મુંબઈ તા.22 જુલાઈ, 2020: દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ નવી મુંબઈ ખાતે નિયુક્ત વેરહાઉસમાં કોચલા સહિતની બદામના ફ્યુચર્સની આશરે 16000 કિલોની સૌપ્રથમ ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી હતી. BSEએ 22 જૂન, 2020ના રોજ વિશ્વના એકમાત્ર આલમોન્ડ ઈન શેલના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા અને તેની ડિલિવરી પાર પાડી હતી. કોન્ટ્રેક્ટનું 1000 કિલોના ગુણાંકમાં ટ્રેડિંગ થાય છે અને કોન્ટ્રેક્ટની મહત્ત્મ સાઈઝ 20,000 કિલો છે. આ કોન્ટ્રેક્ટ સંદર્ભ તરીકે નવી મુંબઈની APMCના ભાવને લે છે.
ગુણવત્તા FSSAIનાં ધોરણો અનુસારની હોય છે. એક્સચેન્જી આ સિદ્ધિ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે પ્રથમ વાર કોચલા સહિતની બદામના બીએસઈ ફ્યુચર્સ આધારિત બજાર પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા અને ડિલિવરી કરવામાં આવી, જેથી બધા સહભાગીઓને વધુ પારદર્શિતા, પ્રવાહિતા, વેપારની સરળ સુવિધા પ્રાપ્ત થઈ છે. આ ઘટના ભારતમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારને વધુ સક્ષમ બનાવવાની BSEની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
અમદાવાદઃ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ પેરિસ ક્લાયમેન્ટ એગ્રિમેન્ટ અંગે દેશની નિષ્ઠાને મજબૂત કરતાં સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi) પર હસ્તાક્ષર કર્યાં છે. SBTi દ્વારા કંપનીઓ એની સમગ્ર વેલ્યુ ચેઇનમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેન્ટિગ્રેના પ્રિ-ઇન્ડસ્ટ્રિયલ સ્તર સુધી સીમિત રાખવાના વિજ્ઞાન આધારિત એમિશન ઘટાડવાના લક્ષ્યાંકો માટે પોતાની નિષ્ઠા દર્શાવે છે. આ નિષ્ઠા ધરાવતી કંપનીઓને લક્ષ્યાંકો મેળવવા માટે SBTi દ્વારા પ્રસિદ્ધ કરાવવા માટે 24 મહિનાનો સમય મળે છે.
સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi) એ CDP, યુનાઇટેડ નેશન્સ ગ્લોબસ કોમ્પેક્ટ, વર્લ્ડ રિસોર્ટ અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સાથે મલીને કામ કરતી સંસ્થા છે. સ્વતંત્રપણે કંપનીઓના લક્ષ્યાંકોનું મૂલ્યાંકન SBTi કરે છે. 800થી વધુ કંપનીઓએ પ્રદૂષણ ઘટાડવાના વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકો નક્કી કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.
બે અદાણી જૂથની પેટા કંપનીઓ
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેના કમિટમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ સંસ્થા સ્વૈચ્છિક ધોરણે રોકાણકાકરો, ધિરાણ આપનાર, વીમો આપનાર અને અન્ય સહયોગીઓને ક્લાયમેટ સંબંધી માહિતી પૂરી પાડવા માટેના એમિશન ઘટાડવાના ફાઇનાન્શિયલ રિસ્ક ડિસ્ક્લોઝર વિકસાવે છે. કુલ 16 ભારતીય કંપનીઓ TCFDને સહયોગ આપે છે, જેમાંથી બે અદાણી જૂથની છે.
ભારતના ક્લાયમેટ ધ્યેને હાંસલ કરવા માટે અદાણી જૂથનું મહત્ત્વનું પગલું
દેશના COP21 લક્ષ્યાંકો અને ગ્લોબલ ક્લાયમેટ ધ્યેય હાંસલ કરવા માટેની કટિબદ્ધતા દર્શાવતું અદાણી જૂથનું આ નોંધપાત્ર પગલું છે. આપણાં અર્થતંત્રોમાં મૂળભૂત ફેરફાર માટે આપણી પાસે 10 વર્ષ કરતાં ઓછો સમય છે, એમ APSEZના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઇમ ડિરેક્ટર કરણ અદાણીએ કહ્યું હતું.
APSEZનો દેશની 43 કંપનીઓમાં સમાવેશ
APSEZનો સમાવેશ SBTiને કમિટમેન્ટ લેટર લખી આપનાર દેશની 43 કંપનીઓમાં સમાવેશ થાય છે. કુલ 909 કંપનીઓમાં વિજ્ઞાન આધારિત ક્લાયમેટ એક્શન લઈ રહી છે અને 392 કંપનીઓએ SBTi દ્વારા સાયન્સ બેઝ્ડ લક્ષ્યાંકો મંજૂર કરાવ્યા છે.
અદાણી જૂથે 25 ગિગાવોટની રિન્યુએબલ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરીને વર્ષ 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની બનવાનો તથા 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જૂથ દ્વારા આગામી પાંચટ વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 15 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવશે.
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ અંગે
અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ વૈશ્વિક વૈવિધ્યકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છો અને ભારતની સૌથી મોટી સુસંકલિત લોજિસ્ટિક કંપની છે. APSEZ 11 વ્યૂહાત્મક સ્થળોએ પોર્ટ અને ટર્મિનલ્સ ધરાવે છે. આ બંદરો દેશની કુલ પોર્ટની ક્ષમતાના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 45,720 નવા કેસ સામે આવ્યા છે અને 1129 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 12,38,635 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 29,861 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,82,606 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,26,167એ પહોંચી છે. રિકવરી રેટ 63.18 ટકાએ પહોંચ્યો છે.
વિશ્વમાં કોરોના વાઇરસ સંક્મણનો નવો રેકોર્ડ
વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં 2.78 લાખ નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં સૌથી મોટો આંકડો છે. પાછલા 24 કલાકમાં 7107 લોકોનાં મોત થયાં છે.
અમેરિકામાં 40.99 લાખથી વધુ કોરોનાના કેસ
અમેરિકા હજી પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં સૌથી ઉપર છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 40.99 લાખથી વધુ છે. અમેરિકામાં 1.46 લાખ લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 71,000થી વધુ નવા કેસ નોંધાયા છે અને 1207 લોકોનાં મોત થયાં છે. જ્યારે બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 22 લાખે પહોંચી છે. જ્યારે 82,000થી વધુનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ અબજોપતિ મુકેશ અંબાણી વિશ્વના પાંચમા સૌથી શ્રીમંત વ્યક્તિ બની ગયા છે. બિઝનેસ મેગેઝિન ફોર્બ્સની અબજોપતિઓની યાદી મુજબ મુકેશ અંબાણી વિશ્વના પાંચમાં સૌથી શ્રીમંત વ્યક્તિ છે. ઓઇલથી માંડીને ટેલિકોમ ક્ષેત્ર સહિત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેને પાચમું સ્થાન હાંસલ કરીને અમેરિકી રોકાણકાર વોરન બફેટને પાછળ કરી દીધા છે. ફોર્બ્સના મુજબ મુકેશ અંબાણીની સંપત્તિ 75 અબજ ડોલર છે.
રિલાયન્સનું એમ-કેપ વધીને 13.17 લાખ કરોડ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (એમ-કેપ) ઝડપથી વધીને 13.17 લાખ કરોડ રૂપિયા (176.4 અબજ ડોલર)એ પહોંચી ગયું છે. હજી બે સપ્તાહ પહેલાં છઠ્ઠી જુલાઈએ કંપનીનું એમ-કેપ 160 અબજ ડોલર હતું. કંપનીએ ગઈ કાલે એક નિવેદનમાં કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એમ-કેપમાં પાછલાં છ વર્ષોમાં 10 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. આમાં ચાર લાખ કરોડ રૂપિયાનો વધારો તો પાછલા 10 મહિનામાં થયો છે. કંપનીના શેરનો ભાવ શેરદીઠ 2004 રૂપિયા બંધ આવ્યો હતો.
રિલાયન્સ દેવાંમુક્ત કંપની બની
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એની ડિજિટલ શાખા જિયોમાં આશરે 33 ટકાનો હિસ્સો ફેસબુક અને ગૂગલ સહિત અગ્રણી રોકાણકારોને વેચ્ચો હતો. ત્યાર બાદ રિલાયન્સ દેવાંમુક્ત કંપની બની હતી.
કંપનીએ 22માંથી 14 સોદાની ઘોષણા કરી
કંપનીએ 22માંથી અત્યાર સુધી 14 સોદાની ઘોષણા કરી હતી, જેમાંથી જિયો પ્લેટફોર્મ્સમાં 1.5 લાખ કરોડના હિસ્સાને વેચવાનો સોદો પણ સામેલ છે. જિયો પ્લેટફોર્મ્સમાં ગૂગલે 7.7 ટકા હિસ્સો લઈને 33,737 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.
રિલાયન્સે જિયોમાં મૂડીરોકાણના માધ્યમથી 2.12 લાખ કરોડ એકત્ર કર્યા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જિયોમાં મૂડીરોકાણના માધ્યમથી 2.12 લાખ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. કંપનીનું એમ-કેપ 12.70 લાખ કરોડ થઈ ગયું છે અને એ દેશની સૌથી મૂલ્યવાન કંપની બની ગઈ છે.
ફોર્બ્સની યાદી
ફોર્બ્સની યાદી અનુસાર જેફ બેઝોસ 185.8 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વનમી સૌથી શ્રીમંત વ્યક્તિ છે. બિલ ગેટ્સ બર્નાર્ડ આરનોલ્ટ અને માર્ક ઝુકરબર્ગ લિસ્ટમાં મુકેશ અંબાણીથી આગળ છે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.
મુંબઈઃ દેશમાં કોરોના વાઈરસ રોગચાળાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. રાજ્ય સરકાર મહારાષ્ટ્રમાં શાળાઓ ફરી શરૂ કરવાની વાતો કરે છે, પણ કોઈ માતા-પિતા હાલના સંજોગોમાં એમના સંતાનોને શાળામાં મોકલવા ઈચ્છતા નથી.
એક સર્વેક્ષણ અનુસાર, મુંબઈમાં 97% માતા-પિતા અને વાલીઓ હાલ કોરોનાના સંજોગોમાં શાળાઓ ફરી ખોલવામાં આવે એની વિરુદ્ધમાં છે.
બહુમતી માતા-પિતાનું કહેવું છે કે શાળાઓ ફરી ખોલવાનો વિચાર ત્યારે કરવો જોઈએ જ્યારે રાજ્યમાં 21 દિવસો સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાય નહીં.
સામુદાયિક સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘લોકલ સર્કલ્સ’ દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. એમાં 10,500 જેટલા માતા-પિતા અને વાલીઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા.
જોકે મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં શાળાઓ ફરી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ મુંબઈમાં મોટા ભાગનાં માતા-પિતા શારીરિક રૂપે શાળાઓ ફરી ખોલવાની તરફેણમાં નથી.
સર્વેમાં 61 ટકા પુરુષો અને 39 ટકા મહિલાઓનો સમાવેશ કરાયો હતો. 70 ટકા માતા-પિતાએ કહ્યું કે એમનાં બાળકોનાં ઓનલાઈન વર્ગો સફળતાપૂર્વક શરૂ થઈ ગયા છે.
માત્ર 3 ટકા માતા-પિતાએ કહ્યું કે શાળાઓને 1 ઓગસ્ટ, 2020થી ફરી ખોલવી જોઈએ.
બહુમતી માતા-પિતા, વાલીઓએ કહ્યું કે પહેલા રાજ્યને કોરોના-મુક્ત કરો, કોરોનાની રસી બહાર આવી જાય તે પછી જ શાળાઓ ફરી ખોલવી જોઈએ.
મુંબઈમાં કોરોનાના ઝીરો કેસ નોંધાય તે પછી જ શાળાઓ ફરી શરૂ કરવી જોઈએ.
બાળકોની સ્કૂલ ફીના મુદ્દે પણ 88 ટકા માતા-પિતાએ કહ્યું કે ફીનાં માળખામાં ફેરફાર કરવો જોઈએ.
પિપાવાવ (ગુજરાત): APM ટર્મિનલ્સ-પિપાવાવે 15 જુલાઈ,2020એ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણી કરી હતી. આ ઉજવણીના ભાગરૂપે કંપનીએ એક વેબિનાર યોજ્યો હતો અને એક નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ વેબિનાર સ્કિલ્સ ફોર એ રિસાઇલન્ટ યૂથ પર યોજવામાં આવ્યો હતો. પોર્ટે ‘આત્મનિર્ભર ભારત અને કૌશલ’ પર એક નિબંધલેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં 100થી વધુ નિબંધ રજૂ થયા હતા.
નિષ્ણાત સભ્ય પ્રભાસ ચંદ્ર દુબેનું સંબોધન
આ વેબિનારમાં 300 યુવાનોને ઓટોમોટિવ સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ એન્ડ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ડેવલપમેન્ટ કાઉન્સિલ, રાજસ્થાન અને ઉત્તરાખંડના આજીવિકા ઝુંબેશના ભૂતપૂર્વ નિષ્ણાત સભ્ય પ્રભાસ ચંદ્ર દુબેએ સંબોધન કર્યું હતું. તેમણે યુવાનોને નવી કુશળતા શીખવાની સલાહ આપી હતી. તેમણે IT, BPO, ઇલેક્ટ્રિકલ, બેન્કિંગ અને નર્સિંગ જેવાં પાયાનાં ક્ષેત્રોમાં કૌશલ્ય વિકાસની ભૂમિકા પર ભાર મૂકીને નવી કુશળતાઓ શીખવાનું મહત્ત્વ સમજાવ્યું હતું. તેમણે યુવાનોને કુશળ બનાવીને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન આપવા બદલ APM ટર્મિનલ્સ પિપાવાવના પ્રયાસોની પ્રશંસા પણ કરી હતી.
પોર્ટે 1035 યુવાનોને તાલીમ આપી
પોર્ટે નર્સિંગ, ઇલેકક્ટ્રિકલ, ટૂ-વ્હીલર મિકેનિક્સ, BPO, બેન્કિંગ અને ફાઇનાન્સ, ફિટર અને ફેબ્રિકેશન વગેરે ક્ષેત્રોમાં વિવિધ જરૂરી કુશળતાઓમાં આશરે 1035 યુવાનો અને યુવતીઓને તાલીમ આપી છે. એમાંથી 80 ટકા કુશળતા ધરાવતા યુવાનોને સુરત, રાજકોટ, બેંગલોર અને અમદાવાદમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત કંપનીઓ અને હોસ્પિટલોમાં રોજગારી મળી છે.
અમારા પ્રયાસોનાં સકારાત્મક પરિણામો મળ્યાઃ MD
આ પ્રસંગે APM ટર્મિનલ્સ પિપાવાવના મેનેજિંગ ડિરેક્ટર જેકોબ ફ્રિસ સોરોન્સે કહ્યું હતું કે APM ટર્મિનલ્સ પિપાવાવમાં અમે યુવા પેઢીનો વધુ કુશળતા પ્રદાન કરવા અને સ્વનિર્ભર બનાવવા પર્યાપ્ત સજ્જતા પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમારા પ્રયાસોનાં સકારાત્મક પરિણામો જોઈને મને ખૂબ આનંદ થયો હતો, જેને પરિણામે આત્મનિર્ભર ભારતના માર્ગે આકાર લીધો છે. આ પહેલાં પણ APM ટર્મિનલ્સ પિપાવાવે હાથ ધરેલી કૌશલ્ય વિકાસની પહેલોને સ્થાનિક યુવાનોને તાલીમ આપવા બદલ ‘મુખ્ય પ્રધાન એપ્રિન્ટિસશિપ યોજના’ એવોર્ડ એનાયત થયો હતો.
સંયુક્ત રાષ્ટ્રએ વર્લ્ડ યૂથ સ્કિલ્સ ડેની ઉજવણીની શરૂઆત કરી
સંયુંક્ત રાષ્ટ્રની સાધારણ મહાસભાએ વર્ષ 2014માં વર્લ્ડ સ્કિલ્સ ડેની ઉજવણી કરી હતી, જેનો આશય ટેક્નિકલ અને રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ સંસ્થા તથા સરકારી-ખાનગી ક્ષેત્રના ભાગીદારો દ્વારા યુવાનોને રોજગારી મેળવવા અને ઉદ્યોગ સાહસિકતા માટે કુશળતા સાથે સજ્જ કરવાનો છે.
APM ટર્મિનલ્સ પિપાવાવ ભારતના અગ્રણી ગેટવે પોર્ટમાંનું એક
APM ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિ.) કન્ટેઇનર્સ, રો-રો (પેસેન્જર કાર) લિક્વિડ બલ્ક અને ડ્રાય બલ્ક કાર્ગો માટે દેશના અગ્રણી ગેટવે પોર્ટોમાંનું એક છે. પોર્ટની હાલની વાર્ષિક કાર્ગો સંચાલન ક્ષમતામાં 13.5 લાખ TEU કન્ટેઇનર્સ, 2.50 લાખ પેસેન્જર કાર, 20 લાખ મેટ્રિક લિક્વિડ બલ્ક અને ચાર લાખ મેટ્રિક ટન ડ્રાય બલ્ક સામેલ છે. APM ટર્મિનલ્સ પિપાવાવ ભારતનું સરકારીઃખાનગી ભાગીદારી (PPP) ધરાવતું પોર્ટ છે અને APM ટર્મિનલ્સના આંતરરાષ્ટ્રીય ટર્મિનલના નેટવર્કનો એક ભાગ છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીની એક સ્ટાર્ટ-અપ કંપનીએ એક એવું મશીન બનાવ્યું છે જે કોરોના રોગચાળા દરમ્યાન વાપરવામાં આવેલા માસ્કને ફરીથી વાપરવા યોગ્ય બનાવશે! ‘ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી’ (IIT) દિલ્હીની એક સ્ટાર્ટઅપ કંપનીએ ઓઝોન આધારિત Chakr DeCoV નામનું એક એવું મશીન બનાવ્યું છે, જે વપરાયેલા N95 માસ્કનું શુદ્ધીકરણ કરીને એને ફરીથી ઉપયોગમાં લેવા યોગ્ય બનાવી આપશે. આ મશીન ખાસ કરીને હેલ્થ વર્કરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. હેલ્થ વર્કરો જે દિવસ-રાત કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં ખડે પગે હોય છે, તેમનો આ વાયરસથી બચવાના ઉપાય તરીકે માસ્ક ઉપર મોટો આધાર હોય છે.
રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબેના હસ્તે શુક્રવારે Chakr DeCoV મશીનનો શુભારંભ કરવામાં આવ્યો. N95 માસ્કને વાપરીને ફેંકી દેવામાં આવે તો પર્યાવરણ માટે જોખમી છે અને તેને વ્યવસ્થિત રીતે શુદ્ધ ન કરીને વાપરવામાં આવે તો જીવને માટે પણ જોખમી છે. આઈઆઈટી-દિલ્હીની સ્ટાર્ટ-અપ કંપનીએ અજોડ ટેકનોલોજીથી બનાવેલા Chakr DeCoV મશીન દ્વારા N95 માસ્કનું માત્ર 90 મિનિટમાં શુદ્ધિકરણ થઈને ફરીથી તે વાપરવાલાયક બની જાય છે.
‘Chakr DeCoV મશીન એ અત્યાધુનિક ઓઝોન આધારિત વિશુદ્ધીકરણની ટેકનોલોજીથી બનાવવામાં આવ્યા છે. જે હોસ્પિટલના વાતાવરણને હિસાબે જરૂરી એવું ઉચ્ચ સ્તરનું શુદ્ધિકરણ પૂરૂં પાડે છે. કોરોના વાયરસની સારવાર વખતે ઉત્પન્ન થનારા બાયોમેડિકલ કચરા બાબતે ચિંતા દૂર કરવામાં અમારું આ ઉત્પાદન મદદરૂપ થશે.’ એવું Chakr DeCoVના સીઈઓ કુશાગ્ર શ્રીવાસ્તવે જણાવ્યું.
આ ઉત્પાદનની ડિઝાઈન એક કેબિનેટ જેવી રાખવામાં આવી છે. જેમાં રહેલો ઓઝોન ગેસ N95 માસ્કના છિદ્રોની અંદર પહોંચીને માસ્કની દરેક લેયરનું સંપૂર્ણ રીતે શુદ્ધિકરણ કરે છે.
ઓઝોન એ એક બહુ જ સબળ ઓક્સિડાઈઝીંગ એજેન્ટ છે. જે વાયરસની ઉપરના પ્રોટીન કોટનો નાશ કરીને એના RNAનો ખાત્મો કરે છે. ઓઝોનના માનવીય સંસર્ગને લઈને સલામતી માટે આ મશીનને બાયો સેફ્ટી ડોર તેમજ કેટાલિટીક રિડક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું છે.
આ ટેકનોલોજીનું આઈઆઈટી-દિલ્હીના બાયોમેડિકલ એન્જિનિયરિંગ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સલામતી અને વિશ્વસનીયતા માટે તેનું ઈન-હાઉસ સખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સ્ટાર્ટ-અપ કંપની પૂનામાં પોતાના ઉત્પાદન માટેના સફળ પાઈલટ્સ ચલાવી રહી છે અને હવે સારી રીતે ચકાસાયેલ અને વિશ્વસનીય એવું આ ઉત્પાદન માપદંડ માટે તૈયાર છે.
ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી-ગાંધીનગર (IITGN) દ્વારા 24થી 26 જુલાઈ, 2020 દરમ્યાન મહિલાઓ માટે પાન-ઇન્ડિયા વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે ACM ઇન્ડિયા ગ્રેડ કોહોર્ટની ત્રીજી આવૃત્તિ હશે. આ સંપૂર્ણ ઓનલાઇન ઇવેન્ટ (વર્કશોપ)ના સહયોગી ACM-W ઇન્ડિયા કાઉન્સિલ (ધ એસોસિયેશન ફોર કોમ્પ્યુટિંગ મશીનરીની ઇન્ડિયા કાઉન્સિલ ઓન વુમન ઇન કોમ્પ્યુન્ટિંગ) અને ગૂગલના ટેકાથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ, IIT ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવનાર છે.
ત્રિદિવસીય વર્કશોપ
આ ત્રિદિવસીય વર્કશોપનો હેતુ ભારતીય મહિલા ગ્રેડ્યુએટ્સ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટિંગ ક્ષેત્રે તેમના ગ્રેજ્યુએશનના વર્ષોમાં આગામી સમયમાં સહાય કરવા માટે યોજવામાં આવી રહી છે. આ વર્કશોપ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ક્ષેત્રની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહિલા એક્સપર્ટ્સ હશે, જે વિદ્યાર્થીઓને તેમની ગ્રેજ્યુએટ કારકિર્દીનાં વિવિધ પાસાં જેવાં કે સંશોધન વિષય શોધવા, તેમના રીડિંગ અને રાઇટિંગ સ્કિલ્સ, કાર્યજીવનનું સંતુલન પ્રાપ્ત કરવા માટે અને અન્ય બાબતોએ માર્ગદર્શન આપશે.
24 જુલાઈ અને 25 જુલાઈએ મુખ્ય વક્તવ્ય
સુનીતા સરાવગી- IIT-મુંબઈના કોમ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર અને ડો. મીના મહાજન- કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, IMSc-ચેન્નઈના-પ્રોફેસર- 24 જુલાઈ અને 25 જુલાઈએ મુખ્ય વક્તવ્ય આપશે. આ ત્રણ દિવસના દરમ્યાન અનુભવી મહિલા સંશોધનકારો દ્વારા પ્રેઝન્ટેશન અને ઇન્ટરએક્ટિવ સેશન કરવામાં આવશે. આ વર્કશોપમાં ભાગ લેનારા સહભાગીને ઉદ્યોગ અને શિક્ષણવિદ્- બંને ક્ષેત્રોના વરિષ્ઠ સંશોધનકારો સાથે વ્યક્તિગત વિચારવિમર્શ કરવાની તક મળશે. આ સેમિનારમાં ફિલ્મ સ્ક્રિનિંગ અને લોગો માટે હરીફાઈ પણ કરવામાં આવશે.
રોગચાળા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે
આ ત્રીજી આવૃત્તિમાં મહિલાઓની આ વર્ચ્યુઅલ વર્કશોપ વૈશ્વિક રોગચાળા દરમ્યાન યોજવામાં આવી રહી છે, જેથી એનાથી કેવી રીતે બચવું એના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વર્કશોપના સત્રમાં લોકો ઘરેથી કામ કરી રહ્યા છે અને નવા વાતાવરણમાં સામાન્ય થવા આસપાસ બનતી ઘટનાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત રજિસ્ટ્રેશન શુક્રવાર વર્કશોપ શરૂ થાય એટલે કે 24 જુલાઈ સુધી કરી શકાશે. નોંધણી ફોર્મ માટે નીચેની લિન્કથી એક્સેસ કરી શકાશે… http://bit.ly/GC2020register/