement by firing Artillery in Bhimber Gali in Poonch- Rajauri area.#IndianArmy is responding appropriately in a calibrated manner. pic.twitter.com/mbOXnQ5mMd
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 6, 2025
ઓપરેશન સિંદૂર : અચાનક વિસ્ફોટ, પાકિસ્તાનમાં અફરાતફરી
ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે મોડી રાત્રે, ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલાનો વીડિયો સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વિસ્ફોટ સ્પષ્ટપણે જોઈ શકાય છે. હુમલો થતાં જ પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ. લોકો રસ્તાઓ પર દોડવા લાગ્યા. હકીકતમાં, પહેલગામ આતંકવાદી હુમલા પછી, પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત ચોક્કસપણે તેનો જવાબ આપશે. ભારતીય સૈન્ય દળોએ 9 સ્થળોએ આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
Operation Sindoor 🔥
Vande Mataram 🇮🇳 pic.twitter.com/1NQP9WRQDO
— J Gautam ♑️ (@JagrutBharatiya) May 6, 2025
મિસાઇલ હુમલો અને લોકોમાં અફરાતફરી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પાકિસ્તાનની અંદર એક મોટો વિસ્ફોટ થાય છે અને લોકો રસ્તાઓ પર દોડવા લાગે છે. ત્યાં અરાજકતા છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ તેનો વીડિયો પોસ્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત ઘણા સમયથી પહેલગામ હુમલાનો બદલો લેવાની તૈયારી કરી રહ્યું હતું. ભારતે આ ઓપરેશનને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે.
🚨 Good Morning Indian Air Force : 🔥💥
I stand withYou ✈️✈️ Opration Sindoor
#OperationSindoor
#IndiaPakistan #IndiaPakistanWar pic.twitter.com/k3oHXWmwTf— Aru (@Aru9199) May 6, 2025
પાકિસ્તાનની હાલત ખરાબ
આ હુમલા પહેલા પાકિસ્તાનની હાલત ખરાબ હતી. તેમના સંરક્ષણ પ્રધાન સહિત ઘણા મંત્રીઓ કહી રહ્યા હતા કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. ભારતના આ હુમલા પહેલા પણ પાકિસ્તાન સરહદ પર સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. ભારતના હુમલા પછી પાકિસ્તાનમાં અરાજકતા છે. અહીં સરહદ પર, ભારતે હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય કરી છે. જેથી પાકિસ્તાનની કોઈપણ હિંમતનો જવાબ આપી શકાય.
Jinke paas pakhana saaf karne ko paani nhi hote
Unko aisi kasme nhi khani chahiye
Badhazmi ho jayegi toh
Gaanv se lahu ruk nhi payega#ShahbazSharif 😂🤣👇🏻
Dhuan Dhuan #Pakistan#sindoor#IndiaPakistanWar #airstrike pic.twitter.com/4ezoqKdnNP— Rahul Srihan राहुल श्रीहन (@rahulnaad) May 6, 2025
‘ઓપરેશન સિંદૂર’ પર PM મોદી આખી રાત રાખી રહ્યા હતા નજર
પહેલગામનો બદલો શરૂ થઈ ગયો છે. ભારતે આતંકવાદ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના 9 સ્થળો પર હુમલો કર્યો છે. ભારતના ઓપરેશન પર આતંકવાદીઓને આશ્રય આપનારા પાકિસ્તાન તરફથી પણ એક નિવેદન છે. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા એવા ઠેકાણાઓ પર હુમલો કર્યો જ્યાંથી આતંકવાદી હુમલાઓનું આયોજન અને માર્ગદર્શન કરવામાં આવી રહ્યું હતું. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ આખી રાત ચાલુ રહેલા ચોક્કસ હુમલાઓમાં કુલ નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
#BREAKING: Prime Minister Narendra Modi monitoring Operation Sindoor continuously throughout the night https://t.co/sQBFmy1KST
— IANS (@ians_india) May 6, 2025
PM મોદી પોતે આ આખા ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. પીએમ મોદી આખી રાત ઓપરેશન સિંદૂર પર સતત નજર રાખી રહ્યા છે. મોડી રાત્રે લગભગ 1:44 વાગ્યે, ત્રણેય ભારતીય સેનાઓએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. સેનાના ઓપરેશન દરમિયાન અધિકારીઓ આખી રાત સંરક્ષણ મંત્રાલયમાં હાજર રહ્યા. કદાચ આ જ કારણ છે કે છેલ્લા બે દિવસથી આર્મીનું સ્ટ્રીટ કોમ મીડિયા માટે બંધ રાખવામાં આવ્યું હતું.
મને લાગતું જ હતું કે કંઈક મોટું થવાનું છે, ભારતની કાર્યવાહી પર ટ્રમ્પનું મોટું નિવેદન
પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદીઓને પસંદગીના રૂપમાં મારવા માટે ભારત દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સિંદૂર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપી છે. મંગળવારે મોડી રાત્રે, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને પાકિસ્તાન વચ્ચે આવી પરિસ્થિતિઓ સતત વિકસતી રહી છે અને લોકો જાણતા હતા કે કંઈક થવાનું છે. ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે બંને દેશો વચ્ચેનો આ તણાવ જલ્દીથી સમાપ્ત થવો જોઈએ.
VIDEO | United States President Donald Trump (@realDonaldTrump) on India’s Operation Sindoor: “I just hope it ends very quickly.”
(Source: Third Party) pic.twitter.com/QLiikx53X6
— Press Trust of India (@PTI_News) May 6, 2025
તમને જણાવી દઈએ કે ભારતીય સુરક્ષા દળોએ મંગળવારે મોડી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે, જે હેઠળ ભારતીય સેના અને ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો છે. ભારતે પોતાની કાર્યવાહીમાં બહાવલપુરને નિશાન બનાવ્યું છે, જે જૈશ-એ-મોહમ્મદના વડાનું ઠેકાણું છે. માહિતી અનુસાર, ભારતની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 12 આતંકવાદીઓ માર્યા ગયા છે.
ઓપરેશન સિંદૂર વિશે ટ્રમ્પે શું કહ્યું?
વ્હાઇટ હાઉસ ખાતે એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમે હમણાં જ તેના વિશે સાંભળ્યું. મને લાગ્યું કે કંઈક થવાનું છે. ટ્રમ્પે આગળ કહ્યું, તેઓ લાંબા સમયથી લડી રહ્યા છે. ખરેખર જો તમે તેના વિશે ખરેખર વિચાર કરો તો, તેઓ દાયકાઓથી લડી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું છે કે તેમને આશા છે કે આ બધું ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ જશે.
ભારતીય સેના અને વાયુસેનાએ સાથે મળીને ઓપરેશન સિંદૂર ચલાવ્યું
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે એક મોટું ઓપરેશન હાથ ધર્યું. આ કાર્યવાહીમાં, પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ પર મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન સિંદૂર’ હતું. આ હુમલાઓ રાત્રે 1:44 વાગ્યે કરવામાં આવ્યા હતા. સેનાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “ઓપરેશન હેઠળ, સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવ્યું હતું જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓનું આયોજન અને નિર્દેશન કરવામાં આવતું હતું.
Poonch, J&K: Intense Artillery Exchange in J&K, shortly after India carried out precision strikes on Pakistan and Pakistan-occupied Jammu and Kashmir pic.twitter.com/KRsAMUQp9U
— IANS (@ians_india) May 6, 2025
સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું. આ ઓપરેશન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં ઘણી જગ્યાએ હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ચોકસાઇવાળા શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૂત્રો કહે છે કે આ એક સંયુક્ત ઓપરેશન હતું, જેમાં સેના અને વાયુસેના બંનેનો સમાવેશ થતો હતો. “ઓપરેશન સિંદૂર” નામની આ કાર્યવાહી અનેક સ્થળોએ હાથ ધરવામાં આવી હતી.



