Home Blog Page 4966

હાર્દિક પટેલને ધરપકડ સામે 6 માર્ચ સુધી રાહત

અમદાવાદ: પાટીદાર નેતા હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર આવ્યા છે. પોલીસે તેમની ધરપકડનું વોરંટ ઈશ્યૂ કરતાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી તે નાસતો ફરતો હતો. આ માટે તેમણે સુપ્રીમના દરવાજા ખટખટાવતાં કોર્ટે રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે 2015ના પાટીદાર આંદોલન કેસમાં હાર્દિક પટેલની 6 માર્ચ સુધી ધરપકડ પર રોક લગાવતા આગોતરા જામીન આપ્યા છે. આ સાથે જ કોર્ટે હાર્દિકની ધરપકડ મુદ્દે ગુજરાત સરકાર પાસેથી જવાબ માગ્યો છે. 6 માર્ચ સુધીમાં સરકારે કોર્ટેમાં જવાબ રજૂ કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, કાનૂની કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થયા બાદ હાર્દિક પટેલે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જોકે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ ઈશ્યૂ કર્યું હતું. આ કેસમાં હાર્દિક માટે જેલમાં જવાનો વારો આવતાં તે ગાયબ થઈ ગયો હતો. જે સમયે તેની પત્નીએ પણ ટ્વીટરમાં ટ્વીટ કર્યા હતાં.

રોકડા લઉં બે-ચાર? અરે, લે ને આખેઆખું એટીએમ!!

નવી દિલ્હીઃ દિલ્હીના કિશનગઢમાં હમણાં એવી ઘટના બની હતી કે એ જાણીને પોલીસ તો શું, તમે પણ વિચારતા રહી જશો. વાત એમ હતી કે કેટલાક ચોર એટીએમમાંથી પૈસા લૂંટવા માટે આવ્યા હતા પરંતુ કોઇ કારણસર એટીએમમાંથી પૈસા ન નીકળ્યા તો આખું એટીએમ જ ઉખાડીને લઈ ગયા હતા!!

આ ઘટના કિશનગઢ  વિસ્તારના ગઉ શાલા રોડ પર બની હતી. આ એટીએમ ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સનું હતું. જે રોડ પર આ ઘટના ઘટી, તે રોડ રોજ ખૂબ વ્યસ્ત રહેતો રોડ છે. આ એટીએમમાં કેટલા પૈસા હતા જે વાત હજી જાણી શકાઈ નથી. એટીએમ મશીન પાસે સીસીટીવી કેમેરો લાગેલો હતો. હવે પોલીસ સીસીટીવીની મદદથી ચોરોને શોધી રહી છે.

આખેઆખું એટીએમ ચોરાઈ જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

બ્લેક ફ્રાઇડેઃ સેન્સેક્સમાં 1100 પોઇન્ટથી વધુનો કડાકો

અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં છવાયેલી મંદી અને એશિયન માર્કેટોમાં પણ મંદીને કારણે બજાર સેલઓફ્ફ મોડમાં આવી ગયું હતું. કોરોના વાઇરસ ચીનથી હવે યુરોપના દેશોમાં પણ પ્રસરવાના અહેવાલોએ ભારતીય શેરબજારોમાં પણ  જોરદાર વેચવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ પાંચ મહિનાના નીચલા સ્તરે આવ્યો હતો. જ્યારે નિફ્ટી 50એ પણ 11,300ની મહત્ત્વની સપાટી તોડી હતી. કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે રૂપિયાએ પણ 72ની સપાટી તોડી હતી.

રોઇટર્સના એક અહેવાલ મુજબ માત્ર એક રાતમાં અમેરિકાના ત્રણ મુખ્ય ઇન્ડાઇસિસોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. અહેવાલ મુજબ 2008ની  વૈશ્વિક ક્રાઇસિસ પછી આ સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. ડાઉ જોન્સના ઇતિહાસમાં આ પહેલી વખત છે કે એક દિવસમાં એ 1000 પોઇન્ટ તૂટ્યો હોય. એસ એન્ડ પી 500માં પણ પાછલા છ દિવસમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

કોરોના વાઇરસને કારણે જુલાઈ-ઓગસ્ટ,2020માં જાપાન ઓલિમ્પિક રદ કરવામાં આવે એવી પણ આશંકા છે. ઓસ્ટ્રેલિયાનું શેરબજાર પણ ત્રણ મહિના તૂટીને છ મહિનાના નીચલા સ્તરે આવી ગયું હતું. આ સાથે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ પણ અઢી ટકા તૂટ્યો હતો. જ્યારે સાઉથ કોરિયાનો કોસ્પિ પણ દોઢ ટકા તૂટ્યો હતો.

સ્થાનિક શેરબજારમાં શેરોની જાતેજાતમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. સૌથી વધુ મેટલ ઇન્ડેક્સ તૂટ્યો હતો. એ પછી રિયલ્ટી, ઇન્ફ્રાસ્ટ્ક્ચર, પબ્લિક સેક્ટર, કેપિટલ ગુડ્સ, ઓટો, બેન્ક ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.

માર્કેટ કેપ ચાર લાખ કરોડ ઘટ્યું

સેન્સેક્સ 1100 પોઇન્ટ તૂટીને 38,600ના સ્તરે આવી ગયો હતો. જોકે એ એક તબક્કે 1300 પોઇન્ટ જેટલો તૂટી ગયો હતો. બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને 1,47,19335.13 કરોડ થઈ ગયું હતું. જેમાં ગઈ કાલના મુકાબલે આશરે રૂ. ચાર લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો

 

 

દિલ્હીમાં થયેલા તોફાનો મામલે શિવસેનાના કેન્દ્ર સરકાર પર પ્રહાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં હિંસાને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી હિંસામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. અત્યારસુધીમાં કુલ 39 જેટલા લોકોએ હિંસામાં પોતાના જીવ ગુમાવ્યા છે અને 200 થી વધારે લોકો ઘાયલ થયા છે. સ્થિતિ પહેલાથી સારી છે પરંતુ તણાવનો માહોલ હજી પણ યથાવત છે. ક્રાઈમબ્રાંચની બે ટીમો મળીને હિંસા મામલે તપાસ કરશે.

એક ટીમની જવાબદારી ડીસીપી જોય તિર્કી અને બીજી ટીમની જવાબદારી ડીસીપી રાજેશ યાદવને આપવામાં આવી છે. અત્યારસુધીમાં 48 એફઆઈઆર નોંધાઈ છે, એક હજાર સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી છે. પોલીસે અત્યારસુધી 514 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે. તો ગૃહમંત્રાલયે આજે દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કલમ 144 માં 10 કલાકની છૂટ આપવાની વાત કરી છે. ગૃહમંત્રી અમિત શાહે લોકોને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે, તેઓ અફવાઓ પર ભરોસો ન કરે.

શિવસેના કહેલી 7 મોટી વાતો...

  1. જ્યારે દિલ્હી સળગી રહ્યું હતું ત્યારે ગૃહમંત્રી ક્યાં હતા? તોફાનો સમયે અડધું મંત્રિમંડળ અમદાવાદમાં હતું.
  2. રાષ્ટ્રપતિ ટ્રમ્પને નમસ્તે-નમસ્તે સાહેબ કરી રહ્યા હતા. 3 દિવસ બાદ વડાપ્રધાન મોદીએ શાંતિ જાળવી રાખવા આહ્વાન કર્યું
  3. 4 દિવસ બાદ NSA અજીત ડોભાલ લોકો વચ્ચે ગયા, આનાથી શું થશે? નુકસાન તો પહેલા જ થઈ ચૂક્યું છે.
  4. દેશને મજબૂત ગૃહમંત્રી મળ્યા છે પરંતુ તેઓ દેખાયા નહી. વિપક્ષ સવાલ ઉઠાવશે તો શું તેમને દેશદ્રોહી ગણાવાશે?
  5. 24 કલાકમાં જસ્ટિસ મુરલીધરની બદલીનો આદેશ આપવામાં આવ્યો. સરકારે કોર્ટ દ્વારા વ્યક્ત સત્યને મારી નાંખ્યું
  6. શાહીનબાગનો મામલો પણ સરકાર પૂરો ન કરી શકી.
  7. અર્થવ્યવસ્થા ધરાશાયી પરંતુ ભડકાઉ ભાષણોનું બજાર ગરમ

…અને શરૂ થયું પૃથ્વીનું રાજ!

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે દીપોત્સવી ૨૦૦૪ અંકનો)


મૂંગી ફિલ્મોના અંતિમ દોરમાં અને બોલતી ફિલ્મોના શરૂઆતના દોરમાં પોતાના કદાવર વ્યક્તિત્વ અને બુલંદ અવાજથી થિયેટરો ગજાવનાર પૃથ્વીરાજ કપૂરને કોલેજકાળ પહેલાં અભિનય પ્રત્યે કોઈ રુચિ નહોતી.

કદાવર કહેવાય એવી બેમિસાલ કદકાઠી, રોમન યોદ્ધા જેવું વ્યક્તિત્વ અને પેશીદાર સુદ્રઢતા, રાજસી આભાવાળા ચહેરા અને નીચા સ્વરમાં પણ રૂઆબદારીનો અનુભવ કરાવે એવા હિંદી ફિલ્મસૃષ્ટિના એકમાત્ર અભિનેતા પૃથ્વીરાજ માટે નાટક એ પહેલો પ્રેમ અને બીજો પ્રેમ તે સિનેમા. ૧૯૦૬ની ત્રીજી નવેમ્બરે વિશ્વેશ્વરનાથ – ઘણા એનો ઉચ્ચાર બશેશરનાથ કરે છે, તેમણે ફિલ્મ ‘આવારા’માં ન્યાયાધીશની નાનકડી ભૂમિકામાં દેખા પણ દીધી હતી ને ત્યાં પેશાવરમાં જન્મેલા પૃથ્વીરાજને અભિનયક્ષેત્રમાં જવાની કોઈ જ તમન્ના નહોતી, કારણ કે મૂળ સમુંદરી નામના ગામડાના બશેશરનાથ એક સામાન્ય પોલીસ અધિકારી હતા, જેમના પરિવારમાં નાટક સંગીતનું કોઈ જ વાતાવરણ નહોતું. હાલ પાકિસ્તાનમાં આવેલા લાયલપુર અને પેશાવરમાં એમણે પ્રારંભિક શિક્ષણ લીધું ત્યારે પણ નાકટની કોઈ રુચિ નહોતી ઉપસી આવી. પેશાવરમાં એમણે એડવર્ડ કૉલેજમાં આગળ અભ્યાસ માટે પ્રવેશ લીધો ને ત્યાં થોડી નાટક-ચેટકની પ્રવૃત્તિનું વાતાવરણ સાંપડ્યું, ‘દીના કી બારાત’  જેવા એ જમાનાના મશહુર એકાંકીમાં એમણે ગુંડા સામે બાથ ભીડતા યુવકનું પાત્ર ભજવ્યું ત્યારે સામેનું પાત્ર ભજવતો પહેલવાન જેવો છોકરો ખરેખર ઘાયલ થઈ ગયો હતો. એમ તો એમણે પંદર વર્ષની ઉંમરે ગલીઓમાં છોકરીનું પાત્ર ભજવ્યું હતું પણ એમાં લોકોએ એમની હાંસી ઉડાવી હતી. એટલે પ્રત્યાઘાત રૂપે આ મર્દાની કિસ્મની ભૂમિકામાં એમનાથી જરા ઓવર ઍક્ટિંગ થઈ ગઈ અને એનું આ લોહિયાળ પરિણામ આવ્યું! ૧૯૨૩ના ડિસેમ્બરની ૧૦મીએ એમના લગ્ન એમનાં મા-બાપે રમાદેવી નામની હિંદીભાષી કન્યા સાથે કરી નાખ્યા જેથી છોકરો કાબૂમાં રહે અને ખીલે બંધાય. એક જ વર્ષમાં ૧૪ ડિસેમ્બર, ૧૯૨૪ના દિવસે પ્રથમ સંતાન રણવીર રાજ (રાજ કપૂર)નો જન્મ થયો. એ દરમિયાન કૉલેજનો અભ્યાસ ચાલુ જ હતો.

પૃથ્વીરાજ કપૂર એમના પત્ની રમાદેવી સાથે

પેશાવરમાં સ્નાતકની પદવી મેળવી પૃથ્વીરાજે લાહોરની કૉલેજમાં કાયદાના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો પણ એ દરમિયાન અભિનક્ષેત્રમાં આગળ વધવાની તેમની ઝંખના બળવત્તર બની ગઈ હતી. એ એટલી બધી અદમ્ય બની કે અભ્યાસને અધૂરો મૂકીને પત્ની અને પુત્રને પેશાવર મૂકીને તેઓ માત્ર એકાદ સાધારણ ઓળખાણના તરાપે તરીને મુંબઈ આવ્યા. એ સાલ હતી ૧૯૨૯ની. ફૉરસ રોડ જેવા બદનામ વિસ્તારમાં એક ઓરડી ભાડે રાખીને રહ્યા અને પછી નજીકમાં જ ગિરગાંવ વિસ્તારમાં આવેલી અરદેશર ઈરાનીની ઈમ્પિરિયલ ફિલ્મ કંપનીની બહાર લાગેલી એકસ્ટ્રા કલાકારો- હવે જેમને જુનિયર કલાકારોના જરા શોભિતા નામે ઓળખવામાં આવે છે- ની લાંબી કતારમાં ઊભા રહી ગયા. સ્વાભાવિક રીતે જ બીજા સામાન્ય ઉમેદવારો કરતાં તેમને પેશાવરની કૉલેજમાં લેખક ઈંદરરાજ આનંદ (ટીનુ આનંદના પિતા)ના નાટકમાં કામ કરવાનો થોડો અનુભવ હતો એટલે બીજા કરતાં પહેલા પસંદ થયા. અરદેશર ઈરાનીની મૂક ફિલ્મ ‘ચેલેંજ  ઉર્ફ  દો ધારી તલવાર’માં નાનકડી સહાયક ભૂમિકા ભજવવવાનો મોકો મળ્યો. એમાં એમની સાથેની અર્મેલીન (Ermeline) નામની હીરોઈન સામે ઈ. બીલીમોરિયા હીરો હતા. દિગ્દર્શન બી.પી. મિશ્રાનું હતું. એ ફિલ્મમાં એમનું કામ અને દેખાવ જોઈ પ્રભાવિત થયેલા અરદેશર ઈરાનીએ એમને પોતાની બીજી મૂક ફિલ્મ ‘સિનેમા ગર્લ’માં હીરોની ભૂમિકા આપી. આ પછી તો એમની ‘તૂફાન’ અને ‘શેરે અરબ’ ફિલ્મો પણ આવી. ‘શેરે અરબ’માં એમણે અરેબિયન નાઈટ્સના કેન્દ્રવર્તી શાહજાદની ભૂમિકા ભજવી હતી.

પિતા બશેશરનાથ સાથે પૃથ્વીરાજ કપૂર

૧૯૩૧માં બોલતી ફિલ્મોના આગમન સુધીમાં પૃથ્વીરાજની ‘બીડ ફૉર ધ થ્રોન’, ‘વિજયકુમાર’, ‘નિમકહરામ કૌન’ તથા ‘ગોલીબાર’ જેવી અનેક મૂક ફિલ્મો આવી અને એમાં મોટા ભાગની ફિલ્મોમાં એમની જોડી લીલાવતી સાથે જમાવવામાં આવી હતી. એ મૂક ફિલ્મોના આથમતા યુગમાં પણ પૃથ્વીરાજ અભિનયના ઉદય પામતા પણ ઝળહળતા સૂર્ય સાબિત થયા. આ સફળતાની એમને લેશમાત્ર કલ્પના નહોતી, પણ બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતાં જ અરદેશર ઈરાનીએ એમનો ફરી ઈન્ટરવ્યુ કર્યો. એમને અંદેશો હતો કે આ જુવાન ભલે મૂક ફિલ્મોમાં સફળ રહ્યો પણ જો એને હિંદી ભાષાની ડાયલૉગ ડિલિવરી બરાબર નહીં આવડે તો એને સફળતાનો કોઈ જ મોકો નથી. ‘તમને હિંદી આવડે છે?’ અરદેશરના એ પ્રશ્ર્નના જવાબમાં આ પંજાબી માતૃભાષાવાળા યુવાન પૃથ્વીરાજે હા પાડી કે તરત જ એમને બીજા પ્રશ્ર્નનો સામનો કરવાનો આવ્યો ‘કેવી રીતે? શું તમને હિંદી વાંચતા પણ ફાવે?’ જવાબમાં આ પડછંદ મરદ જરા શરમાયા. કહ્યું: ‘આમ તો ન આવડે. પણ મારી જોરૂ રમા હિંદીભાષી છે. તેણે મને પહેલો પ્રેમપત્ર લખ્યો ત્યારે તેને વાંચી બતાવવા માટે હું મારા હૉસ્ટેલના રૂમ પાર્ટનર પૂરણસિંહ પાસે ગયો. એણે મને ટોણો માર્યો કે જો બીજા મરદ પાસે તારો પ્રેમપત્ર વંચાવીશ તો તારા સંસારમાં ત્રીજા આદમીનો પ્રવેશ થયો સમજજે. આ ટોણો કામ કરી ગયો. અને મેં રાતોરાત હિંદી શીખી લીધું. નિર્ણય કર્યો કે ‘ખૂબ સિખુંગા.’ પરિણામે આજે મારા હિંદીવાચનની ગતિ પંજાબી કરતાં પણ વધારે છે.’

જવાબ સાંભળીને અરદેશર ઈરાની રાજી થયા. ખાસ તો તેમાં રહેલી રમૂજ ઉપરાંત એના અવાજ અને વાક્છટા ઉપર. તરત જ એમણે એને ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમઆરા’ (રજૂઆત ૧૪મી માર્ચ, ૧૯૩૧)માં હીરોઈન ઝુબેદાના સેનાપતિ પિતાની રોફદાર ભૂમિકા આપી.

આ ફિલ્મ મુંબઈના મૅજેસ્ટિક સિનેમામાં ૧૪મી માર્ચ-૧૯૩૧ના રોજ રજૂ થઈ. બીજે જ અઠવાડિયે અખબારોમાં ફિલ્મની સમીક્ષા પ્રગટ થઈ એમાં ફિલ્મના બીજા કલાકારોનાં વખાણ કરવામાં આવ્યાં. સંગીતકાર ફિરોઝ શાહ સંગીતકાર કેરસી મિસ્ત્રીના પિતા અને કથા-સંવાદ લેખક યહૂદી, નાટ્યલેખક જોસેફ ડેવિડ સુદ્ધાંનાં વખાણ કરવામાં આવ્યા હતા. બસ, એકમાત્ર પૃથ્વીરાજના અવાજની બહુ કટુ આલોચના કરવામાં આવી. એક અખબારે તો એમ પણ લખ્યું કે પૃથ્વીરાજનો ઊંચો બુલંદ અવાજ સ્પીકરને તો શું પણ પરદાઓને ફાડી નાખશે. અરદેશર ઈરાનીને પોતાને પણ અવાજપરીક્ષામાં થાપ ખાઈ ગયાનું લાગ્યું. એટલી હદ સુધી ટીકાઓનો મારો વરસ્યો. પણ પૃથ્વીરાજ સ્વસ્થ રહ્યા. અરદેશરને તેઓ સમજાવી શક્યા કે અવાજનું વૉલ્યૂમ તો રેકૉર્ડિંગની તદબીરથી સુધારી શકાય. પણ અવાજની આ ગુણવત્તા અને ઉચ્ચારણછટાને કોઈ મશીન દ્વારા નિપજાવી નહીં શકાય. આગળ ઉપર એમની ભવિષ્યવાણી સાચી પડી તે આપણે જાણીએ છીએ. એ જ અખબારોએ આગળ ઉપર બોલતી ફિલ્મ ‘દ્રૌપદી’ (૧૯૩૧)માં દ્રૌપદી (અર્મેલીન) સામે એમના અર્જુન તરીકે બોલાયેલા સંવાદોની અને અવાજના ગોરંભની મન મૂકીને પ્રશંસા કરી. એ વેળા અરદેશર ઈરાનીએ તેમને એક મોટર સાઈકલ ભેટ આપી. એ પછી જ પૃથ્વીરાજની માર્કેટ વૅલ્યૂ ઊભી થઈ તે ૧૯૩૩ની ન્યૂ થિયેટર્સની ‘રાજરાણી મીરા’થી પૂરી પ્રસ્થાપિત થઈ.

‘દ્રૌપદી’ના અર્જૂન બન્યા પૃથ્વીરાજ

લોકો બંગાળી ફિલ્મ ‘મીરાંબાઈ’માં પાત્ર ભજવનાર દુર્ગાદાસ બૅનરજી અને હિંદી ‘રાજરાણી મીરા’માં એ જ પાત્ર ભજવનાર પૃથ્વીરાજની સરખામણી કરવા માંડ્યા અને પૃથ્વીરાજને વધુ ઊંચા ક્રમે મૂકવા માંડ્યા. આમ બંગાળમાં પણ પૃથ્વીરાજની બોલબોલા શરૂ થઈ અને તે પણ ધ ન્યૂ થિયેટર્સની ફિલ્મોથી જ. પૃથ્વીરાજે બહુ ઝડપથી કામચલાઉ બંગાળી શીખી લીધું. તેમનો પુત્ર રાજ સાત વર્ષનો થયો હતો ત્યારે પુત્ર શમ્મી માત્ર બે જ વર્ષનો. બંગાળી શીખવાના માધ્યમ તરીકે પૃથ્વીરાજ આ બન્ને સંતાનો સાથે વધુ ને વધુ વાત કરવાના પ્રયત્નો કરતા, કારણ કે શિશુઓ બંગાળી આબોહવામાંથી સહેલા શબ્દો ઝડપથી ગ્રહણ કરી લેતા હતા અને એનાથી પિતાનું શબ્દભંડોળ સમૃદ્ધ કરતા હતા. તેમણે જ્યારે ૧૯૫૧માં પુત્ર રાજ કપૂરની ‘આવારા’માં નિ:શુલ્ક કામ કર્યું ત્યારે કહેતા (અલબત્ત, મજાકમાં જ!) કે રાજ તો મારો ગુરુ છે અને આ તો છે ગુરુદક્ષિણા, તેમણે જ પોતાના પિતા બશેશરનાથને રાજની ફિલ્મમાં નાનકડો રોલ લેવા સમજાવ્યા કે જેમણે જિંદગીમાં અભિનયનો ‘અ’ સાંભળ્યો નહોતો. બશેશરનાથે એમની વિનંતી માન્ય રાખી અને એમાં ન્યાયાધીશની ભૂમિકા લીધી. એ ફિલ્મમાં એ રીતે એમની ત્રણ પેઢી એક જ દ્રશ્યઘટક (સિક્વન્સ) દરમિયાન સાથે આવી. વીસ વર્ષો પછી ૧૯૭૧માં રાજ કપૂરના પુત્રે ‘કલ આજ ઔર કલ’માં એ રોમાંચને પુનર્જીવિત કર્યો. એમાં પૃથ્વીરાજ, રાજ કપૂર અને રણધીર કપૂર સાથે આવ્યા.

પૃથ્વીરાજ અને ધ ન્યૂ થિયેટર્સનો સાથ છેક ૧૯૩૯ સુધી રહ્યો. એ પાંચ વર્ષના ગાળામાં તેમણે ધ ન્યૂ થિયેટર્સની દસ ફિલ્મો કરી; પણ નોંધનીય વાત એ છે કે આ ગાળામાં માત્ર ધ ન્યૂ થિયેટર્સ સાથે બંધાયેલા રહેવાને બદલે બીજા નિર્માતાઓની ફિલ્મોમાં પણ અગત્યની ભૂમિકાઓ કરી.

(રજનીકુમાર પંડ્યા)

પરફ્યૂમનો ખજાનો; એ ક્યારે લગાડવું એ વિશેનું માર્ગદર્શન

CourtesyNykaa.com

સરળ વાતઃ ખુશ્બૂદાર પરફ્યૂમ્સનો ઉદ્યોગ પણ સુંદર વિવિધતાથી ભરપૂર છે. દાયકાઓ જૂના ક્લાસિક, સેલિબ્રિટીઝને પ્રિય પરફ્યૂમ્સને લઈને હાલમાં જ ઝમકદાર રીતે પ્રવેશ કરનાર અને તમને ‘માફક-આવે-એવા’ ખાસ સેન્ટ્સને કારણે પરફ્યૂમ્સની પસંદગીમાં અઢળક અવકાશ મળી રહે છે. કાચની આકર્ષક શીશીઓ જોઈને અને એમાં રહેલા જુદા જુદા પરફ્યૂમ્સની ખુશ્બૂ સૂંઘીને તમને માર્ગદર્શન આપવાનું અમને તો બહુ ગમે. પરફ્યૂમ્સનું શોપિંગ ભલે નાનું હોય, પણ એમાંથી પરફેક્ટ પરફ્યૂમની પસંદગી કરવામાં સમય બહુ લાગી જતો હોય છે અને આ કામ ઘણું જ કઠિન હોય છે.

તો, તમારે ઢગલાબંધ પરફ્યૂમ્સ સૂંઘવામાં સમય બગાડવો ન પડે એટલા માટે પરફ્યૂમ્સના ખજાનામાંથી તમારી પસંદગીનું મેળવવા માટે ચાલો આ સુગંધીદાર સફર શરૂ કરીએ. પરફ્યૂમ્સની સુગંધ તમે કલ્પના પણ ન કરો એટલી બધી સૂક્ષ્મ હોય છે તેથી તમારા જીવનના વિશેષ પ્રસંગો માટે પરફેક્ટ પરફ્યૂમ્સને શોધી કાઢવામાં તમને આ મદદરૂપ થશે.

સ્ટ્રોંગથી લઈને ફ્લોરલ પરફ્યૂમ્સ વિશેની જાણકારી અહીં પ્રસ્તુત છે, જેથી તમે પરફેક્ટ પરફ્યૂમ પસંદ કરી શકો.


૧. ફ્લોરલ

શું તમને તાજગી લાવી દે એવા અને ગુલાબ, જાસ્મિન કે લિલીની સુગંધવાળું સેન્ટ બહુ ગમે છે? તો તમારી પર્સનાલિટી માટે ફ્લોરલ પરફેક્ટ છે. લાવણ્યમય, હળવું અને રોમેન્ટિક બનાવી દે એવી સુગંધવાળા સેન્ટ કોમળ અને મધુર હોય છે. નામ પ્રમાણે જ, આ સેન્ટ ફૂલોમાંથી બનાવવામાં આવે છે. એ કાં તો કોઈ એક જ ફૂલનું સેન્ટ હોય છે અથવા જુદા જુદા ફૂલોના સેન્ટ્સનું સંયોજન હોય છે. પરફ્યૂમની સૃષ્ટિમાં, આ ખૂબ જાણીતા છે. એ ક્યારેક સ્વાદિષ્ટ એવા પીચ, નાસપતી, ગ્રીન એપલ અને સંતરા જેવા ફળની સુગંધને પણ આવરી લે છે.

ક્યાં વાપરવું: દિવસના લગ્નપ્રસંગે અથવા બેલે ડાન્સની સાંજે

નાયકાની સલાહ છે: Marc Jacobs Daisy Eau De Toilette Spray, Jimmy Choo Illicit Flower Eau De Toilette


૨. ઓરિએન્ટલ

આ ‘એમ્બર’ સુગંધ તરીકે પણ જાણીતું છે. હૂંફ અને કામુકતાનાં અનોખા સંયોજનને કારણે આ ઘણાયનું પ્રિય છે. ઓરિએન્ટલ સેન્ટ કસ્તુરીની માદક સુવાસ, વેનીલા અને કિંમતી લાકડામાંથી એની સમૃદ્ધિ મેળવે છે. એ વિલાયતી, સુવાસિત અને વાસ્તવમાં ઉત્તેજક છે. પરફ્યૂમ્સની દુનિયામાં ઓરિએન્ટલ ક્લાસિક છે. એમ્બરગ્રિસમાં એમ્બર જેવી હૂંફ, વેનીલા અને તજ જેવી મધુરતા કે પેચૌલી અને સુખડ જેવી સુગંધનું સમૂહ છે જે તમે જ્યાં જાવ ત્યાં અચરજનું વાતાવરણ ફેલાવી દે. ખૂબ આકર્ષક.

ક્યાં વાપરવું: તમારી ગર્લફ્રેન્ડ્સ સાથે કોકટેલની મજા હોય કે તમારા પાર્ટનર સાથે કેન્ડલલાઈટ ડિનર હોય

નાયકાની સલાહ છેઃ Carolina Herrera Good Girl Eau De Parfum, Calvin Klein Obsession For Women Eau De Parfum Spray


૩. વૂડી

વૂડી સેન્ટ્સ પ્રાકૃતિક, હૂંફ આપનારા તેમજ જૂની રૂઢિના છે. કોઈ પરફ્યૂમ સેન્ટને મૂળ સુગંધ પૂરી પાડવી હોય ત્યારે વૂડી પરફ્યૂમ્સ અત્યંત મહત્ત્વના બને છે. વેટિવર, સેન્ડલવુડ અને ઓકમોસને આધાર લઈને બનાવેલું આ પરફ્યૂમ તમને કુદરતનો એહસાસ કરાવશે. આ પરફ્યૂમ્સની પુરુષત્ત્વ જેવી સ્ટ્રોંગ સુગંધ અને સાઈટ્રસીના મિશ્રણને લીધે કુદરતી તાજગીનો અનુભવ કરાવે છે. જો તમે એમ ઈચ્છતા હો કે લોકો તમને માન આપે તો આ બધી રીતે બરાબર છે.

ક્યાં વાપરવું: મહત્ત્વની બિઝનેસ મીટિંગમાં કે કોઈ ભવ્ય ચેરિટી કાર્યક્રમમાં

નાયકાની સલાહ છેઃ Giorgio Armani Si Eau De Parfum, Givenchy Play For Her Intense Eau De Parfum


૪. સ્પાઈસી

જેમ સાકર અને મસાલા હોય તો ભોજન સરસ લાગે તેમ પરફ્યૂમ્સનું પણ એવું જ છે. એમાં એવા જ મસાલા હોય છે જે તમે સામાન્ય રીતે રસોડામાં સાચવતા હો છો, જેમ કે તજ, આદુ, એલચી, મરી, લવિંગ અને જાયફળ. આમાં મિક્સ કરાય છે ઓરિએન્ટલ સામગ્રી જેવી કે જુદા જુદા લાકડા અને રેઝિન્સ, જેનાથી એવી મૂળ સુગંધ બને છે જે એકદમ અલગ પ્રકારની હોય છે અને આનંદ આપનારી હોય છે. જો આ બધું બહુ સ્ટ્રોંગ લાગે તો ગુલાબ, વેટિવર અને સંતરાનાં ફૂલવાળું પરફ્યૂમ પસંદ કરો.

ક્યાં વાપરવુંઃ શનિવારની મોહક રાતના સમયે અથવા ભપકાદાર રેડ કાર્પેટ સમારંભોમાં

નાયકાની સલાહ છેઃ Salvatore Ferragamo Signorina Misteriosa Eau De Parfum, Paco Rabanne Olympea Intense Eau de Parfum


૫. ફ્રેશ

આમાં એ બધા જ આનંદદાયક સેન્ટ્સનો સમાવેશ થાય છે જેમ કે સાઈટ્રસ, એક્વા અને ઓસનિક સુગંધ, જે તમારા સપનાનાં સાહસોને વધારે. જો તમને લીંબુ જેવી સુગંધ ગમતી હોય તો મેન્ડેરીન અને બર્ગામોન્ટ સેન્ટ્સ પસંદ કરજો અથવા કોઈ એક્વેટિક સેન્ટ પસંદ કરજો જે તમને રેતી અને મોજાંનાં તરંગોવાળા દરિયાકિનારે વેકેશનની મજાનો એહસાસ કરાવશે. ઘણી વાર તમને એની સાથે મસાલેદાર સુગંધ પણ મળશે જે સંતુલન લાવવા માટે પરફેક્ટ છે.

ક્યાં વાપરવુંઃ નોકરીનો ઈન્ટરવ્યૂ આપવા જાવ ત્યારે અથવા ગરમ પ્રદેશમાં રજાના દિવસોમાં

નાયકાની સલાહ છેઃ Nina Ricci Ricci Ricci Eau De Parfum, Roberto Cavalli Paradiso Azzurro Eau De Parfum

પ્યારની વાત – ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૦

રૂ. 2000ની નોટ બંધ થવાના અહેવાલોને નાણાં પ્રધાનનો રદિયો

નવી દિલ્હી:  દેશના તમામ બેન્ક એટીએમ મશીનોમાં 2000 રૂપિયાના મૂલ્યની નોટો હવે ઘટી જશે એવું કહેવાય છે. આ પ્રકારના અહેવાલો અમુક દિવસોથી પ્રચારમાધ્યમોમાં આવી રહ્યા છે, પણ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને એ વિશે સ્પષ્ટતા કરી છે. એમણે કહ્યું છે કે 2000 રૂપિયાની નોટોને સર્ક્યૂલેશનમાંથી હટાવી લેવાનો સરકારે બેન્કોને કોઈ આદેશ આપ્યો નથી.

એક અહેવાલમાં જણાવાયું હતું કે, દેશમાં 2 લાખ 40 હજાર એટીએમ મશીનોમાંથી 2000 રૂપિયાની ચલણી નોટો પાછી મગાવવામાં આવી છે. આ અહેવાલને પગલે 2000ની નોટ બંધ થઈ રહી હોવાની વાતો ચગી છે.

સીતારામને કહ્યું કે 2000ની નોટ ઈસ્યૂ કરવાનું બંધ કરવાનો બેન્કોની સરકારે કોઈ સૂચના આપી નથી. ‘જ્યાં સુધી મને ખબર છે, બેન્કોને એવી કોઈ સૂચના આપવામાં આવી નથી,’ એમ તેમણે જાહેર ક્ષેત્રોની બેન્કોના વડાઓ સાથેની એક બેઠકમાં આમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, 2000ની નોટ દેશમાં સૌથી મોટી રકમની ચલણી નોટ છે.

Chitralekha Marathi – March 09, 2020

  E-Magazine – Desktop Version PDF Version
This post is only available to members.

મુક્કાની જેમ વાગે છે આ થપ્પડ…

ફિલ્મઃ થપ્પડ

કલાકારોઃ તાપસી પન્નૂ, પવૈલ ગુલાટી, તન્વી આઝમી, રત્ના પાઠક, કુમુદ મિશ્રા

ડાયરેક્ટરઃ અનુભવ સિંહા

અવધિઃ આશરે 140 મિનિટ્સ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

લેખક-દિગ્દર્શક અનુભવ સિંહા (‘મુલ્ક’, ‘આર્ટિકલ 15’)ની ‘થપ્પડ’ જોતી વખતે મને શેફાલી શાહની શૉર્ટ ફિલ્મ ‘જ્યૂસ’ (દિગ્દર્શકઃ નીરજ ઘૈવાન) યાદ આવી ગઈ. ફિલ્મમાં પતિ મિત્રો સાથે ડ્રૉઈંગ રૂમમાં બેસીને, શરાબની પ્યાલી ખાલી કરતો કરતો ટીવી પર ગેમ જોઈ રહ્યો છે, જ્યારે પત્ની શેફાલી તથા પતિમિત્રોની સાથે આવેલી પત્નીઓ સાંકડા રસોડામાં પરસેવે રેબઝેબ ચખણાની, ડિનરની તૈયારીમાં લાગેલી છે.  ડ્રૉઈંગ રૂમમાંથી ઑર્ડર પર ઑર્ડર આવી રહ્યા છેઃ “આઈસ લાવ”, “પાપડ લાવ”, “પકોડા લાવ”… “યાર, કેટલી વાર”? અફ કોર્સ, વાત અહીં ‘જ્યૂસ’ની નહીં, ‘થપ્પડ’ની છે, જેમાં વાત તો એક સણસણતા તમાચાની છે, પણ સાથે સાથે પિતૃ-સત્તાની પણ છે. ભારતીય સંસ્કૃતિમાં મૂળિયાં કરી ગયેલી આ પિતૃ-સત્તા અથવા પેટ્રિયાર્કી વિશેની ‘થપ્પડ’ના આરંભમાં એક સીન છેઃ પતિ મહાશય મોડે સુધી લેપટૉપ પર કામ કરી રહ્યા છે ને પત્નીને ઓર્ડર છોડી રહ્યા છેઃ “આ પ્રિન્ટર કામ નથી કરતું, એને ઠીક કર, ઉપરથી મારી પિન્ક ફાઈલ લઈ આવ, કૉફી લાવ….”

એ પત્ની, થર્ટી-સમથિંગ અમૃતા અથવા અમુ (તાપસી પન્નૂ) ખુશમિજાજ, આજ્ઞાંકિત ગૃહિણી છે. પતિ વિક્રમ (પવૈલ ગુલાટી)ને છ આંકડાના પગારની નોકરી છે, નિરુપદ્રવી સાસુ (તન્વી આઝમી) છે. દિલ્હીવાસીઓ જેને કોઠી કહે છે એવો બંગલો છે (એકાદ દશ્યમાં કૅમેરા ફરતો ફરતો બંગલાની નેમપ્લેટ પર મંડાય છે ત્યારે દેખાય છે કે એની પર માત્ર વિક્રમનું જ નામ છે)… રોજ વહેલી સવારે ઊઠીને અમુ બહારથી દૂધની બાટલીઓ લે છે, ઘરમાં વાવેલી લીલી ચાની પત્તી કાપી, ગરમ પાણીમાં ઉકાળી, આદું-મધવાળી ચાનો મગ લઈ બાલ્કનીમાં આવે છે. સામે દેખાતું વહેલી સવારનું દશ્ય મોબાઈલના કૅમેરામાં ઝડપે છે. બસ, આ દસ-પંદર મિનિટ એનો ‘મી-ટાઈમ’ છે, એનો પોતાનો સમય છે. એ પછી, પાછળ કૂતરાં છોડ્યાં હોય એમ એ સતત દોડતી રહે છેઃ પતિને સમયસર જગાડવાનો, એનો ચા-નાસ્તો, સાસુમાનું સુગર-ચેકિંગ, રસોઈ… પતિ કારમાં બેસે ત્યારે એને પાકીટ-રૂમાલ, ગરમ કૉફીનો થમોસ, વગેરે આપી, એને રવાના કરવાનો. આ અમુનો રોજનો ક્રમ છે… એક સાંજે ઘરમાં પાર્ટી ચાલી રહી હોય છે ને વિક્રમને એના બૉસ સાથે બોલાચાલી થાય છે. વાત વધી ન પડે એ માટે અમૃતા વચ્ચે પડે છે ને કોઈ કશુંયે સમજે એ પહેલાં, શરાબના ખુમારમાં વિક્રમ એક સણસણતો તમાચો અમૃતાના ગાલ પર ચોડી દે છે.

બસ, વાત આ છેઃ વિક્રમે અમૃતાને મારેલા એક તમાચાની. એ ક્ષણથી અમૃતાની જિંદગી બદલાઈ જાય છે, જ્યારે વિક્રમ માટે તથા તમામ સગાંસ્નેહી માટે (ઈવન, અમૃતાની માતા-ભાઈ માટે સુધ્ધાં), મિત્રો જાણે કંઈ બન્યું જ નથી એમ વર્તે છે. એમના મતે, “આવું તો ચાલ્યા કરે”, “અમુએ વાત વિસારે પાડીને મૂવઑન કરવું જોઈએ”. ત્યાં સુધી કે, અમૃતાની કાઉન્સેલર નેત્રા એને કહે છેઃ “યાર, એક થપ્પડ જને? એમાં શું આટલો હોબાળો મચાવવાનો? આનો શું કેસ બને”?

-એ પછી શું બને એ બધું લખીને સ્પૉઈલર આપવું નથી. એટલું તો કહી જ શકાય કે પતિએ મારેલા તમાચા બાદની અમૃતાની મનોઝંઝટ વિશેની આ ફિલ્મ છે, અમૃતાની આસપાસના લોકો, નિકટજનોના એ એક ઘટના (કે દુર્ઘટના) પર રિઍક્શનની ફિલ્મ છેઃ લાફો નહીં, લાફો ઝિંકાયા પછી જે બને છે એનાથી બને છે ફિલ્મ, ‘થપ્પડ’.

ઈન્ટરવલ પહેલાં ફિલ્મ ધીમી ગતિએ ચાલે છે. ઉપાડ થાય છે દિલ્હીમાં વસતી, વિવિધ સમાજમાંથી આવતી છ નારીથી. કહો કે એક કથા-કોલાજ સર્જ્યો છે અનુભવ સિંહાએ. એક વાર પાત્રો પ્રસ્થાપિત થઈ જાય છે ને પેલો તમાચાવાળો સીન આવે છે ને ફિલ્મ પકડ જમાવે છે. એમાંયે, સાસુમા પૂજા રાખે છે એમાં અમૃતા હાજરી આપે છે. આ દશ્ય થપ્પડનો ચરમ છે એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. પૂજાના આ દશ્યમાં જ ટિકિટના પૈસા વસૂલ છે.

ફિલ્મનાં રાઈટર (ડિરેક્ટર અનુભવ સિંહા-મૃણમયી લાગૂ) હિંદી સિનેમાનાં કુલક્ષણથી દૂર રહ્યાં છે. અમૃતાની કથા-વ્યથા દર્શાવવા એમણે વિક્રમને વિલન ચીતર્યો નથી. એ ઓવરઑલ સારો માણસ છે. બસ, એ સ્વકેન્દ્રી છેઃ એ ભલો, એની નોકરી-કરિયર ભલી અને એનું ઑફિસ પોલિટિક્સ ભલું. તાપસીએ એની ભૂમિકા કન્વિક્શનથી ભજવી છે. હસબંડ વિક્રમનું કેરેક્ટર અઘરું છે. જરીક ઓવરઍક્ટિંગ ને ફિલ્મ મેલોડ્રામામાં સરી પડે. પણ, અનુરાગ કશ્યપની ટીવીસિરીઝ ‘યુદ્ધ’થી આરંભ કરનાર પવૈલએ કમાલનું બૅલેન્સિંગ કર્યું છે. આ ઉપરાંત રત્ના પાઠક શાહ, રાબેતા મુજબ પરફેક્ટ કુમુદ મિશ્રા (અમૃતાનાં માતા-પિતાની ભૂમિકામાં), માયા સરાઓ (અમૃતાની કાઉન્સેલર નેત્રાની ભૂમિકામાં), વગેરે. નેત્રા, જે જવાન છે, કૉન્ફિડન્ટ છે, અન્ય મહિલાને ન્યાય અપાવવા અદાલતમાં લડે છે, પણ એ પોતે પતિ (માનવ કૌલ)ની હાજરીમાં ગૂંગળામણ અનુભવે છે.

સો વાતની એક વાત – સ્ત્રી પર હાથ ઉપાડાય જ નહીં અને જો ઉપાડ્યો તો એ ચૂપ બેસી રહે, સહન કરી લે એવું એક્સપેક્ટ કરતા જ નહીં આવા દ્વિ-સૂત્રીવાળી ‘થપ્પડ’ અવશ્ય જોવા જેવી ફિલ્મ છે.

(જુઓ ‘થપ્પડ’નું  ટ્રેલર)