Home Blog Page 4849

રિવર્સ રેપો રેટમાં ઘટાડોઃ RBI નો બીજો બુસ્ટર ડોઝ

નવી દિલ્હીઃ કોવિડ-19થી અર્થતંત્રને બચાવવા માટે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક મોટી જાહેરાત કરી હતી. તેમણે દેશની નાણાકીય સિસ્ટમને સરળ બનાવી રાખવા માટે અને  બજારમાં લિક્વિડિટી વધારવા માટે કેટલાંક નવાં પગલાંની જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેન્કે રિવર્સ રેપો રેટમાં 25 પોઇન્ટનો કાપ મૂક્યો હતો. જોકે તેમણે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નહોતો. બીજી બાજુ તેમણે એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને મોટી રાહત પણ આપી હતી. રિઝર્વ બેન્કે હાલમાં બેન્કોને ડિવિડન્ડ વહેંચવા પર મનાઈ ફરમાવી હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્કની જાહેરાતથી નાના અને મોટા ઉદ્યોગોની પૈસાની જરૂરિયાતને પૂરી કરવાંમાં મદદ મળી રહેશે. બજારમાં રોકડ તરલતા (લિક્વિડિટી)ને દૂર કરવા માટે બેન્કે મૂડી બજારમાં રૂ. 50,000ની મદદ કરશે, બેન્ક એના માટે TLTROની જાહેરાત પણ કરી હતી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોરોના સંકટની અસર વિશ્વભરના અર્થતંત્ર પર નકારાત્મક પડી છે. કોરોના સંકટને કારણે જીડીપીની ઝડપ ઘટી છે. જોકે કોરોના સંકટમાંથી બહાર નીકળ્યા પછી જીડીપી ગ્રોથમાં ફરી વધારો થશે. તેમણે આઇએમએફનો રિપોર્ટને આધારે કહ્યું હતું કે કોરોના સંકટને લીધે ભારતનો જીડીપી વિકાસદર 1.9 રહેવાની શક્યતા છે, જે G20 દેશોમાં સૌથી વધુ છે.

TLTRO-2.0: આજે રૂ. 25,000 કરોડ માટે ઓક્શન

રિઝર્વ બેન્કે થ્રી લોંગ ટર્મ રેપો ઓપરેશન (TLTRO) 2.0ની શરૂઆત રૂ. 50,000 કરોડથી થશે. વળી, એ પણ કહ્યું છે કે જરૂર પડશે કો આને રૂ. 50,000 કરોડથી વધારી પણ શકાય છે. આના હેઠળ આજે જ રૂ. 25,000 કરોડ માટે હરાજી મગાવવામાં આવશે. આનાથી નાણાકીય સ્થિતિ સરળ બનશે અને કોર્પોરેટ બોન્ડ માર્કકેટમાં હલચલ વધશે. બેન્ક TLTROથી મળેલા ફંડનું મૂડીરોકાણ એનબીએફસીને કરી શકશે. TLTROથી મળેલા ફંડના 50 ટકા રોકાણ મધ્યમ કદની એનબીએફસીમાં કરવું પડશે.

રિવર્સ રેપો રેટ કાપ

રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં કાપ મૂક્યો છે. બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેથી હવે રિવર્સ રેપો રેટ ચાર ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. આરબીઆઇએ કહ્યું હતું કે બેન્કો વધુ લોન આપી શકે, એટા માટે રિવર્સ રેપો રેટમાં કાપ કરવામાં આવ્યો છે. બેન્કે 27 માર્ચે રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો.

બેન્કો આગલી નોટિસ સુધી ડિવિડન્ડ નહીં આપી શકે

રિઝર્વ બેન્કના ગવર્નરે NPAમાંમ બેન્કોને 90 દિવસની રાહત આપી છે. મોરિટોરિયમ પિરિયડને NPA નહીં ગણી શકાય. શિડ્યુલ કોમર્શિયલ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને વધારાની 20 ટકાની જોગવાઈ કરવા પડશે. ડિફોલ્ટ કરવાવાળા બેન્કના મોટા લોન અકાઉન્ટને રિઝોલ્યુશન માટે 180 દિવસનો સમય આપવામાં આવશે. સાત જૂને સર્ક્યુલર હેઠળ વધારાની 20 ટકા જોગવાઈથી છૂટ આપવામાં આવશે.

નાબાર્ડ-સિડબીને કેશ

રિઝર્વ બેન્ક દ્વારા અર્થતંત્રને પાટે ચઢાવવા માટે નાબાર્ડને રૂ. 25,000 કરોડ અને સિડબીને રૂ. 15,000 કરોડ અને હાઉસિંગ ફાઇનાન્સ બેન્કને રૂ. 10,000 કરોડ આપવામાં આવશેય જેનાથી એનબીએફસી, એમએસએમઈ અને રિયલ એસ્ટેટની રોકડ દૂર થશે.

બેન્કો પણ આપશે વધુ લોન

શક્તિકાંત દાસે કહ્યું હતું કે 15 એપ્રિલે રિઝર્વ બેન્કની પાસે બેન્કોના 6.9 લાખ કરોડ જમા કરાવ્યા હતા. તેમનું કહેવું હતું કે બેન્કો હવે રિઝર્વ બેન્કમાં જમા કરાવવાને બદલે એ લોનધારકોને આપી શકશે.

 

લો સુરતીઓ એ આપી ભુખ્યાને ઑમલૅટની સેવા આ છે સુરતી મિજાજ

સુરત: પ્રવર્તમાન રાષ્ટ્રીય લૉકડાઉનમાં સેવાની સરવાણી ચારેકોર ફૂટી નીકળી છે. સાવ સામાન્ય થી લઈ ખાસ લોકો પોતાની રીતે લોકોની સેવા કરે છે. ગરીબ, લાચાર, ફૂટપાથ ઉપર રહેતા શ્રમજીવીઓને સંસ્થાઓ બે ટંક જમવાનું પહોંચાડી રહી છે.


આ બધામાં જે લોકો જમવાનું પહોંચાડી રહ્યા છે એમની સામે અનેક પ્રશ્નો આવે છે. ખીચડી અને પુલાવ સૌથી વધુ લોકો બનાવીને વિતરિત કરે છે, કારણ એ બનાવવામાં અને વિતરિત કરવા બંનેમાં સરળ છે. પણ રોજ આવા ભોજન ઉપર નિર્ભર લોકો સેવા કરનાર પાસે કંઈક અલગ ભોજનની માંગ કરતા હતા. સુરતના ઐતિહાસિક કિલ્લા નજીક આવેલા ચોક વિસ્તારમાં લૉકડાઉન શરુ થયું ત્યારથી એક ભંડારો હજરત દેવલશા પીર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. રોજ 700 ભૂખ્યાને ભોજન આપવાનું અહીં કાર્ય કરતા કન્વીનર શબ્બીર ચાહવાલા, સહ કન્વીનર મુસદ્દીક કાનુન્ગો, ઈમરાન મલબારી, ઈમરાન પઠાન, મોહમ્મદખાન, કાસીમ મલેક, યુસુફ આમલેટ, નઈમ શેખ, હનીફ કચ્છી, યુસુફ લંગરી, યુસુફ કુરેશી, મુદશ્શર જરીવાલા, બશીર મલબારી જેવાએ માથે ઉપાડ્યું છે. આ લોકોના ભંડારામાં જમતા લોકોએ કંઈક અલગ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અને આ સુરતી યુવાનોએ ઈચ્છાને પરિપૂર્ણ કરી એ પણ સુરતી સ્ટાઈલમાં.

આ બધા સુરતી યુવાનોને આજે થયું કે ખીચડી-પુલાવ ખાઈને  કંટાળેલા આ શ્રમજીવીઓને કંઈક અલગ અનોખું ખવડાવીએ બસ પછી શું, રોજ એક જગ્યાએ બનતા કિચનને ફરતું કરી નાખ્યું. એક લારીમાં ત્રણ તવા સાથે ફરતું કિચન તૈયાર કર્યું અને આ શ્રમજીવી જે નહેરુ બ્રિજ ઉપર બેસે છે ત્યાં જઈ ઈંડાની એકદમ ગરમ આમલેટ બનાવી ને એમને પીરસી. પાઉં-આમલેટ ખાઈને આ શ્રમજીવીઓ તો રાજી થઇ ગયા. ખાવા અને ખવડાવામાં સુરતીઓ હંમેશા અવ્વલ જ રહેવાના છે. સુરતના ઐતહાસિક કિલ્લો આજે એવા જ એક સુરતી મિજાજનો સાક્ષી બન્યો.

શબ્બીરભાઈ ચાહવાલા કહે છે, ચોકબજાર સ્થિત હજરત દેવલશા પીર દરગાહ ટ્રસ્ટ સંચાલિત લંગરમાં રોજ મજૂરી  ઉપર કામ કરતા મજૂર-શ્રમિકોને ભરપેટ જમવાની વ્યવસ્થા કરીએ છીએ, અમારો આ ભંડારો લૉકડાઉનના પ્રથમ દિવસથી ચાલે છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા તકેદારીના પગલા સ્વરૂપે મજૂરોને એકબીજાથી 1 મીટર જેટલું અંતર રાખીને બેસાડવા તેમજ સેનેટાઇઝરથી હાથ સાફ કરાવ્યા પછી કન્ટેનરમાં શુદ્ધ અને હાઈજેનિક ફુડ પિરસવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન સોશિયલ ડિસ્ટનસિંગનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

વાત તો સેવાની જ છે પણ આવી સેવા તો સુરતી જ વિચારી શકે. સેવા કરવી એ પણ દિલ દિલથી તે આનું નામ, આપનાર અને લેનાર બંને રાજી, સલામ સુરત

 (ફયસલ બકીલી)

વાહ ભાઈ વાહ! ૧૭ એપ્રિલ, ૨૦૨૦

સુવિચાર – ૧૭ એપ્રિલ, ૨૦૨૦

તમારે કંપનીને જણાવવું પડશે કે કઇ ટેક્સ સિસ્ટમ પસંદ છે?

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છે તો શું થયું, કંપનીઓમાં કામ તો નિરંતર જારી છે. એપ્રિલ મહિનો છે અને તમારી પાસે તમારી કંપની દ્વારા ઇન્કમ ટેક્સ ડેક્લેરેશનથી જોડાયેલો મેઇલ તો આવી જ ગયો હશે. આ કામ તો પૂરું કરવું જ પડશે, પણ આ વખતે એ નક્કી કરવું પડશે કે કયો ઇન્કમ ટેક્સ પસંદ કર્યો –નવો કે જૂનો?

ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે એમ્પ્લોયીઝ જો વર્તમાન નાણાકીય વર્ષ માટે નવી ટેક્સ વ્યવસ્થાને અપનાવવા ઇચ્છે છે તો તેમણે તેમની કંપનીને એ વિશે જણાવવું તો પડશે. જેથી કંપની પગાર ચૂકવતી વખતે TDS કાપી શકે. હવે જ્યારે અંતિમ પસંદગી તમારે કરવાની છે તો આવો ફરી એક વાર સમજી લઈએ કે નવી ટેક્સ પ્રણાલીમાં કેમ અલગ છે.

નવી ટેક્સ સિસ્ટમમાં નહીં મળે ટેક્સ છૂટ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2020-21ના બજેટમાં વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે એક વૈકલ્પિક સિસ્ટમની જાહેરાત કરી છે, જેમાં ટેક્સના દરો ઓછા રાખવામા આવ્યા છે, પણ HRA, હોમ લોનનું વ્યાજ, જીવન વીમા પોલિસીમાં રોકાણ સહિતની કકલમો 80C અને 80 CCD હેઠળ મળતી છૂટનો લાભ આમાં નહીં આપવામાં આવે.

વૈકલ્પિક છે નવી ટેક્સ સિસ્ટમ

ઓછા ટેક્સના દરવાળી આ નવી સિસ્ટમને વૈકલ્પિક રાખવામાં આવી છે. ટેક્સ પેયર્સ ઇચ્છે તો તે જૂની વ્યવસ્થા હેઠળઇન્કમ ટેક્સની ચુકવણી જારી રાખી શકે છે અને પછી નવી સિસ્ટમને અપનાવી શકે છે.

નવી ટેક્સ પદ્ધતિમાં ટેક્સ સ્લેબ્સ

 

નવી ટેક્સ સિસ્ટમ

 

આવક (રૂપિયામાં)     ટેક્સ સ્લેબ
0-2.5 લાખ  કોઈ ટેક્સ નહીં
2.5-5 લાખ   પાંચ ટકા
5-7.5 લાખ  10 ટકા
7.5-10 લાખ   15 ટકા
10-12.5 લાખ    20 ટકા
12.5-15 લાખ  25 ટકા
15 લાખથી ઉપર  30 ટકા            

નવી ટેક્સ પદ્ધતિમાં અઢી લાખ રૂપિયાની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રાખવામાં આવી છે. જૂની સિસ્ટમમાં પણ આ નિયમ છે. નવી સિસ્ટમમાં અઢી લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકાનો ટેક્સ વસૂલવામાં આવશે. બીજી બાજુ, પાંચ લાખથી સાડા સાત લાખ પર 10 ટકા, સાડાસાત લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 15 ટકાના દરે અને 10 લાખથી લઈને 12.5 લાખ રૂપિયાની આવક પર 20 ટકા, 12.5થી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25 ટકા અને 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

જૂના ટેક્સ પદ્ધતિમાં કેટલા સ્લેબ્સ?

જૂની ટેક્સ સિસ્ટમ
ટેક્સેબલ ઇન્કમ  ટેક્સ સ્લેબ ટેક્સ સ્લેબ
0-2.5 લાખ કોઈ ટેક્સ નહીં
2.5-5 લાખ     પાંચ ટકા
5-10 લાખ  20 ટકા
10 લાખથી વધુ  30 ટકા

 

આ પ્રણાલીને અપનાવવા બદલ કેટલીય પ્રકારની છૂટ નહીં મળે. જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા અનુસાર અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા, પાંચછી 10 લાખ રૂપિયા પર 20 ટકા અને 10 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકાના દરે ઇન્કમ ટેક્સ લગાડવાની જોગવાઈ છે. જોકે આ પ્રણાલીમાં કેટલીય પ્રકારની ટેક્સ છૂટ મળી શકે એમ છે.

એમ્પ્લોયર માહિતી નહીં આપે તો શું થશે?

 

સીબીડીટીએ એક સરક્યુલર જાગી કરીને કહ્યું છે કે જે પણ કર્મચારી ટેક્સની નવી પદ્ધતિ વિશે એમ્પ્લોયરને નહીં જણાવે તો એમ્પ્લોયર આવકવેરા કાયદાની કલમ 115 bacની જોગવાઈઓનો વિચાર કર્યા વગર TDSનું કેલ્યુક્યુલેશન કરશે. બીજી સ્થિતિમાં પાપ કરતી કંપની કર્મચારીની કુલ ઇનકમની ગણતરી અને એના પર આવકવેરાની કલમ 115 bacની જોગવાઈઓ હેઠલ TDS તૈયાર કરશે.

એક વાર ટેક્સ પદ્ધતિ પસંદ કર્યા પછી સ્વિચ ઓવર કરી શકાશે?

ટેક્સ પેયર્સને બંને ટેક્સ પદ્ધતિમાંથી એકને પસંદ કરવાનો મોક મળશે. તેઓ દરેક વર્ષે પોતાની પસંદગી બદલી શકે છે, પણ કેટલાક ટેક્સ પેયર્સને આ સુવિધા નહીં મળે. એટલે કે એક વાર જે સિસ્ટમ પસંદ કરી લેશે તેમને હંમેશા એ જ પદ્ધતિ અપનાવવી પડશે.માત્ર પગારદાર વર્ગ અને પેન્શનર્સને જે એખથી બીજી પદ્ધતિમાં સ્વિચઓવર કરવાનો વિકલ્પ મળશે. જે ટેક્સપેયર્સની વેપારી આવક હોય, તેઓ દર વર્ષે ટેક્સ પદ્ધતિ નહીં બદલી શકે. એક વાર જે પદ્ધતિ અપનાવી એની સાથે જ પછી આગળ વધવું પડશે.

ITR ફાઇલ કરતી વખતે પણ ટેક્સ પદ્ધતિ બદલી શકાશે

જો ટેક્સ પેયર્સે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જૂની ટેક્સ પદ્ધતિ પસંદ કરવાની માહિતી કંપનીનો આપી અને પછીથી તેને લાગ્યું કે નવી પદ્ધતિ તેના માટે લાભકારકક છે તો તે એ વખતે નવી પદ્ધતિ પસંદ કરી શકે છે. એ જ રીતે ઊલટી રીતો જોઈએ તો પહેલાં નવી પદ્ધતિ પસંદ કરી અને રિટર્ન ફાઇલ કરતી વખતે જૂની પદ્ધતિ બદલવાની છૂટ મળશે. એટલે કે કર્મચારીઓને જો નાણાકીય વર્ષના પ્રારંભે ટેક્સ ડિડક્ટ એટ સોર્સ કરવા માટે કંપનીને જે પદ્ધતિ પસંદ કરી એની માહિતી આપી હતી, એના હબેઠળ તેને ટેક્સ વધુ ટૂકકવવો પડે તો તેઓ ITR ફાઇલ કરતી વખતે આમાં બદલાવ કરીને બીજી પદ્ધતિ બદલી શકે છે.

 

 

 

 

 

21 એપ્રિલથી મહારાષ્ટ્રમાં ઉદ્યોગો શરૂ કરાશે; મુંબઈમાં નહીં

મુંબઈઃ મહારાષ્ટ્રના ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈએ જાણકારી આપી છે કે કોરોના વાઈરસના ફેલાવાને કારણે ઊભા થયેલા આર્થિક સંકટનો પણ અભ્યાસ કર્યા બાદ રાજ્યમાં 20 એપ્રિલ પછી ઉદ્યોગો ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારની સૂચના અનુસાર જ મહારાષ્ટ્રમાં ઉદ્યોગ શરૂ કરાશે અને ઉદ્યોગ મંત્રાલયે એ માટેની તૈયારી શરૂ કરી દીધી છે, એમ પણ દેસાઈએ જણાવ્યું છે.

દેસાઈના અધ્યક્ષપદ હેઠળ ગઈ કાલે મુંબઈમાં ઉદ્યોગ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. એમાં એવો નિર્ણય લેવાયો છે કે રાજ્યના જે ભાગોમાં કોરોનાનો ચેપ ઓછો લાગ્યો હોય કે જરાય લાગ્યો ન હોય ત્યાં ઉદ્યોગ-વેપાર ફરી શરૂ કરી શકાય. આ માટેનો પ્રસ્તાવ તૈયાર કરવાની સૂચના ઉદ્યોગ વિભાગના સચિવને આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના જે ભાગોમાં કોરોનાને કારણે પ્રતિબંધો લાગુ છે ત્યાં ઉદ્યોગો હાલ શરૂ કરવા દેવામાં આવશે નહીં.

અન્ય ભાગોમાં આરોગ્ય વિભાગ તથા સ્થાનિક પ્રશાસને મસલત કરીને પરિસ્થિતિ અનુસાર 21 એપ્રિલથી ઉદ્યોગ શરૂ કરાવી શકાશે.

આ વિશે તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલવામાં આવશે.

રાજ્યના આ ભાગોમાં ઉદ્યોગ હાલ શરૂ નહીં કરાય

મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી, પનવેલ, વસઈ-વિરાર, ભિવંડી, પુણે-ચિંચવડ, નાગપુર.

મહારાષ્ટ્રના ગ્રામીણ ભાગોમાં જે સ્થળોએ કોરોનાનો ચેપ લાગ્યો નથી ત્યાં માત્ર એવા ઉદ્યોગોને જ ચાલુ કરવા દેવામાં આવશે જેના માલિકો એમના કામદારોને પોતાના કારખાનાની ઈમારતમાં રહેવા દેવાની વ્યવસ્થા કરશે. જે ઉદ્યોગમાલિકો નિયમોનું પાલન કરશે અને વાહનની વ્યવસ્થા કરશે એમને જ ઉદ્યોગ ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવશે.

સરકારે નિર્ણય લીધો છે કે કૃષિ આધારિત ઉદ્યોગોને છૂટ આપવામાં પ્રાધાન્ય આપવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોનાનાં નવા 286 પોઝિટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કુલ કેસોની સંખ્યા 3,200ને પાર ગઈ છે. ગુરુવારે રાજ્યમાં વધુ 7 જણ આ ચેપને કારણે મૃત્યુ પામ્યા હતા અને એ સાથે કુલ મરણાંક વધીને 194 થયો છે.

રાશિ ભવિષ્ય 17/04/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

વર્ક ફ્રોમ હોમમાં આ એપની મદદથી તમારા કામને બનાવો સરળ

નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનને પગલે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ સ્થિતિમાં તમારા કામને સરળ અને વ્યવસ્થિત બનાવવુ ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ તો તમારે ટેકનિકલ રીતે મજબૂત થવું જરૂરી છે. અહીં અમે તમને કેટલીક એવી એપ અંગે માહિતી આપી રહ્યા છીએ જેની મદદથી તમે ઓફિસના રોજિંદા કામ ઘરે પણ એકદમ સરળતાથી કરી શકશો.

TeamViewer

ટીમવ્યુઅરની મદદથી તમે ડેસ્કટોપ શેરિંગ, ઓનલાઈન મીટિંગ, વેબ કોન્ફરન્સ અને એક ડિવાઈસથી બીજી ડિવાઈસમાં ફાઈલ ટ્રાન્સફર કરી શકો છો. સામાન્ય રીતે કહીએ તો આ એક સ્ક્રીન શેરિંગ પ્લેટફોર્મ છે. જેમાં તમે ઘરે બેઠા બેઠા તમારા સહકર્મીઓના કોમ્પ્યુટરની સ્ક્રીન શેર કરી શકો છો. જોકે, અહીં બંને કોમ્પ્યુટરમાં ટીવવ્યુઅર ઈન્સ્ટોલ હોવું જરૂરી છે. ટીમવ્યુઅરમાં તમે યુઝરઆઈડી અને પાસવર્ડની મદદથી કામ કરી શકો છો.

Zoom

વર્તમાન સમયમાં ઝૂમ (ZOOM) એપ એક મોટી ટીમ સાથે ઓનલાઈન મીટિંગ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપની મદદથી તમે તમારી મીટિંગને રેકોર્ડ અને બ્રોડકાસ્ટ પણ કરી શકો છો.

join.me

join.me માં સ્ક્રીન શેરિંગની સાથે ઓડિયો અને વીડિયો કોલની પણ સુવિધા આપવામાં આવી છે.

Google Hangouts

આ એપમાં તમે ફોટો ઈમોજી વગેરે પણ શેર કરી શકો છો. આ એપમાં તમે તમારા મિત્રો સાથે ચેટ કે મેસેજ પણ મોકલી શકો છો. આ એપમાં વીડિયો શેરિંગ અને ફોટો શેરિંગ પણ સામેલ છે. હેન્ગઆઉટ ઓન એર નામના આ નવા ફિચરની મદદથી ગૂગલ પ્લસમાં નવ લોકો સાથે વીડિયો ચેટિંગ પણ કરી શકાય છે. હેન્ગઆઉટની મદદથી તમે તમારી વાતોની એક વીડિયો ફાઈલ રેકોર્ડ કરીને ગૂગલ પ્લાસમાં શેર કરી શકો છો. તમારા એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લસ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને હેન્ગઆઉટનો પ્રયોગ કરી શકો છો.

Zoho

Zohoની મદદથી તમે વીડિયો ઓડિયો કોલ, રિયલ ટાઈમ કોલાબ્રેશન, મેસેજિંગ વગેરે કરી શકો છો. અત્યારે આ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે.

Microsoft Teams

Microsoft Teamsની મદદથી તમે ગ્રુપ ચેટ કરી શકો છો. ગ્રુપ ચેટમાં તમે ઈમોજી, GIF અને સ્ટીકર મોકલી શકો છો. માઈક્રોસોફ્ટ ટીમ્સમાં તમે 10થી લઈને 1000 લોકો એક સાથે મીટિંગમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત આમા તમે ડોક્યુમેન્ટ્સ, પાવર પોઈન્ટ અને એક્સેલને એડિટ અને શેર પણ કરી શકો છો.

 

પંચાંગ 17/04/2020

પંચાંગ 17/04/2020