
દિલ્હીમાં ત્રણ પોલીસના ટેસ્ટ પોઝિટિવઃ દેશમાં આંક 18000 ને પાર
નવી દિલ્હીઃ દેશમાં કોરોના કેસની સંખ્યા 18,000ને પાર થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર આજે સવાર સુધી દેશમાં 18,601 કોવિડ-19 કેસો સક્રિય છે. દેશમાં અત્યાર સુધી 590 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ રોગમાંથી 3,252 લોકો સાજાનરવા થયા છે. એક સફાઈ કર્મચારીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને કામ કરતા 100 કર્મચારીઓને ફરીથી સેલ્ફ-આઇસોલેશનમાં જવાની સલાહ આપવામાં આવી છે,એમ આરોગ્ય મંત્રાલયની ગાઇડલાઇનમાં સાવચેતી સ્વરૂપે જણાવ્યું હતું.
દેશમાં કોરોના વાઇરસનો કહેર ઓછું થવાનું નામ નથી લેતો. આરોગ્ય મંત્રાલયે દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 1,336 નવા કેસો નોંધાયા છે અને 47 લોકોનાં મોત થયાં છે. પુણેની રૂબી હોલ ક્લિનિકના 25 હોસ્પિટલના કર્મચારીઓના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.

વિશ્વમાં કોરોનાના 24 લાખ કેસ
વિશ્વભરમાં કોરોના વાઇરસથી 24,76,854 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 16,59,795 સક્રિય છે. આ વાઇરસથી અત્યાર સુધીમા 6,46,760 લોકો રોગમુક્ત થયા છે અને 1,70,299 લોકોનાં મોત થયાં છે.
દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીઓના કોરોનો ટેસ્ટ પોઝિટવ
નબી કરીમ વિસ્તારમાં દિલ્હી પોલીસના ત્રણ કર્મચારીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જોકે આ વિસ્તારમાંથી કોરોનાના દર્દીઓ મળી આવતાં અહીં લોકોનું ટેસ્ટિગ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.
કોરોનાના 80 ટકા કેસમાં તાવ અને ઇન્ફેક્શનનાં લક્ષણોઃ ICMR
ICMRએ એની દૈનિક પત્રકાર પરિષદમાંમ જણાવ્યું હતું કે કોરોના 80 ટકા કેસોમાં તાવ અને ઇન્ફેક્શનનાં લક્ષણો જણાયાં હતા. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે લોકડાઉન પહેલાં કોરોના કેસ 3.4 દિવસમાં બમણા થયા હતા, જે હવે લોકડાઉન પછી 7.5 દિવસે બમણા થઈ રહ્યા છે.


ફ્લેમિંગોનાં ટોળાંના આગમનથી નવી મુંબઈમાં સર્જાયો ગુલાબી દરિયો…







કોરોના સંબંધિત સવાલોના જવાબ માટે ડો. એલેક્સા તૈયાર
નવી દિલ્હી: ઈ કોમર્સ અને સમાર્ટ ડિવાઈસિસ બનાવતી કંપની એમેઝોને તેમના એલેક્સા એઆઈ વોયસ આસિસ્ટન્સ માટે નવુ ફિચર રોલઆઉટ કર્યું છે. હવે એલેક્સા સાથે જોડાયેલ સ્માર્ટ ડિવાઈસિસને તમે કોરોના વાઈરસ સંબંધિત સવાલો પૂછી શકો છો. જે તમને આ મહામારી સંબંધિત સવાલોના જવાબ આપશે. કંપનીએ આ સ્માર્ટ ડિવાઈસને કોવિડ19 સાથે જોડાયેલ પ્રાથમિક માહિતી સાથે અપગ્રેડ કરી છે. આ સ્માર્ટ આસિસ્ટન્સને કોરોના સંબંધિત હજારો જાણકારીઓ સાથે ટ્રેનિંગ આપવામાં આવી છે. વિશ્વભરના દરેક દેશના યુઝર માટે આ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે.

કંપનીએ જણાવ્યું કે અમે યુઝર્સને સાચી અને સટીક જાણકારી સમય પર ઉપલબ્ધ કરાવવા માટે સરકારી સંસ્થાઓ અને સમાચાર સોર્સ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. એલેક્સા યુઝર્સને ઘરે બેઠા જ સમાર્ટ ડિવાઈસ મારફતે નવી જાણકારીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. કોરોના વાઈરસ સંબંધિત માહિતી ઉપરાંત લોકડાઉન દરમ્યાન ઘરે બેઠા અનેક પ્રકારની ફન એક્ટિવિટીની પણ મજા લઈ શકો છો.
એમેઝોન સ્માર્ટ ડિવાઈસની સાથે ફેમિલી ફન ટાઈમ માટે યુઝર્સ અનેક ફન ગેમ્સ રમી શકે છે. યુઝર્સ સ્માર્ટ વોયસ આસિસ્ટન્સ સાથે ‘Alexa, open Akinator’, ‘Alexa, play impossible bollywood quiz’, ‘Alexa, open Number Guessing Game’ કે પછી ‘Alexa, play tur or false’ જેવી ફન ગેમ્સ રમી શકે છે.

આ ઉપરાંત લોકડાઉનના સમયે ઘરે બેઠા બેઠા એલેક્સા તમને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અને સ્વાસ્થ રહેવા માટે ટીપ્સ પણ આપે છે. આ સાથે આ તણાવભરેલી સ્થિતિમાં તમને અનેક પ્રકારની હેડ સ્પેસ સ્કીલ્સ પણ શીખવી શકે છે.
રાશિ ભવિષ્ય 21/04/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજના દિવસે શાંતિ જાળવવી , ખોટાવિચારો પર કાબુ રાખવો, પાડવા,વાગવાથી સાચવવું, બ્લડપ્રેશરની તકલીફ વાળાએ સાચવવું, કામકાજ અર્થે સહકર્મચારી સાથે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, આકસ્મિક ખર્ચ થઈ શકે છે, વેપારમાં નાનું કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે ગેરસમજથી બચવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, તમારા કામમાં સારીપ્રતિભા બતાવી શકો અને તેથી તમને કામ કરવાનોનો સંતોષ પણ થાય નવીનકામનું આયોજન થઇ શકે છે, કોઈ સારાસમાચાર સંભાળવા પણ મળી જાય તેવું બની શકે છે, વેપારના કામકાજમાં સારોપ્રતિસાદ મળે અને તેમાં તમે સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, માનસિકઅશાંતિ જેવું રહે, નાનીનાની વાતમાં ગુસ્સો આવી જાય તેવું બની શકે છે માટે ધીરજ અને શાંતિ રાખવી, ક્યાંક પરાણે કામકરતા હોવ તેવી લાગણી જોવા મળે, વેપારના કામમાં ધીરજ રાખવી સારી, કોઈની દોરવણીથી દોરવાઈને ઉતાવળિયોકે ખોટો નિર્ણયના લેવાય તેવું ધ્યાન રાખવું.
આજના દિવસે કામકાજમાં ઉતાવળ જોવા મળી શકે તેના કારણે તમને કામકાજમાં થોડી અકળામણની લાગણી અનુભવો, મિત્રો,પરિચિતો સાથેના વ્યવહાર તમને થોડા રોમાંચિત અને ઉત્સાહિત રાખે.વેપારના કામકાજમાં થોડી શાંતિ જાળવવી, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહના આપવી ઇચ્છનીય છે.
આજના દિવસે થોડી શાંતિ અને ધીરજનો અભાવ દેખાય, બેદરકારી તમને તકલીફ આપી શકે છે, કોઈની સાથે કામની બાબતે ઉગ્રતાના થાય તેનું ધ્યાન રાખવું, વાણીસયમ રાખવો અગત્યનો બને છે, કામસિવાય કોઈની સાથે વધુ વાર્તાલાપના કરવો, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમને કામબાબત ઉત્સાહ સારો જોવા મળે તેના કારણે કઈક વધુ શીખવાની જીજ્ઞાસા પણ વધે, કામની કદર થાયની લાગણી પણ અનુભવો, તમને ક્યાંક નસીબસાથ આપતું હોય તેવું જણાય વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય,પ્રિયજન સાથે સારો સમય પસાર થાય.
આજનો દિવસ કામકાજમાં આકસ્મિક વ્યસ્તતા અપાવે તેવો છે, અણધાર્યા કોઈકામ આવી પડે તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, કામની બાબતમાં ક્યાય વાણીવિલાસના થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે, પસંગીની કોઈવાત સંભળાવ પણ મળી જાય, વેપારના કામકાજ નાનુંજ કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય છે, પરિચિતોને મળવાથી તમારો ઉત્સાહ વધે, મુસાફરીના યોગ ઉભા થઇ શકે છે, સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર માટે પોતાના વિષયમાં રૂચી ઓછી અને ઈતરપ્રવૃત્તિમાં ધ્યાન વધુ રહે તેવું પણ બની શકે છે, વેપારના કામકાજ ઉતાવળિયો નિર્ણયકે જોખમના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું.
આજના દિવસે કામ ટાળવાની અને ઈતરપ્રવૃત્તિ કરવાની વૃતિ વધુ જોવા મળી શકે છે, તમારી લાગણી કોઈ સમજે નહિ તેવી મનમાં ફરિયાદ રહે અને ક્યાંક તમે કોઈ ગ્યાએ અતિ ગણીશીલ પણ બની જાવ. કોઈ વિચારોની દ્વિધા તમને થોડા નરમ પણ બનાવી શકે છે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહભર્યું છે.
આજનો દિવસ જૂનીયાદોથી ભરપુર બની શકે છે, તમારા મનનું કોઈ કામ પણ થઇ શકે, કોઈ ધાર્મિક પ્રસગમાં જવાના પણ યોગ છે તેમાં તમને ઉત્સાહ અને મનની શાંતિ પણ મળે, તમે કોઈને તેના કામમાં સાથસહકાર પણ આપો અને તેમ કરવાનો સંતોષ પણ મળે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, બિનજરૂરી કામકાજમાં સમયનો વ્યય થાય, કોઈની દોરવાણીથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી કંટાળાજનક અને માનસિકથાક અપાવે, મજાકમસ્તીથી તમે થોડા ઉશ્કેરાઈના જાવ તેનું ધ્યાન રાખવું, વેપારમાં શાંતિથી નિર્ણય લઈ કામ કરવું જરૂરી છે.
આજનો દિવસ સારો છે, તમારું વર્તન અને વ્યવહાર લોકો આગળ સારું જોવા મળે અને તેના દ્વારા તમને ક્યાંક લાભ પણ અપાવી શકે છે. તમે કોઈને તેના કામમાં સહભાગી પણ બનો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ વિષય શીખવામાં સમય વધુ ફાળવવો યોગ્ય છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં પણ ઘૂસ્યો કોરોના; 125 પરિવારોને આઈસોલેટ કરાયા
નવી દિલ્હીઃ અહીંના રાષ્ટ્રપતિ ભવનમાં એક જણનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટીવ આવતાં સમગ્ર તંત્ર સતર્ક થઈ ગયું છે. સાવચેતીના કારણસર 125 પરિવારોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે. એમને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં સફાઈ કામ કરતી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
એને કારણે એ કામદારના પરિવારને તેમજ સંકુલમાં રહેતા અન્ય 125 ઘરોનાં સભ્યોને સેલ્ફ-ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર ચેપગ્રસ્ત દર્દીની નજીક રહેલા તમામ પરિવારોના લોકોને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
આ સાથે, ભારતમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 18,539 પર પહોંચી છે. વર્લ્ડમીટરના જણાવ્યા અનુસાર, ભારતમાં આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 592 જણ મૃત્યુ પામ્યા છે.
વિશ્વસ્તરે કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 24,74,753 પર પહોંચી છે. દુનિયાભરમાં અત્યાર સુધીમાં આ રોગચાળો 1,69,117 જણનો ભોગ લઈ ચૂક્યો છે.
ઝૂમ એપનો ઉપયોગ કરતાં પહેલાં સેટિગ્સમાં કરો આ ફેરફાર
નવી દિલ્હી: ગયા સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રાલયે ઝૂમ (Zoom) વીડિયો કોન્ફરન્સ એપનો ઉપયોગ કરી રહેલા યુઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ગૃહ મંત્રાલય દ્વાર આ એપને અસુરક્ષિત ગણાવી હતી અને સાથે યુઝર્સને વીડિયો કોન્ફરન્સ શરુ કરતા પહેલા એપના સેટિગ્સમાં કેટલાક ફેરફાર કરવા કહ્યું હતું. અહીં અમે તમને ગૃહ મંત્રાલયે સૂચવેલા ફેરફારો અંગે જાણકારી આપી રહ્યા છીએ. ગૃહ મંત્રાલયે સેટિગ્સમાં આ ફેરફાર વેબ અને એપ યુઝર્સ બંને માટે જાહેર કર્યા છે.

સ્ટેપ-1: સૌથી પહેલા ઝૂમની સત્તાવાર વેબસાઈટ પર જઈને તમારા એકાઉન્ટમાં યૂઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીને લોગઈન કરો.
સ્ટેપ-2: લોગઈન કર્યા પછી તમને ત્યાં ત્રણ મહત્વપૂર્ણ સેક્શન પ્રોફાઈલ, સેટિગ્સ અને પર્સનલ મીટિંગ આઈડી દેખાશે.
સ્ટેપ-3: પ્રોફાઈલ ઓપ્શન પર ક્લિક કરીને પર્સનલ આઈડીની સામે આપેલા એડિટ બટન પર ક્લિક કરો. ત્યારપછી યુઝ પર્સનલ મીટિંગ આઈડી વાળા ચેક બોક્સને અનચેક કરો અને સેવ ચેન્જ બટન પર ક્લિક કરો.
સ્ટેપ-4: હવે હોમ પેજમાં આપેલા સેટિગ્સ બટન પર ક્લિક કરીને સ્ક્રોલ કરો ત્યાં નીચે આપેલી તસવીરમાં આપેલા રેડ સર્કલ વાળા નિર્દેશોને આધાર પર સેટિગ્સમાં ફેરફાર કરો.

આ રીતે તમારા સેટિગ્સ ઓપ્શનમાં જરૂરી ફેરફાર થઈ જશે. ત્યાર પછી તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સિક્યોર વીડિયો કોલિંગ કરી શકશો. ગૃહમંત્રાલયે આ એપના ઉપયોગ કરવા માટે જે એડવાઈઝરી આપી છે તેના અનુસાર નીચે આપેલા મુદ્દાઓનું ધ્યાન રાખવું ખૂબજ જરૂરી છે.
- દરેક મીટિંગ વખતે નવું યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કરો.
- વેઈટિંગ રૂમને અનેબલ કરો જેથી કોઈ યુઝર ત્યારે જ મીટિંગમાં એન્ટર થઈ શકશે જ્યારે હોસ્ટ પરમિશન આપશે.
- મીટિંગ હોસ્ટ કરવા પહેલા જોઈન ઓપ્શનને ડિસેબલ કરી દો.
- સ્ક્રીન શેરિંગને માત્ર હોસ્ટ ઓનલી કરી દો.
- રિમૂવ કરેલા પાર્ટિશિપેન્ટને ફરી જોઈન કરવાના ઓપ્શનને ડિસેબલ કરી દો.
- ફાઈલ ટ્રાન્સફર ઓપ્શનને રિસ્ટ્રિક્ટ અથવા ડિસેબલ કરી દો.
- તમામ પાર્ટિશિપેન્ટ જોઈન કરી લે તો મીટિંગને લોક કરી દો.
- રેકોર્ડિંગ ફીચરને રિસ્ટ્રિક્ટ કરી દો.
તમે અહીં આપેલા તમામ ફીચર્સ સેટિગ્સ ઓપ્શનમાં સ્ક્રોલ કરતા કરતા કરી શકો છો. આશા છે કે, આ તમામ સ્ટેપને ફોલો કરીને ઝૂમ એપના સેટિગ્સમાં ફેરફાર કરી શકશો અને સિક્યોર વીડિયો કોન્ફરન્સનો લાભ લઈ શકશો.
લોકડાઉને આ બે દિલનું મિલન અટકાવ્યું…
કાનપુર: દેશભરમાં લાગુ લોકડાઉનને કારણે કાનપુર અને લંડન વચ્ચે એક પ્રેમ કહાની અધૂરી રહી ગઈ છે. વાત એમ છે કે, કાનપુરની એક ફિલ્મ અભિનેત્રી અને એક બ્રિટિશ નાગરિકના લગ્ન લોકડાઉને કારણે અટકી ગયા છે. ભારતીય પંરપરા અનુસાર આ લગ્ન કાનપુરમાં 8 એપ્રિલના રોજ થવાના હતા પણ લોકડાઉનને પગલે બે દિલોનું મિલન અધૂરું રહી ગયું.

કાનપુરમાં સ્વરૂપનગરમાં કૃષ્ણાવતાર સચાન અને રેખા સચાનની પુત્રી કામના સચાન દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી છે. અહીં તેમણે થિક્કા અને અય્યોરમા જેવી ફિલ્મો દિગ્ગજ અભિનેતાઓ સાથે કરી છે. આ ઉપરાંત સચાને બોલિવુડમાં વિક્રમ ભટ્ટ વેબ સીરિઝ ફેસલેસમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. ફિલ્મી દુનિયામાં કામના રાશિ સિંહના નામે ઓળખાય છે. આ ઉપરાંત કામનાએ યોગમાં ઈન્ટરનેશનલ સર્ટિફિકેટ પણ મેળવેલ છે. કામના જણાવે છે કે, બ્રિટિશ નાગરિક ડિલન સુકૈરી સાથે તેમની મુલાકાત એક કોમન મિત્રએ કરાવી હતી. ત્યારપછી ડિલન કામનાને મળવા મુંબઈ આવ્યો. અહીં બંનેએ એકસાથે જીવન વિતાવવાનો નિર્ણય લીધો.
કામના અને ડિલને તેમના પરિવારને તેમના સંબંધો વિશે જણાવ્યું અને ગયા વર્ષે લંડનમાં બંનેએ સગાઈ કરી. ત્યારપછી કાનપુરમાં રજિસ્ટર મેરેજ પણ કર્યા. કામના કહે છે કે, મારા પરિવારના લોકો ભારતીય પરંપરા અનુસાર લગ્ન કરવા ઈચ્છે છે. એટલા માટે 8 એપ્રિલની તારીખ નક્કી કરી હતી. લંડનથી ડિલનના પરિવારે ફ્લાઈટ પણ બુક કરાવી લીધી હતી અને અહીં હોટલ બુકિંગ કરાવવા ઉપરાંત લગ્નના કાર્ડ પણ છપાવી લીઘા હતા. કામના કહે છે કે, તેમના ભાઈ શ્રેયસે ખૂબ જ ઉત્સાહ સાથે લગ્નની તૈયારી કરી હતી. જો કે ભારતમાં તો સ્થિતિ કાબૂમાં છે પણ લંડનમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. આ સ્થિતિમાં હવે લગ્ન કયારે થશે એ કંઈ નક્કી નથી. કામના લગ્ન પછી લંડનમાં જ યોગ ક્લાસીસ ચલાવવા માંગે છે.
આ તાલુકાના તમામ ગામોએ સ્વેચ્છાએ લોકડાઉન સ્વીકાર્યું
નડીયાદઃ કોરોના વાયરસના કહેર વચ્ચે લોક ડાઉનની પરિસ્થિતિમાં આખે આખા એક તાલુકાના ગામો સ્વેચ્છાએ લોકડાઉન અપનાવે એવુ શક્ય બને ખરું? પ્રથમ તો જવાબ છે ના.
દેશવ્યાપી લોક ડાઉનની આજે ઠેર ઠેર નાગરિકો દ્વારા લોક ડાઉન ભંગની ફરિયાદો પોલીસને મળી રહી છે. પરંતુ દરબાર ગોપાલદાસની હવેલી તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત એવા વસો તાલુકાના તમામ ૧૩ ગામોએ સ્વૈચ્છાએ લોક ડાઉન સ્વીકારી અન્ય ગામોને પ્રેરણા પૂરી પાડી છે.
હજુ ઘણા લોકો લોકડાઉનની આ બાબતને ગંભીરતાથી નથી લેતા અને પ્રશાસન અને પોલિસ અધિકારીઓ,આરોગ્ય કર્મચારીઓનું કામ વધારી દે છે. વસો પોલીસ સ્ટેશનના પીએસઆઇ ગીરીરાજસિંહ પરમારે આમાથી સરળ રસ્તો શોધ્યો. પોલીસની સાથે સાથે ગામના આગેવાનો અને સરપંચની સાથે ગામની સુરક્ષામાં પોલીસ સાથે પીપીપી મોડની થિયરી અપનાવી ગામના યુવાનોને ભાગીદાર થવા કહ્યું. કોરોના વાયરસ સામે ગામની સુરક્ષાને પ્રાધાન્ય આપતા સરપંચો અને ગામ આગેવાનોએ આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાયો.
વસો પોલિસ સ્ટેશન હસ્તકના વસો તાલુકાના ૧૩ ગામોના યુવાનોએ પોતાના ગામડાના પ્રજાજનો સુરક્ષિત રહે તે માટેની જવાબદારી ઉપાડી લીધી અને પોલીસને આ કામમાં સહભાગી બન્યા. તેઓ ૨૪ કલાક શિફટ પ્રમાણે ગામમાં પ્રવેશવાના માર્ગ પર રખેવાળી કરી રહયા છે. ગામમાં પ્રવેશવાના માર્ગોને પણ આડસો મૂકીને બંધ કરી દેવામાં આવી છે.
લોક સહયોગથી કોરોના સામે સુરક્ષિત રહેવાના વસો તાલુકાના સરપંચોના અભિગમને આવકારતા જિલ્લા પોલીસ અધિક્ષક દિવ્ય મિશ્રએ જણાવ્યું કે લોક ડાઉનમાં જનતાનો સહયોગ જરૂરી છે. જો નાગરિકો પોલીસને સહયોગ કરે તો લોકભાગીદારીથી કોરોના જેવી મહામારીને અટકાવી શકાય તેમ છે. વસો તાલુકાની જેમ ખેડા જિલ્લાના અન્ય તાલુકાના ગામો સમરસ લોક ડાઉન અપનાવે તો કોરોના સંક્રમણને અટકાવવામાં ખૂબ જ સફળતા મળશે.
ગામના આગેવાનો અને સરપંચ સાથે એક બેઠક કરી ગામના યુવાનોની ગામની રખેવાળી કરવાની જવાબદારી નકકી કરી છે. આ મૂજબ યુવાનો શિફટમાં ગામની રખેવારી કરી રહ્યા છે. ગામમાં આવવાના તથા શહેર તરફ જવાના તમામ માર્ગો આડસ મૂકીને બંધ કરી દેવામાં આવેલ હોવાથી અન્ય ગામમાંથી કોઇ વ્યકિત આ ગામમાં પ્રવેશી શકતી નથી.
વસો ગામના અગ્રણી જીતુભાઇએ જણાવ્યું હતું કે, વસો તાલુકાના વસો, પીજ, ગંગાપુર, રામપુર, બામરોલી, ટુંડેલ, દેગામ, ઝારોલ, વલેટવા, પલાણા, મિત્રાલ, દંતાલી અને દાવડા ગામમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી અન્ય ગામમાંથી ગામના યુવાનોની મંજૂરી વગર કોઇ પ્રવેશી શકતું નથી.
ગ્રામજનોની આવશ્યક સેવાઓ તથા શાકભાજી, દૂધ માટે અન્ય ગામમાંથી આવતા નાગરીકો/વેપારીઓને પણ ગામની બહાર સેનેટાઇઝ કરીને જ ગામમાં પ્રવેશ આપવામાં આવે છે તથા જો વધુ જરૂરી ના હોય તો અન્ય ગામની વ્યકિત અમારા ગામમાં જેને મળવા માંગતી હોય તે વ્યકિતને ગામમાં આવવાના માર્ગ પર બોલાવી મુલાકાત કરાવાય છે. આમ,જરૂરી કામ સિવાય કોઇપણ વ્યકિતને ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો.
આ પ્રયોગના કારણે પોલિસ કર્મીઓ પર કામનું ભારણ ઓછું થયું છે તથા ગ્રામજનો પોતાના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા થાય છે.
રાજ્યના આ ત્રણ શહેરોમાં 24 એપ્રિલ સુધી કરફ્યુ લંબાવાયો…
ગાંધીનગર: રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.

ઝાએ ઉમેર્યું કે, આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં આ ત્રણેય શહેરોમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરીને જરૂરી પરામર્શ કર્યો હતો. આ શહેરોના જે વિસ્તારમાં સંક્રમણનું પ્રમાણ વધ્યું છે તેવા વિસ્તારમાં સંક્રમણ ઝડપથી અટકે અને અન્ય વિસ્તારમાં ન પ્રસરે તે માટે નાગરિકોના આરોગ્યની ચિંતા કરીને આ કર્ફ્યુની મુદત લંબાવવાનો મહત્વ નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના સવારના 10 વાગ્યા બાદ 93 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 4ના મોત થયા છે અને 25 દર્દી સાજા થયા છે. આ પહેલા ગઈકાલ સાંજથી આજ સવાર સુધીમાં 108 કેસ નોંધાયા હતા. આમ 24 કલાકમાં 201 દર્દી નોંધાયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 1939 દર્દી નોંધાયા છે અને 71ના મોત તેમજ 131 લોકો ડિસ્ચાર્જ થયા છે.









