રિવર્સ રેપો રેટમાં ઘટાડોઃ RBI નો બીજો બુસ્ટર ડોઝ

નવી દિલ્હીઃ કોવિડ-19થી અર્થતંત્રને બચાવવા માટે રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કેટલીક મોટી જાહેરાત કરી હતી. તેમણે દેશની નાણાકીય સિસ્ટમને સરળ બનાવી રાખવા માટે અને  બજારમાં લિક્વિડિટી વધારવા માટે કેટલાંક નવાં પગલાંની જાહેરાત કરી હતી. મધ્યસ્થ બેન્કે રિવર્સ રેપો રેટમાં 25 પોઇન્ટનો કાપ મૂક્યો હતો. જોકે તેમણે રેપો રેટમાં કોઈ બદલાવ કર્યો નહોતો. બીજી બાજુ તેમણે એનબીએફસી અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને મોટી રાહત પણ આપી હતી. રિઝર્વ બેન્કે હાલમાં બેન્કોને ડિવિડન્ડ વહેંચવા પર મનાઈ ફરમાવી હતી. આ ઉપરાંત રિઝર્વ બેન્કની જાહેરાતથી નાના અને મોટા ઉદ્યોગોની પૈસાની જરૂરિયાતને પૂરી કરવાંમાં મદદ મળી રહેશે. બજારમાં રોકડ તરલતા (લિક્વિડિટી)ને દૂર કરવા માટે બેન્કે મૂડી બજારમાં રૂ. 50,000ની મદદ કરશે, બેન્ક એના માટે TLTROની જાહેરાત પણ કરી હતી.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કોરોના સંકટની અસર વિશ્વભરના અર્થતંત્ર પર નકારાત્મક પડી છે. કોરોના સંકટને કારણે જીડીપીની ઝડપ ઘટી છે. જોકે કોરોના સંકટમાંથી બહાર નીકળ્યા પછી જીડીપી ગ્રોથમાં ફરી વધારો થશે. તેમણે આઇએમએફનો રિપોર્ટને આધારે કહ્યું હતું કે કોરોના સંકટને લીધે ભારતનો જીડીપી વિકાસદર 1.9 રહેવાની શક્યતા છે, જે G20 દેશોમાં સૌથી વધુ છે.

TLTRO-2.0: આજે રૂ. 25,000 કરોડ માટે ઓક્શન

રિઝર્વ બેન્કે થ્રી લોંગ ટર્મ રેપો ઓપરેશન (TLTRO) 2.0ની શરૂઆત રૂ. 50,000 કરોડથી થશે. વળી, એ પણ કહ્યું છે કે જરૂર પડશે કો આને રૂ. 50,000 કરોડથી વધારી પણ શકાય છે. આના હેઠળ આજે જ રૂ. 25,000 કરોડ માટે હરાજી મગાવવામાં આવશે. આનાથી નાણાકીય સ્થિતિ સરળ બનશે અને કોર્પોરેટ બોન્ડ માર્કકેટમાં હલચલ વધશે. બેન્ક TLTROથી મળેલા ફંડનું મૂડીરોકાણ એનબીએફસીને કરી શકશે. TLTROથી મળેલા ફંડના 50 ટકા રોકાણ મધ્યમ કદની એનબીએફસીમાં કરવું પડશે.

રિવર્સ રેપો રેટ કાપ

રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટમાં કાપ મૂક્યો છે. બેન્કે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. જેથી હવે રિવર્સ રેપો રેટ ચાર ટકાથી ઘટીને 3.75 ટકા થઈ ગયો છે. આરબીઆઇએ કહ્યું હતું કે બેન્કો વધુ લોન આપી શકે, એટા માટે રિવર્સ રેપો રેટમાં કાપ કરવામાં આવ્યો છે. બેન્કે 27 માર્ચે રેપો રેટમાં 75 બેઝિસ પોઇન્ટનો કાપ મૂક્યો હતો.

બેન્કો આગલી નોટિસ સુધી ડિવિડન્ડ નહીં આપી શકે

રિઝર્વ બેન્કના ગવર્નરે NPAમાંમ બેન્કોને 90 દિવસની રાહત આપી છે. મોરિટોરિયમ પિરિયડને NPA નહીં ગણી શકાય. શિડ્યુલ કોમર્શિયલ બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓને વધારાની 20 ટકાની જોગવાઈ કરવા પડશે. ડિફોલ્ટ કરવાવાળા બેન્કના મોટા લોન અકાઉન્ટને રિઝોલ્યુશન માટે 180 દિવસનો સમય આપવામાં આવશે. સાત જૂને સર્ક્યુલર હેઠળ વધારાની 20 ટકા જોગવાઈથી છૂટ આપવામાં આવશે.

નાબાર્ડ-સિડબીને કેશ

રિઝર્વ બેન્ક દ્વારા અર્થતંત્રને પાટે ચઢાવવા માટે નાબાર્ડને રૂ. 25,000 કરોડ અને સિડબીને રૂ. 15,000 કરોડ અને હાઉસિંગ ફાઇનાન્સ બેન્કને રૂ. 10,000 કરોડ આપવામાં આવશેય જેનાથી એનબીએફસી, એમએસએમઈ અને રિયલ એસ્ટેટની રોકડ દૂર થશે.

બેન્કો પણ આપશે વધુ લોન

શક્તિકાંત દાસે કહ્યું હતું કે 15 એપ્રિલે રિઝર્વ બેન્કની પાસે બેન્કોના 6.9 લાખ કરોડ જમા કરાવ્યા હતા. તેમનું કહેવું હતું કે બેન્કો હવે રિઝર્વ બેન્કમાં જમા કરાવવાને બદલે એ લોનધારકોને આપી શકશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]