Home Blog Page 895

‘અચ્છે દિન’નું વચન હકીકતમાં દુઃસ્વપ્ન સાબિત થયું: કોંગ્રેસ

નવી દિલ્હીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારનાં 11 વર્ષ પૂર્ણ થતાં કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે અઘોષિત ઇમરજન્સીનાં 11 વર્ષ થઈ ગયાં છે અને “અચ્છે દિવસ”નું વચન હકીકતમાં “દુઃસ્વપ્ન” સાબિત થયું છે.
કોંગ્રેસાધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે છેલ્લાં 11 વર્ષમાં 140 કરોડ લોકોના દરેક વર્ગને “પरेશાન” રહ્યા છે.
ખડગેએ X (ટ્વિટર) પર હિન્દીમાં લખેલા પોસ્ટમાં જણાવ્યું હતું  કે 26 મે, 2014 – 11 વર્ષમાં મોટાં-મોટાં ‘વચનો’ને ‘ખોખલા દાવાઓ’માં ફેરવીને મોદી સરકારે દેશને એવો બરબાદ કર્યો છે કે ‘અચ્છે દિન’નું વચન હવે ‘દુઃસ્વપ્ન’ બની ગયું છે.

ખડગેએ કહ્યું હતું કે યુવાનો – દર વર્ષે બે કરોડ નોકરીઓનું વચન, હકીકતમાં કરોડો નોકરીઓ ગાયબ થઈ ગઈ છે. ખેડૂત – આવક બે ગણી થવાનું તો રહ્યું દૂર, તેને બદલે રબરની ગોળીઓ ખાવી પડી. મહિલાઓ – આરક્ષણ પર શરતો લાદી દીધી, સુરક્ષા ચકનાચૂર થઈ ગઈ. કમજોર વર્ગો – એસસી, એસટી, ઓબીસી, અલ્પસંખ્યકો પર ભયંકર અત્યાચાર, હિસ્સેદારી સમાપ્ત થઈ ગઈ.

આર્થિક વ્યવસ્થાની વાત કરતાં ખડગેએ દાવો કર્યો કે મોંઘવારી પોતાની ચરમસીમાએ છે અને બેરોજગારીમાં ભયાનક વધારો થયો છે. તેમણે વધુમાં દાવો કર્યો કે ઉપભોગ ‘અગાઉથી જ ઠપ’ થઈ ગયો છે, ‘મેક ઇન ઇન્ડિયા’ નિષ્ફળ સાબિત થયું છે અને અસમાનતા પણ ચરમસીમાએ છે.

તેમની પોસ્ટમાં ખડગેએ વિદેશ નીતિ અંગે પણ આરોપ મૂકતાં કહ્યું હતું કે વચન હતું ‘વિશ્વગુરુ’ બનવાનું, પણ દરેક દેશ સાથે સંબંધો ખરાબ થયા. લોકતંત્ર – RSS દરેક સ્તંભ પર હુમલો કરે છે, ED/CBIનો દુરુપયોગ કરે છે, સંસ્થાઓની સ્વાયત્તતા નષ્ટ થઈ ગઈ છે.

કોંગ્રેસના મહામંત્રી અને મિડિયાના પ્રભારી જયરામ રમેશે X પર હિન્દીમાં પોસ્ટ કરીને કહ્યું હતું કે “આજે 26 મે, 2025 છે. આજે 11 વાગે અઘોષિત ઇમર્જન્સી છે. 2014માં આજના દિવસે નરેન્દ્ર મોદીએ પ્રથમવાર વડા પ્રધાનપદની શપથ લીધા હતા.

વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે નવ જૂને ત્રીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા અને તેમની સરકારે લોકોને પોતાનાં મુખ્ય પગલાં અંગે માહિતગાર કરવા અને તેમના કાર્યક્રમો માટે ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો છે.

ધોનીની ફિટનેસને લઈ સુરેશ રૈના અને આકાશ ચોપરા વચ્ચે LIVE શોમાં ઉગ્ર દલીલ

IPL 2025 માં એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં પહેલી વાર પોઈન્ટ ટેબલમાં 10મા ક્રમે રહી. IPLના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહ્યું છે. આ સિઝનમાં ચેન્નાઈની ટીમ 14 માંથી ફક્ત 4 મેચ જીતી શકી હતી જ્યારે 10 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. સીએસકેએ તેમની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં ગુજરાત ટાઇટન્સને 83 રનથી હરાવ્યું.

સીએસકેની આ જીત પછી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે એમએસ ધોની ટીમનો ભાગ નહીં હોય, પરંતુ હાલમાં એમએસડીએ તેની નિવૃત્તિ અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. જીત પછી ધોનીએ કહ્યું કે તે નિર્ભર કરે છે. તેમની પાસે નિર્ણય લેવા માટે ચાર-પાંચ મહિના છે, કોઈ ઉતાવળ નથી. તેમને પોતાના શરીરને ફિટ રાખવાની જરૂર છે. ઓછામાં ઓછું ધોનીના નિવેદનથી આટલું સ્પષ્ટ થાય છે કે હાલમાં તે નિવૃત્તિ લેવાના મૂડમાં નથી.

ધોની હાલમાં 43 વર્ષનો છે અને 2 મહિના પછી એટલે કે 7 જુલાઈના રોજ 44 વર્ષનો થશે. એટલે કે આગામી સિઝન સુધીમાં તે લગભગ 45 વર્ષનો થઈ જશે. આવી સ્થિતિમાં, આગામી સિઝનમાં ધોની માટે બેટ અને વિકેટ પાછળ પોતાને સાબિત કરવું એક મુશ્કેલ પડકાર હશે. ક્રિકેટ નિષ્ણાત આકાશ ચોપરા પણ માને છે કે ધોનીની ફિટનેસ ચેન્નાઈ માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. જોકે, ધોનીના મિત્ર અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના આકાશ ચોપરા સાથે સહમત ન હતા અને લાઈવ શોમાં બંને વચ્ચે ઉગ્ર દલીલ જોવા મળી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું ધોની ફિટ છે?

ખરેખર, સુરેશ રૈના અને ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરા વચ્ચે ધોનીની ફિટનેસ અને ભવિષ્ય અંગેના મંતવ્યો પર ઝઘડો થયો હતો. આકાશ ચોપરાએ કહ્યું કે મુદ્દો એ છે કે તે નંબર 7, નંબર 8 કે નંબર 9 પર કેમ બેટિંગ કરી રહ્યો છે? તમારી ટીમ સારી બેટિંગ કરી રહી નથી, સમસ્યાઓ ટોચના ક્રમમાંથી આવી રહી છે. શું આટલા મોટા ખેલાડીએ ઉપરથી બેટિંગ ન કરવી જોઈએ? શું તે ફિટ પણ છે કે નહીં?

જવાબમાં રૈનાએ એમએસડીનો બચાવ કર્યો અને કહ્યું કે ધોની 18 વર્ષથી ટીમ સાથે છે. અત્યારે પણ, તે સૌથી વધુ છગ્ગા મારે છે. તેને લાગે છે કે તે છેલ્લી ચાર ઓવરમાં વધુ આરામદાયક છે. તે 44 વર્ષની ઉંમરે પણ ફિટ છે અને વિકેટકીપિંગ કરી રહ્યો છે. રૈના પછી પ્રશ્ન પૂછે છે કે ધારો કે તમારે 6 બોલમાં 16 રનની જરૂર છે અને તમારા વિકલ્પો છે – એમએસ ધોની, આન્દ્રે રસેલ અને રિંકુ સિંહ. તો તમે કયું પસંદ કરશો? આના જવાબમાં આકાશ ચોપરાએ કહ્યું કે જો કોઈ સ્પિનર ​​બોલિંગ કરી રહ્યો હોય તો તે માહીને પસંદ નહીં કરે કારણ કે તેના આંકડા બહુ સારા નથી.

બાંગરે ધોની પર પણ સવાલ ઉઠાવ્યા

આ પછી, સંજય બાંગર પણ આ ચર્ચામાં કૂદી પડ્યા અને કહ્યું કે જ્યારે આપણે એકંદર ફિટનેસ વિશે વાત કરીએ છીએ, ત્યારે તે વિકેટો વચ્ચે દોડવા અથવા ઘૂંટણની ઇજા વિશે નથી, પરંતુ તે આંખો અને હાથ વચ્ચેના સંકલન વિશે પણ વાત કરે છે. આવતા વર્ષે ધોની 44 વર્ષનો થશે અને IPLના ઇતિહાસમાં આ ઉંમર સુધી કોઈ ખેલાડી રમ્યો નથી. આવી સ્થિતિમાં, આગામી સિઝનમાં તેમના માટે સમસ્યાઓ આવી શકે છે. જોકે, રૈના બાંગર સાથે સહમત ન હતા અને કહ્યું કે તેમની વિકેટકીપિંગ હજુ પણ સારી છે. હું આગામી 6-8 મહિના સુધી પ્રેક્ટિસ કરીશ અને ફરીથી છગ્ગા મારશે.

‘હેરા ફેરી 3’ ફિલ્મ કેમ છોડી ? પરેશ રાવલે આખરે જણાવ્યું કારણ

પીઢ અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં જ હિટ કોમેડી ફ્રેન્ચાઇઝ ‘હેરા ફેરી’ના ત્રીજા ભાગ ‘હેરા ફેરી 3’માંથી અચાનક બહાર નીકળવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. હેરા ફેરી 3 માંથી પરેશ રાવલની બહાર નીકળવાથી તેમના ચાહકો તેમજ તેમના સહ કલાકારો અને હેરા ફેરી 3 ની ટીમ નિરાશ થઈ ગઈ. પરેશ રાવલના આ નિર્ણય બાદ અક્ષય કુમારે અભિનેતા સામે કાનૂની કાર્યવાહી કરી છે. આવી સ્થિતિમાં, પરેશ રાવલે તાજેતરમાં ફિલ્મ સાથે જોડાયેલા કાનૂની મુદ્દાઓ વિશે ખુલીને વાત કરી છે.

પરેશ રાવલની પોસ્ટ

પરેશ રાવલે તેમના સત્તાવાર X હેન્ડલ પર શેર કર્યું કે તેમની કાનૂની ટીમે તેમના સહ-અભિનેતા અક્ષય કુમાર દ્વારા દાખલ કરાયેલા દાવાનો સત્તાવાર રીતે જવાબ આપ્યો છે. “મારા વકીલ અમિત નાઈકે મારી બરતરફી અને બહાર નીકળવા અંગે યોગ્ય જવાબ મોકલ્યો છે. એકવાર તેઓ મારો જવાબ વાંચશે પછી બધા મુદ્દાઓ ઉકેલાઈ જશે,” આવું પરેશે ટ્વિટ કર્યું.

IANS સાથે વાત કરતી વખતે, તેમના વકીલે અભિનેતાના હેરાફેરી 3 છોડવાનું કારણ જણાવ્યું. તેમની ટીમે કહ્યું, ‘તેમણે વાર્તા, પટકથા અને કરારનો લાંબો ડ્રાફ્ટ મોકલ્યો ન હતો, જે અમારા ક્લાયન્ટ માટે જરૂરી હતો.’ અભિનેતાના વકીલોએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમના નિર્ણયનો પ્રિયદર્શન સાથે કોઈ સંબંધ નથી અને તેઓ હજુ પણ તેમનો ખૂબ આદર કરે છે. જ્યારે પરેશ રાવલ કહે છે કે તેમણે ફિલ્મ છોડવાનો નિર્ણય અચાનક નહોતો લીધો, પરંતુ તેમણે ઘણો વિચાર કર્યા પછી લીધો હતો.

સર્જનાત્મક મતભેદોને કારણે નિર્ણય લેવામાં આવ્યો નથી

ગયા અઠવાડિયે, પરેશ રાવલે તેમના એક્સ પર એક ટ્વીટ શેર કર્યું હતું જેમાં ‘હેરા ફેરી’ ફ્રેન્ચાઇઝીના બહુપ્રતિક્ષિત ત્રીજા ભાગમાંથી બહાર નીકળવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. એવી અટકળો હતી કે ફિલ્મના નિર્માતાઓ સાથે સર્જનાત્મક મતભેદોને કારણે અભિનેતાએ ફિલ્મ છોડી દીધી હતી. જે બાદ તેમણે સ્પષ્ટતા કરી કે સર્જનાત્મક મતભેદોને કારણે તેમણે આ નિર્ણય લીધો નથી. તેમણે હેરાફેરી 3 માંથી બહાર નીકળવાની પુષ્ટિ કરતી એક ટ્વીટ પોસ્ટ કરી.

પરેશ રાવલ અને પ્રિયદર્શન વચ્ચે કોઈ સમસ્યા નથી

પોતાના ટ્વીટમાં પરેશ રાવલે લખ્યું,”હું એ વાત રેકોર્ડ પર રાખવા માંગુ છું કે હેરા ફેરી 3 થી દૂર રહેવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું પુનરાવર્તિત કરું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે.”

તમને જણાવી દઈએ કે ‘હેરા ફેરી 3’ વર્ષ 2000 માં રિલીઝ થયેલી ‘હેરા ફેરી’ નો ત્રીજો ભાગ છે. આ કોમેડી ડ્રામા ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, તબ્બુ અને ગુલશન ગ્રોવર મુખ્ય ભૂમિકામાં છે. કામના મોરચે, 69 વર્ષીય અભિનેતા છેલ્લે રાજ તિવારી દ્વારા દિગ્દર્શિત ‘જો તેરા હૈ વો મેરા હૈ’માં અમિત સિયાલ અને સોનાલી કુલકર્ણી સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે તે પ્રિયદર્શનની ફિલ્મ ‘ભૂત બાંગ્લા’માં જોવા મળશે, જેમાં તેની સાથે વામિકા ગબ્બી, અક્ષય કુમાર અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં છે.

દેશમાં કોવિડ19ના સક્રિય દર્દીઓની સંખ્યા 1000ની પાર

નવી દિલ્હીઃ વર્ષ 2020 અને 2021માં ભારત સહિત વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસ ફરી એક વાર સક્રિય થવા લાગ્યો છે. સિંગાપુર અને હોંગકોંગમાં પોતાના પંજા ફેરવી ચૂક્યા બાદ હવે ભારતમાં પણ આ વાયરસ ઝડપથી પગ પેસારો કરી રહ્યો છે.

દેશમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. તેમાં કેરળ રાજ્યમાં સૌથી વધુ 430 કેસ નોંધાયા છે. દિલ્હીમાંથી હાલ 104 સક્રિય કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, પશ્ચિમ બંગાળમાં 12 અને તામિલનાડુમાં 69 સક્રિય કેસ નોંધાયા છે રાજ્યોમાં કેટલા કેસ છે?

હાલના સમયે સૌથી વધુ કોરોના કેસ ધરાવતું રાજ્ય કેરળ છે. કેરળમાં સૌથી વધુ 430 સક્રિય કેસ નોંધાયા છે, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં 209 સક્રિય કેસ, દિલ્હીમાં 104, ગુજરાતમાં 83, તમિલનાડુમાં 69 અને કર્ણાટકમાં 47 કેસ નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં 15, રાજસ્થાનમાં 13, પશ્ચિમ બંગાળમાં 12, પુડુચેરીમાં9, હરિયાણામાં 9, આંધ્ર પ્રદેશમાં 4, મધ્ય પ્રદેશમાં 2, છત્તીસગઢમાં 1, ગોવામાં 1 અને તેલંગાણામાં 1 એક્ટિવ કેસ છે. ભારતમાં કુલ કેસ 1009 છે. આંદામાન અને નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર વગેરે જેવા કેટલાંક રાજ્યોમાં હાલમાં કોઈ એક્ટિવ  કેસ નોંધાયેલા નથી.

coronavirus.

આરોગ્ય મંત્રાલયની પરિસ્થિતિ પર નજર 

આરોગ્ય મંત્રાલયનાં સત્તાવાર સૂત્રો પાસેથી થોડા દિવસો પહેલા મળેલી માહિતી અનુસાર, તાજેતરમાં આરોગ્ય સેવા મહાનિર્દેશક (DGHS) ની અધ્યક્ષતામાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ઇમર્જન્સી મેડિકલ રિલીફ (EMR) વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને કેન્દ્ર સરકારની હોસ્પિટલોના નિષ્ણાતોની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

મુંબઈમાં ભારે વરસાદ, અનેક લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાયું

મહારાષ્ટ્રમાં ચોમાસુ સમય પહેલા આવી ગયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્રમાં સામાન્ય કરતાં વહેલું પહોંચી ગયું છે અને આગામી થોડા દિવસોમાં તે સંપૂર્ણપણે સક્રિય થવાની સંભાવના છે અને મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી છે.

હવામાન વિભાગે મુંબઈ અને આસપાસના વિસ્તારો માટે યલો એલર્ટ જારી કર્યું છે, જેનો અર્થ એ છે કે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જે સામાન્ય જનજીવનને અસર કરી શકે છે. મુંબઈ, થાણે અને પાલઘર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે ચેતવણી જારી કરવામાં આવી છે, જ્યાં દરિયાઈ પવન અને વીજળી પડવાની ઘટનાઓ થવાની સંભાવના છે, જેના માટે સ્થાનિક વહીવટીતંત્રે નાગરિકોને વધુ સાવધાની રાખવાની અપીલ કરી છે. આજ મુંબઈના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

સવારે 6:00 થી 7:00 વાગ્યા દરમિયાન મુંબઈમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

નરીમાન પોઈન્ટ, ફાયર સ્ટેશન – 40 મીમી
આંખની હોસ્પિટલ, ગ્રાન્ટ રોડ – 36 મીમી
મેમનવાડા ફાયર સ્ટેશન – 35 મીમી
સી વોર્ડ ઓફિસ – 35 મીમી
કોલાબા ફાયર સ્ટેશન – 31 મીમી
બી વોર્ડ ઓફિસ – 30 મીમી
માંડવી ફાયર સ્ટેશન – 24 મીમી
ભાયખલા ફાયર સ્ટેશન – 21 મીમી
બ્રિટાનિયા સ્ટોર્મ વોટર સ્ટેશન – 18 મીમી
નાયર હોસ્પિટલ – 14
મીમી
આ ઉપરાંત, પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં હળવો વરસાદ નોંધાયો હતો, જેનાથી શહેરમાં હવામાનની તીવ્રતાનો અંદાજ આવે છે.

તૈયારી અને રાહત પગલાં

BMC અને MHADA એ આવી 96 ઇમારતોની ઓળખ કરી છે જેને વરસાદની ઋતુ દરમિયાન જોખમી ગણવામાં આવી છે. આ ઇમારતોમાં રહેતા લગભગ 3100 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે, ગટરોની સફાઈ, પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને કટોકટી નિયંત્રણ ખંડનું નિરીક્ષણ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે. બીએમસીએ 24×7 ખુલ્લું રહેતું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય કર્યું છે જ્યાં નાગરિકો કોઈપણ કટોકટીની જાણ કરી શકે છે.

સ્થાનિક ટ્રેન અને બસ સેવાઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને મુસાફરોને સલામત રહેવા અને બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે જરૂરી સલાહ આપવામાં આવી છે.અસરો અને પડકારોભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પાણીથી ભરાઈ શકે છે, જેના કારણે ટ્રાફિક જામ થઈ શકે છે અને અવરજવરમાં વિક્ષેપ પડી શકે છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનો, ખાસ કરીને કુર્લા, ભાંડુપ અને વિક્રોલી જેવા વિસ્તારોમાં 15 થી 20 મિનિટ મોડી પડી રહી છે.

ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે શહેરની રોડ ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી શકે છે અથવા ડાયવર્ટ થઈ શકે છે, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ શકે છે.
આગામી દિવસો માટે હવામાન આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી થોડા દિવસો સુધી મુંબઈ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેશે, જેની જનજીવન પર વધુ અસર પડી શકે છે. નાગરિકોને સતર્ક રહેવા, સ્થાનિક વહીવટીતંત્રની જાહેરાતોનું પાલન કરવા અને જરૂરી સાવચેતી રાખવા વિનંતી છે.

મુંબઈમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં: ટ્રાફિક જામ

મુંબઈઃ મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે મુંબઈ અને પરા વિસ્તારમાં ઓરેન્જથી રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે તેજ હવાઓ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

આ સાથે રેલવે સેવા પર અસર પડી છે. મધ્ય રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જનાર લોકલ ટ્રેનો મોડી મોડી ચાલી રહી છે.

ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષો અને ડાળીઓ પડવાના બનાવો પણ નોંધાયા છે. BMC ને શહેરમાં ચાર સ્થળોએ અને વેસ્ટર્ન સબર્બ્સમાં પાંચ સ્થળોએ વૃક્ષો પડી ગયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલવે સંપૂર્ણપણે ઠપ થઈ છે. વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે. હવામાન વિભાગ (IMD)એ ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. BMCએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રવિવારે રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટી તંત્રે કહ્યું છે કે તે પરિસ્થિતિ પર નજર રાખશે.

કાંદિવલીથી સાંતા ક્રૂઝ 15 કિમી સુધી ચક્કાજામ

વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો. કાંદિવલીથી સાંતાક્રૂઝમાં 15 કિમીનો લાંબો ચક્કાજામ થયો હતો. ભારે પવન સાથે વરસાદ, અને વીજના ચમકારા વચ્ચે મુંબઈમાં ચાર અને પશ્ચિમી વિસ્તારોમાં પાંચ ઝાડ પડી ગયા છે.

મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદમાં કોકણ, પુણે, સતારા, થાણે, મુંબઈ સહિતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે. હાઈવે પર ભારે ટ્રેફિક જામ જોવા મળ્યો છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ્યના સત્તાધીશોને વરસાદના કારણે એલર્ટમાં રહેવાં તેમજ સમયસર બચાવ કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.

પુણેમાં આભ ફાટ્યું

પુણેમાં આભ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ઘાટમાં કુરવેંદેમાં 184.5 mm વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારોમાં પણ વરસાદને કારણે પાણી ભરાયાં છે. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે.  હવામાન વિભાગે પુણેમાં 26 અને 27 તારીખે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. સ્થાનિકો અને સત્તાધીશોને એલર્ટ રહેવા સૂચના આપી છે. પુણેમાં 31 મે સુધી વરસાદની સ્થિતિ રહેશે. NDRFની ટીમે પુ માલશિરાસ અને કુરૂબાવી નદી કિનારેથી છ લોકોને બચાવ્યા છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના થાણે, પુણે, કોલ્હાપુર, રત્નાગિરી, રાયગઢમાં  ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

સોલાપુર જિલ્લામાં પણ નદીમાં ડૂબતાં છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત સ્થળો પર જવા અને સાવચેત રહેવા અપીલ કરી છે.

વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શોઃ અનેક વિકાસકાર્યોની ભેટ

વડોદરાઃ ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ PM મોદી સૌપ્રથમ વાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે આજે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર યાત્રા કાઢવામાં આવી રહી છે. લોકો રસ્તાની બંને બાજુ દેશનો તિરંગો લઈને ઊભા છે. લોકોએ PM મોદી પર ફૂલોની વર્ષા કરી છે.  PM  મોદીની સિંદૂર યાત્રાને લઈને વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાઇદી વહોરા સમાજે પણ ઉત્સાહ સાથે તેનું સ્વાગત કર્યું છે.

વડોદરામાં યાત્રાના રૂટ પર ઠેર-ઠેર મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કર્નલ સોફિયા કુરેશીના પરિવારજનો સિંદૂર સન્માન યાત્રામાં જોડાયા છે. આ યાત્રા દરમ્યાન PM રૂ. 82,000 કરોડના અનેક વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે

આ ઉપરાંત PM મોદી આજે દાહોદમાં ખરોડ ખાતે  રેલવે  સહિત વિવિધ વિભાગોના રૂ.24,000 કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે. ભૂજમાં વડા પ્રધાનને હસ્તે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, ત્યાર બાદ સાંજે અમદાવાદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 27મી મેએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપી રૂા.5536 કરોડના પ્રોજેક્ટ્‌સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

આ ઉપરાંત ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢના મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરાશે. ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી ટ્રાન્સમિશન સિસ્ટમ, ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભૂજથી નખત્રાણા સુધી લેન હાઈ સ્પીડ કોરિડોર, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં ત્રણ રોડ ઓવર બ્રિજનું નિર્માણ, ધોળાવીરામાં પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણનો સમાવેશ થાય છે.

દાહોદમાં વડાપ્રધાન મોદી 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. આ ઉપરાંત આણંદ – ગોધરા, મહેસાણા-પાલનપુર, રાજકોટ -હડમતીયા રેલ લાઈનના ડબલિંગ કામ, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ-કડી કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનનાં કામો સહિત કુલ રૂા. 23,292 કરોડનાં કામોનું લોકાર્પણ સંપન્ન કરાશે. મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે રૂા. 181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે.

દાહોદમાં નરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના વિકાસ કામો જનસમર્પિત કરશે. વડોદરા જિલ્લામાં સાવલી-ટીંબા માર્ગને ચાર માગીય બનાવવા, કાયાવરોહણ-સાપલી માર્ગ, જરોદ-સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા-રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ રૂ. 581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે.

 

સુવિચાર – ૨૬ મે ૨૦૨૫

૨૬ મે ૨૦૨૫

IPL 2025 : હૈદરાબાદે કોલકાતાને 110 રનથી હરાવ્યું

IPL 2025 ની 68મી લીગ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 110 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ મેચ દિલ્હીના અરુણ જેટલી મેદાનમાં રમાઈ હતી. આ બંને ટીમો માટે આ સિઝનની છેલ્લી મેચ હતી. બંને પહેલાથી જ IPL 2025 ની પ્લેઓફ રેસમાંથી બહાર થઈ ગયા હતા. આ મેચમાં ટોસ જીત્યા બાદ હૈદરાબાદે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હૈદરાબાદે હેનરિક ક્લાસેનની 37 બોલમાં થયેલી તોફાની સદીના આધારે કોલકાતા સામે 279 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. હૈદરાબાદની ટીમ આ સિઝનમાં છઠ્ઠા સ્થાને રહી છે. આ સિઝનમાં હૈદરાબાદે 14 માંથી 6 મેચ જીતી અને 13 પોઈન્ટ મેળવ્યા. જ્યારે કોલકાતા ફક્ત 5 મેચ જીતી શક્યું અને 12 પોઈન્ટ સાથે આઠમા સ્થાને સરકી ગયું.

279 રનના જવાબમાં કોલકાતાની શરૂઆત સારી નહોતી. સુનીલ નારાયણે ચોક્કસ કેટલાક સારા શોટ રમ્યા પરંતુ ચોથી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. આ પછી રહાણે પણ છઠ્ઠી ઓવરમાં આઉટ થઈ ગયો. રહાણેના બેટમાંથી ફક્ત 15 રન જ આવ્યા. આ પછી, એવું લાગતું હતું કે વિકેટોનો ધસારો થઈ રહ્યો છે. ડી કોક સાતમી ઓવરમાં અને રિંકુ સિંહ આઠમી ઓવરમાં આઉટ થયા હતા. રિંકુએ 9 રન બનાવ્યા. આઠમી ઓવરમાં રસેલ ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો. ત્યારબાદ મનીષ પાંડેએ કેટલાક સારા શોટ ફટકાર્યા પરંતુ તે 37 રન બનાવીને આઉટ થઈ ગયો. કોલકાતાની ઇનિંગ્સ 19મી ઓવરમાં સમાપ્ત થઈ ગઈ અને હૈદરાબાદ 110 રનથી મેચ જીતી ગયું.

પહેલા બેટિંગ કરવા આવેલા હૈદરાબાદની શરૂઆત શાનદાર રહી હતી. અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે તોફાની શરૂઆત કરી. હૈદરાબાદે 7મી ઓવરમાં 92 રનના સ્કોર પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી જ્યારે અભિષેક શર્મા 32 રન બનાવીને નરેનના બોલ પર આઉટ થયો. પરંતુ બીજા છેડે, હેડનો શો ચાલુ રહ્યો. હેડે 40 બોલમાં 76 રન બનાવ્યા. તેણે 6 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા. ૧૩મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. પરંતુ આ પછી ક્લાસેનએ તોફાની ફિફ્ટી ફટકારી. હૈદરાબાદનો સ્કોર માત્ર 14 ઓવરમાં 200 ને પાર કરી ગયો. પરંતુ આ પછી, ક્લાસેન અને ઇશાન કિશને બંને છેડેથી વિસ્ફોટક બેટિંગ કરી. જોકે, કિશનની વિકેટ 19મી ઓવરમાં પડી ગઈ. કિશને 20 બોલમાં 29 રન બનાવ્યા. પરંતુ ક્લાસેન માત્ર 37 બોલમાં સદી ફટકારી. આ સમયગાળા દરમિયાન, ક્લાસેનએ 9 છગ્ગા અને ચોગ્ગા ફટકાર્યા. તેની તોફાની ઇનિંગ્સના આધારે હૈદરાબાદે KKR સામે 279 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. ક્લાસેનની સદી IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે ત્રીજી સૌથી ઝડપી સદી છે, અને વિદેશી ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી સદી છે. આ યાદીમાં તેમનાથી આગળ ક્રિસ ગેલ છે, જેમણે 2013માં પુણે વોરિયર્સ સામે 30 બોલમાં સદી ફટકારી હતી.