Home Blog Page 638

પીએમ મોદી, પુતિન વચ્ચે દ્વિપક્ષી બેઠકમાં યુક્રેન સંઘર્ષ અંગે વિચારવિમર્શ

તિચાનચિનઃ ચીનના તિયાનજિનમાં યોજાયેલા શાંઘાઈ શિખર સંમેલનનો આજ (1 સપ્ટેમ્બર, 2025) બીજો દિવસ છે. ભારતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દ્વિપક્ષી વાર્તાલાપ દરમ્યાન વડા પ્રધાન મોદીને પોતાનો મિત્ર ગણાવ્યો હતો. પુતિને જણાવ્યું હતું કે ભારત રશિયાનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે અમારા સંબંધો સતત મજબૂત થયા છે અને આજની મુલાકાતથી આ સંબંધો વધુ ગાઢ બનશે.

પુતિને PM મોદીને ગણાવ્યો મિત્ર

PM મોદીએ કહ્યું હતું કે આપણા સંબંધો વૈશ્વિક શાંતિ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. SCO સંમેલનથી અલગ થયેલી આ દ્વિપક્ષી બેઠકમાં પુતિને ભારત-રશિયા સંબંધોને સિદ્ધાંત આધારિત અને મજબૂત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત-રશિયાની ભાગીદારી સિદ્ધાંતો પર આધારિત છે અને અનેક ક્ષેત્રોમાં વિકસેલી છે. પુતિનના કહેવા મુજબ આજની ચર્ચા સંબંધોને વધુ મજબૂત અને વિસ્તૃત કરવાની એક સારી તક છે.

PM મોદીનું નિવેદન

ભારત અને રશિયા હંમેશાં એકબીજાની સાથે ઊભા રહ્યા છે, સૌથી કઠિન પરિસ્થિતિઓમાં પણ. અમારા નજીકના સહકારનો લાભ માત્ર બંને દેશોના લોકોને જ નથી, પરંતુ વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે પણ છે.

યુક્રેન સંઘર્ષ અંગે શાંતિ પ્રયાસોનું સ્વાગત

અમે યુક્રેનમાં ચાલતા સંઘર્ષ અંગે સતત ચર્ચા કરતા આવ્યા છીએ. શાંતિ માટે તાજેતરના બધા પ્રયત્નોનું અમે સ્વાગત કરીએ છીએ. અમને આશા છે કે બધા પક્ષો રચનાત્મક રીતે આગળ વધશે. આ સંઘર્ષને ઝડપથી અંતે લાવવાનો અને સ્થાયી શાંતિ સ્થાપવાની દિશામાં રસ્તો શોધવો જ પડશે. આ સમગ્ર માનવજાતની માગ છે, એમ મોદીએ કહ્યું હતું. આ સંમેલનમાં PM મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી, જેમાં સરહદ પર શાંતિ, વેપાર, કૈલાસ માનસરોવર યાત્રા, બે દેશો વચ્ચે સીધી ફ્લાઈટ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

SCOની બેઠકને સંબોધિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આતંકવાદ શાંતિના માર્ગમાં સૌથી મોટું જોખમ છે. સાયબર આતંકવાદ સામે પણ કડકાઈથી નિપટવું પડશે. પીએમ મોદીએ SCOને S–સિક્યોરિટી, C–કનેક્ટિવિટી અને O–ઓપોર્ચ્યુનિટીનો મંચ ગણાવ્યો હતો. મોદીએ પાકિસ્તાનના PM શહબાઝ શરીફનું નામ લીધા વગર આતંકવાદને મુદ્દે તેમને ઘેર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો દંશ ભોગવી રહ્યું છે. તાજેતરમાં જ અમે પહેલગામમાં આતંકવાદનો સૌથી ભયાનક રૂપ જોયું છે.

સફીના હુસૈનના NGO ‘એજ્યુકેટ ગર્લ્સ’ને રેમન મેગ્સેસે એવોર્ડ-2025

નવી દિલ્હી: દેશભરમાં ગરીબ છોકરીઓને શિક્ષિત કરવા માટે કામ કરતી સંસ્થા ‘એજ્યુકેટ ગર્લ્સ’ માટે રેમન મેગ્સેસે એવોર્ડ, 2025ની જાહેરાત કરવામાં આવી છે. ‘એજ્યુકેટ ગર્લ્સ’ને ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આ વર્ષના રેમન મેગ્સેસે એવોર્ડના ત્રણ વિજેતાઓમાંની એક છે. અન્ય વિજેતાઓમાં માલદીવની શાહિના અલી અને ફિલિપાઇન્સના ફ્લાવિયાનો એન્ટોનિયો એલ. વિલાનુએવાનો સમાવેશ થાય છે.સંસ્થાના ફાઉન્ડર સફીના હુસૈને આ જાહેરાતને ઐતિહાસિક ક્ષણ ગણાવતા કહ્યું, આ સન્માન ગામડાની છોકરીથી શરૂ થયેલા આંદોલનને વૈશ્વિક ઓળખ આપે છે. મહત્વની બાબત છે કે ભારતમાં અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રોમાં અદ્ભુત કાર્ય કરનારા 40 લોકોને વ્યક્તિગત રીતે રેમન મેગ્સેસે એવોર્ડ મળી ચૂક્યો છે.સફીના હુસૈનની આ મુહિમની 50 ગામડાંથી શરૂઆત થઈ, જ્યાં દીકરીઓ ઘરે રહેતી હતી. ઘરે-ઘરે ગયા, બેઠક-સભાઓ બોલાવી, મહિલાઓએ ખુલ્લેઆમ પોતાની વાત રજૂ કરી. પરિણામે પિતાઓ પોતે છોકરીઓને શાળાએ મૂકવા આવ્યા હતા. આજે 20 લાખથી વધુ છોકરીઓ શાળામાં દાખલ થઈ છે. તેમનો શિક્ષણ દર 90%થી વધુ છે.આ અંગે સફીનાનું કહેવું છે કે, “આ યાત્રા ખરેખર ખૂબ જ મુશ્કેલ હતી. 2007માં આ સંસ્થાની શરૂઆત તે ઉદ્દેશ્ય સાથે કરાઈ હતી કે સ્કૂલમાં ન આવતી છોકરીઓને શોધી કાઢવી. તેમને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવવો અને શાળામાં તેમની સતત હાજરી સુનિશ્ચિત કરવાની હતી.”

વધુમાં જણાવ્યું કે, “અમે રાજસ્થાનના 50 ગામડાથી શરૂઆત કરી હતી. જ્યાં છોકરીઓ કાં તો શાળાએ જતી નહોતી અથવા બાળપણમાં શાળા છોડી દીધી હતી. અમે આ ગામડાઓના દરેક ઘરનો દરવાજો ખટખટાવ્યો. માતા-પિતાને સમજાવ્યા, સમુદાયોને જાગૃત કર્યા. અમે ગ્રામ શિક્ષા સભાઓ અને મોહલ્લા સભાઓ યોજી, જેમાં અમે દરેક ઘરની મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરી.

સફીનાનું કહેવું છે કે, “અમે ‘જ્ઞાન કા પિતારા’ જેવી ખાસ કીટ તૈયાર કરી છે, જે ધોરણ 3થી 5ના બાળકોમાં અંગ્રેજી, હિન્દી અને ગણિતમાં માઈક્રો-કોમ્પિટન્સી વિકસાવે છે. આ ઉપરાંત, કિશોરીઓને લાઈફ સ્કિલ્સ એજ્યુકેશન પુરૂ પાડે છે, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે. પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ ડ્રોપઆઉટ છોકરીઓને ઓપન સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે અને મેટ્રિક પરીક્ષા માટે તૈયાર કરાય છે.”

એજ્યુકેટ ગર્લ્સ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોના 30,000થી વધુ ગામડાઓમાં સરકારી સંસાધનોનો ઉપયોગ કરીને કાર્ય કરે છે. શિક્ષણ ક્ષેત્રે વિશ્વનો પ્રથમ ડેવલપમેન્ટ ઇમ્પેક્ટ બોન્ડ પણ શરૂ કર્યો છે. આ રીતે સંસ્થા 67 લાખથી વધુ લાભાર્થીઓ સુધી પહોંચી છે, જેમાંથી 3.80 લાખ ડ્રોપઆઉટ છોકરીઓ છે.રેમન મેગ્સેસે એવોર્ડ ૧૯૫૮માં શરૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ એશિયામાં પરિવર્તનશીલ નેતૃત્વની ભાવના ધરાવતા લોકો અથવા સંસ્થાઓને આપવામાં આવે છે. ૧૯૫૮થી, એશિયાના ૩૦૦થી વધુ લોકો અને સંગઠનોને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ચીનની ધરતી પરથી પહેલગામ હુમલાની નિંદાઃ SCOનું નિવેદન

નવી દિલ્હીઃ SCO સમિટમાં ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે. પહેલગામ આતંકી હુમલા અંગે બધા દેશોએ એક સ્વરે તેની નિંદા કરી છે. PM નરેન્દ્ર મોદીએ પણ પોતાના નિવેદનમાં પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. હવે SCO દેશોએ તેનો સમર્થન કર્યું છે અને આતંકવાદ અંગે એક નિવેદન જાહેર કર્યું છે. આનાથી વધુ ચીનની ધરતી પરથી પાકિસ્તાનની હાજરીમાં આ નિવેદન આવ્યું છે.

SCOએ જાહેર નિવેદનમાં કહ્યું છે કે બધા દેશો 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરે છે. મૃતકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. આવા હુમલાના ગુનેગારો, આયોજનકર્તાઓ અને પ્રાયોજકોને ન્યાયના કઠેડા સુધી લાવવામાં આવશે.

આ પહેલાં PM મોદીએ SCO બેઠકમાં નામ લીધા વગર પાકિસ્તાનને ઘેર્યું હતું અને આતંકવાદ પર ઘણી આકરી વાતો કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે આ વર્ષે ભારતે સંયુક્ત માહિતી ઓપરેશન્સ (Joint Information Operations)ને લીડ કરતાં આતંકી સંગઠનો સામે લડવાની પહેલ કરી છે. ટેરર ફાઇનાન્સિંગ સામે અવાજ ઉઠાવ્યો છે. આ માટે મારા સમર્થન બદલ હું આભાર વ્યક્ત કરું છું. ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો માર સહન કરી રહ્યું છે. કેટલાંય બાળકો ગુમાવ્યાં છે અને કેટલાંય બાળકો અનાથ બની ગયાં છે. હમણાં જ પહેલગામમાં આતંકવાદનું અત્યંત ઘૃણાસ્પદ રૂપ જોયું છે. આ દુખની ઘડીમાં જે મિત્ર દેશો અમારા સાથે ઊભા રહ્યા છે, હું તેમનો આભાર માનું છું.

તેમણે પહલગામ હુમલાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ (પહલગામ) હુમલો માનવતામાં વિશ્વાસ ધરાવતા દરેક દેશ અને વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો. એવા સમયે પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લો ટેકો આપવો આપણને સ્વીકાર્ય હોઈ શકે? આપણે સ્પષ્ટ રીતે અને એક સ્વરે કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ પણ દ્વિધા માપદંડ સ્વીકાર્ય નહીં હોય.

અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 250 લોકોનાં મોત, 500થી વધુ ઘાયલ

નવી દિલ્હીઃ દક્ષિણ-પૂર્વ અફઘાનિસ્તાનમાં રવિવારની રાત્રે શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ નોંધવામાં આવી હતી. આ ભયાનક ભૂકંપમાં 250 લોકોનાં મોત થયાં છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. US જિયોલોજિકલ સર્વે મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના બસાવુલથી 36 કિલોમીટર ઉત્તરમાં હતું અને તે 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યું હતું. ભૂકંપ સ્થાનિક સમય પ્રમાણે રવિવારે રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની અસર કાબુલથી લઈને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ (જે આશરે 370 કિમી દૂર છે) સુધી જોવા મળી હતી, જ્યાં ઇમારતો થોડી સેકન્ડો સુધી ધ્રૂજતી રહી હતી.

રાહત અને બચાવ કાર્ય ચાલુતાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે પણ આ નુકસાનની પુષ્ટિ કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને કહ્યું કે દુર્ભાગ્યે, આજ રાત્રિના ભૂકંપથી અમારા કેટલાક પૂર્વી પ્રાંતોમાં માનવીય અને આર્થિક નુકસાન થયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી શરૂ થઈ છે. કાબુલ અને આસપાસના પ્રાંતોમાંથી પણ ટીમોને મદદ માટે મોકલવામાં આવી છે. મુજાહિદે કહ્યું હતું કે લોકોના જીવ બચાવવા માટે તમામ ઉપલબ્ધ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ મોટા ઝટકાથી 20 મિનિટ બાદ એ જ વિસ્તારમાં 4.5 તીવ્રતાનો એક આફ્ટરશોક અનુભવાયો હતો, જે 10 કિમી ઊંડાઈએ હતો. ત્યાર બાદ 5.2 તીવ્રતાનો એક બીજો ઝટકો પણ અનુભવાયો. USGS દ્વારા આ ભૂકંપ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે, જેનો અર્થ છે કે તે મોટા પાયે આર્થિક અને માનવીય નુકસાન કરી શકે છે.

વિનાશક ઇતિહાસઅફઘાનિસ્તાનમાં આ પહેલી વાર નથી કે ભૂકંપે ભારે જાનહાનિ કરી હોય. અફઘાનિસ્તાનમાં 7 ઓક્ટોબર, 2023એ 6.3 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે આવેલા શક્તિશાળી ઝટકાઓ બાદ તાલિબાન સરકારે અંદાજ લગાવ્યો હતો કે ઓછામાં ઓછા 4000 લોકોનાં મોત થયાં હતાં. જોકે, સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ આ આંકડો લગભગ 1500 બતાવ્યો હતો. તે તાજેતરના દિવસોમાં અફઘાનિસ્તાનમાં આવેલી સૌથી ઘાતક કુદરતી આફતોમાંની એક હતી.

રાશિ ભવિષ્ય 01/09/2025 થી 07/09/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.


સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.


મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.


કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે  વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.


આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.


મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે  વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે,  નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.


કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.


તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે .

પંચાંગ 01/09/2025

૦૧ સપ્ટેમ્બર ૨૦૨૫

SCO સમિટ 2025: PM મોદી, પુતિન અને જિનપિંગ એક મંચ પર

ચીનના તિયાનજિનમાં વૈશ્વિક રાજદ્વારીનો નવો અધ્યાય જોવા મળ્યો. SCO સમિટના મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યજમાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એકસાથે જોવા મળ્યા. ગ્રુપ ફોટો સેશન દરમિયાન, SCOના તમામ સભ્યો એક મંચ પર એકસાથે હાજર હતા. જ્યારે PM મોદી SCO સમિટના મંચ પર પહોંચ્યા ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન તેમની પત્ની પેંગ લિયુઆન પણ તેમની સાથે હતી. ફોટો સેશન પછી, PM મોદીએ જિનપિંગ અને તેમની પત્ની સાથે હાથ મિલાવ્યા.

આ દરમિયાન, બંને નેતાઓના ચહેરા પર ખુશી હતી. PM મોદી અને પુતિન વચ્ચે તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિઓ છે. આખી દુનિયા SCO ગ્રુપ ફોટો સેશન પર નજર રાખી રહી હતી. જિનપિંગને મળ્યા પછી, PM મોદી માલદીવ, નેપાળ સહિત ઘણા દેશોના નેતાઓને મળ્યા. PM મોદીની ચીનની આ મુલાકાત સાત વર્ષ પછી થઈ રહી છે. દસ મહિનામાં શી જિનપિંગ સાથેની આ તેમની બીજી મુલાકાત છે. છેલ્લી બેઠક બ્રિક્સ 2024 કોન્ફરન્સ (કાઝાન, રશિયા) માં થઈ હતી.

આ બેઠક વૈશ્વિક વ્યવસ્થામાં એક સીમાચિહ્નરૂપ બની શકે છે

નિષ્ણાતો કહે છે કે આ બેઠક વૈશ્વિક વ્યવસ્થામાં એક સીમાચિહ્નરૂપ બની શકે છે. પરંતુ એક વિરોધાભાસ છે જે હંમેશા ત્રણ દેશો (ભારત-રશિયા અને ચીન) વચ્ચે રહ્યો છે. આ બેઠક પછી ટ્રમ્પનો ટેરિફ વાવાઝોડું શાંત થાય છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. જો આવું થાય છે, તો ભારતનું સ્વાગત કરવામાં આવશે. પરંતુ બીજી બાજુ, નિષ્ણાતો એમ પણ કહે છે કે આ બેઠક પછી, જો ભારત અને ચીન વચ્ચેનો મુખ્ય મુદ્દો જેમ કે ચીન પાકિસ્તાનને ટેકો આપવાનું બંધ કરે, તેની જમીન ભારતને પરત કરે… વગેરે ઉકેલાઈ જાય, તો તે સારી વાત હશે.

ટ્રમ્પની SCO સમિટ પર નજર

ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ પછી, આ સમિટને મોટી માનવામાં આવી રહી છે કારણ કે આ સમિટમાં, ટ્રમ્પ સિવાય, બધી મહાસત્તાઓ એક જ મંચ પર હાજર હતી. તાજેતરના સમયમાં, અમેરિકા ભારત અને ચીન વચ્ચે વધતી નિકટતાથી ખૂબ ચિંતિત છે. તેની પાછળનું કારણ રશિયન તેલ છે. અમેરિકા નથી ઇચ્છતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદે. તાજેતરમાં જ તેણે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. અમેરિકાએ કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદી રહ્યું છે અને તેમાંથી મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતે આ અંગે કડક પ્રતિક્રિયા આપી હતી.

PM મોદી-શી જિનપિંગની બેઠકમાં શું શું થયું? જાણો 10 પોઈન્ટમાં

રવિવારે તિયાનજિનમાં પીએમ નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શી જિનપિંગની બહુપ્રતિક્ષિત બેઠકમાં, બંને દેશો વચ્ચે સરહદ વિવાદના વાજબી, સમાન અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.

1. એક વર્ષમાં વિશ્વના બે સૌથી વધુ વસ્તી ધરાવતા અને સૌથી ઝડપથી વિકસતા મુખ્ય અર્થતંત્રોના નેતાઓ વચ્ચે આ બીજી બેઠક હતી, જેમાં સરહદ વિવાદ, બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવા, વેપાર સંબંધો, વૈશ્વિક મુદ્દાઓ અને દ્વિપક્ષીય હિતોને લગતા અન્ય મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોના રાજદ્વારી સૂત્રોએ આ બેઠકને ખૂબ જ સકારાત્મક ગણાવી હતી.

2. શરૂઆતમાં આ બેઠક 40 મિનિટ માટે નક્કી કરવામાં આવી હતી પરંતુ આ બેઠક આખા કલાક સુધી ચાલી. બંને દેશોના વિદેશ મંત્રાલયો દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, મોદી અને જિનપિંગ વચ્ચેની બેઠકને ભારત-ચીન સંબંધોને નવી દિશા અને ગતિ આપતી ગણાવવામાં આવી છે.

3. બંને નેતાઓનો મત છે કે વર્તમાન વૈશ્વિક વાતાવરણમાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીનની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જાપાનની મુલાકાત પછી, પીએમ મોદી શનિવારે મોડી સાંજે તિયાનજિન (ચીન) પહોંચ્યા, જ્યાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO) સમિટ યોજાઈ રહી છે.

4. પોતાના ભાષણમાં, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે ફરી એકવાર હાથી અને ડ્રેગનની સાથે નૃત્ય કરવાની ઉપમા આપીને ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો દર્શાવ્યો. તાજેતરમાં, જ્યારે તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પત્ર લખ્યો, ત્યારે તેમાં પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને તાજેતરમાં વિદેશ મંત્રી વાંગ યીએ તેમની ભારત મુલાકાત દરમિયાન પણ આ જ વાત કહી હતી.

5. ચીન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, બેઠકમાં, રાષ્ટ્રપતિ જિનપિંગે કહ્યું કે ૭૦ વર્ષ પહેલાં બંને દેશોના નેતાઓ દ્વારા રજૂ કરાયેલા પંચશીલ સિદ્ધાંતોને વળગી રહેવું અને તેનો અમલ કરવો જરૂરી છે.

6. તેમણે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો, જેથી સરહદ વિવાદ એકંદર સંબંધોને વ્યાખ્યાયિત ન કરે. બંને દેશોએ એકબીજાને હરીફ તરીકે નહીં પણ ભાગીદાર તરીકે જોવું જોઈએ.

7. એવું માનવામાં આવે છે કે તેમની વચ્ચે ટ્રમ્પની ટેરિફ નીતિની વૈશ્વિક અર્થતંત્ર પર અસર અને આમાં ભારત અને ચીનના અર્થતંત્રોની ભૂમિકા અંગે ચર્ચા થઈ હતી.

8. મોદીએ પણ આ દૃષ્ટિકોણને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે ભારત સરહદ મુદ્દાનો વાજબી, તર્કસંગત અને સ્વીકાર્ય ઉકેલ શોધવા માટે પ્રતિબદ્ધ છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ માને છે કે તેમની વચ્ચેના મતભેદો વિવાદમાં ફેરવાવા જોઈએ નહીં.

9. ભારત અને ચીનના લોકો વચ્ચે પરસ્પર આદર, પરસ્પર હિત અને પરસ્પર સંવેદનશીલતા પર આધારિત સ્થિર સંબંધ અને સહયોગ બંને દેશોના વિકાસ અને પ્રગતિ માટે તેમજ 21મી સદીમાં બહુધ્રુવીય વિશ્વ અને બહુધ્રુવીય એશિયા માટે જરૂરી છે.

10. પ્રધાનમંત્રીએ દ્વિપક્ષીય સંબંધોના સતત વિકાસ માટે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે એકંદર દ્વિપક્ષીય સંબંધો અને બંને દેશોના લોકોના લાંબા ગાળાના હિતોના રાજકીય દૃષ્ટિકોણથી સરહદ પ્રશ્નના વાજબી, તર્કસંગત અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ 2026 માં ભારતમાં યોજાનારી સમિટ માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આમંત્રણ આપ્યું.

 

સરદાર બાગનું રિનોવેશન બાદ અમિત શાહના વરદ્દ હસ્તે ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ :શહેરના નાગરિકોને હવે એક નવો સૌંદર્યમય અને ઐતિહાસિક બગીચો માણવાની તક મળશે. એક સમયે 15મી સદીના શાહી કિલ્લાનો ભાગ રહેલ સરદાર બાગને ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ શાખા યુ.એન.એમ. ફાઉન્ડેશને પ્રતિતિ પહેલ હેઠળ નવી ઉર્જા અર્પણ કરી છે. રવિવારે આ બગીચાનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહના હસ્તે થયું. કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, અમદાવાદના મેયર, ટોરેન્ટ ગ્રુપના પ્રતિનિધિઓ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.

ઐતિહાસિક મહત્વ

સરદાર બાગનો સંબંધ સ્વતંત્રતા પૂર્વકાળની અનેક સભાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે છે. વર્ષો સુધી નિર્જન બન્યા બાદ હવે આ બગીચો ફરી લીલોતરી ઓઢીને જીવંત બન્યો છે.

મુખ્ય વિશેષતાઓ

  • 26,010 ચો.મી. વિસ્તારનો હરિયાળો વિસ્તાર
  • વ્હીલચેર-પ્રવેશદ્વાર અને સુલભ શૌચાલયો
  • 1.5 કિમી લાંબો ચારુ પથ (ચાલવા-દોડવા માટે અનુકૂળ)
  • ખુલ્લું જીમ અને બાળકો માટે પ્લે એરિયા
  • 150 બેઠક ક્ષમતાવાળું એમ્ફિથિયેટર
  • 8 જળાશયો અને વરસાદી પાણીના સંગ્રહની સુવિધા
  • 195 હયાત વૃક્ષોનું સંરક્ષણ અને 630 નવા વૃક્ષોનું રોપણ
  • 75,000 થી વધુ ઝાડીઓ, વાંસ અને ઘાસનું વાવેતર
  • ગુલાબના બગીચા મારફતે અમદાવાદની ગુલાબ-ઇત્તર પરંપરાનો પરિચય


યુ.એન.એમ. ફાઉન્ડેશન અત્યાર સુધીમાં અમદાવાદમાં 11 બગીચાઓનું પુનઃવિકાસ અને સંચાલન કરી ચૂક્યું છે. આગામી સમયમાં શહેરમાં વધુ ૫ બગીચાઓ વિકસાવવામાં આવશે. ગુજરાતની બહાર મહારાષ્ટ્રમાં પણ આ પહેલ વિસ્તારવાની યોજના છે. સરદાર બાગનું પુનર્જીવન માત્ર શહેરની સૌંદર્યવર્ધન માટે નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોના આરામ-મનોરંજન માટે મહત્વપૂર્ણ કદમ માનવામાં આવી રહ્યું છે.