લોકડાઉનમાં નવી ભાષા શીખવી છે?

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે દેશભરમાં લોકડાઉન છે અને આ વાઇરસથી બચવા માટે લોકો ઘરની બહાર ના નીકળે એ જરૂરી છે. આ આ નવરાશના સમયમાં લોકો ઘણુંબધું શીખી પણ શકે છે. તમે ટીવી જુઓ, ઇનડોર ગેમ રમો, સોશિયલ મિડિયા કરો, આ ઉપરાંત તમે નેટ પરથી તમને ફિટ રાખવા માટેની કસરતો શીખી શકો છો. જોકે આ બધું કરીને તમે થાકી ગયા હો અને કંઈક રચનાત્મક શીખવા માગતા હો તો માનવ સંસાધન મંત્રાલયે લોકડાઉનના સમયગાળાનો લોકો લાભ ઉઠાવી શકે એ માટે એક યોજના લોન્ચ કરી છે. સરકાર પણ ઇચ્છે છે કે આ દિવસોમાં તમે કંઈક શીખો, જેથી સરકારે 21 પ્રાદેશિક ભાષા શીખવાડવા માટે એક યોજના તૈયાર કરી છે.

 

દેશમાં 19,500 ભાષાઓ

શું તમે જાણો છો આપણા દેશમાં કેટલી ભાષાઓ છે. ના જાણતા હો તો જાણી લો કે આપણા દેશમાં કુલ 19,500 ભાષાઓ છે. આપણી ગુજરાતીમાં તો કહેવત પણ છે કે બાર ગઉંએ બોલી બદલાય- એટલે કે દર 12 કિલોમીટરના અંતરે ભાષા બદલાઈ જાય છે અને પાણીનો સ્વાદ પણ બદલાય જાય છે. વળી આપણો દેશ વિવિધમાં એકતામાં માનનનારો દેશ તો છે, પણ અહીં જેટલી પંચરંગી લોકો છે એટલા બીજા કોઈ દેશમાં નથી. વળી, દરેક ભારતીય મહેનતુ તો છે અને રોજીરોટી માટે ગમે એ રાજ્ય અને દેશમાં જાય છે, પણ તેને મોટા ભાગે સ્થાનિક ભાષા સમજવામાં અને બોલવામાં તકલીફ પડે છે. જેથી સરકારે આ કાર્યક્રમ શરૂ કર્યો છે, જેનાથી લોકોને વધુ ભાષાઓ આવડે અને સમજવામાં મુશ્કેલી ના પડે.

કેવી રીતે આટલી ભાષાઓ શિખવાડાશે

હવે મોટો સવાલ એ છે કે સરકાર એકસાથે આટલા લોકોને ભાષાઓ વિશે કેવી રીતે માહિતી આપી શકે?  પણ આનો સરળ પ્રયોગ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત અથવા EBSB કાર્યક્રમ હેઠળ રોજ #ની સાથે ટ્વીટર હેન્ડલ પર એક વાક્ય પોસ્ટ કરવામાં આવશે. જેનો અનુવાદ 21 પ્રાદેશિક ભાષાઓમાં પણ જોવી મળશે. જે લોકો પ્રાદેશિક ભાષાઓ શીખખવા માગતા હોય તેઓ એ પ્રાદેશિક ભાષામં એ શબ્દ વાંચે અને લખી લે, જેથી એના વિશે  બધાને માલૂમ પડે. આમાં આસામી, બોડો, ડોગરી, ગુજરાતી, કન્નડ, કહિમિરિ, કોંકણી અનમે મલયાલમ સહિત અન્ય ભાષાઓ સામેલ કરવામાં આવી છે.

લોકો દ્વારા આ યોજનાની પ્રશંસા

માનવ સંસાધન મંત્રાલય દ્વારા અને આ યોજના વિશે સોશિયલ મિડિયામાં ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરવામાં આવ્યું ત્યાર બાદ લોકો આની પ્રશંસા કરવા લાગ્યા છે. લોકડાઉન પહેલા લોકો એ જ કહેતા હતા કે તેઓ આટલા દિવસ ઘરમાં કેવી રીતે રહી શકશે? તેઓ ઘેરબેઠા કંટાળી જશે. જેથી સરકારે આ 21 દિવસોમાં કંઈક નવું શીખવા માટે આ યોજના તૈયાર કરી છે.

કોરોના વાઇરસના 873 કેસ

સરકારે આ લોકડાઉન આપણા જીવ બચાવવા માટે કર્યું છે. વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે જાન હૈ તો જહાન હૈ. કોરોના વાઇરસથી દુનિયાઆખી વ્યથિત છે. જોકે આપણી સાવચેતી માટે કરવામાં આવેલા લોકકડાઉનમાં ઘરે રહીએ અને સહકાર આપીએ. દેશમાં અત્યાર સુધી કોરોના વાઇરસના ભરડામાં 873 લોકો આવી ચૂક્યા છે.  છે.