Home Blog Page 766

ઇઝરાયલે સીરિયામાં ઘૂસીને હવાઈ હુમલા કર્યા

ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહ સામેના યુદ્ધ વચ્ચે, ઇઝરાયલી સેનાએ સીરિયા પર હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. બુધવારે, તેણે સીરિયાની રાજધાની દમાસ્કસમાં સંરક્ષણ મંત્રાલય સંકુલના પ્રવેશદ્વારને લક્ષ્ય બનાવીને ડ્રોન હુમલા કર્યા. આ હુમલા પાછળનું કારણ દક્ષિણ સીરિયામાં ડ્રુઝ પ્રભુત્વ ધરાવતા શહેર સ્વેદામાં સરકારી દળો અને સ્થાનિક ડ્રુઝ લડવૈયાઓ વચ્ચેનો સંઘર્ષ હોવાનું કહેવાય છે.

ઇઝરાયલે હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે આ કાર્યવાહી ડ્રુઝ નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. IDF એ કહ્યું, અમે દમાસ્કસમાં સીરિયન શાસનના લશ્કરી મુખ્યાલય સંકુલના પ્રવેશદ્વારને નિશાન બનાવ્યો. અમે દક્ષિણ સીરિયામાં ડ્રુઝ નાગરિકો સામે કરવામાં આવી રહેલી કાર્યવાહી પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.

સીરિયામાં સતત ત્રીજા દિવસે ઇઝરાયલી હુમલા

સીરિયન પ્રદેશમાં ઇઝરાયલનો આ સતત ત્રીજો હુમલો છે. અગાઉ, સ્વેદા અને આસપાસના વિસ્તારોમાં પણ અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. બુધવારે દિવસભર સ્વેદા શહેર અને આસપાસના ગામોમાં ભારે મોર્ટાર અને તોપમારા થયાના અહેવાલ છે. સ્થાનિક ન્યૂઝ પોર્ટલ સ્વેઈડા24 અનુસાર, સવારથી સ્વેઈડાના અનેક વિસ્તારોમાં ભારે ગોળીબાર અને વિસ્ફોટો સંભળાયા હતા.

સીરિયન સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે ડ્રોન હુમલા થયા હતા અને અધિકારીઓએ મંત્રાલયના ભોંયરામાં આશરો લીધો હતો. સીરિયાની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે આ હુમલામાં બે નાગરિકો ઘાયલ થયા હતા.

જૂનમાં રિટેલ મોંઘવારી દર ઘટીને છ વર્ષના તળિયે

નવી દિલ્હીઃ જૂનમાં મોંઘવારી દર ઘટીને 2.1 ટકા થયો છે. તેમાં ગયા મહિનાની તુલનાએ 0.72 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. મે મહિનામાં આ દર 2.82 ટકા હતો. આ માહિતી આંકડા અને સ્ટેસ્ટિક્સ મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા ડેટામાં આપવામાં આવી છે.

જૂન 2025માં નોંધાયેલો મોંઘવારી દર જાન્યુઆરી, 2019 પછીનો સૌથી નીચો રિટેલ મોંઘવારીનો દર છે. મંત્રાલયના આંકડા અનુસાર ગયા મહિને ગ્રામીણ સ્તરે મોંઘવારી દર 1.72 ટકા રહ્યો હતો, જ્યારે શહેરી સ્તરે રિટેલ મોંઘવારી દર 2.56 ટકા હતો.સરકારી આંકડા મુજબ જૂનમાં વાર્ષિક ધોરણે ખાદ્ય મોંઘવારી દર -1.06 ટકા રહ્યો હતો, જ્યારે મેમાં તે 0.99 ટકા હતો. તે જ સમયે, જૂનમાં ગ્રામીણ સ્તરે ખોરાકનો મોંઘવારી દર -0.92 ટકા અને શહેરી સ્તરે -1.22 ટકા રહ્યો હતો. મંત્રાલયે જણાવ્યું છે કે રિટેલ મોંઘવારીમાં ઘટાડાનું મુખ્ય કારણ શાકભાજી, દાળો અને તેના ઉત્પાદનો, માંસ અને મચ્છી, અનાજ અને ઉત્પાદનો, ખાંડ અને મિષ્ઠાન, દૂધ અને ઉત્પાદનો તેમ જ મસાલાઓમાં ઘટેલો ફુગાવો છે.

જથ્થાબંધ મોંઘવારી દર –0.13 ટકા સુધી ઘટ્યોઆ પહેલા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પણ જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા હતા. જૂનમાં થોક મોંઘવારી દર ઘટીને -0.13 ટકા થઈ ગઈ છે. આ વર્ષની શરૂઆતથી પ્રથમ વખત છે કે WPI આધારિત મોંઘવારી દર નકારાત્મક સ્તરે ગઈ છે અને તે છેલ્લા 14 મહિનાના સૌથી ઓછા સ્તરે છે.

રિઝર્વ બેંક દ્વારા ધિરાણ નીતિને વધુ નરમ કરવાની સંભાવના વધી ગઈ છે. જૂનમાં ખાદ્ય મહામૂલ્ય વૃદ્ધિ 77 મહિનામાં સૌથી ઓછો 2.1 ટકા રહી હતી. એવા પરિપ્રેક્ષ્યમાં, ઓક્ટોબર અથવા ડિસેમ્બર મહિનામાં રેપો રેટમાં વધુ એક કાપની આશા વધી ગઈ છે. જોકે ઑગસ્ટની બેઠકમાં પણ ઘટાડાની શક્યતા છે.

દીકરીના જન્મ બાદ સિદ્ધાર્થ-કિયારાએ કરી પહેલી પોસ્ટ, જુઓ

બૉલિવૂડના સુંદર કપલ્સમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે લક્ષ્મીજી પધાર્યા છે. કિયારા અડવાણીએ બેબી ગર્લને જન્મ આપ્યો છે. આ કપલે હવે એક સત્તાવાર નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી છે. આ પછી ચાહકો બંનેને અભિનંદન આપી રહ્યા છે.

ગત રાત્રે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ઘરે પુત્રીનો જન્મ થયો હોવાના સમાચાર આવ્યા હતા. હવે આજે આ કપલે પોતે જ માહિતી આપી છે કે તેઓ એક સુંદર પુત્રીના માતા-પિતા બન્યા છે. સિદ્ધાર્થ અને કિયારાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં લખ્યું છે કે,’ અમારું હૃદય ખુશીઓથી ભરાઈ ગયું છે અને અમારી દુનિયા હંમેશા માટે બદલાઈ ગઈ છે. અમને પુત્રીનો આશીર્વાદ મળ્યો છે.’ પોસ્ટમાં નીચે સિદ્ધાર્થ અને કિયારાના નામ લખેલા છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેમના ચાહકોને આ ખુશખબર આપી હતી કે તેઓ બંને ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ચાહકોને આ વિશે માહિતી આપી હતી. આ પછી કિયારા બેબી બમ્પ સાથે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)

ફેબ્રુઆરી 2023 માં બંનેના લગ્ન થયા

સિદ્ધાર્થ અને કિયારાની પ્રેમ કહાની ફિલ્મ ‘શેરશાહ’ ના શૂટિંગ દરમિયાન ચર્ચામાં આવી હતી. આ પછી બંને ઘણી વાર સાથે જોવા મળ્યા હતા. જોકે, બંનેએ ક્યારેય તેમના અફેર વિશે ખુલ્લેઆમ વાત કરી ન હતી. આ પછી, બંનેએ ફેબ્રુઆરી 2023 માં લગ્ન કર્યા.

કિયારા ‘વોર 2’ માં જોવા મળશે

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો કિયારા અડવાણી ટૂંક સમયમાં ‘વોર 2’ માં જોવા મળશે. તે યશ રાજની સ્પાય યુનિવર્સનો ભાગ છે. આ ફિલ્મમાં તેની સાથે ઋત્વિક રોશન અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના ટીઝરમાં જ કિયારાનો બિકીની લુક ખૂબ વાયરલ થયો હતો.

સિદ્ધાર્થ ‘પરમ સુંદરી’ માં જોવા મળશે

સિદ્ધાર્થ મલ્હોત્રાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતા ટૂંક સમયમાં દિનેશ વિજનની ફિલ્મ ‘પરમ સુંદરી’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની ધારણા છે. આ ઉપરાંત તે ફિલ્મ ‘વન-ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ’માં પણ જોવા મળશે.

ક્રૂર, નિર્દયી શાસક હતો બાબરઃ NCERTની બુકમાં

નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ- આઠના સોશિયલ સાયન્સના પુસ્તકમાં મુઘલ શાસક બાબરને ‘ક્રૂર અને નિર્દયી શાસક’ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે બાબરે ઘણાં શહેરોમાં અનેક લોકોને મારી નાખ્યા હતા. આ પુસ્તકને લઈને આગામી દિવસોમાં દેશમાં મોટો વિવાદ થવાની શક્યતા છે.

અકબરના શાસનને પુસ્તકમાં “ક્રૂરતા અને સહિષ્ણુતા”નું મિશ્રણ ગણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પુસ્તકમાં લખ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મંદિરો અને ગુરુદ્વારો તોડી પાડ્યાં હતાં. આ પુસ્તક મુઘલ સલ્તનતના સમયગાળાની ચર્ચા કરે છે અને તેમાં તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિઓની પણ વિશદ રીતે ચર્ચા કરવામાં આવી છે. NCERTએ જણાવ્યું છે કે આ બાબતો પુસ્તકમાં “Note on Some Darker Periods in History” રૂપે રજૂ કરવામાં આવી છે. જોકે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે આજના સમયમાં કોઈને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.

ધોરણ આઠના સોશિયલ સાયન્સના આ પુસ્તકનો ભાગ 1 ‘Exploring Society: Indian and Beyond’ આ અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યો છે. અગાઉ આ વિષયો ધોરણ સાતમાં આવતા હતા, પણ હવે મુઘલો અને મરાઠાઓ સંબંધિત તમામ માહિતી માત્ર ધોરણ 8માં જ આવશે.

ભારતના ઇતિહાસના 13મીથી 17મી સદી વચ્ચેની ઘટનાઓને ‘Reshaping India’s Political Map’ નામના અધ્યાયમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમાં દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ શાસન અને તેનો વિરોધ તથા શીખોના આગમન વિશે માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં લખાયું છે કે કેવી રીતે મુઘલ સેના ગામડાં અને શહેરોમાં લૂંટ ચલાવતી હતી તથા મંદિરો તોડતી હતી એ પણ ઉલ્લેખાયું છે.

મુઘલ શાસન દરમિયાન બૌદ્ધ, જૈન અને હિન્દુ મંદિરોની મૂર્તિઓ પર ઘણા હુમલા થયા હતા અને આ માત્ર લૂંટ માટે નહોતા, પણ ઘણી વખત મૂર્તિપૂજાના વિરોધ રૂપે પણ આવા હુમલાઓ થતા હતા.

અભિષેક બચ્ચને પિતા અમિતાભને ખાસ રીતે શેની શુભેચ્છા પાઠવી?

બૉલિવૂડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિ શોની 17મી સીઝન લઈને આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. ગત મંગળવારે આ શોનો એક નવો પ્રોમો રિલીઝ થયો હતો, જેને અભિષેક બચ્ચને શેર કર્યો હતો અને તેના પિતા બિગ બીને ખૂબ જ સુંદર રીતે અભિનંદન આપ્યા હતા.

બૉલિવુડ અભિનેતા અભિષેક બચ્ચને પોતાના X એકાઉન્ટ પર ‘KBC’ ની 17મી સીઝનનો નવો પ્રોમો શેર કર્યો છે. તેને શેર કરતી વખતે અભિનેતાએ પોતાના પિતા અમિતાભ બચ્ચનની પ્રશંસા કરતા ટ્વીટ પણ કર્યું. તેમણે લખ્યું, ‘ધ બોસ પાછો આવી ગયો છે.’ આ સાથે અભિષેકે પ્રોમોમાં બોલાયેલો એક સંવાદ પણ લખ્યો, ‘KBC સાથે એપિનમેન્ટ, એપિનમેન્ટ.અંગ્રેજી બોલતા હૈ.’

શોનો નવો પ્રોમો શું છે?

મંગળવારે, ‘KBC’ ની આગામી 17મી સીઝનનો નવો પ્રોમો રિલીઝ થયો. તેમાં બતાવવામાં આવ્યું છે કે કેટલાક લોકો એક રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા છે અને તેઓ ત્યાં હાજર હોટલ મેનેજરને વેઈટર કહીને તેની મજાક ઉડાવે છે અને તેને મંચુરિયન લાવવાનું કહે છે. આના પર, હોટલ મેનેજર તેમને મંચુરિયનની શોધ વિશે સંપૂર્ણ માહિતી આપે છે અને બધાને ચૂપ કરી દે છે. આ પછી અમિતાભ બચ્ચન કહે છે કે તેઓ 11 ઓગસ્ટથી KBC પર શો લઈને આવી રહ્યા છે.

અભિષેક બચ્ચનના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘કાલીધર લાપતા’માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત અભિનેતા અગાઉ ‘હાઉસફુલ 5’માં જોવા મળ્યા હતા.

SCO સમિટ: જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનને ફટકાર લગાવી

બીજિંગઃ ચીનના તિયાનજિન શહેરમાં યોજાયેલી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની શિખર બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનની સામે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી. તેમણે રાષ્ટ્રપતિ શી જિનપિંગની હાજરીમાં પાકિસ્તાનને કડક સંદેશ આપતાં કહ્યું હતું કે ભારત આતંકવાદને ક્યારેય સહન નહીં કરે. તેમણે કહ્યું હતું કે આતંકીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. એ સાથે જ તેમણે પાકિસ્તાનને મદદ કરતા ચીનને પણ પોતાની અંદાજમાં ચેતવણી આપી. ભારતની આ ફટકાર બાદ પાકિસ્તાનના વલણમાં બદલાવ દેખાયો.

વિદેશ મંત્રી એસ. જયશંકરની આ કડક ટિપ્પણી બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારના સૂર બદલાયા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ અને સ્થિરતા પર આધારિત સંબંધ ઇચ્છે છે. એસ. જયશંકરે SCOની બેઠકમાં સરહદી આતંકવાદને મુદ્દે ચીન અને પાકિસ્તાન બંનેને સ્પષ્ટ સંદેશ આપ્યો. તેમણે પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ભારત આતંકવાદ ક્યારેય સહન નહીં કરે અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરશે.

પાકિસ્તાન પર “ઓપરેશન સિંદૂર” યોગ્ય ઠેરવ્યું
જયશંકરે પહેલગામ આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાન પર થયેલી “ઓપરેશન સિંદૂર”ની કાર્યવાહી સંપૂર્ણપણે યોગ્ય ઠેરવી હતી. તેમના આ વલણથી પાકિસ્તાન અને ચીન બંનેનાં મોઢાં સિવાઈ ગયાં હતાં  તેમણે જણાવ્યું હતું કે SCO જૂથને આતંકવાદ અને ઉત્તેજનાત્મકતાના વિરોધમાં પોતાના સ્થાપનાના ઉદ્દેશ પર અડગ રહેવું જોઈએ અને આ પડકારો સામે કોઈ પણ પ્રકારની સમજૂતી ન કરવી જોઈએ. જયશંકરે ઉમેર્યું હતું કે પહેલગામ હુમલો જમ્મુ-કાશ્મીરના ટુરિઝમ અર્થતંત્રને નબળું બનાવવા અને ધાર્મિક વિભાજન ઊભું કરવા માટેની ષડયંત્રનો ભાગ હતો.

 જયશંકરના આ આક્રમક રવૈયાથી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આશ્ચર્યચકિત રહી ગયા હતા. વિદેશ મંત્રીએ પાકિસ્તાન અને ચીન બંનેને ફટકાર્યા હતા.

World Snake Day: સાપનો દિવસ ઉજવવા પાછળનું કારણ શું? જાણો

મનુષ્યોની સાથે આપણી પૃથ્વી પણ ઘણા જીવોનું ઘર છે. અહીં અનેક પ્રકારના જંતુઓ, પ્રાણીઓ, પક્ષીઓ અને પ્રાણીઓ વગેરે જોવા મળે છે. સાપ તેમાંથી એક છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક સાપ જોયો છે. જો વાસ્તવિકતામાં નહીં, તો તે ફિલ્મો અને ટીવી શોમાં સરળતાથી જોવા મળે છે. સાપ એક એવો પ્રાણી છે, જેને જોઈને લોકો ડરથી ધ્રૂજવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે વર્ષમાં એક દિવસ એવો હોય છે જે ખાસ કરીને સાપને સમર્પિત હોય છે. હા, વિશ્વ સાપ દિવસ (World Snake Day) દર વર્ષે 16 જુલાઈએ ઉજવવામાં આવે છે. પરંતુ આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને તેનો હેતુ શું છે એ જાણીએ.

Cape coral snake, coral cobra (Aspidelaps lubricus lubricus) head raised in strike posture, captive, from southern Africa

વિશ્વ સાપ દિવસનો ઇતિહાસ
દર વર્ષે 16 જુલાઈના રોજ વિશ્વ સાપ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસની પહેલી ઉજવણી 1970માં શરૂ થઈ હતી. ખરેખર, એવું માનવામાં આવે છે કે 1969માં ટેક્સાસમાં સાપ માટે એક ફર્મ શરૂ કરવામાં આવી હતી, જે ધીમે ધીમે 1970 સુધીમાં ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. આ પેઢીએ લોકોને સાપ વિશે જાગૃત કરવાનું પણ કામ કર્યું. આ સમય દરમિયાન પેઢીએ પોતે 16 જુલાઈના રોજ સાપ વિશે ખાસ કાર્યક્રમોનું આયોજન કર્યું, જેને જોઈને પછીથી અન્ય NGO એ પણ સાપ વિશે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું અને આ રીતે આ દિવસની શરૂઆત થઈ.

વિશ્વ સાપ દિવસનો હેતુ
આ દિવસની ઉજવણીનો ખાસ હેતુ વિશ્વભરના લોકોને સાપ પ્રત્યે જાગૃત કરવાનો છે. આ દિવસ સાપ સંબંધિત ગેરમાન્યતાઓને દૂર કરવાના ઉદ્દેશ્યથી પણ ઉજવવામાં આવે છે. આ તકે વિશ્વભરના લોકો સાપ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. આ સાથે લોકો લોકોને સાપ વિશે જાગૃત પણ કરે છે.

દુનિયાભરમાં સાપની ઘણી પ્રજાતિઓ
દુનિયાભરમાં 3500 થી વધુ વિવિધ પ્રજાતિઓના સાપ જોવા મળે છે. આમાંથી 300 પ્રજાતિઓ ફક્ત ભારતમાં જ જોવા મળે છે. આ જ કારણ છે કે તમે તમારા વિસ્તારમાં કોઈને કોઈ પ્રજાતિના સાપ જોયા હશે. જો કે, આ પ્રજાતિના સાપમાંથી 25 ટકાથી ઓછા એટલે કે 3500 માંથી 600 પ્રજાતિઓ ઝેરી છે. સાપની માત્ર 200 પ્રજાતિઓ જ લોકો માટે મોટો ખતરો છે, તેથી તે દેખાય તેટલા ડરામણા નથી. દુનિયાના કેટલાક સૌથી ખતરનાક સાપ નીચે મુજબ છે-

મૈની બેંડેડ ક્રેટ
ગ્રીન માંબા
બ્લેક માંબા
ફિલીપીન કોબરા
ટાઈગર સ્નેક
ઈનલેન્ડ તાઈપન
સો-સ્કેલ્ડ વાઈપ

નાટો ચીફે બ્રાઝિલ, ચીન અને ભારતને આપી ચેતવણી

નવી દિલ્હીઃ નાટોના મહાસચિવ માર્ક રુટે બ્રાઝિલ, ચીન અને ભારતને કડક ચેતવણી આપી છે. રુટે જણાવ્યું હતું કે જો આ દેશો રશિયા સાથે વેપાર ચાલુ રાખશે, તો તેમને ગંભીર આર્થિક પ્રતિબંધોનો સામનો કરવો પડશે.  માર્ક રુટે આ ટિપ્પણી અમેરિકન કોંગ્રેસમાં સેનેટરો સાથેની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી.

માર્ક રુટે દિલ્હી, બીજિંગ અને બ્રાઝિલના નેતાઓને અપીલ કરી કે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પર દબાણ લાવે કે તેઓ શાંતિ વાતચીતને ગંભીરતાથી લે.

તેમણે કહ્યું હતું  કે જો તમે ચીનના રાષ્ટ્રપતિ છો, ભારતના વડા પ્રધાન છો કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ છો અને તમે રશિયા સાથે વેપાર ચાલુ રાખો છો, તેમના ઓઇલ અને ગેસ ખરીદો છો, તો તમારે ખબર હોવી જોઈએ – જો મોસ્કોમાં બેઠેલો માણસ શાંતિ વાતચીતને ગંભીરતાથી નથી લેતો, તો હું 100 ટકા સેકન્ડરી સેક્શન (આર્થિક પ્રતિબંધો) લગાવી દઈશ.

માર્ક રુટેએ કહ્યું હતું કે આ ત્રણેય દેશોએ આ બાબત પર ગંભીરતાથી વિચાર કરવો જોઈએ, કારણ કે તેની મોટો અસર પડશે. તેમણે ઉમેર્યું હતું કે મહેરબાની કરીને પુટિને ફોન કરો અને તેમને કહો કે શાંતિ વાતચીત માટે તેઓ ગંભીર બને, નહીં તો તેનો મોટો પ્રભાવ બ્રાઝિલ, ભારત અને ચીન પર પડશે.

રુટે કહ્યું હતું કે યુરોપ યુક્રેનને શાંતિ મંત્રણામાં મજબૂત સ્થિતિમાં લાવવા માટે ફન્ડિંગ કરશે. ટ્રમ્પ સાથે સમજૂતી હેઠળ અમેરિકા હવે યુક્રેનને મોટા પાયે હથિયાર આપશે, જેમાં એર ડિફેન્સ, મિસાઈલ અને ગોલા-બારુદ સામેલ છે, જેનો ખર્ચ યુરોપ ભોગવશે.

દિલ્હીની પાંચ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

દિલ્હીના દ્વારકામાં સેન્ટ થોમસ સ્કૂલ અને વસંત વેલી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ઇમેઇલ દ્વારા મળી છે. આજે અત્યાર સુધીમાં પાંચ શાળાઓને ધમકીભર્યા ઇમેઇલ મળ્યા છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.

સૌપ્રથમ દ્વારકાના સેન્ટ થોમસ અને વસંત કુંજ વિસ્તારની વસંત વેલી સ્કૂલને ધમકી મળી હતી. ત્યારબાદ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને સરદાર પટેલ વિદ્યાલયને પણ ધમકીઓ મળી હતી. ધમકી મળ્યા બાદ દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને સાયબર એક્સપર્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંને સ્કૂલોને ખાલી કરાવવામાં આવી છે.

ત્રણ દિવસમાં 10 શાળાઓ અને કોલેજોને બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી
દિલ્હી પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે દ્વારકામાં સેન્ટ થોમસ સ્કૂલ, વસંત કુંજમાં વસંત વેલી સ્કૂલ, હૌઝ ખાસમાં મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ, પશ્ચિમ વિહારમાં રિચમંડ ગ્લોબલ સ્કૂલ અને લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયને આજે સવારે ઇમેઇલ દ્વારા બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી હતી. છેલ્લા ત્રણ દિવસમાં લગભગ 10 શાળાઓ અને એક કોલેજને બોમ્બ વિસ્ફોટની ધમકીઓ મળી છે.

સ્ટીફન કોલેજ અને સેન્ટ થોમસ સ્કૂલને બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી
અગાઉ, નેવી ચિલ્ડ્રન સ્કૂલ અને સીઆરપીએફ સ્કૂલને બોમ્બ વિસ્ફોટની ધમકીઓની તપાસ ચાલી રહી હતી ત્યારે મંગળવારે ડીયુની સેન્ટ સ્ટીફન કોલેજ અને છાવલાની સેન્ટ થોમસ સ્કૂલ માટે ઇમેઇલ આવ્યા હતા. કોઈએ શાળામાં RDX અને IED હોવાની માહિતી આપતો ઇમેઇલ મોકલ્યો હતો.

ઇમેઇલ જોતાંની સાથે જ શાળા અને કોલેજે તાત્કાલિક પોલીસને જાણ કરી. માહિતી મળતાં જ પોલીસે શાળા અને કોલેજ પરિસર ખાલી કરાવી દીધું અને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે, ટીમને ત્યાં કંઈ મળ્યું નહીં. સઘન શોધખોળ બાદ પોલીસે તેને બનાવટી જાહેર કર્યું. સ્થાનિક પોલીસ સાયબર નિષ્ણાતોની મદદથી ઇમેઇલ મોકલનાર આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે કોઈએ હેરાન કરવા માટે આ કર્યું છે.

સિનેમા ટિકિટ 200 રૂપિયાથી વધુ નહીં હવે, આ રાજ્યમાં આવ્યો પ્રસ્તાવ

જનતા માટે સિનેમાને વધુ સસ્તું બનાવવાના એક મોટા પગલામાં, કર્ણાટક સરકારે કર્ણાટક સિનેમા (નિયમન) નિયમો, 2014 માં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે હેઠળ મનોરંજન કર સહિત સિનેમા ટિકિટની મહત્તમ કિંમત પ્રતિ શો 200 રૂપિયા નક્કી કરવામાં આવશે.

આ કિંમત મર્યાદા રાજ્યના તમામ ભાષાઓના સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ અને ફિલ્મો પર લાગુ થશે. કર્ણાટક સિનેમા (નિયમન) (સુધારા) નિયમો, 2025 હેઠળ ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશન 15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને પ્રકાશનની તારીખથી 15 દિવસ માટે જાહેર પ્રતિસાદ માટે ખુલ્લું છે. સૂચનો અને વાંધા ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, વિધાન સૌધાને સબમિટ કરી શકાય છે.

આ નિર્ણય શા માટે લેવામાં આવી રહ્યો છે?

ટિકિટના ભાવ નિયંત્રિત કરવા અંગે ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે, પરંતુ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 2025-26નાE બજેટમાં આ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને સ્પષ્ટપણે ₹200 ની મર્યાદાનો ઉલ્લેખ કર્યો હતો. આ પગલાનો ઉદ્દેશ્ય ખાસ કરીને શહેરી મલ્ટિપ્લેક્સમાં ટિકિટના ભાવમાં વધારો અટકાવવા અને સમાજના તમામ વર્ગો માટે સિનેમાની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.

આ નિર્ણય અગાઉ પણ આવ્યો હતો

કોંગ્રેસના નેતૃત્વ હેઠળની સરકારે ટિકિટના ભાવ પર પહેલીવાર નજર નાખી નથી. 2017-18ના બજેટમાં, પાછલી સરકારે પણ સમાન ટિકિટ દરનો પ્રસ્તાવ મૂક્યો હતો અને 11 મે, 2018ના રોજ સરકારી આદેશ જારી કરવામાં આવ્યો હતો. જોકે, કોર્ટના સ્ટે બાદ તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

વધુમાં,આ વર્ષના બજેટમાં મુખ્યમંત્રીએ જાહેર ખાનગી ભાગીદારી (PPP) મોડેલ દ્વારા બેંગલુરુના નંદિની લેઆઉટમાં કર્ણાટક ફિલ્મ એકેડેમીની માલિકીના 2.5 એકરના પ્લોટ પર મલ્ટિપ્લેક્સ મૂવી થિયેટર સંકુલ વિકસાવવાની યોજનાની જાહેરાત કરી હતી. રાજ્યએ કન્નડ સિનેમાને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં એક સત્તાવાર OTT પ્લેટફોર્મ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.