બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા અપાઈ

લંડનઃ કોરોના વાઇરસની સારવાર લીધા પછી બ્રિટિશના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડાઉનિંગ સ્ટ્રીટના એક પ્રવક્તાએ આ માહિતી આપી હતી. પ્રવક્તાના જણાવ્યા મુજબ કોરોના વાઇરસની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાના એક સપ્તાહ પછી બોરિસ જ્હોન્સનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ પહેલાં બોરિસ જ્હોન્સનને તેમનો જાન બચાવવા માટે નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ના ડોક્ટરો અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.

 

 

પોતાનાઆરોગ્યમાં સુધારો થયા પછી જ્હોન્સનને ગઈ કાલે લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના ICUમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે પહેલા જાહેર નિવેદનમાં કહ્યું હતું કે જીવ બચાવવા માટે હું તમારો આભારી છું.

જ્હોન્સન ક્યારે કામ પર પાછા ફરશેના સવાલના જવાબમાં બ્રિટિશ ગૃહપ્રધાન પ્રીતિ પટેલે કહ્યું હતું કે વડા પ્રધાન સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં હજી કેટલોક સમય લાગશે.

 ઈસ્ટરની શુભકામનાઓ આપી

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ઇસ્ટરનો સંદેશ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને ઇસ્ટરની શુભ કામનાઓ આપી હતી અને લોકોને તેમના જીવ બચાવવા માટે ઘરોમાં રહેવાનો આગ્રહ કર્યો હતો.

બ્રિટનમાં કોરોના વાઇરસને લીધે 917 લોકોનાં થયાં છે, જેથી મૃતકોની કુલ સંખ્યા 9,875 સુધી પહોંચી ગયો છે. જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલયના આંકડા અનુસાર દેશમાં આશરે 80,000 લોકો આ વાઇરસથી સંક્રમિત છે.