Home Blog Page 533

શાહરૂખ ખાન સાથે બનાવેલી ફિલ્મ ફ્લોપ ગઈ અને ભાંગી પડ્યા આ દિગ્દર્શક

2011 માં, શાહરૂખ ખાનની એક ફિલ્મ રિલીઝ થઈ હતી. તે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી. ફિલ્મના દિગ્દર્શકે પરિસ્થિતિ વિશે વાત કરી. જાણીએ કે તેમનું શું કહેવું હતું.

શાહરૂખ ખાનને બોલિવૂડના કિંગ તરીકે ઓળખવામાં આવે છે. દર્શકો તેમની ફિલ્મોની આતુરતાથી રાહ જુએ છે. તેમની મોટાભાગની ફિલ્મો હિટ રહે છે. જોકે, તેમની ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર નબળી રહી છે. આ ફિલ્મોમાં 2011 માં રિલીઝ થયેલી “રા.વન” પણ સામેલ છે. ફિલ્મના દિગ્દર્શકે જણાવ્યું છે કે તેમણે શાહરૂખ ખાન સાથે ખૂબ આશાઓ સાથે ફિલ્મ બનાવી હતી, પરંતુ ફિલ્મ અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી. તે ખૂબ જ નિરાશ થયા હતા.

ફિલ્મની નિષ્ફળતાથી સિંહા ખૂબ જ દુઃખી હતા

યુટ્યુબ ચેનલ ઉલ્ટા ચશ્મા યુસી સાથેના એક ઇન્ટરવ્યુમાં, દિગ્દર્શક અનુભવ સિંહાએ તેમની ફિલ્મ “રા.વન” ની નિષ્ફળતાના તેમના પર પડેલા પ્રભાવ વિશે વાત કરી. વાતચીત દરમિયાન અનુભવ સિંહાએ કહ્યું, “હું હવે ઘણા લોકોને મળું છું જેઓ મને કહે છે કે તેમને “રા.વન” ખૂબ ગમ્યું, પરંતુ તે સમયે, ફિલ્મ ફ્લોપ રહી હતી. તે ફ્લોપ થયા પછી હું ખૂબ જ દુઃખી હતો. મેં શાહરૂખ ખાન સાથે એક ફિલ્મ બનાવી હતી, અને તે ફ્લોપ થઈ ગઈ હતી અને તે સમયે લોકોને તે ગમ્યું ન હતું. તે ફિલ્મે મને ભાવનાત્મક રીતે તોડી નાખ્યો હતો. તેમાંથી બહાર આવવામાં મને સમય લાગ્યો.”

અનુભવ સિંહાએ શાહરૂખ ખાન સાથે ફિલ્મમાં કામ કરવા વિશે વાત કરતા કહ્યું, “હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને શાહરૂખ ખાનને મળવાની તક મળી. હું તેને ફક્ત એક સ્ટાર કે અભિનેતા કરતાં વધુ મહત્વ આપું છું. ભલે હું તેની સાથે ક્યારેય કામ ન કરું, પણ હું તેને એક માણસ તરીકે જાણું છું, અને મારા માટે તે પૂરતું છે. તમે તેની પાસેથી ઘણું શીખી શકો છો. તે ખૂબ જ લાગણીશીલ અને દયાળુ વ્યક્તિ છે. તેના સ્ટારડમ છતાં, તેની માનસિકતા મધ્યમ વર્ગની છે. મારી પાસે હાલમાં તેના માટે કોઈ વાર્તા નથી, અને તેની પાસે મારા માટે સમય પણ નથી.”

રા.વનફિલ્મની રિલીઝ પછી, અનુભવ સિંહાએ “મુલ્ક,” “આર્ટિકલ 15,” અને “થપ્પડ” જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું. શાહરૂખ ખાને તાજેતરમાં “જવાન” ફિલ્મમાં તેમના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. આ અભિનેતા છેલ્લે 2023 માં આવેલી ફિલ્મ “ડંકી” માં જોવા મળ્યો હતો. તે ટૂંક સમયમાં “કિંગ” ફિલ્મમાં જોવા મળશે.

 

 

NDAમાં સીટ વહેંચણી મુદ્દે નીતીશ-ચિરાગ વચ્ચે ઘમસાણ

નવી દિલ્હીઃ ભાજપના નેતૃત્વવાળા NDAએએ બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને બેઠક વહેંચણી કરી દીધી છે. તેમાં JDU  અને ભાજપને 101-101 બેઠકો, LJP (R)ને 29 બેઠકો, જ્યારે હિન્દુસ્તાની અવામ મોર્ચા (સેક્યુલર) અને RLMને 6-6 બેઠકો મળી છે.

NDAમાં બેઠક વહેંચણી પછી નવી તકરાર થઈ છે. JDUની કેટલીક બેઠકો ચિરાગ પાસવાનની પાર્ટીના ખાતામાં ગઈ છે, જેને કારણે કેટલીક બેઠકોને લઈને પેચ ફસાઈ ગયો છે. હાલની બેઠક વહેંચણી મુજબ ભાજપ અને JDU સમાન સંખ્યામાં બેઠકો પર લડશે, જ્યારે JDU વધુ બેઠકો પર લડી “મોટા ભાઈ”ની ભૂમિકા નિભાવવા ઈચ્છતી હતી. આ મુદ્દે બિહારના CM નીતીશ કુમાર નારાજ છે. આ અંગે પટનાના CM નિવાસસ્થાને JDUની બેઠક ચાલી રહી છે અને સૂત્રોના જણાવ્યા મુજબ સમાધાનનો રસ્તો શોધવાની કોશિશ થઈ રહી છે.

NDAમાં સંકટ

પટનામાં એમએલસી ફ્લેટમાં ભાજપના ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્ય પ્રભારી વિનોદ તાવડે, બિહાર ભાજપપ્રમુખ દિલીપ જયસવાલ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે 14 ઓક્ટોબરે બેઠક કરી હતી. આ બેઠકમાં બેઠક વહેંચણીના વિવાદો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સૂત્રોનો દાવો છે કે NDAમાં સંકટ ઘેરું બની શકે છે, કારણ કે ચિરાગ પાસવાન 29માંથી એક પણ બેઠક ઓછી પર રાજી નથી. તેઓ પોતાના હિસ્સાની બેઠકો અન્ય સાથી પક્ષોને આપવા તૈયાર નથી. બેઠક વહેંચણીને લઈને LJP (R)એ કડક વલણ અપનાવ્યું છે, જ્યારે JDUની કેટલીક બેઠકો ચિરાગના ખાતામાં ગઈ છે. LJP આ મુદ્દે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી.

ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?

 

ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે ?

 

 

ખાખરો એટલે પલાશ (કેસૂડો). એનાં ફૂલ સરસ મજાનાં લાલચટ્ટક હોય. પણ એમાં કોઈ સ્વાદ કે સોડમ હોય નહીં. આ કારણથી ખાખરા ઉપર રહેતી ખિસકોલી સ્વાભાવિક રીતે જ સાકરના મધુર સ્વાદથી પરિચિત ન હોય.

ક્યારેય અનુભવ ન હોય અને ક્યારેય કોઈ સારી વસ્તુ જોઈ પણ ન હોય તેવો વ્યક્તિ કોઈ સારી વસ્તુ અથવા પકવાનનો દોષ કાઢે.

નિંદા કરે ત્યારે એને અનુભવ જ નથી એટલે આવા સ્વાદ અથવા આનંદની ખબર ક્યાંથી હોય.

એ સંદર્ભમાં ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

જાવેદ અખ્તરને અફઘાનિસ્તાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત પસંદ ન આવી?

અફઘાન તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી ભારતની મુલાકાતે છે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જાવેદ અખ્તર આનાથી બહુ ખુશ નથી અને તેમણે તેની ટીકા કરતી એક X-પોસ્ટ પોસ્ટ કરી છે.

પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે નવી દિલ્હીમાં અફઘાન તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીના સ્વાગતની આકરી ટીકા કરી છે. મુત્તાકી છ દિવસની ભારત મુલાકાતે છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી કોઈ તાલિબાન નેતાની આ પહેલી ભારત મુલાકાત છે. જાવેદ અખ્તરે આ મુદ્દો ઉઠાવતી એક ભૂતપૂર્વ પોસ્ટ શેર કરી અને કહ્યું કે આ સ્વાગત તેમના માટે શરમજનક હતું.

સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખતા જાવેદ અખ્તરે કહ્યું, “જ્યારે હું જોઉં છું કે દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી જૂથ, તાલિબાનના પ્રતિનિધિને આતંકવાદ વિરુદ્ધ અવાજ ઉઠાવનારાઓ દ્વારા કેવી રીતે સન્માનિત અને સ્વાગત કરવામાં આવે છે, ત્યારે મારું માથું શરમથી ઝૂકી જાય છે.” તેમણે દક્ષિણ એશિયાના પ્રભાવશાળી ઇસ્લામિક મદરેસાના સહારનપુરમાં દારુલ ઉલૂમ દેવબંદ દ્વારા મુત્તાકીનું આદરપૂર્વક સ્વાગત કરવા સામે પણ સખત વાંધો ઉઠાવ્યો. અખ્તરે કહ્યું, “દેવબંદને શરમ આવવી જોઈએ કારણ કે તેણે છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂકનારા ઇસ્લામિક નેતાનું સન્માન કર્યું.”

મુત્તાકીની મુલાકાત કેવી રીતે શક્ય બની

યુએન સુરક્ષા પરિષદની તાલિબાન પ્રતિબંધ સમિતિ દ્વારા લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધમાંથી મુક્તિ મળ્યા પછી મુત્તાકીની મુલાકાત શક્ય બની. 25 જાન્યુઆરી, 2001 ના રોજ, યુએનએ મુત્તાકીને પ્રતિબંધોની યાદીમાં મૂક્યા, જેના કારણે તેમના પર મુસાફરી પ્રતિબંધ, સંપત્તિ ફ્રીઝ અને શસ્ત્ર પ્રતિબંધ લાદવામાં આવ્યો. ભારતે હજુ સુધી તાલિબાનને માન્યતા આપી નથી અને કાબુલમાં સમાવિષ્ટ સરકારની રચનાની હિમાયત કરી રહ્યું છે. મુત્તાકીના દિલ્હી રોકાણ દરમિયાન યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોની ગેરહાજરી પર વિવાદ થયો. વિપક્ષી નેતાઓએ આને અસ્વીકાર્ય અને મહિલાઓનું અપમાન ગણાવ્યું.

મુત્તાકીની સ્પષ્ટતા

કેટલાક મીડિયા આઉટલેટ્સે પણ આ પાસાની આકરી ટીકા કરી. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી કે પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં તેનો કોઈ હાથ નથી. વિવાદ વધતાં, મુત્તાકીએ રવિવારે બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે ઘણી મહિલા પત્રકારોને આમંત્રણ આપ્યું. તેમણે કહ્યું કે મહિલા પત્રકારોને બાકાત રાખવાનો કોઈ ઈરાદો નથી. તેમણે આ ઘટનાને ટેકનિકલ સમસ્યા ગણાવતા કહ્યું કે પહેલી પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ ટૂંકા ગાળાની સૂચના પર યોજાઈ હતી અને પત્રકારોની ટૂંકી યાદી પસંદ કરવામાં આવી હતી. “અમારા સાથીઓએ ફક્ત પસંદગીના થોડા પત્રકારોને જ આમંત્રણ મોકલ્યા હતા, અને બીજો કોઈ હેતુ નહોતો,” મુત્તાકીએ કહ્યું.

ભારતે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને ટેસ્ટમાં 20મી વખત કર્યું ક્લીન સ્વીપ

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવીને દિલ્હીની ટેસ્ટ મેચ જીતી લીધી છે. ભારત સામે બીજી ઈનિંગમાં 121 રનની લક્ષ્યાંક હતો, જેને ટીમે પાંચમા દિવસના પહેલા કલાકમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. સાંઇ સુદર્શને 39 અને કે.એલ. રાહુલે નોટઆઉટ 58 રનની ઈનિંગ રમી હતી.

આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝે ફોલો-ઓન મળ્યા બાદ બીજી ઈનિંગમાં જોરદાર લડત આપી અને 390 રનનો સ્કોર ઊભો કર્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી શાઈ હોપ અને જોન કેમ્પબેલે શતકીય ઈનિંગ રમી હતી, જેને કારણે ટીમ ભારતને ફરી બેટિંગ કરવા મજબૂર કરી શકી. હોપે 103 જ્યારે કેમ્પબેલે 115 રન બનાવ્યા હતા.આ પહેલાં સતત છ ટોસ હાર્યા બાદ કેપ્ટન શુભમન ગિલે પહેલી વાર ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પાંચ વિકેટના નુકસાન પર 518 રન બનાવી ઈનિંગ ડિક્લેર કરી. પહેલી ઈનિંગમાં યશસ્વી જયસવાલે 175 અને કપ્તાન શુભમન ગિલે 129 રનની ઈનિંગ રમી હતી. તેમના સિવાય સાંઇ સુદર્શને 87 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી.

વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન

ભારતના 518 રનના જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની પહેલી ઈનિંગ ખાસ કંઈ કરી શકી નહીં અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે ફસાઈને માત્ર 248 રન પર આઉટ થઈ ગઈ. આ ઈનિંગમાં એલિક એથેન્જેએ સર્વાધિક 41 અને સાઈ હોપે 36 રન બનાવ્યા. કેપ્ટન ગિલે વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન આપ્યું હતું, પરંતુ બીજી ઈનિંગમાં વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોએ લડાયક રમત દાખવી હતી.

આ જીત સાથે ભારતે બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી પોતાને નામે કરી હતી. અમદાવાદમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભારતે પારી અને 140 રનથી જીત મેળવી હતી. કેપ્ટન તરીકે ગિલની આ ઘરઆંગણે પહેલી ટેસ્ટ સિરીઝ જીત છે. ભારતનો આ 20મો ક્લીન સ્વીપ છે અને આ મામલે હવે તેણે શ્રીલંકાની બરાબરી કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર માટે ટીમ ઈન્ડિયા તૈયાર

 નવી દિલ્હીઃ પાછલા મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ક્રિકેટ મુકાબલા રમાયા હતા અને ત્રણેય મેચમાં પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મહિને પણ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2025માં પાકિસ્તાનને સજ્જડ પરાજય આપ્યો હતો. આ બધી જ મેચોમાં રમતની સાથે ભારતીય ટીમની “નો હેન્ડશેક પોલિસી” ચર્ચામાં રહી હતી. આ ચારેય મેચોમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવા ઇનકાર કર્યો હતો. પરિણામે મેદાનમાં ભારે વિવાદ સર્જાયો હતો. હવે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થવાની છે, પરંતુ આ વખતે ક્રિકેટમાં નહીં, પણ હોકીના મેદાનમાં. તેમ છતાં સવાલ એ જ ઊભો થાય છે કે શું બંને ટીમો હાથ મિલાવશે કે નહીં?

શું હાથ મિલાવશે બંને ટીમો?સુલતાન જોહોર હોકી કપ 2025માં આજે એટલે કે 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન આમનેસામને આવશે. મેચ પહેલાં સમાચાર આવ્યા છે કે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ તેની જુનિયર ટીમને મલેશિયાના જોહોર બારુમાં ભારતીય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારનો હાથ મિલાવવાનો અથવા અનાવશ્યક ઝઘડો કરવાનું ટાળો તેવાં સૂચનો આપ્યાં છે, એમ એક અહેવાલ કહે છે.

સુલતાન જોહોર હોકી કપનું આયોજન જોહોર બારુના તમન દયા હોકી સ્ટેડિયમમાં થઈ રહ્યું છે, જેમાં પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ભારત, મલેશિયા અને ન્યુ ઝીલેન્ડની ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો પ્રારંભ 11 ઓક્ટોબરે થયો હતો અને ફાઇનલ 18 ઓક્ટોબરે રમાશે. જુનિયર ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે, જેને લઈને PHFએ પોતાના ખેલાડીઓને ખાસ સૂચનાઓ આપી છે.

રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્દેશ

PHFના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય કોચ કામરાન અશરફ મારફતે પાકિસ્તાનની જુનિયર ટીમ અને સ્ટાફને મેદાન પર ભારતીય ખેલાડીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવા અને સુલતાન જોહોર કપ મેચમાં ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત રાખવા માટે કહેવામાં આવ્યું છે. PHFએ ખેલાડીઓને કહ્યું છે કે તેઓ ભારતીય ખેલાડીઓ તરફથી હાથ મિલાવવાની અપેક્ષા ન રાખે અને પોતે પણ હાથ મિલાવવાની પહેલ ન કરે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

‘ફેરારી કી સવારી’ માટે આમિર ખાન આવી શક્યા નહીં!  

ફિલ્મ ‘ફેરારી કી સવારી’ (2021) કેવી રીતે બની એના કરતાં ફિલ્મ માટે ફેરારી કાર કેવી રીતે મેળવવામાં આવી અને એમાં આમિર ખાન કેમ ના આવ્યા એની નિર્દેશક રાજેશ માપુસકરે કહેલી વાતો બહુ રસપ્રદ છે. રાજેશ જ્યારે નિર્દેશક રાજકુમાર હીરાની સાથે સહાયક તરીકે કામ કરતાં હતા ત્યારે વિધુ વિનોદ ચોપડાએ રાજેશને નિર્દેશક તરીકે કામ શરૂ કરવા પ્રોત્સાહન આપ્યું હતું.

રાજકુમારે જ એમને ફિલ્મની વાર્તાનો વિચાર આપ્યો હતો. અને કહ્યું હતું કે એક પ્રામાણિક માણસ છે. તેને ફેરારીની જરૂર છે. તે એક દિવસ માટે કારની ચોરી કરે છે. એ પછી તેનો સંઘર્ષ ચોરી કરવાનો નથી પણ તેને પાછી મૂકવાનો છે. રાજેશ ઉત્સાહિત થઈ ગયા અને લખવાનું શરૂ કર્યું.

એ સમય દરમ્યાન વિધુ વિનોદનો પુત્ર અગ્નિ જે પાછળથી ક્રિકેટર બન્યો તે પણ ત્યારે નાનો હતો અને ક્રિકેટ રમતો હતો. એના પરથી વિચાર્યું કે આ એક નાનો બાળક છે જે ક્રિકેટ રમે છે. પિતા તેના માટે કંઈક કરવા માંગે છે. ધીમે ધીમે એમાં વાર્તા ખુલવા લાગી. રાજકુમારે આ સ્ક્રિપ્ટ સાથે મળી લખવા સાથે સંવાદ પણ લખી આપ્યા હતા. જ્યારે વાર્તા તૈયાર થઈ ગઈ ત્યારે રાજકુમારે પૂછ્યું કે હીરો તરીકે કોનું નામ વિચાર્યું છે? ત્યારે રાજેશે આમિર ખાનનું નામ આપ્યું હતું. રાજકુમારે કહ્યું કે તું ગાંડો થઈ ગયો છે? આ તારી પહેલી ફિલ્મ છે.

રાજકુમાર વઢયા એટલે આમિરનું નામ લેવાનું બંધ કર્યું. પણ એક દિવસ એમણે જ ફોન કરીને કહ્યું કે આમિર આવી રહ્યા છે તું આવી જા. રાજકુમારે કહ્યું કે તારી ઈચ્છા છે એટલે આમિરને બોલાવ્યો છે. તું વાર્તા સંભળાવી દેજે. અસલમાં રાજકુમારે રાજેશ પહેલાં પોતાની ફિલ્મ ‘થ્રી ઈડિયટ્સ’ ની વાર્તા પણ આમિરને સંભળાવવાની હતી. આમિર આવ્યા અને પહેલાં ‘થ્રી ઈડિયટ્સ’ ની વાર્તા સંભળાવી. જે પસંદ આવી ગઈ એટલે ‘ફેરારી કી સવારી’ ની વાત બાજુ પર રહી ગઈ. પછી રાજકુમારે સૂચન કર્યું કે શરમન જોશીને લઈ લો.

રાજેશ માપુસકરે કહ્યું કે મેં આમિરને મનમાં રાખીને વાર્તા તૈયાર કરી છે. શરમનને કેવી રીતે ફિટ કરી શકીશ? ત્યારે શરમને કહ્યું કે તમે ચિંતા કરશો નહીં મારી પાસેથી જેટલા ઓડિશન લેવા હોય એટલા લો અને જ્યારે તમને લાગે કે આ તમારો ‘રુસ્તમ’ છે ત્યારે હા કહેજો. અને શરમને ઘણા બધા એટલે 38 ઓડિશન આપ્યા. વજન વધાર્યું-ઘટાડ્યું, વાળ વધાર્યા, મૂછો વધારી. તેણે ઘણી બધી વસ્તુઓ કરી. ઘણા દ્રશ્યો લખાયા હતા તે કર્યા. પછી એક સમયે રાજેશને લાગ્યું કે તે ‘રૂસ્તમ’ જેવો દેખાય છે. તે બધા લોકોના પિતા જેવો દેખાય છે. તેથી વિનોદ ચોપડાને કહ્યું કે હવે ફિલ્મ બનાવીએ. અને શરમનનું પાત્ર પારસી હતું એટલે એના પિતા તરીકે બોમન ઈરાની શ્રેષ્ઠ પસંદગી બની રહ્યા.

રાજેશ માપુસકરને નિર્દેશક તરીકે જ્યારે પહેલી ફિલ્મ ‘ફેરારી કી સવારી’ બનાવવાનો વિચાર આવ્યો ત્યારે સૌથી મોટી સમસ્યા એ મોંઘી કાર મેળવવાની હતી.

(ફિલ્મ માટે નિર્દેશક રાજેશ માપુસકરે અસલી ફેરારી કાર કેવી રીતે મેળવી એની રસપ્રદ વાતો હવે પછીના લેખમાં વાંચશો.)

પંચાંગ 14/10/2025

૧૪ ઑક્ટોબર ૨૦૨૫