તમારે કંપનીને જણાવવું પડશે કે કઇ ટેક્સ સિસ્ટમ પસંદ છે?

નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉન છે તો શું થયું, કંપનીઓમાં કામ તો નિરંતર જારી છે. એપ્રિલ મહિનો છે અને તમારી પાસે તમારી કંપની દ્વારા ઇન્કમ ટેક્સ ડેક્લેરેશનથી જોડાયેલો મેઇલ તો આવી જ ગયો હશે. આ કામ તો પૂરું કરવું જ પડશે, પણ આ વખતે એ નક્કી કરવું પડશે કે કયો ઇન્કમ ટેક્સ પસંદ કર્યો –નવો કે જૂનો?

ઇન્કમ ટેક્સ વિભાગે કહ્યું છે કે એમ્પ્લોયીઝ જો વર્તમાન નાણાકીય વર્ષ માટે નવી ટેક્સ વ્યવસ્થાને અપનાવવા ઇચ્છે છે તો તેમણે તેમની કંપનીને એ વિશે જણાવવું તો પડશે. જેથી કંપની પગાર ચૂકવતી વખતે TDS કાપી શકે. હવે જ્યારે અંતિમ પસંદગી તમારે કરવાની છે તો આવો ફરી એક વાર સમજી લઈએ કે નવી ટેક્સ પ્રણાલીમાં કેમ અલગ છે.

નવી ટેક્સ સિસ્ટમમાં નહીં મળે ટેક્સ છૂટ

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વર્ષ 2020-21ના બજેટમાં વ્યક્તિગત ટેક્સપેયર્સ માટે એક વૈકલ્પિક સિસ્ટમની જાહેરાત કરી છે, જેમાં ટેક્સના દરો ઓછા રાખવામા આવ્યા છે, પણ HRA, હોમ લોનનું વ્યાજ, જીવન વીમા પોલિસીમાં રોકાણ સહિતની કકલમો 80C અને 80 CCD હેઠળ મળતી છૂટનો લાભ આમાં નહીં આપવામાં આવે.

વૈકલ્પિક છે નવી ટેક્સ સિસ્ટમ

ઓછા ટેક્સના દરવાળી આ નવી સિસ્ટમને વૈકલ્પિક રાખવામાં આવી છે. ટેક્સ પેયર્સ ઇચ્છે તો તે જૂની વ્યવસ્થા હેઠળઇન્કમ ટેક્સની ચુકવણી જારી રાખી શકે છે અને પછી નવી સિસ્ટમને અપનાવી શકે છે.

નવી ટેક્સ પદ્ધતિમાં ટેક્સ સ્લેબ્સ

 

નવી ટેક્સ સિસ્ટમ

 

આવક (રૂપિયામાં)     ટેક્સ સ્લેબ
0-2.5 લાખ  કોઈ ટેક્સ નહીં
2.5-5 લાખ   પાંચ ટકા
5-7.5 લાખ  10 ટકા
7.5-10 લાખ   15 ટકા
10-12.5 લાખ    20 ટકા
12.5-15 લાખ  25 ટકા
15 લાખથી ઉપર  30 ટકા            

નવી ટેક્સ પદ્ધતિમાં અઢી લાખ રૂપિયાની વાર્ષિક આવક ટેક્સ ફ્રી રાખવામાં આવી છે. જૂની સિસ્ટમમાં પણ આ નિયમ છે. નવી સિસ્ટમમાં અઢી લાખ રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકાનો ટેક્સ વસૂલવામાં આવશે. બીજી બાજુ, પાંચ લાખથી સાડા સાત લાખ પર 10 ટકા, સાડાસાત લાખથી 10 લાખ રૂપિયાની આવક પર 15 ટકાના દરે અને 10 લાખથી લઈને 12.5 લાખ રૂપિયાની આવક પર 20 ટકા, 12.5થી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25 ટકા અને 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 30 ટકાના દરે ટેક્સ ચૂકવવો પડશે.

જૂના ટેક્સ પદ્ધતિમાં કેટલા સ્લેબ્સ?

જૂની ટેક્સ સિસ્ટમ
ટેક્સેબલ ઇન્કમ  ટેક્સ સ્લેબ ટેક્સ સ્લેબ
0-2.5 લાખ કોઈ ટેક્સ નહીં
2.5-5 લાખ     પાંચ ટકા
5-10 લાખ  20 ટકા
10 લાખથી વધુ  30 ટકા

 

આ પ્રણાલીને અપનાવવા બદલ કેટલીય પ્રકારની છૂટ નહીં મળે. જૂની ઇન્કમ ટેક્સ વ્યવસ્થા અનુસાર અઢી લાખથી પાંચ લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા, પાંચછી 10 લાખ રૂપિયા પર 20 ટકા અને 10 લાખથી વધુની વાર્ષિક આવક પર 30 ટકાના દરે ઇન્કમ ટેક્સ લગાડવાની જોગવાઈ છે. જોકે આ પ્રણાલીમાં કેટલીય પ્રકારની ટેક્સ છૂટ મળી શકે એમ છે.

એમ્પ્લોયર માહિતી નહીં આપે તો શું થશે?

 

સીબીડીટીએ એક સરક્યુલર જાગી કરીને કહ્યું છે કે જે પણ કર્મચારી ટેક્સની નવી પદ્ધતિ વિશે એમ્પ્લોયરને નહીં જણાવે તો એમ્પ્લોયર આવકવેરા કાયદાની કલમ 115 bacની જોગવાઈઓનો વિચાર કર્યા વગર TDSનું કેલ્યુક્યુલેશન કરશે. બીજી સ્થિતિમાં પાપ કરતી કંપની કર્મચારીની કુલ ઇનકમની ગણતરી અને એના પર આવકવેરાની કલમ 115 bacની જોગવાઈઓ હેઠલ TDS તૈયાર કરશે.

એક વાર ટેક્સ પદ્ધતિ પસંદ કર્યા પછી સ્વિચ ઓવર કરી શકાશે?

ટેક્સ પેયર્સને બંને ટેક્સ પદ્ધતિમાંથી એકને પસંદ કરવાનો મોક મળશે. તેઓ દરેક વર્ષે પોતાની પસંદગી બદલી શકે છે, પણ કેટલાક ટેક્સ પેયર્સને આ સુવિધા નહીં મળે. એટલે કે એક વાર જે સિસ્ટમ પસંદ કરી લેશે તેમને હંમેશા એ જ પદ્ધતિ અપનાવવી પડશે.માત્ર પગારદાર વર્ગ અને પેન્શનર્સને જે એખથી બીજી પદ્ધતિમાં સ્વિચઓવર કરવાનો વિકલ્પ મળશે. જે ટેક્સપેયર્સની વેપારી આવક હોય, તેઓ દર વર્ષે ટેક્સ પદ્ધતિ નહીં બદલી શકે. એક વાર જે પદ્ધતિ અપનાવી એની સાથે જ પછી આગળ વધવું પડશે.

ITR ફાઇલ કરતી વખતે પણ ટેક્સ પદ્ધતિ બદલી શકાશે

જો ટેક્સ પેયર્સે નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં જૂની ટેક્સ પદ્ધતિ પસંદ કરવાની માહિતી કંપનીનો આપી અને પછીથી તેને લાગ્યું કે નવી પદ્ધતિ તેના માટે લાભકારકક છે તો તે એ વખતે નવી પદ્ધતિ પસંદ કરી શકે છે. એ જ રીતે ઊલટી રીતો જોઈએ તો પહેલાં નવી પદ્ધતિ પસંદ કરી અને રિટર્ન ફાઇલ કરતી વખતે જૂની પદ્ધતિ બદલવાની છૂટ મળશે. એટલે કે કર્મચારીઓને જો નાણાકીય વર્ષના પ્રારંભે ટેક્સ ડિડક્ટ એટ સોર્સ કરવા માટે કંપનીને જે પદ્ધતિ પસંદ કરી એની માહિતી આપી હતી, એના હબેઠળ તેને ટેક્સ વધુ ટૂકકવવો પડે તો તેઓ ITR ફાઇલ કરતી વખતે આમાં બદલાવ કરીને બીજી પદ્ધતિ બદલી શકે છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]