રોકડા લઉં બે-ચાર? અરે, લે ને આખેઆખું એટીએમ!!

નવી દિલ્હીઃ દિલ્હીના કિશનગઢમાં હમણાં એવી ઘટના બની હતી કે એ જાણીને પોલીસ તો શું, તમે પણ વિચારતા રહી જશો. વાત એમ હતી કે કેટલાક ચોર એટીએમમાંથી પૈસા લૂંટવા માટે આવ્યા હતા પરંતુ કોઇ કારણસર એટીએમમાંથી પૈસા ન નીકળ્યા તો આખું એટીએમ જ ઉખાડીને લઈ ગયા હતા!!

આ ઘટના કિશનગઢ  વિસ્તારના ગઉ શાલા રોડ પર બની હતી. આ એટીએમ ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સનું હતું. જે રોડ પર આ ઘટના ઘટી, તે રોડ રોજ ખૂબ વ્યસ્ત રહેતો રોડ છે. આ એટીએમમાં કેટલા પૈસા હતા જે વાત હજી જાણી શકાઈ નથી. એટીએમ મશીન પાસે સીસીટીવી કેમેરો લાગેલો હતો. હવે પોલીસ સીસીટીવીની મદદથી ચોરોને શોધી રહી છે.

આખેઆખું એટીએમ ચોરાઈ જતા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]