Home Blog Page 4898

દેહાતી મજૂરોની હાલત કફોડી, શહેરોમાંથી ગામ તરફ હિજરત…

ભારતમાં કોરોના વાઈરસનો રોગચાળો રોકવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ 25 માર્ચથી 21 દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરવાની જાહેરાત કર્યા બાદ શહેરોમાં કામ કરવા આવેલા રોજિંદા વેતનવાળા મજૂરો અને એમના પરિવારજનોની હાલત કફોડી થઈ ગઈ છે. આવા મજૂરોએ અનેક શહેરોમાંથી પોતપોતાના ગામ ભણી જવા હિજરત શરૂ કરતાં દયાજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રેનસેવા અને બસસેવા બંધ થવાથી આવા મજૂરો પગપાળા જતા જોવા મળ્યા છે. કોરોનાનો ફેલાવો રોકવા એક તરફ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ મજૂરોની સામુહિક હિજરતે દર્દનાક દ્રશ્યો ખડા કર્યા છે.


મજૂરોનું કહેવુ છેઃ 'અમે કોરોના વાઈરસથી ડરીને નહીં, પણ ભૂખમરાથી ડરીને ભાગી રહ્યાં છીએ, અમારા વતન પાછા જઈ રહ્યા છીએ.'




















શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ ધર્મપરિવર્તન નહીં કરું: ગૌરી ખાન

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનની પત્ની ગૌરીને સૌથી મોટી સુપરસ્ટાર પત્ની તરીકે ઓળખવામાં આવે છે. એ શાહરૂખ સાથે અને જાહેરખબરોમાં ચમક્યાં છે, અનેક કાર્યક્રમોમાં સાથે હાજરી આપી ચૂક્યાં છે અને ઘણા ઈન્ટરવ્યૂ આપી ચૂક્યાં છે.

ગૌરી ખાન અને સુઝેન ખાન (બોલીવૂડ અભિનેતા હૃતિક રોશનની ભૂતપૂર્વ પત્ની)એ ‘કોફી વિથ કરન’ ટીવી શો પર હાજરી આપી હતી અને એમાં તેમણે પોતાનાં અને એમનાં પતિનાં ધર્મ વિશે વાત કરી હતી.

ગૌરી હિન્દુ છે અને મુસ્લિમ પરિવારના શાહરૂખને પરણ્યાં છે. ‘બંને ધર્મમાં તમને શું ફરક લાગ્યો છે?’ એવા સવાલના જવાબમાં ગૌરીએ કહ્યું હતું, કમનસીબે, શાહરૂખના માતા-પિતા રહ્યા નથી. જો તેઓ હયાત હોત તો ઘરમાં ઘરડાઓ હોત અને અમે એમની કાળજી લેતા હોત. અત્યારે અમારા ઘરમાં હું જ તહેવારો વખતે બધું આયોજન કરું છું, પછી એ હોળી હોય, દિવાળી હોય કે અન્ય કોઈ પણ તહેવાર હોય. એટલે મારાં સંતાનો પર હું હિન્દુ હોવાને કારણે હિન્દુ ધર્મનો પ્રભાવ રહેશે… પરંતુ સાવ એવુંય નથી, આર્યનને પિતા પ્રત્યે ઘણી લાગણી છે એટલે તે એમના ધર્મનું અનુસરણ કરશે, એવું મને લાગે છે. એ અવારનવાર કહેતો હોય છે, ‘હું મુસ્લિમ છું.’

ગૌરીએ વધુમાં કહ્યું, અમારે ત્યાં સંતુલન છે. હું શાહરૂખના ધર્મનો આદર કરું છું, પણ એનો મતલબ એ નહીં કે હું ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બની જઈશ. હું એમાં માનતી નથી. મારું માનવું છે કે દરેક વ્યક્તિએ પોતપોતાના ધર્મનું અનુસરણ કરવું જોઈએ, સાથોસાથ અન્ય ધર્મનો અનાદર પણ કરવો ન જોઈએ. જેમ કે હું પણ શાહરૂખના ધર્મનો અનાદર કરતી નથી.

સુઝેન ખાને શું કહ્યું?

જૂની ફિલ્મનોના અભિનેતા સંજય ખાનની પુત્રી સુઝેન ખાન મુસ્લિમ છે તથા અન્ય બોલીવૂડ અભિનેતા હૃતિક રોશન, જે પંજાબી હિન્દુ પરિવારનો છે, એને પરણી હતી, પણ બંને જણે છૂટાછેડા લઈ લીધા છે. બંનેને બે પુત્ર છે. સુઝેનને પણ કોફી વિથ કરન શોમાં પતિ-પત્નીના અલગ અલગ ધર્મ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હતો.

સુઝેને કહ્યું હતું કે, તમે અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરી શકો છો, પરંતુ તમે જે ધર્મમાં જન્મ્યા હો, ઉછર્યા હો એનો આદર કરવો જોઈએ. તમારે તમારા સંતાનોને બંને ધર્મના સદ્દગુણો વિશે શ્રેષ્ઠ રીતે માહિતગાર કરવા જોઈએ. એ બહુ સરસ કોમ્બિનેશન બની શકે. બંને ધર્મ સરસ છે અને પ્રબળ છે. હૃતિકને પણ આવું જ ગમે છે. ધર્મની વાત આવે ત્યારે એ બહુ ચુસ્તપણું રાખતો નથી.

લોકડાઉનમાં ઘરે જ કરો આ વર્કઆઉટ

કોરોનાવાઈરસ ક્વોરેન્ટાઈન પ્લાન: તમારા દિવસની શરૂઆત યોગ અને પૌષ્ટિક આહારથી કરો. ઘરે બનાવેલુ ભોજન ખાઓ. રાતે સૂવાના સમયે એક કપ હળદરનું દૂધ પીવો, તે તમારી રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં આશ્ચર્યકારક કામ કરી શકે છે.

તમારા દિવસની શરૂઆત સુત્તપદંગુષ્ટાસનથી કરો
આ યોગ મુદ્રા તમારા સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે. આ યોગ આખા શરીરને જોડી રાખવામાં મદદ કરે છે. રોકવામાં મદદ કરે છે. આ આસન ઘરે સરળતાથી કરી શકાય છે.

સવારે ખજૂર અને અખરોટ લો
ખજૂરમાં અન્ટિઓક્સિડેન્ટ ભરપુર માત્રામાં રહેલું હોય છે. બ્લડ સુગરને સંતુલિત કરવા માટે આ ફાયદાકારક સાબિત થઈ શકે છે, તેમજ બ્લડ પ્રેશરના સંચાલનમાં મદદ કરે છે. એ તમારા મગજના બુસ્ટર તરીકે પણ કામ કરે છે. બીજી બાજુ, અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ્ ભરપુર માત્રામાં રહેલ હોય છે. તે બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને આંતરડાને પણ સુરક્ષિત રાખે છે.

નાસ્તા માટે ઇડલી ઉત્તમ
ઈડલી સંપૂર્ણ પણે એમિનો એસિડ પ્રોફાઇલ સાથે પૌષ્ટિક ભોજન છે. ઈડલી પેટ માટે હળવો ખોરોક હોવાની સાથે નાસ્તા માટે બેસ્ટ વિકલ્પ છે.

સવારના નાસ્તા પછી અને બપોરના ભોજન પહેલાં
તમે કાળા મરી સાથે રસમની દાળનું સેવન કરી શકો છો. રસમ એકપ્રકારે દાળનો સૂપ છે. તમે તેને સવારના નાસ્તામાં અને બપોરના ભોજનની વચ્ચે મિડ-ડે ભોજન તરીકે લઈ શકો છો.

લંચમાં આ વસ્તુ ખાઓ: તમે અથાણાં અથવા દહીં સાથે પરોઠા ખાઈ શકો છો. અથાણાં અને દહીં તમને પ્રોબાયોટિક્સ પ્રદાન કરશે. અજમો એક શક્તિશાળી મસાલા છે જે પાચનમાં સુધારો કરવા માટે જાણીતું છે. અજમાવાળા પરોઠા એ પેટ ભરવા માટે પૌષ્ટિક લંચ છે જે તમે ઘરે જાતે બનાવી શકો છો.

વહેલું રાત્રિભોજન કરો: તમે બધા ઘર પર છો અને આ ખરેખર તે સમય છે જ્યારે તમે પ્રારંભિક રાત્રિભોજન કરી શકો છો. રાત્રિભોજન માટે તમે ખીચડી અને હોમમેઇડ પાપડ ખાઈ શકો છો. ડિનર અને સૂવાના ટાઇમ વચ્ચે ઓછામાં ઓછું બે કલાકનું અંતર રાખવાનો પ્રયાસ કરો.

રાશિ ભવિષ્ય 29/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે

અક્ષયકુમારે PM CARES ફંડમાં રૂ. 25 કરોડ આપ્યા

મુંબઈઃ વડા પ્રધાને કોરોના સામે લડવા માટે PM CARES FUNDનો પ્રારંભ કર્યો અને લોકોને આમાં સહયોગ કરવાની અપીલ કરી. બોલિવુડ સુપરસ્ટાર અક્ષયકુમારે આમાં પહેલ કરતાં આ ફંડમાં રૂ. 25 કરોડનું માતબર દાન આપ્યું હતું. અક્ષયકુમારે જે ઉદારતાથી દાન કર્યું છે, એની વડા પ્રધાન મોદીએ પ્રશંસા કરી હતી. વડા પ્રધાન નદેન્દ્ર મોદીએ કોવિડ-19 સામે ઇમર્જન્સી અથવા સંકટગ્રસ્ત પરિસ્થિતિને પહોંચી વળવા માટે લોકોને રાહત આપવા માટે આ ફંડની રચના કરી હતી. આ ફંડની દેખરેખ વડા પ્રધાન, સંરક્ષણપ્રધાન ગૃહપ્રધાન અને નાણાપ્રધાન કરશે.

અક્ષયકુમારે ટ્વીટ કર્યું

તેમણે લખ્યું હતું કે આ એવો સમય છે કે જ્યારે માત્ર લોકોના જીવ બચાવવા પ્રાથમિકતા છે અને આપણે એ કામ કરવાનું છે. પછી ભલે એને માટે આપણે કંઈ પણ કરવું પડે. હું નરેન્દ્ર મોદીજીના PM CARES FUNDમાં મારી બચતમાંથી રૂ. 25 કરોડનું ફંડ આપું છું. આવો લોકોના જીવ બચાવીએ, જાન હૈ તો જહાન હૈ.

વડા પ્રધાને અક્ષયની પહેલને બિરદાવી

 

વડા પ્રદાન નરેન્દ્ર મોદીએ અક્ષયકકુમારની પહેલને બિરદાવી હતી અને અક્ષયના ટ્વીટને રિટ્વીટ કરતાં કહ્યું હતું કે શાનદાર પગલું અક્ષયકુમાર. આવો સ્વસ્થ ભારત માટે દાન કરવાનો સિલસિલો જારી રાખીએ.

કોરોના વાઇરસ સામેના જંગમાં અક્ષયકકુમાર સતત સહયોગ કરી રહ્યા છે. સોશિયલ મિડિયા દ્વારા તેઓ સતત લોકોને સેલ્ફ આઇસોલેશન અને ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે. અક્ષય પોતે સેલ્ફ આઇસોલેશનમાં છે અને તેમના ફોલોઅર્સથી સીધો સંવાદ કરીને એનું કડક પાલન કરવાની અપીલ કરી રહ્યા છે.

 

29 માર્ચથી જૂઓ આઈપીએલ, પણ આ રીતે…

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સતત સામે આવી રહેલા કેસોને જોતા ભારત સરકારે 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઘરની બહાર જવાની મંજૂરી નથી. કોરોનાના કારણે 29 માર્ચથી શરુ થવા જઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આઈપીએલની લાઈવ મેચ ભલે ફેન્સ 29 માર્ચથી નહી જોઈ શકે પરંતુ ક્રિકેટનો રોમાંચ રોકાશે નહી. આઈપીએલના ફેન્સે નિરાશ થવાની જરુર નથી કારણ કે 29 માર્ચથી જ ટૂર્નામેન્ટનું પ્રસારણ કરનારી ચેનલોએ દર્શકો માટે જૂના દર્શકો મમાટે જૂની રોમાંચક મેચોને બીજીવાર બતાવવાનો નિર્ણય કર્યો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચોનું પ્રસારણ કરનારી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સે ઘરે બેઠેલા ફેન્સને ધ્યાનમાં રાખતા 50 રોમાંચક મેચોની પસંદગી કરી છે. આ મેચોને 29 માર્ચથી બતાવવામાં આવશે. આમાં ધોનીના હેલિકોપ્ટર શોર્ટ વાળી વિરાટ કોહલીની કેપ્ટનશિપ વાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ રમાયેલી શાનદાર મેચ હશે. આ લિસ્ટમાં રોહિત શર્માની કેપ્ટનશિપમાં મળેલી રોમાંચક જીત વાળી મેચ પણ જોવા મળશે.

50 સૌથી રોમાંચક મુકાબલાઓની શરુઆત આઈપીએલની પહેલી મેચથી થશે કે જ્યાં કોલકત્તાની મેચ બેંગ્લોર સાથે થઈ હતી. આ મેચમાં બ્રેંડન મેક્કુલમે 73 બોલ પર ધમાકેદાર 153 રનની મેચ રમીને ટૂર્નામેન્ટમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો.

કોરોના સામે લડવા તાતા ગ્રુપ રૂ. 1,500 કરોડ આપશે

નવી દિલ્હીઃ તાતા ગ્રુપ કોરોના વાઇરસ સામે લડાઈ માટે રૂ. 1,500 કરોડ આપવાની જાહેરાત કરી છે. તાતા  ટ્રસ્ટસના ચેરમેન રતન તાતા રૂ. 500 કરોડ આપશે અને તાતા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરે રૂ. 1000 કરોડ આપવાની જાહેરાત કરી હતી. કંપની દ્વારા આ ફંડ સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે જરૂરી ઉપકરણો ખરીદવા, કોરોના કેસ વધવાને મામલે શ્વાસ સંબંધિત રોગની સામે ટેસ્ટિંગ કિટ ખરીદવા જેવાં કામો માટે આપવામાં આવશે. તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાએ કહ્યું હતું કે કોવિડ-19 સંકટને પહોંચી વળવા માટે તાત્કાલિક સ્તરે ઇમર્જન્સી રિસોર્સિસ તહેનાત કરવાની જરૂર છે.

તાતા ટ્રસ્ટના ચેરમેન રતન તાતાએ કહ્યું હતું કે અમે જરૂરી વેન્ટિલેટર્સ પણ લાવી રહ્યાં છીએ અને ભારતમાં ટૂંક સમયમાં તેના ઉત્પાદન માટે પણ સજ્જ બની રહ્યા છીએ. દેશ અભૂતપૂર્વ પરિસ્થિતિ અને કટોકટીનો સામનો કરી રહ્યો છે. તેની અસરને ઘટાડવા અને સમુદાયોની જીવન ગુણવત્તામાં સુધારો કરવા માટે આપણે બધાએ જે કંઈ પણ કરવું પડે એ કરીશું.

રતન તાતાએ ટ્વીટ કર્યું

રતન તાતાએ આ સંબંધે ટ્વીટ કરીને કહ્યું હતું કે કોવિડ-19 મુશ્કેલ પડકારોમાંનો એક છે, જેનો સામનો આપણે સૌએ મળીને કરવાનો છે. તાતા ટ્રસ્ટ અને તાતા ગ્રુપની કંપનીઓ ભૂતકાળમાં પણ દેશની જરૂરિયાત સામે ઊભી રહી છે. આ સમયે પણ બહુ મોટી જરૂરિયાત છે.

તાતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે અમે બધી જ સંસ્થાઓ અને દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ, જે આ રોગચાળા સમયે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. હાલમાં સરકારે કંપનીઓને પોતાની કોર્પોર્ટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) ફંડને કોવિનડ-19 રોગચાળાથી લડવામાં ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. સરકારના આ પગલાથી સ્થાનિક કંપનીઓને લાભ થવાની આશા છે. અન્ય કોર્પોરેટ ગ્રુપો આ સંકટ મસયે રાજ્યોની સાથે ઊભા છે. આ રોગચાળાને લીધે આર્થિક કામકાજ અટકી ગયાં છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

 

 

કોરોના સામે ઇમર્જન્સી ફંડઃ આ રીતે આપી શકો દાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને કોરોના વાઇરસની સામે સરકારની લડાઈમાં યોગદાન કરવા માટે નાગરિક સહાયતા અને રાહત માટે ઇમર્જન્સી ફંડની જાહેરાત કરી હતી. ઉદ્યોગપતિ રતન તાતાએ તાતા સન્સ તરફથી એમાં રૂ. 500 કરોડ આપવાની જાહેરાત કરી છે. IAS એસોસિયેશને આ ફંડમાં રૂ. 21 લાખનું યોગદાન આપ્યું છે. બધા સભ્યોએ એક દિવસનો પગાર આપ્યો છે. વડા પ્રધાને કહ્યું હતું કે તેમણે  ‘પ્રધાન મંત્રી નાગરિક સહાયતા અને આપાતકાલીન સ્શિતિ નિધિ’ ફંડની રચના કરી છે. તેઓ એક સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા માગે છે. જેથી એ ડિઝેસ્ટર મેનેજમેન્ટની ક્ષમતાઓને મજબૂત કરશે અને નાગરિકોની સુરક્ષાને પ્રોત્સાહિત કરશે. આવો આપણે ભારતને સ્વસ્થ બનાવીએ અને આપણી ભાવિ પેઢીઓ માટે વધુ સમૃદ્ધ બનાવવા માટે કોઈ કસર ના છોડીએ. વડા પ્રધાને ટ્વીટ કરીને આ વિશેની માહિતી આપી હતી જેમાં પૂરેપૂરી વિગતો છે. જે નીચે મુજબ છે.

લોકડાઉનમાં નવી ભાષા શીખવી છે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશભરમાં લોકડાઉન છે અને આ વાઇરસથી બચવા માટે લોકો ઘરની બહાર ના નીકળે એ જરૂરી છે. આ આ નવરાશના સમયમાં લોકો ઘણુંબધું શીખી પણ શકે છે. તમે ટીવી જુઓ, ઇનડોર ગેમ રમો, સોશિયલ મિડિયા કરો, આ ઉપરાંત તમે નેટ પરથી તમને ફિટ રાખવા માટેની કસરતો શીખી શકો છો. જોકે આ બધું કરીને તમે થાકી ગયા હો અને કંઈક રચનાત્મક શીખવા માગતા હો તો માનવ સંસાધન મંત્રાલયે લોકડાઉનના સમયગાળાનો લોકો લાભ ઉઠાવી શકે એ માટે એક યોજના લોન્ચ કરી છે. સરકાર પણ ઇચ્છે છે કે આ દિવસોમાં તમે કંઈક શીખો, જેથી સરકારે 21 પ્રાદેશિક ભાષા શીખવાડવા માટે એક યોજના તૈયાર કરી છે.

 

દેશમાં 19,500 ભાષાઓ

શું તમે જાણો છો આપણા દેશમાં કેટલી ભાષાઓ છે. ના જાણતા હો તો જાણી લો કે આપણા દેશમાં કુલ 19,500 ભાષાઓ છે. આપણી ગુજરાતીમાં તો કહેવત પણ છે કે બાર ગઉંએ બોલી બદલાય- એટલે કે દર 12 કિલોમીટરના અંતરે ભાષા બદલાઈ જાય છે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે. વળી આપણો દેશ વિવિધમાં એકતામાં માનનનારો દેશ તો છે, પણ અહીં જેટલી પંચરંગી લોકો છે એટલા બીજા કોઈ દેશમાં નથી. વળી, દરેક ભારતીય મહેનતુ તો છે અને રોજીરોટી માટે ગમે એ રાજ્ય અને દેશમાં જાય છે, પણ તેને મોટા ભાગે સ્થાનિક ભાષા સમજવામાં અને બોલવામાં તકલીફ પડે છે. જેથી સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનાથી લોકોને વધુ ભાષાઓ આવડે અને સમજવામાં મુશ્કેલી ના પડે.

કેવી રીતે આટલી ભાષાઓ શિખવાડાશે

હવે મોટો સવાલ એ છે કે સરકાર એકસાથે આટલા લોકોને ભાષાઓ વિશે કેવી રીતે માહિતી આપી શકે?  પણ આનો સરળ પ્રયોગ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત અથવા EBSB કાર્યક્રમ હેઠળ રોજ #ની સાથે ટ્વીટર હેન્ડલ પર એક વાક્ય પોસ્ટ કરવામાં આવશે. જેનો અનુવાદ 21 પ્રાદેશિક ભાષાઓમાં પણ જોવી મળશે. જે લોકો પ્રાદેશિક ભાષાઓ શીખખવા માગતા હોય તેઓ એ પ્રાદેશિક ભાષામં એ શબ્દ વાંચે અને લખી લે, જેથી એના વિશે  બધાને માલૂમ પડે. આમાં આસામી, બોડો, ડોગરી, ગુજરાતી, કન્નડ, કહિમિરિ, કોંકણી અનમે મલયાલમ સહિત અન્ય ભાષાઓ સામેલ કરવામાં આવી છે.

લોકો દ્વારા આ યોજનાની પ્રશંસા

માનવ સંસાધન મંત્રાલય દ્વારા અને આ યોજના વિશે સોશિયલ મિડિયામાં ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું ત્યાર બાદ લોકો આની પ્રશંસા કરવા લાગ્યા છે. લોકડાઉન પહેલા લોકો એ જ કહેતા હતા કે તેઓ આટલા દિવસ ઘરમાં કેવી રીતે રહી શકશે? તેઓ ઘેરબેઠા કંટાળી જશે. જેથી સરકારે આ 21 દિવસોમાં કંઈક નવું શીખવા માટે આ યોજના તૈયાર કરી છે.

કોરોના વાઇરસના 873 કેસ

સરકારે આ લોકડાઉન આપણા જીવ બચાવવા માટે કર્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જાન હૈ તો જહાન હૈ. કોરોના વાઇરસથી દુનિયાઆખી વ્યથિત છે. જોકે આપણી સાવચેતી માટે કરવામાં આવેલા લોકકડાઉનમાં ઘરે રહીએ અને સહકાર આપીએ. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ભરડામાં 873 લોકો આવી ચૂક્યા છે.  છે.

ગુજરાતમાં કોરોનાના 53 દર્દીઓઃ મૃત્યુઆંક 4 પર પહોંચ્યો

અમદાવાદ: અમદાવાદમાં કોરોના વાઈરસથી વધુ એક મહિલાનું મોત થતાં અમદાવાદમાં કોરોના વાયરસથી આ બીજુ મોત છે. મળતી માહિતી અનુસાર અમદાવાદની SVP હોસ્પિટલમાં 46 વર્ષીય મહિલાનું મોત થયુ છે. ગુજરાતમાં મોતનો આંકડો 4 પર પહોંચ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે.

કોરોના વાયરસની 46 વર્ષીય મહિલા દર્દીએ કોરોના વાઈરસના કારણે દમ તોડ્યો છે, તે 26મી માર્ચથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતી અને વેન્ટિલેટર પર રખાઈ હતી. તેને હાઈપરટેન્શન અને ડાયાબિટીસની પણ બીમારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોના વાયરસના વધુ 6 કેસ નોંધાયા છે. જેથી રાજ્યમાં કોરોનાના કુલ 53 દર્દી નોંધાયા છે. માહિતી પ્રમાણે મહેસાણામાં એક વ્યક્તિનો રિપોર્ટ કોરોના પોઝિટિવ છે પણ આ બાબતે તંત્રે મોટો ખુલાસો કર્યો છે.

 

જયંતી રવિએ ગઈ કાલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી હતી કે જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખશો, તેટલો જ ચેપ ઓછો લાગશે. ત્યારે ગુજરાત માટે હાલ તો હાશકારો થાય તેવા આ સમાચાર છે. હાલ ગુજરાત સરકાર દ્વાર કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે શક્યત તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ્યાં જ્યાં ટોળા ઉભરાય છે, તે સમસ્યા દૂર કરીને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં આવતા બચી શકે.

ગુજરાતના કેટલાક શહેરોમાં શાક માર્કેટ અને કરિયાણા માર્કેટ બંધ કરાવીને તંત્ર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ છે.