Home Blog Page 642

જાપાનમાં ચંદ્રયાન-5 પર PM મોદીની મોટી જાહેરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ચંદ્રયાન-5 મિશન માટે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) વચ્ચે સહયોગની જાહેરાત કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અમે ચંદ્રયાન-5 મિશન માટે ISRO અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) વચ્ચેના સહયોગનું સ્વાગત કરીએ છીએ. અમારી સક્રિય ભાગીદારી પૃથ્વીની સીમાઓથી આગળ વધી ગઈ છે અને અવકાશમાં માનવજાતની પ્રગતિનું પ્રતીક બનશે.

ટોક્યોમાં તેમના જાપાની સમકક્ષ શિગેરુ ઇશિબા સાથેની વાતચીત બાદ સંયુક્ત બ્રીફિંગ દરમિયાન વડા પ્રધાન મોદીએ ભારતીય અને જાપાની અવકાશ એજન્સીઓ વચ્ચે સહયોગની જાહેરાત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનના વડા પ્રધાન ઇશિબા સાથેની વાતચીત બાદ કહ્યું કે અમે આગામી દાયકા માટે સહયોગ માટે એક રોડમેપ તૈયાર કર્યો છે. આજે અમારી ચર્ચાઓ ઉપયોગી અને હેતુપૂર્ણ રહી.

તેમણે કહ્યું કે તેઓ બંને સંમત થયા કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અને જીવંત લોકશાહી તરીકે, અમારી ભાગીદારી ફક્ત આપણા બંને દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે.

10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ

ઈશિબા સાથે આવેલા મોદીએ તેમના મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે આગામી 10 વર્ષમાં જાપાનથી ભારતમાં 10 ટ્રિલિયન યેનનું રોકાણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આજે સવારે ટોક્યો પહોંચેલા વડા પ્રધાને કહ્યું કે ભારત-જાપાન સહયોગ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે મહત્વપૂર્ણ છે અને બંને પક્ષોએ ભાગીદારીમાં “નવા અને સુવર્ણ પ્રકરણ” માટે મજબૂત પાયો નાખ્યો છે. તેમણે કહ્યું કે અમે રોકાણ, નવીનતા અને આર્થિક સુરક્ષા સહિત ઘણા ક્ષેત્રોમાં સહયોગ માટે 10 વર્ષનો રોડમેપ તૈયાર કર્યો છે.

એશિયા કપ : ભારતે જીત સાથે શરૂઆત કરી

શુક્રવારે એશિયન કપ હોકી ટુર્નામેન્ટમાં ભારતે જીત સાથે શરૂઆત કરી. ભારતીય હોકી ટીમે પૂલ A મેચમાં કેપ્ટન હરમનપ્રીત સિંહના ત્રણ ગોલને કારણે ચીનને 4-3થી હરાવ્યું. હરમનપ્રીત ઉપરાંત, ભારત માટે જુગરાજ સિંહે પણ ગોલ કર્યા. ચીન માટે ડુ શિહાઓ (12′), ચેન બેનહાઈ (35′) અને ગાઓ જિશેંગ (42′) એ ગોલ કર્યા.

પ્રથમ ક્વાર્ટર પછી 0-1 થી પાછળ રહ્યા બાદ, ભારતે બે મિનિટમાં બે ગોલ કરીને હાફ ટાઇમ સુધીમાં 2-1 ની લીડ મેળવી. હરમનપ્રીતે 20મી, 33મી અને 47મી મિનિટમાં પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યા, જ્યારે જુગરાજ સિંહે 18મી મિનિટે ગોલ કર્યા.

 

ચીન માટે ડુ શિન્હાઓ (12મી), ચેન બેનહાઈ (35મી મિનિટ) અને ગાઓ જિશેંગ (42મી મિનિટ) એ ગોલ કર્યા. પહેલા ક્વાર્ટરમાં એક ગોલથી પાછળ રહ્યા બાદ, ભારતે બીજા ક્વાર્ટરમાં બે મિનિટમાં બે ગોલ કરીને હાફ ટાઇમ સુધીમાં 2-1ની લીડ મેળવી લીધી.

કેપ્ટન હરમનપ્રીતે બીજા હાફની ત્રીજી મિનિટમાં બીજો ગોલ કર્યો. બે મિનિટ પછી જ ચીને વળતો હુમલો કરીને ગોલ કર્યો. છેલ્લા ક્વાર્ટરમાં બંને ટીમો બરાબરી પર હતી પરંતુ હરમનપ્રીતે 47મી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરીને ભારતને જીત અપાવી.

મુંબઈમાં ગણેશ ઉત્સવની ધામધૂમ કંઈક અલગ જોવા મળે છે.

ટ્રમ્પના ટેરિફની ધમકી વચ્ચે Q1માં 7.8 ટકા GDP વૃદ્ધિદર

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થતંત્રનું જોરદાર પ્રદર્શન કર્યું છે.  નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં GDP ગ્રોથ રેથમાં 7.8 ટકા રહ્યો છે. અર્થતંત્રનો આ ગ્રોથ એવા સમયે આવ્યો છે, જ્યારે એપ્રિલથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર ટેરિફ લગાવવાની ધમકી આપતા આવ્યા છે.

આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ આ સમયગાળા દરમિયાન દેશનો કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાની દરે વધ્યો છે. ગયા વર્ષે આ જ ત્રિમાસિકમાં નોંધાયેલા 6.5 ટકાની વૃદ્ધિથી ઘણો વધારે છે. આ ડેટા RBIના 6.5 ટકાના અંદાજથી પણ વધુ છે.

માર્ચ ત્રિમાસિકમાં પણ રહી તેજી

આ પહેલાં નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ત્રિમાસિક (જાન્યુઆરી-માર્ચ)માં પણ અર્થતંત્રે જોરદાર પ્રદર્શન કર્યું હતું. આ સમયગાળામાં GDPમાં 7.4 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધા હતી, જે ડિસેમ્બર ત્રિમાસિકના સુધારેલા 6.4 ટકાની સરખામણીએ વધારે હતી. આ વૃદ્ધિ બજારના 6.7 ટકાના અંદાજથી પણ ઉપર હતી અને આખા નાણાકીય વર્ષમાં સૌથી ઝડપી રહી. આ તેજીના પાછળ ખોરાક અને ઊર્જાની કિંમતોમાં ઘટાડો, વ્યાજદરોમાં નરમાઈ અને મૂડીરોકાણમાં વધારો જેવાં કારણો રહ્યાં છે. ભારતની નિકાસ પર ઓછી નિર્ભરતાએ તેને વૈશ્વિક વેપારના પડકારોથી પણ બચાવ્યું. આ ત્રિમાસિકમાં સ્થિર મૂડીરોકાણ (ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન)માં 9.4 ટકાનો ઉછાળો આવ્યો, જે લગભગ બે વર્ષમાં સૌથી વધુ હતો. બીજી તરફ ખાનગી વપરાશમાં પણ છ ટકાનો વધારો થયો.

આ સમયગાળામાં નિકાસ 3.9 ટકા વધી હતી, જ્યારે આયાતમાં 12.7 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે GDP વૃદ્ધિ પર સકારાત્મક અસર પડી. RBIએ FY26 માટે પોતાના 6.5 ટકાના GDP વૃદ્ધિના અંદાજને યથાવત્ રાખ્યો છે. તેના પાછળ મજબૂત ઘરેલુ માગ, સરકારી મૂડીગત ખર્ચ અને ગ્રામ્ય વપરાશમાં સુધારો જેવાં કારણો છે. RBIના ત્રિમાસિક અંદાજ આ પ્રમાણે છે: Q1 FY26માં 6.5%, Q2માં 6.7%, Q3માં 6.6% અને Q4માં 6.3%. આખા વર્ષ માટે 6.5% વૃદ્ધિનો અંદાજ છે.

તમન્ના અને ડાયનાની વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

મુંબઈમાં એક ઈવેન્ટનું આયોજન કરી બૉલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની આગામી વેબ સિરીઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું. આ ઈવેન્ટમાં કરણ જૌહર, તમન્ના ભાટિયા અને ડાયના સહિતના સ્ટાર્સે હાજરી આપી હતી.

નિર્માતાઓએ તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટીની વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ 2 મિનિટ 57 સેકન્ડના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બે મહિલાઓ શિખા અને અનાહિતા પોતાનો નવો વ્યવસાય શરૂ કરે છે. આમાં, તેમની ધીરજ અને સંઘર્ષને ખૂબ જ શાનદાર રીતે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલરમાં કોમેડી પણ જોવા મળે છે. આ વેબ સીરિઝ યુવાનો પર કેન્દ્રિત છે, જે દર્શકોને પ્રેરણા આપવાનું પણ કામ કરી શકે છે.

કોલિન ડીકુંહા અને અર્ચિત કુમાર દ્વારા દિગ્દર્શિત વેબ સીરિઝ ‘ડુ યુ વોના પાર્ટનર’ 12 સપ્ટેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. તે જ સમયે આ વેબ સીરિઝનું નિર્માણ મિથુન ગોંગોપાધ્યાય અને નિશાંત નાયક દ્વારા કરવામાં આવ્યું છે. તમન્ના ભાટિયા અને ડાયના પેન્ટી ઉપરાંત, જાવેદ જાફરી, નકુલ મહેતા, શ્વેતા તિવારી, નીરજ કબી, સૂફી મોતીવાલા અને રણવિજય સિંહ પણ આ સીરિઝમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by prime video IN (@primevideoin)

તમન્ના ભાટિયા વિશે વાત કરીએ તો હાલમાં તેણી પાસે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ ‘રોમિયો’માં શાહિદ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. તે જ સમયે એક્શન સ્ટાર જોન અબ્રાહમ સાથેનો એક પ્રોજેક્ટ પણ તેની રાહ જોઈ રહ્યો છે. તેની સૌથી ચર્ચિત ફિલ્મ ‘વીવન’ છે જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલાથી જ નક્કી થઈ ગઈ છે અને તે 15 મે 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે.

રિલાયન્સ, મેટાની દેશમાં એન્ટરપ્રાઇઝ AI સોલ્યુશન્સ માટે ભાગીદારી

મુંબઈઃ રિલાયન્સ લિમિટેડે એન્ટરપ્રાઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સોલ્યુશન્સ વિકસાવવા અને તેને ભારત તથા કેટલાંક આંતરરાષ્ટ્રીય બજારોમાં ઉદ્યોગો માટે મેટા સાથે એક સંયુક્ત સાહસની (JV) જાહેરાત કરી. સંયુક્ત સાહસના કરાર હેઠળ RIL અને મેટાએ સંયુક્ત રીતે લગભગ રૂ. 855 કરોડ (અંદાજે 100 મિલિયન ડોલર)નું પ્રારંભિક મૂડીરોકાણ કરશે, જેમાં રિલાયન્સનો હિસ્સો 70 ટકા અને મેટાનો હિસ્સો 30 ટકા રહેશે. આ સોદો નિયમનકારી મંજૂરીઓને આધીન છે અને 2025ની ચોથા ત્રિમાસિકમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

એન્ટરપ્રાઇઝ AI પ્લેટફોર્મ સર્વિસ: એક સુરક્ષિત વાતાવરણમાં કંપનીઓ પોતાના ગ્રાહકોને માટે જનરેટિવ AI મોડલ્સને કસ્ટમાઇઝ, ડિપ્લોય અને ગવર્ન કરી શકશે. તેમાં વેપારી કંપનીઓને વાજબી કિંમતે વેચાણ અને માર્કેટિંગ, માહિતી ટેક્નોલોજી વિકાસ અને ઓપરેશન્સ, કસ્ટમર સર્વિસ, ફાઇનાન્સ તથા અનેક એન્ટરપ્રાઇઝ વર્કફ્લોઝની એક વિસ્તૃત શૃંખલા રજૂ કરશે. મહત્ત્વની બાબત એ છે કે લામાનો ખર્ચ ઘણો ઓછો હશે.

આ ભાગીદારી મેટાના ઓપન સોર્સ લામા મોડલ્સ અને RILની ડિજિટલ બેકબોનને જોડીને ભારતીય એન્ટરપ્રાઇઝ અને SMBs માટે વાજબી કિંમતે એન્ટરપ્રાઇઝ-ગ્રેડ AI પ્રદાન કરશે. લામા પહેલેથી જ અનેક પ્રોડક્શન પર્યાવરણમાં “એન્ટરપ્રાઇઝ ગ્રેડ” તરીકે સાબિત થયું હોવાથી આ સંયુક્ત સાહસ મોટા પાયે AI સોલ્યુશન્સ ડિપ્લોય કરી શકશે. વધુમાં, લામાના ઓછા કુલ ખર્ચને કારણે આ JV ઓછી કિંમતમાં હાઇ-પરફોર્મન્સ મોડલ્સ સ્કેલ કરી શકશે.

કંપનીના ચેરમેન અને MD મુકેશ અંબાણીએ કહ્યું હતું કે મેટાના ઓપન સોર્સ લામા મોડલ વિવિધ ઉદ્યોગોમાં અમારી નિપુણતાની સાથે જોડીને અમે દરેક ભારતીય અને એકમને AI પ્રદાન કરીશું. અમેર નાના અને મધ્યમ કદના એકમો (SMB)થી માંડીને બ્લુ ચિપ કોર્પોરેટ્સ સુધી દરેક ભારતીય એકમ માટે એન્ટરપ્રાઇઝીસના સ્તરે AIનું લોકતંત્રીકરણ કરીશું, જેનાથી તે ઝડપથી સંશોધન કરી શકે અને વધુ કુશળતાથી કામ કરી શકશે અને વૈશ્વિક સ્તરે આત્મવિશ્વાસથી હરીફાઈ કરી શકશે.

મેટાના સ્થાપક અને CEO માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે અમે ભારતીય ડેવલપર્સ અને એન્ટરપ્રાઇઝ માટે ઓપન સોર્સ AIની શક્તિ લાવવા માટે રિલાયન્સ સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે ઉત્સાહિત છીએ. આ સંયુક્ત સાહસના માધ્યમથી અમે મેટાના લામા મોડલ્સને વાસ્તવિક વિશ્વમાં ઉપયોગમાં લાવી રહ્યા છીએ. અને મેટા દ્વારા ઓદ્યૈગિક ક્ષેત્રે અમારી હાજરીનું વિસ્તરણ કરવાની અપેક્ષા છે.

તસવીરોમાં જુઓ જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે. જાપાનના વડા પ્રધાન શિગેરુ ઇશિબાના આમંત્રણ પર પીએમ મોદી અહીં 15મા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. જાપાનની તેમની મુલાકાત અંગે, વડા પ્રધાન મોદીએ કહ્યું છે કે જાપાન મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-જાપાન ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને નવા પરિમાણો આપવાનો છે.

Photos: IANS

તેમજ પીએમ મોદીએ ઉમેર્યુ કે છેલ્લા 11 વર્ષમાં બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થયા છે અને હવે આર્થિક, રોકાણ અને કૃત્રિમ બુદ્ધિ (AI) અને સેમિકન્ડક્ટર સહયોગ જેવી નવી તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જાપાનમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એક નજર કરીએ તસવીરો પર

(Photos: IANS)

ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલની IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટરપદે નિમણૂક  

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે RBIના ભૂતપૂર્વ ગવર્નર ડો. ઉર્જિત પટેલને ત્રણ વર્ષ માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં કાર્યકારી નિર્દેશક (Executive Director) તરીકે નિમણૂક કરવાની મંજૂરી આપી છે. પટેલે 2016માં રઘુરામ રાજન પછી RBIના 24મા ગવર્નર તરીકે પદ સંભાળ્યું હતું. તેમના કાર્યકાળમાં જ સરકારે નોટબંધી જેવી મોટી જાહેરાત કરી હતી.

વર્ષ 2018માં તેમણે વ્યક્તિગત કારણોસર રાજીનામું આપી દીધું હતું, જેને કારણે તેઓ પહેલા એવા ગવર્નર બન્યા હતા, જેમણે વ્યક્તિગત કારણોસર પદ છોડ્યું હતું અને 1992 બાદ સૌથી ઓછો કાર્યકાળ ધરાવનાર RBI ગવર્નર બન્યા હતા. ઉર્જિત પટેલની રિપોર્ટને આધારે જ સરકારે નોટબંધીનો નિર્ણય લીધો હતો.

મોંઘવારી અંગે મોટો નિર્ણય

ઉર્જિત પટેલના કાર્યકાળમાં બીજો એક મોટો નિર્ણય મોંઘવારી નિયંત્રણને લઈને લેવામાં આવ્યો હતો. તેમણે RBI માટે મોંઘવારી દરની મર્યાદા નક્કી કરી હતી. RBIના ગવર્નર બનતાં પહેલાં ઉર્જિત પટેલે ડેપ્યુટી ગવર્નર તરીકે કામ કર્યું હતું. તેમણે મોનિટરી પોલિસી, આર્થિક નીતિ સંશોધન, આંકડાશાસ્ત્ર અને માહિતી વ્યવસ્થાપન, થાપણ વીમા, સંચાર અને માહિતીના અધિકાર જેવા વિભાગોનું સંચાલન કર્યું હતું.પટેલ આ પહેલાં પાંચ વર્ષ સુધી IMFમાં પણ કામ કરી ચૂક્યા છે. પહેલા વોશિંગ્ટન ડી.સી.માં અને ત્યાર બાદ 1992માં ન્યુ દિલ્હીમાં IMFના ઉપ-સ્થાનિક પ્રતિનિધિ તરીકે આવ્યા હતા. ઉર્જિત પટેલ 1998થી 2001 સુધી નાણાં મંત્રાલયમાં સલાહકાર રહ્યા હતા. તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, IDFC લિમિટેડ, MCX લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન જેવી જાહેર અને ખાનગી કંપનીઓમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.


યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી

પટેલે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની ઉપાધિ મેળવી હતી અને 1986માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. પ્રાપ્ત કર્યું હતું. 1990માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ તેઓ IMFનો ભાગ બન્યા હતા.

PM મોદીને જેટલા અપશબ્દ…તેટલું ખીલશે કમળઃ અમિત શાહ

ગૌહાટીઃ બિહારમા આ વર્ષના અંતે ચૂંટણી છે. એવા સમયે આરોપ-પ્રત્યારોપનો દોર ચરમસીમાએ પહોંચ્યો છે. બિહારમાં રાહુલ ગાંધીની “વોટર અધિકાર યાત્રા” દરમિયાન એક વ્યક્તિ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દોના ઉપયોગ બાદ હવે ગૃહ મંત્રી અમિત શાહે પલટવાર કર્યો છે.

અમિત શાહે આસામની રાજધાની ગૌહાટીમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે 27 દેશોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ સન્માનથી નવાજ્યા છે. રાહુલ ગાંધીના સ્વાગત મંચ પરથી PM નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાજી માટે અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોંગ્રેસના નેતાઓએ સૌથી ઘૃણાસ્પદ કામ કર્યું છે.આ મંચ પરથી રાહુલ ગાંધીએ જે રીતે PM મોદીજીની સ્વર્ગસ્થ માતાજી માટે જે પ્રકારના અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, તેની હું હ્રદયથી નિંદા કરું છું. અને હું આખા દેશની જનતાને પણ કહેવા માગું છું કે રાહુલ ગાંધીએ જે મુદ્દાવિહીન, નકારાત્મક અને ઘૃણાનું રાજકારણ શરૂ કર્યું છે, તે આપણા જાહેર જીવનને ઊંચાઈ આપશે, નહીં પરંતુ નીચે લઈ જશે.

આ ઘૃણાનું રાજકારણ આજથી નથી પણ મોદીજી જ્યારથી પદ પર છે, ત્યારથી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, દિગ્વિજય સિંહ, મણિશંકર અય્યર, જૈરામ રમેશ, રેણુકા ચૌધરી – દરેક કોંગ્રેસી નેતાએ મોદીજી માટે અપશબ્દો કહ્યા છે. કોઈ મોતનો સૌદાગર કહે છે, કોઈ ઝેરીલો સાપ કહે છે, કોઈ નીચ કહે છે, કોઈ રાવણ કહે છે. કોઈ ભસ્માસુર કહે છે તો કોઈ વાયરસ કહે છે. કોંગ્રેસના નેતાઓ શું સમજે છે? આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરીને તમને જનાદેશ મળશે?

હું આજે કોંગ્રેસના નેતાઓને કહેવા માગું છું કે જેટલી વધારે ગાળીઓ તમે BJP ને આપશો, કમળનું ફૂલ તેટલું જ મોટું બનીને આકાશ સુધી પહોંચશે.

દરેક પરિવારમાંથી એક મહિલાને રૂ. 10,000 આપશે નીતીશ સરકાર

પટનાઃ બિહાર ચૂંટણી પહેલાં CM નીતીશકુમારની આગેવાનીમાં મહિલાઓ માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. નીતીશકુમારે એક પોસ્ટ કરીને જણાવ્યું  હતું કે આજે કેબિનેટની બેઠકમાં મહિલાઓના રોજગાર માટે એક નવી યોજના ‘મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના’ને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય રાજ્યના દરેક પરિવારની એક મહિલાને પોતાની પસંદગીનો રોજગાર શરૂ કરવા માટે આર્થિક મદદ પહોંચાડવાનું છે.

નવેમ્બર, 2005માં અમારી સરકાર બન્યા બાદથી જ અમે મહિલાઓના સશક્તીકરણ માટે મોટા પાયે કામ કર્યું છે. મહિલાઓને સશક્ત અને સ્વાવલંબન બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યાં છે. હવે મહિલાઓ પોતાની મહેનતથી માત્ર બિહારના વિકાસમાં જ ફાળો આપી રહી નથી, પરંતુ તેઓ પોતાના પરિવારોની આર્થિક સ્થિતિને પણ મજબૂત બનાવી રહી છે. આ મિશનને આગળ વધારતા અમે મહિલાઓના હિતમાં એક મહત્વપૂર્ણ અને અભૂતપૂર્વ નિર્ણય લીધો છે, જેના સકારાત્મક અને દૂરગામી પરિણામ આવશે. 1. આર્થિક સહાય તરીકે દરેક પરિવારની એક મહિલાને પોતાની પસંદગીના રોજગાર માટે પ્રથમ હપતા તરીકે 10 હજાર રૂપિયા આપવામાં આવશે.

ઈચ્છુક મહિલાઓ પાસેથી અરજી મેળવવાની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરવામાં આવશે. તેની સંપૂર્ણ વ્યવસ્થા અને પ્રક્રિયાનું નિર્ધારણ ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે તેમજ જરૂરી હોય ત્યારે નગર વિકાસ અને આવાસ વિભાગનું પણ સહયોગ લેવામાં આવશે. સપ્ટેમ્બર 2025થી જ મહિલાઓના બેંક ખાતામાં રકમનું હસ્તાંતરણ શરૂ કરી દેવામાં આવશે. મહિલાઓ દ્વારા રોજગાર શરૂ કર્યા પછી 6 મહિના બાદ આકલન કરીને જરૂર મુજબ 2 લાખ રૂપિયા સુધીની વધારાની સહાય આપવામાં આવી શકશે. રાજ્યમાં ગામડાંથી લઈ શહેરો સુધી મહિલાઓના ઉત્પાદનોની વેચાણ માટે હાટ બજારો વિકસાવવામાં આવશે.

મને વિશ્વાસ છે કે આ યોજનાના અમલીકરણથી માત્ર મહિલાઓની સ્થિતિ વધુ મજબૂત નહીં બને, પરંતુ રાજ્યની અંદર જ રોજગારીના સારા અવસર મળશે અને લોકોને મજબૂરીમાં રોજગાર માટે રાજ્યની બહાર જવું નહીં પડે, એમ તેમણે કહ્યું હતું.