Home Blog Page 535

અખિલેશ યાદવે CM યોગીને કહ્યા ‘ઘૂસણખોર’

લખનૌઃ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને સીધા જ “ઘૂસણખોર” (infiltrator) ગણાવ્યા હતા. સમાજવાદી નેતા રામ મનોહર લોહિયાની પુણ્યતિથિ પર બોલતાં અખિલેશે દાવો કર્યો હતો કે યોગી આદિત્યનાથ મૂળરૂપે ઉત્તરાખંડના રહેવાસી છે, તેથી તેમને પાછા ત્યાં મોકલી દેવા જોઈએ.

યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ

અખિલેશે CM પર નિશાન સાધતાં કહ્યું હતું કે જે લોકો પલાયનની આંકડાઓ આપી રહ્યા છે. અમારા ઉત્તર પ્રદેશમાં પણ ઘૂસણખોરો છે. CM ઉત્તરાખંડના છે. અમે ઈચ્છીએ છીએ કે તેમને ઉત્તરાખંડ મોકલી દેવા જોઈએ. તેઓ અહીં અટક્યા નહોતા — તેમણે યોગી આદિત્યનાથને માત્ર ભૂગોળીય નહીં, પરંતુ વૈચારિક રીતે પણ ઘૂસણખોર ગણાવ્યા. SPપ્રમુખે યોગીની રાજકીય પૃષ્ઠભૂમિ પર સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે યોગી ભાજપના સભ્ય નહોતા, તેઓ અન્ય પક્ષના સભ્ય હતા. તો આ ઘૂસણખોરોને ક્યારે દૂર કરાશે?

BSPના આંકડાઓ પર વિશ્વાસ નથી

અખિલેશ યાદવની આ તીખી ટિપ્પણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ નિવેદન પછી આવી છે, જેમાં શાહે વિપક્ષી પક્ષો પર ઘૂસણખોરોને મતબેંક તરીકે વાપરવાનો આરોપ લગાવ્યો હતો. અખિલેશે ભાજપ પર પોતાના નેરેટિવ મુજબ આંકડાઓમાં હેરફેર કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપના આંકડા ખોટા છે. જો કોઈને તેમના આંકડાઓ પર વિશ્વાસ કરવો હોય, તો તેઓ પોતે જ ભટકી જશે.

લોહિયાના વિચારોનું આહ્વાન

આ કાર્યક્રમમાં અખિલેશે લોહિયાના વિચારોનું સ્મરણ કરતાં જાતિ પ્રથા સમાપ્ત કરવાની અને સમાજના દરેક વર્ગ માટે આર્થિક અને સામાજિક ગૌરવ સુનિશ્ચિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

મહિલાઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર પ્રહાર

SPપ્રમુખે લખનૌમાં એક વિદ્યાર્થીની સાથે થયેલા કથિત સામૂહિક દુષ્કર્મના કેસનો ઉલ્લેખ કરતાં રાજ્યમાં મહિલાઓ સામે વધી રહેલા ગુનાઓ અંગે યોગી સરકાર પર આક્રમક પ્રહાર કર્યો. તેમણે આરોપ મૂક્યો કે રાજ્યમાં દુષ્કર્મ અને મહિલાઓ પરના અત્યાચાર વધ્યા છે, કારણ કે પોલીસનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થઈ રહ્યો છે.

કર્ણાટકમાં RSS પર પ્રતિબંધની તૈયારી? CM સિદ્ધારમૈયાએ આપ્યા આદેશ

બેંગલુરુઃ કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ RSSના કાર્યક્રમોને લઈને આદેશ આપ્યો છે કે સરકારી તથા સરકારી સહાય પ્રાપ્ત શાળાઓ, જાહેર મેદાનો અને રાજ્ય સરકારની અન્ય જમીનો પર RSSની શાખાઓનું આયોજન ન કરવામાં આવે. આ નિર્ણય માહિતી તકનિકી/બાયોટેકનોલોજી, ગ્રામ વિકાસ અને પંચાયત રાજ મંત્રી પ્રિયંક ખડગેના વિનંતી પર લેવામાં આવ્યો છે. CM કાર્યાલયે રવિવારે પ્રિયંક ખડગે દ્વારા ચોથી ઓક્ટોબરે લખાયેલા એક પત્ર તેમ જ સિદ્ધારમૈયાનો એક નોંધ પણ શેર કર્યા છે, જેમાં અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.

પ્રિયંક ખડગેએ CMને લખેલા પત્રમાં લખ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામની એક સંસ્થા સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ તથા જાહેર મેદાનોનો ઉપયોગ શાખાઓ ગોઠવવા માટે કરે છે અને બાળકો તથા યુવાનોના મનમાં દેશની એકતા પ્રતિ નકારાત્મક વિચારો ભરે છે તથા બંધારણના આદર્શો વિરુદ્ધ સૂત્રો લગાવે છે.

RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધની માગ

મંત્રી ખડગેએ આગળ લખ્યું હતું કે પોલીસની મંજૂરી વિના યોજાતી શાખાઓમાં લાઠી સાથે આક્રમક પ્રદર્શન કરવામાં આવે છે, જેનાથી બાળકો અને યુવાનો પર ખોટો પ્રભાવ પડે છે. તેમણે લખ્યું હતું કે રાજ્યનાં બાળકો, યુવાનો અને પ્રજાના હિતમાં તથા સમાજના કલ્યાણ માટે- હું આપને વિનંતી કરું છું કે સરકારી અને સહાય પ્રાપ્ત શાળાઓ, મેદાનો, પાર્કો, મજરાઇ વિભાગ હેઠળનાં મંદિરો, પુરાતત્ત્વ વિભાગ હેઠળનાં સ્થળો અને અન્ય કોઈ પણ સરકારી જમીન પર શાખા, સંઘ અથવા બેઠકને નામે યોજાતી RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે.

RSS અંગે પ્રિયંક ખડગે શું બોલ્યા

પ્રિયંક ખડગેએ રવિવારે જણાવ્યું હતું મેં CMને વિનંતી કરી છે કે તમામ સરકારનાં જાહેર સ્થળોએ RSSની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે. તેનો હેતુ બંધારણના આદર્શો – એકતા, સમાનતા અને અખંડિતતા જાળવવાનો છે અને બાળકો તથા યુવાનો પર RSSના નકારાત્મક પ્રભાવને રોકવાનો છે.

IRCTC ભ્રષ્ટાચાર મામલે લાલુ યાદવ, તેજસ્વી યાદવ સામે ચાલશે કેસ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC ભ્રષ્ટાચાર કેસમાં આરોપ નક્કી કર્યા છે. આ કેસમાં RJDના નેતાઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે કેસ ચાલશે. દિલ્હી કોર્ટે માન્યું છે કે બધાની સામે આરોપ છે અને આરોપીઓની દલીલો સાથે અસહમતી વ્યક્ત કરી છે.

કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત તમામ આરોપીઓની હાજરીમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે પોતાનો પ્રભાવ વાપરીને ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો, જેને કારણે રેલવેને આવકનું નુકસાન થયું.કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે ષડયંત્ર રચ્યું હતું. — હોટેલનો કોન્ટ્રેક્ટ આપવાને બદલે રાબડી દેવી અને તેજસ્વી યાદવને ઓછી કિંમતમાં જમીન આપવામાં આવી. એ દરમિયાન લાલુ યાદવે આરોપ સ્વીકારવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું. રાબડી દેવી અને તેજસ્વી યાદવે પણ આરોપ સ્વીકાર્યા વગર કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું.

વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ 24 સપ્ટેમ્બરે ભૂતપૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારનાં ભૂતપૂર્વ CM રાબડી દેવી, તેમનો પુત્ર તેજસ્વી યાદવ તથા અન્ય આરોપીઓને 13 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ રાંચી અને પુરી સ્થિત બે IRCTC હોટેલોના ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. કોર્ટે આરોપીઓની સંડોવણીને આધારે અલગ-અલગ કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120બી (ષડયંત્ર) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.

કફ સિરપ મામલે શ્રીસન ફાર્માનાં સાત સ્થળોએ EDના દરોડા

નવી દિલ્હીઃ EDએ સોમવારે મની લોન્ડરિંગ (PMLA) હેઠળ સન ફાર્મા અને તામિલનાડુ ડ્રગ કંટ્રોલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે જોડાયેલા ચેન્નઈ સ્થિત સાત સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી કોલ્ડ્રિફ (Coldrif) કફ સિરપ કેસની સંદર્ભમાં કરવામાં આવી છે, જેને કારણે મધ્ય પ્રદેશમાં 20થી વધુ બાળકોનાં કિડની ફેલ થવાથી મોત થયાં હતાં.

ગંભીર ખામીઓ ઉજાગર

આ દરોડા તામિલનાડુના વરિષ્ઠ ડ્રગ કંટ્રોલ અધિકારીઓનાં નિવાસસ્થાનો અને ઝેરી સિરપ બનાવનાર કંપની શ્રીસન ફાર્મા સાથે જોડાયેલાં સ્થાનોમાં પાડવામાં આવ્યાં હતાં. જે દવા જીવ બચાવવી જોઈએ, એ જ દવાએ બાળકોના જીવ લીધા હતા.  આ ઘટનાએ દેશભરમાં આક્રોશ ફેલાવ્યો છે. એ સાથે જ નિયમનકારી દેખરેખ અને ગુણવત્તા નિયંત્રણમાં ગંભીર ખામીઓ પણ બહાર આવી છે.

 શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિકની થઈ ચૂકી છે ધરપકડ

. કંપનીના ફાર્માસ્યુટિકલ્સના માલિક રંગનાથનની ગયા અઠવાડિયે મધ્ય પ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી અને હાલ તેઓ 10 દિવસની પોલીસ કસ્ટડીમાં છે.

EDના નિશાન પર ડ્રગ કંટ્રોલ ઓફિસના અધિકારીઓ

અધિકારીઓએ જણાવ્યું કે EDની ટીમ તમિલનાડુના ડ્રગ કંટ્રોલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓના ઘરોમાં પણ તલાશી લઈ રહી છે. EDની કાર્યવાહીનો મુખ્ય હેતુ એ શોધવાનો છે કે શું આ જાનલેવા કફ સિરપના ઉત્પાદન અને વેચાણમાં ગેરકાયદે નાણાંની લેવડદેવડ થઈ હતી કે મની લોન્ડરિંગ મારફતે કાળાં નાણાં સફેદ બનાવાયાં હતાં. અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડાથી આ પણ સંકેત મળે છે કે નિયમનકારી સંસ્થાઓની સંભવિત મિલીભગતની પણ તપાસ ચાલી રહી છે.

સુવિચાર – ૧૩ ઑક્ટોબર ૨૦૨૫

રાશિ ભવિષ્ય 13/10/2025 થી 19/10/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.


સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.


મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.


કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે  વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.


આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.


મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે  વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે,  નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.


કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.


તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.

પંચાંગ 13/10/2025

૧૩ ઑક્ટોબર ૨૦૨૫

બિહાર ચૂંટણી : BJP-JDU 101-101 સીટ પર લડશે ચૂંટણી

લાંબા સંઘર્ષ પછી, NDA માં સીટ શેરિંગ આખરે નક્કી થઈ ગયું છે. સીટ શેરિંગ હેઠળ, JDU અને BJP ને સમાન સીટો મળી છે. BJP નેતા ધર્મેન્દ્ર પ્રધાન અને JDU નેતા સંજય ઝા એ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી. સીટ શેરિંગ હેઠળ, JDU અને BJP 101-101 સીટો પર ચૂંટણી લડશે. ચિરાગ પાસવાનની પાર્ટીને 29 સીટો ફાળવવામાં આવી છે. જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાના પાર્ટીઓને છ-છ સીટો ફાળવવામાં આવી છે.

JDU ને સીટ શેરિંગમાં સૌથી વધુ 14 સીટો છોડવી પડી છે. BJP એ નવ સીટો ગુમાવી છે, અને HAM એ એક સીટ ગુમાવી છે. જો આપણે ગત ચૂંટણી દરમિયાન કરવામાં આવેલી સીટ શેરિંગ વ્યવસ્થા પર નજર કરીએ તો, JDU એ 21 સીટો ગુમાવી છે અને BJP એ 20 સીટો ગુમાવી છે. JDU એ પોતાનો આગ્રહ પણ ગુમાવી દીધો કે તે ગત ચૂંટણીમાં LJP માટે લડેલી કોઈપણ બેઠક છોડશે નહીં.

JDU નેતા સંજય ઝાએ બેઠક વહેંચણી વિશે માહિતી આપતા લખ્યું, અમે, NDA સાથીઓએ, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠક વિતરણ પૂર્ણ કર્યું છે. JDU – 101, BJP – 101, LJP(R) – 29, RLM – 06, HAM – 06.

NDA ના તમામ પક્ષોના નેતાઓ અને કાર્યકરો આનું આનંદથી સ્વાગત કરે છે અને મુખ્યમંત્રી નીતિશ કુમારને પ્રચંડ બહુમતી સાથે ફરીથી ચૂંટવા માટે કટિબદ્ધ અને એક થયા છે. બિહાર તૈયાર છે, ફરીથી NDA સરકાર.

અદ્યતન ટેકનોલોજી સાથે ન્યુરો રિહેબિલિટેશન માટે ‘સંકલન’ની શરૂઆત

ટોરેન્ટ ગ્રુપની ચેરિટેબલ સંસ્થા યુ.એન.એમ. ફાઉન્ડેશને આજે અમદાવાદમાં એક અદ્યતન ન્યુરો પુનર્વસન કેન્દ્ર સંકલનનું ઉદ્ઘાટન કર્યું. 30,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલ આ કેન્દ્ર સમાજના વંચિત વર્ગના દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સસ્તી ન્યુરો રિહેબિલિટેશન સુવિધા પૂરી પાડશે. સંકલનનું ધ્યેય વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીને જોડીને એવી ઇકોસિસ્ટમ બનાવવાનો છે, જ્યાં મગજ અથવા કરોડરજ્જુની ઇજા બાદ દર્દીઓ ફરીથી ગતિ, ભાષા અને આત્મવિશ્વાસ મેળવી શકે. કેન્દ્રમાં ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, બ્રેઇન સ્ટીમ્યુલેશન અને રોબોટિક સહાય જેવી અદ્યતન સેવાઓ ઉપલબ્ધ રહેશે.

ઉદ્ઘાટન પ્રસંગે ટોરેન્ટ ગ્રુપના ચેરમેન એમેરિટસ સુધીર મહેતા અને ન્યુરોલોજી ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ.સાગર બેટાઈ અને ડૉ.વિવેક મિશ્રાએ ન્યુરો રિહેબિલિટેશનના તાજેતરના ટ્રેન્ડ્સ અને ટેકનોલોજી વિષે પ્રેઝન્ટેશન આપ્યું. યુ.એન.એમ. ફાઉન્ડેશનના હેલ્થકેર ઇનિશિયેટિવ્સ વડા ડૉ.ચૈતન્ય દત્તએ જણાવ્યું કે, સંકલન ન્યુરો પુનર્વસનમાં એક નવી દિશા છે જ્યાં વિવિધ શાખાઓ સાથે મળીને દર્દીની માનસિક અને શારીરિક ક્ષમતાઓ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર શ્રી જિનલ મહેતાએ ઉમેર્યું કે, સંકલન અમારા સપનાનું પહેલું પગલું છે. વિજ્ઞાન, કરુણા અને ટેકનોલોજીનો સમન્વય કરીને ન્યુરોલોજીકલ દર્દીઓને ગૌરવ અને સ્વતંત્રતા પાછી આપવાની દિશામાં. આ કેન્દ્રમાં શરૂઆતમાં લગભગ 63 નિષ્ણાતોની ટીમ કાર્યરત રહેશે અને ભાવિ સમયમાં ફાઉન્ડેશન ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ મોડેલ વિસ્તારવાની યોજના ધરાવે છે.