વર્ક ફ્રોમ હોમમાં આ એપની મદદથી તમારા કામને બનાવો સરળ

નવી દિલ્હી: દેશવ્યાપી લોકડાઉનને પગલે મોટાભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છે. આ સ્થિતિમાં તમારા કામને સરળ અને વ્યવસ્થિત બનાવવુ ખૂબ જ જરૂરી છે. સૌ પ્રથમ તો તમારે ટેકનિકલ રીતે મજબૂત થવું જરૂરી છે. અહીં અમે તમને કેટલીક એવી એપ અંગે માહિતી આપી રહ્યા છીએ જેની મદદથી તમે ઓફિસના રોજિંદા કામ ઘરે પણ એકદમ સરળતાથી કરી શકશો.

TeamViewer

ટીમવ્યુઅરની મદદથી તમે ડેસ્કટોપ શેરિંગ, ઓનલાઈન મીટિંગ, વેબ કોન્ફરન્સ અને એક ડિવાઈસથી બીજી ડિવાઈસમાં ફાઈલ ટ્રાન્સફર કરી શકો છો. સામાન્ય રીતે કહીએ તો આ એક સ્ક્રીન શેરિંગ પ્લેટફોર્મ છે. જેમાં તમે ઘરે બેઠા બેઠા તમારા સહકર્મીઓના કોમ્પ્યુટરની સ્ક્રીન શેર કરી શકો છો. જોકે, અહીં બંને કોમ્પ્યુટરમાં ટીવવ્યુઅર ઈન્સ્ટોલ હોવું જરૂરી છે. ટીમવ્યુઅરમાં તમે યુઝરઆઈડી અને પાસવર્ડની મદદથી કામ કરી શકો છો.

Zoom

વર્તમાન સમયમાં ઝૂમ (ZOOM) એપ એક મોટી ટીમ સાથે ઓનલાઈન મીટિંગ કરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એપની મદદથી તમે તમારી મીટિંગને રેકોર્ડ અને બ્રોડકાસ્ટ પણ કરી શકો છો.

join.me

join.me માં સ્ક્રીન શેરિંગની સાથે ઓડિયો અને વીડિયો કોલની પણ સુવિધા આપવામાં આવી છે.

Google Hangouts

આ એપમાં તમે ફોટો ઈમોજી વગેરે પણ શેર કરી શકો છો. આ એપમાં તમે તમારા મિત્રો સાથે ચેટ કે મેસેજ પણ મોકલી શકો છો. આ એપમાં વીડિયો શેરિંગ અને ફોટો શેરિંગ પણ સામેલ છે. હેન્ગઆઉટ ઓન એર નામના આ નવા ફિચરની મદદથી ગૂગલ પ્લસમાં નવ લોકો સાથે વીડિયો ચેટિંગ પણ કરી શકાય છે. હેન્ગઆઉટની મદદથી તમે તમારી વાતોની એક વીડિયો ફાઈલ રેકોર્ડ કરીને ગૂગલ પ્લાસમાં શેર કરી શકો છો. તમારા એન્ડ્રોઈડ ફોનમાં ગૂગલ પ્લસ મોબાઈલ એપ ડાઉનલોડ કરીને હેન્ગઆઉટનો પ્રયોગ કરી શકો છો.

Zoho

Zohoની મદદથી તમે વીડિયો ઓડિયો કોલ, રિયલ ટાઈમ કોલાબ્રેશન, મેસેજિંગ વગેરે કરી શકો છો. અત્યારે આ એપ ફ્રીમાં ઉપલબ્ધ છે.

Microsoft Teams

Microsoft Teamsની મદદથી તમે ગ્રુપ ચેટ કરી શકો છો. ગ્રુપ ચેટમાં તમે ઈમોજી, GIF અને સ્ટીકર મોકલી શકો છો. માઈક્રોસોફ્ટ ટીમ્સમાં તમે 10થી લઈને 1000 લોકો એક સાથે મીટિંગમાં જોડાઈ શકે છે. આ ઉપરાંત આમા તમે ડોક્યુમેન્ટ્સ, પાવર પોઈન્ટ અને એક્સેલને એડિટ અને શેર પણ કરી શકો છો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]