સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઈનિશિયેટિવ પર હસ્તાક્ષર કરનારું પ્રથમ પોર્ટ APSEZ

અમદાવાદઃ અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ પેરિસ ક્લાયમેન્ટ એગ્રિમેન્ટ  અંગે દેશની નિષ્ઠાને મજબૂત કરતાં સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ (SBTi) પર હસ્તાક્ષર કર્યાં છે. SBTi દ્વારા કંપનીઓ એની સમગ્ર વેલ્યુ ચેઇનમાં ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેન્ટિગ્રેના પ્રિ-ઇન્ડસ્ટ્રિયલ સ્તર સુધી સીમિત રાખવાના વિજ્ઞાન આધારિત એમિશન ઘટાડવાના લક્ષ્યાંકો માટે પોતાની નિષ્ઠા દર્શાવે છે. આ નિષ્ઠા ધરાવતી કંપનીઓને લક્ષ્યાંકો મેળવવા માટે SBTi દ્વારા પ્રસિદ્ધ કરાવવા માટે 24 મહિનાનો સમય મળે છે.

સ્વતંત્રપણે કંપનીઓના લક્ષ્યાંકોનું મૂલ્યાંકન કરતી SBTi

સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ  (SBTi) એ CDP, યુનાઇટેડ નેશન્સ ગ્લોબસ કોમ્પેક્ટ, વર્લ્ડ રિસોર્ટ અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સાથે મલીને કામ કરતી સંસ્થા છે. સ્વતંત્રપણે કંપનીઓના લક્ષ્યાંકોનું મૂલ્યાંકન SBTi  કરે છે. 800થી વધુ કંપનીઓએ પ્રદૂષણ ઘટાડવાના વિજ્ઞાન આધારિત લક્ષ્યાંકો નક્કી કરવા માટે કટિબદ્ધતા દર્શાવી છે.

બે અદાણી જૂથની પેટા કંપનીઓ

અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ ટાસ્કફોર્સ ઓન ક્લાયમેટ રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર (TCFD)ના ટેકેદાર તરીકેના કમિટમેન્ટ પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ સંસ્થા સ્વૈચ્છિક ધોરણે રોકાણકાકરો, ધિરાણ આપનાર, વીમો આપનાર અને અન્ય સહયોગીઓને ક્લાયમેટ સંબંધી માહિતી પૂરી પાડવા માટેના એમિશન ઘટાડવાના ફાઇનાન્શિયલ રિસ્ક ડિસ્ક્લોઝર વિકસાવે છે. કુલ 16 ભારતીય કંપનીઓ TCFDને સહયોગ આપે છે, જેમાંથી બે અદાણી જૂથની છે.

ભારતના ક્લાયમેટ ધ્યેને હાંસલ કરવા માટે અદાણી જૂથનું મહત્ત્વનું પગલું

દેશના COP21 લક્ષ્યાંકો અને ગ્લોબલ ક્લાયમેટ ધ્યેય હાંસલ કરવા માટેની કટિબદ્ધતા દર્શાવતું અદાણી જૂથનું આ નોંધપાત્ર પગલું છે. આપણાં અર્થતંત્રોમાં મૂળભૂત ફેરફાર માટે આપણી પાસે 10 વર્ષ કરતાં ઓછો સમય છે, એમ APSEZના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને હોલ ટાઇમ ડિરેક્ટર કરણ અદાણીએ કહ્યું હતું.

APSEZનો દેશની 43 કંપનીઓમાં સમાવેશ

APSEZનો સમાવેશ SBTiને કમિટમેન્ટ લેટર લખી આપનાર  દેશની 43 કંપનીઓમાં સમાવેશ થાય છે. કુલ 909 કંપનીઓમાં વિજ્ઞાન આધારિત ક્લાયમેટ એક્શન લઈ રહી છે અને 392 કંપનીઓએ SBTi દ્વારા સાયન્સ બેઝ્ડ લક્ષ્યાંકો મંજૂર કરાવ્યા છે.

અદાણી જૂથનો 2025 સુધીમાં 25 ગિગાવોટની રિન્યુએબલ  વીજ ઉત્પાદન ક્ષમતાનો લક્ષ્યાંક

અદાણી જૂથે 25 ગિગાવોટની રિન્યુએબલ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરીને વર્ષ 2025 સુધીમાં વિશ્વની સૌથી મોટી સોલર પાવર કંપની બનવાનો તથા 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી રિન્યુએબલ પાવર કંપની બનવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જૂથ દ્વારા આગામી પાંચટ વર્ષમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે 15 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવામાં આવશે.

અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ અંગે

અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એ વૈશ્વિક વૈવિધ્યકરણ ધરાવતા અદાણી જૂથનો હિસ્સો છો અને ભારતની સૌથી મોટી સુસંકલિત લોજિસ્ટિક કંપની છે.  APSEZ 11 વ્યૂહાત્મક સ્થળોએ પોર્ટ અને ટર્મિનલ્સ ધરાવે છે. આ બંદરો દેશની કુલ પોર્ટની ક્ષમતાના 24 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]