વિશાખાપટ્ટનમ: કોરોના વાઈરસ સામે દેશ જંગ લડી રહ્યો છે તો કેટલાક એવા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે જે આપણે ખરેખર વિચારવા પર મજબૂર કરી દે છે. કેટલાક એવા અધિકારીઓ છે જે તેમના ઘર પરિવારને છોડીને સમાજની ચિંતા કરી રહ્યા છે. આ સંકટકાળમાં પોલીસ, ડોક્ટર્સ અને અધિકારીઓના માનવીય ચેહરા લોકોને બચાવવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે.
આવા જ એક મહિલા અધિકારી છે શ્રૃજન ગુમ્માલા.
વાત જાણે એમ છે કે, શ્રૃજન આંધ્રપ્રદેશના ગ્રેટર વિશાખાપટ્ટનમમાં મ્યુનિસિપલ કમિશનર છે. તેમને છ મહિનાની મેટરનિટી લીવ મળી હતી પરંતુ તેમણે રજા લેવાનો ઈનકાર કર્યો. માત્ર 22 દિવસના બાળકને સાથે રાખીને ફરજ પર પરત હાજર થયા છે.
શ્રૃજન જણાવે છે કે, તેઓ મેટરનિટી લીવ પર હતા પરંતુ તેમનું ચિત્ત ચોટતું નહોતું. તેઓ એક જવાબદાર અધિકારી તરીકે ઘરમાં બેસી શકતા નહોતા. તેમણે માતૃત્વની સાથે સમાજ પ્રત્યેની પોતાની ફરજને પણ સન્માન આપ્યું. શ્રૃજને જણાવ્યું કે, તેમણે પોતાની રજાઓ રદ્દ કરી દીધી અને ફરીથી કામ પર જોડાઈ ગયા. તેઓ પોતોના 22 દિવસના બાળકને ઘરે નહોતા રાખી શકતા એટલે તકેદારીના તમામ પગલા સાથે ઓફિસ પહોંચ્યા હતા.
કામની સાથે બાળકનું પણ રાખે છે ધ્યાન
બાળકને ખોળામાં રાખીને તેઓ ઓફિસમાં કામ કરે છે. તેઓ અધિકારી તરીકે ભલે કઠોર હોય પરંતુ એક મા તરીકે અત્યંત સંવેદનશીલ છે. તેમણે જણાવ્યું કે, આ ઈમર્જન્સી સમયમાં લોકોને સ્વચ્છ પાણી અને આસપાસ સ્વચ્છતા જળવાઈ રહે તે જરૂરી છે.
શ્રૃજને જણાવ્યું કે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી દિવસરાત મહેનત કરતા હોય તો આપણે પણ યોગદાન આપવું જોઈએ. તેમની ફરજ પૂરી કરવામાં પરિવાર પણ યોગદાન આપી રહ્યો છે. શ્રૃજને જણાવ્યું કે, સૌના આગ્રહને વશ થઈને હું બાળકને ઘરે મૂકીને આવી છું. મેં નિર્ણય કર્યો છે કે હું દર ચાર કલાકે ઘરે જઈને બાળકને ફીડિંગ કરાવી આવીશ. આજકાલ શ્રૃજનના પતિ પણ બાળકની સારસંભાળમાં જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, કોવિડ-19ના પગલે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એવામાં લોકડાઉન દરમિયાન અમુક મુખ્ય વિભાગો 24 કલાક કાર્યરત છે જેમાંથી એક મ્યુનિસિપલ કોર્પોરેશન પણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રૃજને ગયા મહિને બાળકને જન્મ આપ્યો છે. તેઓ 6 મહિનાની મેટરનિટી લીવ પર હતા.
અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશના કૃષિ ક્ષેત્રની માઠી દશા ચાલી રહી છે. ક્યાંક અનિયમિત વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ. અધૂરામાં પૂરું કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉને પડતા પર પાટુ માર્યું છે. અનેક રાજ્યોમાં પાક તૈયાર થઈ ચૂક્યાં છે, પણ લણણી કઈ રીતે કરવી? ખરીદદારો અને મજૂરો સ્થળાંતર કરી ગયા હોવાથી ખેતરોમાં ઊભા પાક બગડી રહ્યા છે.
ઉત્તર પ્રદેશ
રાજ્યમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં પડેલા અનિયમિત વરસાદ અને વાવાઝોડાને લીધે ખેડૂતોને ભારે નાણાકીય નુકસાન થયું હતું. આ ઉપરાંત લોકડાઉનને આ નુકસાનમાં ઓર વધારો થયો છે. ખેડૂતોમાં ભવિષ્ય અનિશ્ચિત થઈ ગયું છે, કેમ કે ખેતરોમાં રવી પાક તૈયાર છે, પણ લણણી કરવા માટે મજૂરો નથી. પશ્ચિમ યુપીમાં શેરડી ઉગાડતા લાખ્ખો ખેડૂતો પણ ખેતરોમાં લોકડાઉનને લીધે જઈ નથી શકતા.
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હસ્તક્ષેપ કર્યો
આવા મુશ્કેલીના સમયે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ સમાચાર પહોંચતાં તેમણે વ્યક્તિગત હસ્તક્ષેપ કર્યો હતો, જેથી સમુદાયને મોટી રાહત મળી. ખેતરોમાં લણણી શરૂ થઈ હતી અને એ જોરશોરથી ચાલી રહી છે. ખેડૂતો અને કૃષિ મજૂરોને ખેતરોમાં કામ કરવાની છૂટ આપવાની મંજૂરી માગી હતી, જે કેન્દ્રએ મંજૂર રાખી હતી. રાજ્યમાં અઢી કરોડ ખેડૂતો અને ત્રણ કરોડથી વધુ કૃષિ મજૂરો છે. રાજય અનાજ, દૂધ અને શાકભાજીનો સૌથી મોટો ઉત્પાદક છે.
તામિલનાડુ
આ વર્ષે ખેડૂતોને સારો નફો થવાની અપેક્ષા હતી, પરંતુ લોકડાઉનથી તેમની આજીવિકાને મોટો ફટકો પડ્યો છે. કપાસ, ડુંગળી, કેળાં, ફૂલો અને અન્ય રોકડિયા પાકની ખેતી કરતા ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે, જ્યારે ડાંગરના ખેડૂતો પર લોકડાઉનની અસરથી થોડીક ઓછી થઈ છે.
કેળાં અને ફૂલોના ખેડૂતોને સમયસર વેચાણની જરૂર હોય છે, પણ હાલ તેમને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. આમાં ફૂલો તો જલદીથી કરમાઈ જાય છે, જેથી એ નુકસાન તો થાય છે. રાજ્યમાં કેળાં વાર્ષિક પાક છે. ઘણાં સ્થળોએ, કેળાંના છોડ હવે લણણીના તબક્કે પહોંચી ગયા છે, પણ લોકડાઉનને પગલે બધું ઠપ છે. પરંતુ કેળાંના મોટા ભાગનો પાક પડોશી રાજ્ય કેરળમાં વેચવા માટે જતો હોય છે, પણ વાહનવ્યવહાર પર પ્રતિબંધને કારણે અને કેળાંના છોડ પરથી ખેડૂતોને કેળાં ઉતારવા માટે પણ મુશ્કેલીઓ પડી રહી છે. તિરુચી જિલ્લામાં 15,000 એકર જમીનમાં કેળાંની પાક લેવામાં આવે છે. એક ખેડૂતના જણાવ્યા મુજબ સરકાર પાસેથી મંજૂરી આપવામાં મોડું થતાં ઓછામાં ઓછા 20 ટકા કેળાંના બંચીસ બગડી ગયા હતા.
કેરળ
આ લોકડાઉને કેરળના ખેડૂતો માટે ડાંગરની લણણી અને નાશવંત (ફૂલો અને શાકભાજી) માલના ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે. રાજ્ય સરકારે મોડેથી હસ્તક્ષેપ કર્યો, જેથી શાકભાજી અને ડાંગરની ખરીદી શરૂ કરી. જોકે ખરીદી અને ઉત્પાદન વચ્ચેના ગેપે ખેડૂતોને ભારે અસર કરી છે. દાખલા તરીકે વાઝકુલ્લમમાં પાઇનેપલનું સરેરાશ દૈનિક ઉત્પાદન 1200 ટન છે, એની સાથે દૈનિક ખરીદી 20 ટન છે. લોકડાઉનને પગલે બાકીનો જથ્થો માર્કેટમાં પહોંચાડી ના શકાતાં ખરાબ થઈ રહ્યો છે.
મહારાષ્ટ્ર
કૃષિ પેદાશોના માલભરાવાને લીધે એની કિંમતોમાં ભારે ઘટાડો થયો છે. ખેડૂતો પાસે તેમની ઉપજને સ્થાનિકમાં છૂટક વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી રાજ્યમાં દ્રાક્ષ અને શાકભાજી ઉગાડતા ખેડૂતો તેમના તૈયાર થઈને બગડેલાં ઉત્પાદનોને ફેંકી રહ્યા છે. બીજી બાજુ આંતર આંતરરાષ્ટ્રીય કપાસના ભાવમાં ઘટાડો થતાં સ્થાનિક બજારમાં પણ ભાવો ઘટી ગયા છે. જેથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર લોકડાઉન ખોલે તો ખેડૂતો માટે આશા છે. લોકડાઉનને કારણે રાજ્યમાં નાશવંત ઊપજ અને બિનખાદ્ય પેદાશોમાં રૂ .20,000 કરોડનું નુકસાન થયું હોવાનું અનુમાન છે.
મધ્ય પ્રદેશ
રાજયમાં ત્રણ અઠવાડિયાથી વધુ સમયથી લોકડાઉનને લીધે ઘઉં અને શાકભાજીના ખેડૂતો સંકટમાં મુકાયા છે. ખેતરોમાં ઘઉં તૈયાર છે પણ પાકની લણણી કરવામાં મુશ્કેલી પડી રહી છે, અને શાકભાજીના ખેડૂતો મંડીઓ બંધ થવાને કારણે તેમનાં શાકભાજીનાં વેચાણ માટે ગ્રાહકો નથી મળી રહ્યા.
છત્તીસગઢ
રાજ્યમાં શાકભાજી ઉગાડતા ખેડૂતોને મજૂરો નહીં મળવાને કારણે અને ટ્રાન્સપોર્ટ સુવિધા સમયસર નહીં મળતાં માલ ભરાવાની સ્થિતિનો સામનો કરી રહ્યા છે, જેથી શાકભાજી અને ફળફળાદિની કિંમતો 20 ટકા ઘટી ગઈ છે.
પશ્ચિમ બંગાળ
રાજ્યના અનિયમિત ચોમાસાને લીધે તો કૃષિ ક્ષેત્ર પર પ્રતિકૂળ અસર પડી જ છે. એમાં કોવિડ-19ને પગલે લોકડાઉનને લીધે ખેડૂતોને બીજો માર પડશે. ખેડૂતો તેમના ઊભા પાકને લઈને ચિંતિત છે. ઘઉં, સરસવ અને કઠોળ ઉગાડતા ખેડૂતોને હવે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મોટા ભાગના મજૂરો લોકડાઉનને લીધે ઘરે પરત ફર્યા છે. મજૂરોની ઉપલબ્ધિ ન હોવાને કારણે બટાકાના કોલ્ડ સ્ટોરેજોમાં જમા છે, પણ ટ્રક ડ્રાઇવરો હજી એ લઈ જતા ડરી રહ્યા છે. ખરીફ સીઝનમાં રાજ્યના 70 ટકા ચોખા તૈયાર છે, પણ લોકડાઉનને કારણે લણણી નહીં થવાને પગલે પાકના ઉત્પાદનને અસર થવાની શક્યતા છે.
આંધ્ર પ્રદેશ
રાજ્યમાં અનંતપુર અને કડપા જેવા દુષ્કાળગ્રસ્ત જિલ્લાના ખેડૂતોને હવે તેમની પેદાશો વેચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. લોકડાઉનને પગલે બધાં માર્કેટો બંધ છે ત્યારે હોર્ટિકલ્ચર ખેડૂતોને ઓછું નુકસાન થાય એટલા માટે રાજ્ય સરકાર 80,000 મેટ્રિકક ટન ખરીદી કરી છે અને આગળ પણ સરકાર ખરીદી ચાલુ રાખશે. રાજ્યમાં 59 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થવાની ધારણા છે. અત્યાર સુધીમાં અગ્રણી અનાજની 47 ટકા લણણી થઈ શકી છે.
ઓરિસ્સા
રાજ્યમાં લોકડાઉનને પગલે ખેડૂતો અને ખેતપેદાશોની લાવવા-લઈ જવાની કામગીરીમાં વિક્ષેપ પડ્યો છે, જેથી ગ્રામીણ અર્થતંત્ર પર ભારે માર પડ્યો છે. શાકભાજી અને કઠોળ અને તેલીબિયાં જેવા રોકડિયા તૈયાર પાકને બજારમાં ઓછામાં ઓછા ગમે એ ભાવે વેચવા માટે સરકારની મદદ માગી રહ્યા છે. અમુક જિલ્લાઓમાં ખેડૂતો શાકભાજી સડવાને કારણે ભારે નુકસાન વેઠી રહ્યા છે. ભુવનેશ્વરમાં રીંગણના બમ્પર ઉત્પાદનને પગલે એના ભાવમાં 50 ટકાનો ઘટાડો થયો છે. જોકે આ ભાવઘટાડો માલભરાવાને લીધે પણ થયો છે.રાજ્યમાં દરરોજ એક કે બે ક્વિન્ટલ કોળાનો બગાડ થઈ રહ્યો છે, કેમ કે કોળાનો માલ અન્ય રાજ્યોમાં પહોંચાડી શકાતો નથી એટલે રોજ બગાડ થાય છે.
રાજસ્થાન
લોકડાઉનથી રાજસ્થાનના ખેડૂતોની સમસ્યાઓમાં વધારો થયો છે. મજૂરીના અભાવથી લણણી પ્રક્રિયા પર અસર પ્રતિકૂળ થઈ છે. આ ઉપરાંત, બજારમાં પાકને મોકલવા અને વેચાણ કરવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. કારણ કે કુલ 247 અનાજ બજારમાંથી માંડ 125 મુખ્ય અનાજ બજારો કાર્યરત છે. આ સાથે ખેડૂતો કોરોના ચેપથી ડરતા હોવાને લીધે પણ જતા ડરી રહ્યા છે. રાજ્ય સરકારે ખેડુતોને મદદ કરવા કેટલાક પગલા ભર્યા છે.
ઘઉં, સરસવ અને જવ જેવા રવી પાક લણણી માટે તૈયાર છે. લોકડાઉનને કારણે યુપી અને બિહારના ઘણા પરપ્રાંતીય કામદારો રાજ્ય છોડી ગયા છે, તેથી લણણીમાં વિલંબ થઈ રહ્યો છે. બીજી બાજુ જે ખેડૂતોએ ઘઉંની લણણી શરૂ કરી દીધી હતી, પરંતુ બજારો ખુલ્લાં ન હોવાથી ગોડાઉનની સમસ્યા ઊભી થઈ રહી છે. જો ખુલ્લામાં રાખીને વેચાણ કરવામાં આવે તો ખરીદદારો યોગ્ય ભાવ આપી નથી રહ્યા નથી. રાજ્યમાં 1.02 લાખ ટન ઘઉં અને 32 લાખ ટન સરસવ અને 18 લાખ ટન જવ બમ્પર પાક થયો છે, પણ…
ઉત્તરાખંડ
રાજ્યમાં લોકડાઉનને લીધે ખેડૂતોને નુકસાન ખમવું પડી રહ્યું છે, કારણ કે તેઓ લોકડાઉન પૂર્વે ઉપલબ્ધ બજારોમાં તેમનું ઉત્પાદન વેચવામાં અસમર્થ છે. તેમની મોટા ભાગની પેદાશો- ખાસ કરીને જેમાં ફળો અને શાકભાજી જેવા એક અઠવાડિયાના સમયની અંદર બગડી જાય છે. ઘઉં, સરસવ અને શાકભાજી, ટામેટાં, કેપ્સિકમ અને ડુંગળી જેવા પાક પર વિપરીત અસર થઈ છે. નૈનિતાલ જિલ્લાના એક ખેડૂતે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના અભાવે શાકભાજીનો 70 ટકા બગાડ થઈ રહ્યો છે
પંજાબ
રાજ્ય સરકારે 13 એપ્રિલથી 135 લાખ ટન ઘઉંની ખરીદી શરૂ કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ સમસ્યા મજૂર અને જગ્યાના અભાવની છે. વેજીટેબલ ગ્રોવર્સ એસોસિએશન ઇન્ડિયાએ કહ્યું હતું કે લોકોએ લીલાં મરચાં, કાકડી, કેપ્સિકમ, કોબી, ડુંગળી ઉગાડ્યા છે, તેમને મોટા નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે શાકભાજી બજારોમાં તેમનું ઉત્પાદન કાપવામાં આવ્યું છે. જથ્થાબંધ ખરીદદારો (હોટલ, રેસ્ટોરાં અને કેટરર્સ) ઘણાં મથકો બંધ હોવાથી પેદાશોની ખરીદી કરી રહ્યા નથી. ફક્ત છૂટક વિક્રેતાઓ અથવા ફેરિયા જ ઉત્પાદનની ખરીદી કરી રહ્યા છે, જે કુલના માત્ર 20 ટકા છે.
નવી દિલ્હીઃ કોરોના વાઈરસ મહાબીમારીનો પ્રકોપ હજી પણ દેશભરમાં યથાવત્ છે. કેન્દ્ર સરકાર દ્વારા દર્શાવેલા આંકડા અનુસાર દેશમાં 13 એપ્રિલે સવારે 8 વાગ્યા સુધીના સમયમાં આ રોગને કારણે 308 જણના મરણ થયા છે.
કુલ કેસોની સંખ્યા 9 હજારને પાર ગઈ છે. અત્યાર સુધીમાં 9,152 કેસો નોંધાયા છે અને 856 જણ સાજા થઈ ચૂક્યા છે.
દેશના 26 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો કોરોનાનાં ચેપનો શિકાર બન્યા છે.
ગઈ કાલે રવિવારે દેશભરમાં કોરોનાનાં નવા 753 કેસો નોંધાયા હતા. આમાંના 221 કેસ મહારાષ્ટ્રમાં, 106 તામિલનાડુમાં, 104 રાજસ્થાનમાં અને 33 મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા.
ગુજરાતમાં નવા 48 દર્દીઓ નોંધાયા હતા. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી પ્રાપ્ત થયા છે.
મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 22 જણનાં મોત
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 1982 જણને કોરોના વાઈરસનો ચેપ લાગી ચૂક્યો છે. આમાંના 113 જણ મુંબઈના છે. 7 જણ મુંબઈની પડોશના મીરા-ભાયંદર વિસ્તારમાં, નવી મુંબઈ, થાણે અને વસઈ-વિરારમાં 2-2 નવા દર્દીને કોરોનના થયાનો અહેવાલ છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના બીમારીને કારણે 22 જણના મોત થયા. આમાં, 16 જણ મુંબઈના હતા, 3 પુણે, બે જણ નવી મુંબઈના અને એક જણ સોલાપુરનો હતો.
મૃતકોમાં 13 પુરુષો અને 9 મહિલાનો સમાવેશ થાય છે. એમાંના 6 જણની વય 60થી વધારે હતી જ્યારે 15 મૃતકોની વય 40-60ની વચ્ચે હતી. એક જણની ઉંમર 40 કરતાં ઓછી હતી. 22 દર્દીઓમાંના 20 જણને ડાયાબિટીસ, હાઈપરટેન્શન, અસ્થમા અને હૃદયની બીમારી હતી. આ સાથે મહારાષ્ટ્રમાં મરણાંક વધીને 149 થયો છે.
દેશમાં કોરોના રસીનું કામ ચાલી રહ્યું છે
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ, દેશભરમાં 40 જેટલી કોરોના વાઈરસ પ્રતિબંધક રસી બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
પરંતુ સંસ્થાનું કહેવું છે કે, હાલ સમસ્યા એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટેની દવાઓ ઉપલબ્ધ નથી.
કોરોનાના ચેપગ્રસ્તોમાંના 20 ટકા કેસોને જ આઈસીયૂમાં રાખવાની જરૂર પડી છે. બાકીના 80 ટકા કેસોમાં ચેપ મામુલી હોવાનું માલુમ પડ્યું છે.
રવિવારે આશરે બે લાખ જેટલા તબીબી નમૂનાની કોરોના માટે ચકાસણી કરવામાં આવી હતી.
રવિવાર, 12 એપ્રિલે રાતે 9 વાગ્યા સુધીમાં દેશભરમાં કુલ 1 લાખ 95 હજાર 748 સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી ચૂકી હતી.
દેશભરમાં તબીબી વ્યવસાયના આશરે 90 જણને કોરોના પોઝિટીવ થયાનું માલૂમ પડ્યું છે. આમાં ડોક્ટરો, નર્સ અને પેરા-મેડિકલ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે.
આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.
આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે
આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવુ.
આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.
આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.
આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે
આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.
આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.
આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.
આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.
આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.
આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.
સપ્તાહ દરમિયાન તમને કામકાજમાં ધ્યાન ઓછુ અને અન્ય પ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે, કામકાજ દરમિયાન નકારાત્મક વિચારો આવાના કારણે તમને તમારા કામમાં રૂચી ઓછી જળવાય તેમજ કામ પરણે કર્તા હોય તેવી લાગણી મનમાંને મનમાં રહ્યા કરે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર ર્વર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે. ખરીદી કરવા પાછળ તેમજ સામાજિક પ્રવૃત્તિના કારણે નાણા અને સમય નો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સંભાળવા મળી શકે છે, આરામ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે.
તમારા મનમાં રહેલી કોઈ વાત જાણે અજાણે ક્યાય રજુ કરવાની તક મળી જાય, લગ્ન બાબત કોઈ જગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમાં પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલન મુલાકાત દરમિયાન તમે ઉત્સાહ સારો અનુભવો, અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થીવર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીન જાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનું માન જળવાય અને તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે જેમાં તમે ખુશીની લાગણી અનુભવો. બજાર ના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવું પણ સંભવિત છે.
આ સપ્તાહ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાંને મનમાં અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમાં ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમાં નાનીનાની બાબતમાં ઉશ્કેરાઈ જવાય, ઘરમાં કે ઓફીસમાં તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થવાની સમભાવના છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે. તમારા કામકાજમાં અન્યનો સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામાં થોડા ઉદાસીન બનો. બજારના કામકાજ માં તમારામાં કામકાજ કરવામાં થોડી દ્વિધા અનુભવો અને તેની અસર તમારા કામકાજમાં થઇ શકે છે.
તમારી નજીકની વ્યક્તિ જેવીકે ઘરની પાસે રેહતી હોયકે ઓફીસમાં તમારી પાસે કામકાજ કરતી હોય તેવી વ્યક્તિ સાથે કંઇક તમને ગમતી વાતકે જાણકારીની વાત અચાનક સંભાળવા મળી જાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. ઘરકે કુટુંબમાં ભાઈ બહેન સાથે કોઈ કામકાજમાં સાથ સહકાર સારો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની સારી લાગણીરૂપી મદદ કે સારું માર્ગદર્શન પણ મળી શકે છે , તારી પસંદગીનું પાત્ર સામેથી કોઈ બાબતે વાર્તાલાપ કરે અને તમે પરોક્ષ રીતે તમારા મનની વાત કહી શકો, બજારના કામકાજ સારી વાત બની શકે છે.
આ સપ્તાહ દરમિયાન ધીરજ રાખવી જરૂરી છે, ક્ષણિક આવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમાં તમને કોઈ મોટી સમસ્યા થાય તેવું જણાતું નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમાર કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી સંભવિત બની શકે છે તેમાં તમે કંટાળા ની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈ જગ્યા એ વાતચીત દરમિયાન તકેદારી કે ચોખવટ જેવી બાબત નું ધ્યાન રાખવું સારું. બજારના કોઈ પણ પ્રકારના કામકાજમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
તમારી મનની વાત તમાર હોઠ પર આવી જાય અને વાતનો પ્રતિભાવ પણ ચેહરા પર સ્પષ્ટ દેખાઈ આવે, આનંદ, ઉત્સાહ, મસ્તી જેવા પરિબળો વચ્ચે તમે હોવ પણ ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપ કે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડીગણી સારી રીતે પડી શકે છે. તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમ થોડું સજાગ રહેવું જેથી ક્યાય ગેરસમજના વર્તાય. બજારના કામકાજમાં તમે થોડી અપેક્ષ વધુ રાખો પણ તેમાં કેટલા ખરા ઉતારો તે બાબત તમારા ઉપરજ રહેલી છે.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમાં વ્યસ્ત વધુ રહો, સામાજિક કે ધાર્મિક કાર્યક્રમમાં તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમાં તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીન કામકાજ થાય તેવી પણ સભાવના રહેલી છે. અણધાર્યા નાણાકીય ખર્ચ થાય તેવું પણ બની શકે છે, તમે કોઈના કામકાજમાં સારી રીતે સહભાગી બની શકે છે અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જુની વાતકે કામ ક્યાય અટકેલું હોય તેમાં પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમાં કામકાજ દરમિયાન ધીરજ અને ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારી અપેક્ષા તમારામાં રહેલી ધીરજની થોડી પરીક્ષા કરાવે માટે તમારી આશાને સફળતા દેખાવાની સમભાવના તો રહેલી છે પણ તેમાં તમારી થોડી મેહનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત છે. મિત્રો કે સગા સ્નેહી સાથે મિલન મુલાકાતમાં તમે ખુશીની લગાણીની સાથે થોડીક માનસિક થાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુના કોઈ અટકેલા કામકાજમાં મેહનત કરોતો તેમાં પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થ બાબત થોડી કાળજી રાખવી તેમાં પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમાં ચાલતી હોય, બજારમાં નાનું અને આયોજન પૂર્વકનુજ કામ કરવું સારું.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમાં થોડું અધીરાપણું વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમાં તમને કોઈનો સાથ સહકાર પણ સારો મળી શકે છે જેમાં તમને તમાર કામના અધીરપણ નું ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાં કે ઓફીસમાં તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહાર કુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમાં લાવીદો. બજારના કામકાજમાં તમને નિર્ણયશક્તિ નો અભાવ વર્તાય અને તેની અસર તમાર કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરી પુર્વાક્જ કામ કરવું જોઈએ.
તમારામાં કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમાં પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયું હોય તેવા લોકો તરફથી પણ સારો આદર કે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમાં પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સંભાળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવું પણ બની શકે છે, બજારના કામકાજમાં તમાર અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાની નાની વાતમાં ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવું તે મુજબનું વર્તન તમારામાં જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીય કે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ સંભવિત બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગા સ્નેહી સાથેની વાર્તાલાપમાં તમને ગમતી કોઇ વાત સંભાળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વાતું ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમાં પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેર પ્રસંગમાં તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમાં અન્યનો સારો સાથ સહકાર મળી શકે છે, તમારા ધરેલા કામમાં તમે ગણતરી અને મેહનત કરોતો સારું ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તો વાર્તાલાપ અને મિલન મુલાકાતમાં તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવું કે ઈર્ષાળુ કોઈ ખટપટના કરી જાય, યાત્રા પ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્ર વર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમાં તમને સારું કરવાની લાગણી જન્મી શકે છે આયોજન પૂર્વક કામ કરોતો લાભ સંભવિત બની શકે છે.
લંડનઃ કોરોના વાઇરસની સારવાર લીધા પછી બ્રિટિશના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાના જણાવ્યા મુજબ કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાના એક સપ્તાહ પછી બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલાં બોરિસ જ્હોન્સનને તેમનો જાન બચાવવા માટે નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના ડોક્ટરો અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.
પોતાનાઆરોગ્યમાં સુધારો થયા પછી જ્હોન્સનને ગઈ કાલે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના ICUમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પહેલા જાહેર નિવેદનમાં કહ્યું હતું કે જીવ બચાવવા માટે હું તમારો આભારી છું.
જ્હોન્સન ક્યારે કામ પર પાછા ફરશેના સવાલના જવાબમાં બ્રિટિશ ગૃહપ્રધાન પ્રીતિ પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં હજી કેટલોક સમય લાગશે.
ઈસ્ટરની શુભકામનાઓ આપી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ઇસ્ટરનો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને ઇસ્ટરની શુભ કામનાઓ આપી હતી અને લોકોને તેમના જીવ બચાવવા માટે ઘરોમાં રહેવાનો આગ્રહ કર્યો હતો.
બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે 917 લોકોનાં થયાં છે, જેથી મૃતકોની કુલ સંખ્યા 9,875 સુધી પહોંચી ગયો છે. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના આંકડા અનુસાર દેશમાં આશરે 80,000 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.
અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રમિક અન્નપૂર્ણા યોજના અત્યારે ખરા સમયે ઠપ્પ પડી ગઈ હોવાથી સરકાર ટીકાઓનો ભોગ બની છે. ચૂંટણી અને સામાન્ય સમય દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચો કરી જે યોજનાઓનો પ્રચાર કરવામાં આવે છે એ જ યોજનાઓ જરૂરતના સમયે પાટા પરથી ખરી પડેલી ટ્રેનની જેમ ખરી પડી હોય તે કેવા દુર્ભાગ્ય? આવું જ ગુજરાત સરકારની શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું થયું છે.
રાજ્યના વિરોધ પક્ષ કોંગ્રેસે સરકારને આ વિશે કડકાઈથી સવાલ કર્યો છે કે શ્રમિક અન્નપૂર્ણા યોજના અત્યારે કેમ બંધ છે?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે કહ્યું કે, ગુજરાત સરકાર ચૂંટણી વખતે પ્રજાને છેતરવાના કઈ ને કઈ ગતકડાં કરતી હોય છે તેવી જ રીતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો ધૂમ પ્રચાર કર્યો હતો. હવે અત્યારે જ્યારે લૉકડાઉન જાહેર કર્યું અને શ્રમિકો રસ્તાઓ પર પગપાળા ભૂખ્યાને તરસ્યા ગયા વતન પરત ફરી રહ્યા છે છતાં રાજ્યમાં ક્યાંય આ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો કામચલાઉ ટેન્ટ કે સ્ટોલ દેખાયા નહીં.
આ યોજના હેઠળ રાજ્યના શ્રમિક વર્ગ એટલે કે છૂટક મજૂરી ને રોજિંદા પગાર પર કામ કરી જીવન જીવતા શ્રમિકોને વિવિધ સ્ટોલ્સ દ્વારા ખાવાનું આપવામાં આવે છે. સામાન્ય દિવસોમાં પણ આવા શ્રમિક વર્ગ માટેના ભોજન સ્ટોલ્સ જોવા મળે છે. અત્યારે કટોકટીના સમયે જ્યારે શ્રમિકો પાસે કામ પણ નથી ને દેશભરમાં લોકડાઉન હોવાથી હરફર પણ શક્ય નથી ત્યારે શ્રમિકાની સેવા માટેના એવા કોઈ સરકારી સ્ટોલ્સ દેખાતા નથી એ આશ્ચર્યની વાત છે.
અગાઉ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો ધૂમ પ્રચાર થયો હતો પણ લૉકડાઉન જાહેર થયા પછી હજારો શ્રમિકો રસ્તાઓ પર ચાલી સેંકડો કિમી પગપાળા ચાલતા થયા હતા. ભૂખ્યા-તરસ્યા ચાલતા આ વર્ગ માટે જો શ્રમિક અન્નપૂર્ણા યોજના કામ ન આવી હોય તો એ શા કામની? અને અત્યારે પણ ક્યાંય આ યોજના હેઠળના કામચલાઉ ટેન્ટ કે સ્ટોલ દેખાતા નથી એ પણ આશ્ચર્ય!
અમદાવાદઃ કોરોના વાયરસ સામે લડવા માટે તમામ જરૂરી કડક પગલાં લેનાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આજે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જાહેરાત કરી છે કે આવતીકાલ સવાર 6 વાગ્યાથી તમામ વ્યક્તિઓ માટે જાહેર જગ્યા પર માસ્ક ફરજિયાત કરી દેવામાં આવ્યા છે. જો વ્યક્તિ માસ્ક નહીં પહેરે તો તેને 5000 રૂપિયા દંડ થઈ શકે છે અને દંડ ન ભરવાની સ્થિતિમાં ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. અમદાવાદ બાદ બાદ હવે રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે. જો માસ્ક નહીં પહેર્યું હોય તો પાંચ હજાર રૂપિયાનો દંડ થશે. રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજકોટમાં પણ માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. પહેલીવાર માસ્ક વગર પકડાશે તો 1 હજારનો દંડ અને બીજી વગર પકડાશે તે વ્યક્તિને 5 હજારનો દંડ ફટકારવામાં આવશે. રાજકોટમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર નહીં નીકળે, મોઢુ અને નાક ઢાંકવું ફરજીયાત છે. તમામ લોકો સખ્ત અમલ કરે. જરૂર પડ્યે ગુનો પણ નોંધાશે. શાકભાજીવાળા અને તમામ ધંધાર્થીઓને માસ્ક પહેરવા ફરજીયાત છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં આજે નવા 25 કેસ સામે આવ્યા છે. જેમાંથી 23 કેસ તો માત્ર અમદાવાદમાં નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ગુજરાતમાં 493 પર પહોંચી ગઈ છે. વધુ એક વ્યક્તિનું મોત પણ થયું છે. તો અમદાવાદમાં કોરોના વાયરસના પીડિતોની સંખ્યા 266 પર પહોંચી ગઈ છે.
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં અત્યાર સુધી 266 કેસો નોંધાઈ ચુક્યા છે. જ્યારે બીજા સ્થાને વડોદરા છે. તો રાજ્યભરમાં કુલ કેસોનો આંકડો 493 પર પહોંચી ગયો છે. આ સાથે અત્યાર સુધી કોરોના વાયરસથી કુલ 23 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર 21-દિવસનું લોકડાઉન 14 એપ્રિલે પૂરું થાય તે પછી એને બીજા બે અઠવાડિયા લંબાવવા વિચાર કરી રહી છે ત્યારે એ લોકડાઉન સમયગાળા દરમિયાન નાગરિકોને દૈનિક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય મળી રહે એ માટે દેશભરમાં 20 લાખ જેટલા વિશેષ રીટેલ સ્ટોર્સ શરૂ કરવાનું વિચારે છે, જેનું નામ હશે ‘સુરક્ષા સ્ટોર્સ’.
સુરક્ષા સ્ટોર્સ યોજના અનુસાર, મહોલ્લાના કરિયાણા સ્ટોર્સને સેનિટાઈઝ કરેલા રીટેલ સ્ટોર્સમાં પરિવર્તિત કરી દેવામાં આવશે, જ્યાં કોરોનાનો ફેલાવો રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સ્વચ્છતા જેવા સુરક્ષા નિયમોનું પાલન કરીને દરરોજ આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
આ યોજનાને સાકાર કરવા માટે કેન્દ્ર સરકાર ખાનગી કંપનીઓનો સંપર્ક કરશે, જેથી કોરોના સામે લડવામાં ઉત્પાદનથી લઈને રીટેલ આઉટલેટ્સ સુધી ચીજવસ્તુઓની સપ્લાય ચેન જળવાઈ રહે.
આ સંદર્ભમાં કેન્દ્રના ગ્રાહક બાબતોના ખાતાના સચિવ પવનકુમાર અગ્રવાલે દેશની ટોચની FMCG કંપનીઓ સાથે ચર્ચાનો એક રાઉન્ડ કર્યો છે.
આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર આવતા 45 દિવસોમાં દેશભરમાં 20 લાખ સુરક્ષા સ્ટોર્સ નામે રીટેલ આઉટલેટ્સ શરૂ કરવા માગે છે. દરેક FMCG કંપનીને કદાચ એક કે બે રાજ્યની જવાબદારી સોંપવામાં આવશે જ્યાં તેઓ કોરોના વાઈરસ સામેની લડતના નિયમોને આધીન રહીને દરેક સ્ટોરને અસરકારક રીતે ચલાવવામાં સરકારને મદદ કરશે.
દરેક સુરક્ષા સ્ટોરે સરકારે નક્કી કરેલા આરોગ્ય અને સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું રહેશે. એટલે કે, દુકાનની બહાર દોઢ મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સ રાખવું પડશે, ગ્રાહકોએ દુકાનની અંદર પ્રવેશતા પહેલાં સેનિટાઈઝરનો ઉપયોગ કરવો પડશે અથવા હાથ ધોવાના રહેશે, સ્ટોરના તમામ કર્મચારીઓએ માસ્ક પહેરવાના રહેશે.