ઐતિહાસિક શહેર અમદાવાદમાં અનેક ધર્મ સંપ્રદાયના મંદિર આવેલા છે. એમાંય અમદાવાદ (Ahmedabad) વિકસ્યા પછી તો ચારેય તરફ મોટા પ્રમાણમાં દેવી દેવતાઓના મંદિરો બન્યા. પરંતુ શહેરની વચ્ચે જ એક પુરષોત્તમ ભગવાનનું મંદિર (Temple)n આવેલું છે.
હાલ પુરુષોત્તમ મહિનો ચાલે છે. વેપાર વાણિજ્યથી ધમધમતા માણેકચોક (Manekchock) વિસ્તારની એકદમ સાંકડી ગલીઓમાં આવેલી લાખા પટેલની પોળમાં ભગવાન પુરુષોત્તમના બિરાજમાન છે. અહીં ભગવાનના આ સ્વરૂપને દર્શન સેવા-પૂજાનું વિશેષ મહત્વ છે. ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસમાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે. પુરષોત્તમ ભગવાનનું આ મંદિર 600થી 700 વર્ષ જૂનું ઐતિહાસિક (Historical) હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ પ્રકારનું એક માત્ર મંદિર છે. મંદિરમાં પુરુષોત્તમ રાયજીની જે પ્રતિમા છે તે સ્વયંભુ છે. એક લોકવાયકા પ્રમાણે એક વણિક શેઠના સપનામાં ઠાકોરજી આવ્યા. એમને ભોયરામાંથી ખોદકામ કરી મૂર્તિ નિકાળવાનું કહ્યું, હાલ મંદિર છે એ જગ્યાએ ખોદકામ કરવાથી પ્રતિમા મળી જે સ્થાપિત કરવામાં આવી છે.
આ મૂર્તિ 600 વર્ષ જૂની છે, હાલના પૂજારીની પાંચમી પેઢીથી આ મંદિરની પૂજા કરી રહી છે. અમદાવાદ હેરિટેજ સિટી વોક (Heritage City Walk) માં આવતી આ લાખિયાની પોળ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવામાં આવે છે. આ સાથે આવા અનેક ઐતિહાસક ધાર્મિક સ્થળો હેરિટેજ સિટીમાં આકર્ષણ ઉભું કરે છે.
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ TMCમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સામે આવવા લાગ્યો છે. મંગળવારે યોજાયેલી આંતરિક બેઠકમાં TMCના કેટલાક ધારાસભ્યોએ અભિષેક બેનર્જીના નેતૃત્વ અંગે અસહમતી વ્યક્ત કરી હતી, કારણ કે 21 મેએ ફાલ્ટા બેઠક પર થનારી મતદાન પ્રક્રિયા પહેલાં જ પાર્ટીના ઉમેદવાર જહાંગીર ખાને અચાનક પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જહાંગીર ખાનને TMCના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીના નજીકના માનવામાં આવે છે. આ બેઠક દરમિયાન જહાંગીરના નિર્ણયને કારણે અભિષેક બેનર્જીના નેતૃત્વ પર પણ સવાલો ઊઠ્યા હતા.
TMC ઉમેદવારનું નામ પાછું ખેંચાતાં ભારે નારાજગી
સૂત્રોના જણાવ્યા મુજબ કાલીઘાટ ખાતે યોજાયેલી આ બેઠકમાં TMC પ્રમુખ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જી બંને હાજર હતાં. આ બેઠક દરમિયાન TMCના ધારાસભ્યોએ ફાલ્ટામાં અચાનક સર્જાયેલી રાજકીય ઊથલપાથલ અને પાર્ટીની સંગઠનાત્મક કામગીરી અંગે આકરા પ્રશ્નો પૂછ્યા હતા.
મમતા અને અભિષેકની સામે જ પૂછાયા આકરા પ્રશ્નો
કોલકાતાના બે અને હાવડાના એક ધારાસભ્યએ જહાંગીર ખાન દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાને મુદ્દે બેઠકમાં સવાલો ઉઠાવ્યા હતા. સંયોગથી આ ત્રણેય ધારાસભ્ય કાલીઘાટની બેઠકમાં એક જ ગાડીમાં પહોંચ્યા હતા. ધારાસભ્યોએ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની હાજરીમાં જ પૂછ્યું કે જ્યારે જહાંગીર ખાને મતદાનના માત્ર બે દિવસ પહેલાં ઉમેદવારી પાછી ખેંચી લીધી, ત્યારે તેની સામે પાર્ટીએ શિસ્તભંગની કાર્યવાહી કેમ નહીં કરી?
મોટા નેતાઓનું સમર્થન છતાં જહાંગીર કેમ હટ્યા?
કેટલાક ધારાસભ્યોની ટિપ્પણીઓમાં અભિષેક બેનર્જી પર પરોક્ષ નિશાન સાધવામાં આવ્યું હતું, કારણ કે ફાલ્ટા વિધાનસભા બેઠક અભિષેક બેનર્જીના ડાયમંડ હાર્બર લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. ધારાસભ્યોએ એ પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો કે જહાંગીર ખાનને સંગઠન અને મોટા નેતાઓનું મજબૂત સમર્થન મળતું હોવા છતાં તેમણે ચૂંટણીમાંથી હટવાનો નિર્ણય કેમ લીધો?
બેઠકમાં TMCના લગભગ 15 ધારાસભ્ય ગેરહાજર
આ બેઠકમાં TMC ધારાસભ્યોની હાજરીને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પાર્ટી સૂત્રોના જણાવ્યાનુસાર લગભગ 15 ધારાસભ્ય બેઠકમાં હાજર રહ્યા નહોતા. કેટલાકે ખરાબ સ્વાસ્થ્યનું કારણ આપ્યું, જ્યારે માલદાના એક ધારાસભ્યએ પાર્ટી નેતૃત્વને જાણ કરી હતી કે તેઓ કોઈ કામસર દિલ્હી ગયા છે.
ચેન્નઈઃ તામિલનાડુમાં સરકાર બનાવ્યાને હજુ માત્ર 10 દિવસ જ થયા છે, ત્યારે જોસેફ વિજયની પાર્ટી સામે મુશ્કેલીઓ વધી રહી છે. રાજ્યની ગઠબંધન સરકારને ટેકો આપતા સહયોગી દળોમાંથી એકે હવે TVK સરકારને આંખ બતાવવાનું શરૂ કર્યું છે. સહયોગી દળ CPI (M)એ તો ગઠબંધન સરકારમાંથી બહાર આવવાની ધમકી પણ આપી દીધી છે. CPI (M)એ કહ્યું છે કે જો AIADMK ગઠબંધનમાં સામેલ થશે તો તે સરકારને આપતા સમર્થન પર ફરી વિચાર કરશે.
AIADMK સાથે જોડાણ જનમતનું અપમાન
સરકારમાં સાથે રહેલા સહયોગી દળ CPI (M)એ જોસેફ વિજયની પાર્ટી TVKને આ ચેતવણી AIADMKના બળવાખોર જૂથને સરકારમાં સામેલ કરવાની ચર્ચા વચ્ચે આપી છે. મિડિયા દ્વારા પુછાયેલા સવાલના જવાબમાં CPI (M)એ કહ્યું હતું કે AIADMKના કોઈ પણ જૂથને સરકારમાં સ્થાન આપવું જનતાના જનાદેશનું અપમાન ગણાશે. જનતાએ DMK અને AIADMK બંનેને નકારી કાઢ્યા છે.
CPI (M)ના એક વરિષ્ઠ નેતાને પૂછ્યું હતું કે AIADMKના બળવાખોર ધારાસભ્યો સરકારમાં જોડાવાની ચર્ચા ચાલી રહી છે. તેના જવાબમાં પાર્ટીએ કહ્યું કે ગઠબંધનમાં AIADMKને સામેલ કરવું TVKએ જનતાને આપેલા સ્વચ્છ અને પારદર્શક સરકારના વચન સાથે દગો સમાન હશે. CPI (M)એ વધુમાં જણાવ્યું હતું કે અમે TVKને સમર્થન આપી રહ્યા છીએ, કારણ કે તામિલનાડુ ફરી એક ચૂંટણી માટે તૈયાર નથી અને અમે નથી ઇચ્છતા કે ભાજપ રાજ્યમાં ફરી સત્તામાં આવે.
तमिलनाडु में CPI-M ने मुख्यमंत्री विजय को समर्थन वापस लेने की खुली धमकी दी
CPI-M ने कहा – अगर TVK ने AIADMK के विधायकों को सरकार में जगह दी और कैबिनेट में शामिल किया तो पार्टी अपना समर्थन वापस ले लेगी। pic.twitter.com/IiZelJHGDn
જોસેફ વિજયની બે વર્ષ જૂની પાર્ટી TVKએ તામિલનાડુની દાયકાઓ જૂની પાર્ટીઓને પાછળ છોડીને શાનદાર જીત મેળવી હતી. TVKએ રાજ્યની 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતેલી, પરંતુ બહુમતીના આંકડાથી તે 11 બેઠકો પાછળ રહી ગઈ હતી. ઘણા દિવસોની ચર્ચા અને રાજકીય ખેંચતાણ પછી CPI, CPI (M), VCK, IUML અને કોંગ્રેસે TVKને સમર્થન આપ્યું, જેને કારણે તામિલનાડુમાં TVKની સરકાર રચાઈ શકી હતી. ચૂંટણીમાં કોંગ્રેસને પાંચ બેઠકો મળી હતી, જ્યારે VCK, CPI, CPI (M) અને IUMLને બે-બે બેઠકો મળી હતી.
AIADMKના 24 ધારાસભ્યોએ આપ્યું હતું સમર્થન
13 મેએ AIADMK પાર્ટીના નેતાઓ વચ્ચેના મતભેદ ખુલ્લા પડ્યા હતા અને પાર્ટીના એક જૂથે 24 ધારાસભ્યો સાથે TVKને સમર્થન આપ્યું હતું. જેને કારણે TVK સરળતાથી ફ્લોર ટેસ્ટ પાસ કરી શકી હતી. જોકે AIADMKના મહાસચિવ ઈ. પાલનિસ્વામીએ આ પ્રસ્તાવને વિટો કર્યો હતો.
આપણે ‘આરંભે શૂરી’ પ્રજા છીએ. કોઇપણ નવી વાત કે વિચાર આવે એટલે સોશિયલ મિડીયા (social media) માં ફોટો-વિડીયોઝ મૂકીને મચી પડવાનું અને પછી ભૂલી જવાનું. પરિણામે થાય છે એવું કે, વિચાર કે ઉદ્દેશ સારો હોય એ પણ તમાશામાં ફેરવાઇ જાય છે. હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ઇંધણને લઇને સર્જાનારા વૈશ્વિક સંકટને ધ્યાનમાં રાખીને લોકોને પેટ્રોલ-ડિઝલનો ઉપયોગ સાચવીને કરવાની અને પબ્લિક ટ્રાન્સપોર્ટ (Public Transport) નો વધારે ઉપયોગ કરવાની અપીલ કરી એ પછી ભાજપના જ મંત્રીઓ-નેતાઓ જે તમાશો સર્જી રહ્યા છે એ એનું લેટેસ્ટ ઉદાહરણ છે.
મૂળ મુદ્દો આટલો જ હતોઃ ઇરાન-અમેરિકા યુધ્ધ Iran-US War) ને લઇને ઇંધણની કટોકટી વૈશ્વિક કટોકટી સર્જાઇ રહી છે એટલે અત્યારથી જ ઇંધણ (Fuel) બચાવવું. વિદેશી હુંડિયામણ બચાવવા સોનું ખરીદવાનું કે બીન-જરૂરી વિદેશ પ્રવાસ કરવાનું ટાળવું.
(Image: AI GENERATED)
બસ, ભાજપની સરકારો-મંત્રીઓ-નેતાઓ ચાલુ ગાડીએ ચડીને મંડ્યા બચતના મંજીરા વગાડવા. બધાને એકસાથે કરકસરનો આફરો ચડ્યો એટલે કોઇક ગાડીના બદલે સાઇકલ લઇને ઓફિસે આવ્યા, કોઇકે બસમાં તો કોઇકે ટ્રેનમાં પ્રવાસ કર્યો, કોઇકે એકાદી મિટીંગ ઓનલાઇન લીધી, કોઇક ઓટોરીક્ષામાં બેઠું તો કોઇક વળી એક ડગલું આગળ ચાલીને પગપાળા ઓફિસે ગયું! સારામાં સારા વિચાર કે ઉદ્દેશનો સોશિયલ મિડીયામાં દેખાડો કરીને એને સર્કસમાં ફેરવવામાં આપણા રાજકારણીઓનો જોટો જડે એમ નથી.
મુદ્દો એ છે કે આમ કરીને રાજકારણીઓએ આખા ય ઉદ્દેશની ગંભીરતાને મજાકમાં ફેરવી નાખી.
હા, ઇરાન-અમેરિકાના યુધ્ધના કારણે ઇંધણની કટોકટી અત્યારે વાસ્તવિક છે અને આપણી ધારણા કરતાં ઘણી વિકરાળ છે, પણ દેશની જરૂરિયાત અને અર્થતંત્રની હાલત જોતાં ભારત જેવા દેશને તો યુધ્ધ સિવાયના સંજોગોમાં પણ આ સંસાધનો વેડફવાનું પાલવે એમ નથી. એક અંદાજ પ્રમાણે, દેશના બજેટમાં બીન-ઉત્પાદક ખર્ચનું પ્રમાણ 77 ટકા (41.25 લાખ કરોડ) જેટલું ઊંચું છે. સરકારે ઉત્પાદન ખર્ચમાં વધારો કરવો હોય તો આ ખર્ચ ઘટાડવો પડે એટલે કરકસર કે સંસાધનોની બચતનો મુદ્દો ફક્ત યુધ્ધના કારણે જ જરૂરી છે એવું નથી.
યુધ્ધ સિવાયના સંજોગોમાં પણ સરકાર આ કરી જ શકે છેઃ
દેખાડો નહીં-વાસ્તવિક બચત કરોઃ જો કોઇ મંત્રી-અધિકારી કે નેતા એક દિવસ પગપાળા, બસમાં કે ટ્રેનમાં પ્રવાસ કરી શકે તો કાયમી કેમ નહીં? એક દિવસના પ્રવાસથી શું ઊકાળી લેવાનું? મંત્રી ચાલીને સચિવાલય આવ્યા ને ફોટા પડાવ્યા પછી સચિવાલયથી એમને લેવા માટે ગાડી આવે ત્યારે ઇંધણ નથી બળવાનું? ખરેખર જો કરકસર કરવી જ હોય તો મંત્રીઓ-અધિકારીઓના પરિવહન માટે બસ ફરજિયાત કરવાની જરૂર છે. દિલ્હી હોય કે ગાંધીનગર, મોટાભાગના કેપિટલ સિટીમાં સચિવાલય સંકુલથી મંત્રી-અધિકારીઓના રહેણાંકો દૂર નથી. આ શક્ય છે. એક જ કાર્યક્રમ માટે જતા મંત્રીઓ-અધિકારીઓ પણ અલગ અલગ ગાડીમાં જવાના બદલે કાર-પુલિંગ કેમ ન કરી શકે?
(Image: AI GENERATED)
બીન-જરૂરી પ્રોટોકોલ ઘટાડોઃ આમ તો આપણને જૂની તમામ રીત-રસમોને કોલોનિયલ ગણાવીને એનો ત્યાગ કરવામાં (કે ત્યાગની જાહેરાત કરવામાં) મજા પડે છે તો પછી જાહેર સરકારી સમારંભોમાં બીન-જરૂરી પ્રોટોકોલના ખર્ચ શા માટે? રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે કોઇ દેશના વડા રાજ્યની મુલાકાતે આવે ત્યારે એમને આવકારવા અને વિદાય આપવા ગવર્નર, મુખ્યમંત્રી, પ્રોટોકોલ મંત્રી, મુખ્યસચિવથી માંડીને મેયર સુધીના લોકો એરપોર્ટ આવે છે. આ દરેકના વ્યક્તિગત કાફલાની ગાડીઓ પાછળ થતો ઇંધણનો વપરાશ અને વેડફાટ ગણી લો. આ સમ્માન છે, પણ સાથે સાથે સંસાધનોનો બીન-જરૂરી વેડફાટ ય છે. કેમ એવો પ્રોટોકોલ અમલમાં ન મૂકી શકાય, જેમાં રાજ્ય વતી ફક્ત એક અધિકૃત મંત્રી-અધિકારી મહેમાનનું સ્વાગત કરે? ઇંધણની બચત સાથે કાર્બન ફૂટપ્રિન્ટ ય ઘટશે.
વહીવટી તંત્રમાં બેફામ વાહનનો વપરાશઃ ગાંધીનગર સચિવાલયમાં એક બ્લોકમાંથી બીજા બ્લોકમાં જવા માટે ય ગાડીનો ઉપયોગ કરનાર મંત્રીઓ-અધિકારીઓ ઇંધણ બચાવવાનો ઉપદેશ આપે ત્યારે પ્રજા હસે છે. વર્ષો પહેલાં ગાંધીનગર સચિવાલયમાં આંતરિક અવરજવર માટે ઇલેક્ટ્રીક કાર્ટ્સ લાવીને એનું ઉદઘાટન કરાયેલું. આજે એ કાર્ટ ક્યાં કાટ ખાય છે એની ય કોઇને ખબર નથી. દરેક સરકારી સંકુલોમાં એક બિલ્ડીંગથી બીજા બિલ્ડીંગમાં જવા માટે વાહનના ઉપયોગ પર પ્રતિબંધ લદાય તો ય ઘણું ઇંધણ બચી શકે.
પબ્લિક ટ્રાન્સપોર્ટ કાર્યક્ષમ બનાવોઃ આ ટાસ્ક મુશ્કેલ અને પડકારજનક છે, તો પણ અનિવાર્ય છે. કાર્યક્ષમ પબ્લિક ટ્રાન્સપોર્ટ હશે તો લોકો ઉપયોગ કરતા થશે. ઇંધણની બચતની સાથે સાથે મહાનગરોમાં ટ્રાફિક-પાર્કિંગની સમસ્યા ય હળવી થશે. ભવિષ્યમાં વધતા જતા વાહનોની સંખ્યા અટકાવવા જરૂર પડ્યે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને નારાજ કરીને ય વ્હીકલ રેશનિંગ કરવું પડી શકે છે. આ સંજોગોમાં જાહેર પરિવહનને સક્ષમ બનાવ્યા સિવાય કોઇ છૂટકો જ નથી.
જાહેર સમારંભો-મિટીંગોનો અતિરેક ટાળોઃ મંત્રીઓ-નેતાઓને જાહેર સમારંભો અને ઉદઘાટનોનો શોખ હોય છે અને સરકારી બાબુઓને એમને ખુશ રાખવાનો શોખ હોય છે, પણ ટેકનોલોજીના આ યુગમાં વર્ચ્યુઅલ મિટીંગો કેમ ન કરી શકાય? કોઇક સ્કૂલ, હોસ્પિટલ, બ્રીજ કે બિલ્ડીંગ ઉદઘાટનના દેખાડા વિના સીધેસીધા ખુલ્લા કેમ ન મૂકી શકાય? અનિવાર્ય સંજોગોમાં રૂબરુ મિટીંગો જરૂરી છે, પણ રૂટીન મિટીંગ્સ તો ઓનલાઇન શક્ય જ છે. ફક્ત આટલું કડક રીતે અમલમાં મૂકાય તો પણ ઇંધણના સરકારી વપરાશમાં ખાસ્સો એવો ઘટાડો થઇ શકે.
આપણા વડીલો કહી ગયા છે કે, પછેડી હોય એટલી જ સોડ તાણવી. આજે ઇંધણની પછેડી ટૂંકી છે અને આપણી જરૂરિયાતની સોડ લાંબી છે એટલે બહેતર એ છે કે, આપણે જરૂરિયાતો (કે વપરાશ) ઓછી કરીએ. આ મુદ્દાઓનો જો કડક અમલ થાય તો સાદગી અને કરકસરનું એક ઉત્તમ ઉદાહરણ બની શકે છે, પણ મુદ્દો એ જ છે કે આવો કડક અમલ કરાવે કોણ?
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે ‘નેશનલ વર્કશોપ ઓન ગ્રાસરૂટ્સ ઇનોવેશન પાથવે: ફ્રોમ લોકલ રેઝિલિયન્સ ટુ નેશનલ એડવાન્સમેન્ટ્સ’નો પ્રારંભ થયો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંઘ (Jitendra Singh) અને ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયા (Arjun Modhwadia) આ પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહ્યા.ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન (N.I.F.) દ્વારા આયોજિત 19 અને 20 એમ બે દિવસીય નેશનલ વર્કશોપ (Workshop) છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અંતરિયાળ વિસ્તારોમાં છુપાયેલા ઇનોવેટર્સ અને તેમની ક્ષમતાઓને મજબૂત નેશનલ ગ્રોથ સાથે જોડવાનો છે. આ ઇવેન્ટમાં એગ્રીકલ્ચર, વોટર કન્ઝર્વેશન, હેલ્થકેર, રૂરલ લાઈવલીહુડ અને ક્લાઈમેટ રેઝિલિયન્સ જેવા ક્ષેત્રોમાં સ્થાનિક સ્તરે થતા નવતર પ્રયોગોને વ્યવસ્થિત સપોર્ટ સિસ્ટમ પૂરી પાડવા પર ગહન ચર્ચા-વિચારણા કરવામાં આવશે.ડૉ. જીતેન્દ્ર સિંઘે જણાવ્યું કે, ભારત પાસે અદ્ભુત હ્યુમન રિસોર્સ છે અને દેશના અડધાથી વધુ સફળ સ્ટાર્ટઅપ્સ આજે ટીયર-૨ અને ટીયર-૩ શહેરોમાંથી આવી રહ્યા છે, જેમની ક્ષમતા કે શોધ કોઈ ડિગ્રીની મોહતાજ નથી. હવે આપણી જવાબદારી એ છે કે ઘરો કે નાના પરિવારો સુધી સીમિત રહેલા આ પાયાના સંશોધનોને કટિંગ એજ ટેકનોલોજી સાથે જોડીને તેમાં વેલ્યુ એડિશન કરવું, તેને સ્કેલ અપ કરવું અને તેને ઇન્સ્ટિટ્યુશનલ ફોર્મેટમાં લાવીને કોમ્યુનિટી ઇનોવેશનનો દરજ્જો આપવો. અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં સાડા ત્રણ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ કાર્યરત છે, પરંતુ આજના સમયમાં ગ્રાસરૂટ્સ ઇનોવેશન એટલે કે પાયાના સંશોધનોનું મહત્વ ખૂબ વિશેષ છે. નવી શિક્ષણ નીતિ (NEP) વિદ્યાર્થીઓમાં આવી ક્રિએટિવિટી અને ઇનોવેશનને બહાર લાવવા પર જ ભાર મૂકે છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દરેક નાગરિક અને યુવા કૌશલ્યવાન બને તે જરૂરી છે.
આ બે દિવસીય નેશનલ વર્કશોપમાં સ્થાનિક સંશોધનોના આઇડેન્ટિફિકેશન, વેલિડેશન, ઇન્ક્યુબેશન, આઇપીઆર પ્રોટેક્શન અને સ્કેલિંગ માટે ઇન્સ્ટિટ્યુશનલ મિકેનિઝમને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરવામાં આવશે. આ નેશનલ વર્કશોપમાં વિવિધ ગ્રાસરૂટ્સ ઇનોવેશન મોડલ્સ અને ઇન્ટર-સ્ટેટ કોલેબોરેશન વધારવા અંગે સત્રો યોજાશે, જે સ્થાનિક ઇનોવેશન્સને સ્કેલેબલ નેશનલ સોલ્યુશન્સમાં પરિવર્તિત કરવા માટે ઉપયોગી રોડમેપ તૈયાર કરશે. આ પ્લેટફોર્મના માધ્યમથી ઇનોવેટર્સને પોલિસીમેકર્સ, ઇન્વેસ્ટર્સ અને રિસર્ચર્સ સાથે સીધા કનેક્ટ કરીને સસ્ટેનેબલ અને ઇન્ક્લુઝિવ ડેવલપમેન્ટ તરફ આગળ વધવાના પ્રયાસો હાથ ધરાશે.આ વર્કશોપમાં ભારતની ઇનોવેશન ઇકોસિસ્ટમનું પ્રતિનિધિત્વ કરતા આશરે ૨૦૦ જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા છે. જેમાં દેશભરના વિવિધ સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલના મેમ્બર્સ, અગ્રણી ટેકનોલોજી ઇન્ક્યુબેટર્સના પ્રતિનિધિઓ તેમજ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.નીતિ આયોગના પૂર્વ સભ્ય અને DRDO ના પૂર્વ ચેરમેન ડૉ. વી. કે. સારસ્વત, INSA ના પૂર્વ પ્રેસિડેન્ટ અને પૂર્વ કેન્દ્રીય DST સચિવ પ્રો. આશુતોષ શર્મા અને એન.આઈ.એફ.ના અધ્યક્ષ પ્રો. અનિલ સહસ્રબુદ્ધેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂએ સ્વાગત ઉદબોધન કરતા સૌને આવકાર્યા હતા તથા નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર પ્રો. વિવેક કુમાર સિંઘે આભાર પ્રવચન કર્યું હતું. આ પ્રસંગે દેશના નામાંકિત વૈજ્ઞાનિકો, ગ્રાસરૂટ ઇનોવેટર્સ તેમજ ઉચ્ચ અધિકારીઓ આ પ્રસંગે હાજર રહીને ઇનોવેટર્સ પ્રોત્સાહિત કર્યા હતા.
મુંબઈ: ઇમ્તિયાઝ અલી (Imtiaz Ali) ની આગામી મ્યુઝિકલ લવ સ્ટોરી ‘મેં વાપસ આઉંગા’ (Main Vaapas Aaunga) ની ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ યોજાઈ… ટ્રેલર આઉટ થતાંની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન ભાગલાના બેકગ્રાઉન્ડ પર બનેલી આ એક ઇમોશનલ અને હૃદયસ્પર્શી લવ સ્ટોરી છે. જેમાં પ્રેમ, વિરહ અને સરહદો પાર પાછા ફરવાના વાયદાની સફર જોવા મળશે.‘અમર સિંહ ચમકીલા’ બાદ ફરી એકવાર ફિલ્મમાં દિલજીત દોસાંઝ (Diljit Dosanjh)ડિરેક્ટર ઇમ્તિયાઝ અલી સાથે કામ કરતાં જોવા મળે છે. આ ઉપરાંત શરવરી વાઘ (Sharvari Wagh), વેદાંગ રૈના (Vedang Raina) અને દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.ફિલ્મમાં એ. આર. રહેમાન (A R Rahman)અને ઇરશાદ કામિલની જાદુઈ જોડી ફરી લોકપ્રિય ગીતો આપવા સજ્જ છે.
આ શાનદાર પીરિયડ રોમેન્ટિક ડ્રામા ૧૨ જૂન, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.
નવી દિલ્હીઃ અમેરિકાએ ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવને “અપૂરતો” ગણાવીને નકારી કાઢ્યો છે. ટ્રમ્પ વહીવટી તંત્રનું કહેવું છે કે જો ઈરાન તેના પરમાણુ કાર્યક્રમમાં મોટા ફેરફારો નહીં કરે, તો કૂટનીતિક ચર્ચાઓ અટકી શકે છે અને ફરીથી સૈન્ય કાર્યવાહી શરૂ થવાની શક્યતા ઊભી થઈ શકે છે.
પાકિસ્તાન મારફતે પહોંચ્યો પ્રસ્તાવ
ઈરાને પોતાનો પ્રસ્તાવ પાકિસ્તાનની મધ્યસ્થી મારફતે અમેરિકા સુધી પહોંચાડ્યો હતો, પરંતુ આ પ્રસ્તાવમાં ઈરાનના અગાઉના વલણની સરખામણીએ બહુ ઓછા ફેરફારો જોવા મળ્યા હતા. એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રસ્તાવમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓ- ખાસ કરીને યુરેનિયમ સંવર્ધન અને પરમાણુ પ્રવૃત્તિઓ અંગે કોઈ સ્પષ્ટ ઉકેલ રજૂ કરવામાં આવ્યો નથી. રિપોર્ટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે હાલ અમેરિકા અને ઈરાન કોઈ અંતિમ કરારની વિગતવાર શરતો પર ચર્ચા કરી રહ્યા નથી. બંને દેશો હાલમાં માત્ર ભવિષ્યમાં સંભવિત વાટાઘાટો માટે એક પ્રાથમિક માળખું તૈયાર કરવાની કોશિશ કરી રહ્યા છે. આ મામલામાં પાકિસ્તાન એક મહત્વપૂર્ણ મધ્યસ્થી તરીકે સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી થોડા દિવસો સુધી ઈરાનમાં રહ્યા હતા અને ત્યાંથી પરત ફર્યા બાદ બંને દેશો વચ્ચે સંદેશવ્યવહારનું કામ કર્યું હતું.
પરમાણુ કાર્યક્રમ સૌથી મોટો વિવાદ
ચર્ચાઓમાં સૌથી મોટો મુદ્દો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ છે. અમેરિકા સતત માગ કરી રહ્યું છે કે ઈરાન યુરેનિયમ સંવર્ધનને મર્યાદિત કરે અથવા બંધ કરે અને કડક દેખરેખ સ્વીકારે. જ્યારે ઈરાનનું કહેવું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ તેનો અબાધિત અધિકાર છે અને તે તેને સંપૂર્ણ રીતે છોડવા અથવા નબળો બનાવવા તૈયાર નથી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે કૂટનીતિક ઉકેલની આશાઓ નબળી પડતી દેખાઈ રહી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં ઈરાનને ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે સમય ઝડપથી હાથમાંથી નીકળી રહ્યો છે। તેમણે સંકેત આપ્યો હતો કે જો ચર્ચાઓમાં કોઈ નક્કર પ્રગતિ નહીં થાય તો અમેરિકા સૈન્ય વિકલ્પો પર પણ વિચાર કરી શકે છે અને કાર્યવાહી વધુ આકરી બની શકે છે.
અમદાવાદ: શહેરની એક જાણીતી એકેડમીમાં ક્રિકેટના લેજેન્ડ ગણાતા સચિન તેંડુલકરે હાજર રહીને ત્યાં તાલીમ લઈ રહેલા યુવા ખેલાડીઓ સાથે સમય વિતાવ્યો. SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સ સ્પોર્ટ્સ એકેડમી શહેરના વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલ શંકુસ ફાર્મમાં આવેલી છે. અહીં એક વિશેષ કાર્યક્રમ દરમિયાન સચિને બાળકો, માતા-પિતા અને ઉભરતા ક્રિકેટરો સાથે સંવાદ સાધ્યો હતો.બાળકો સાથે મેદાનમાં જોડાઈને સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને રમત દ્વારા શિસ્ત, ધીરજ અને શીખવાની ખુશીને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમના આ સંવાદે એકેડમીમાં ઉપસ્થિત તાલીમાર્થીઓ અને તેમના પરિવારજનો માટે યાદગાર ક્ષણો સર્જી હતી. ઘણા લોકોએ આ અનુભવને જીવનમાં એક જ વાર મળતી તક ગણાવી હતી.કાર્યક્રમ બાદ સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, “કોઈપણ નાના બાળક માટે સૌથી મહત્વપૂર્ણ બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને વિકાસ કરવાની તક મળે છે કે નહીં. છેલ્લા કેટલાક વર્ષોમાં મને વધુને વધુ એમ લાગવા લાગ્યું છે કે ભારતનું રમતગમતનું ભવિષ્ય એ વાત પર નિર્ભર રહેશે કે આપણે પાયાના સ્તરે કેટલું ગંભીરતાથી રોકાણ કરીએ છીએ અને બાળકોને કોઈપણ ભય અથવા દબાણ વગર રમતનો આનંદ માણવા માટે કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. જ્યારે બાળકો મેદાનમાં ઉતરે છે, ત્યારે તેઓ માત્ર રમત જ રમતા નથી, પરંતુ તેઓ શિસ્ત, ટીમવર્ક, સંઘર્ષશીલતા અને આત્મવિશ્વાસ પણ શીખે છે. અમદાવાદના આ યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને જિજ્ઞાસા ખરેખર હૃદયસ્પર્શી હતી અને મને આશા છે કે આવી પહેલ વધુને વધુ બાળકોને રમત દ્વારા સપનાં જોવા માટે પ્રેરિત કરતી રહેશે.”
આ એકેડમી વધી રહેલી એસ.આર.ટી.10 ઇકોસિસ્ટમનો એક ભાગ છે, જે પ્રોફેશનલ કોચિંગ, ફિટનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વાંગી ખેલાડી તાલીમ કાર્યક્રમો દ્વારા પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. નવી મુંબઈ ખાતે ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમીમાં આવેલી ફ્લેગશિપ એસઆરટી10 ગ્લોબલ એકેડમી બાદ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી આ ભારતની બીજી એકેડમી છે.
એસઆરટી10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સીલન્સના સીઇઓ ચિરાગ પટેલે જણાવ્યું કે, “આજનો દિવસ અમારાં બધાં માટે અત્યંત ખાસ રહ્યો હતો. સચિન તેંડુલકર સાથે મેદાનમાં સમય વીતાવવાની તક મળતાં યુવા સપનાદ્રષ્ટાઓમાં આત્મવિશ્વાસ અને ઉદ્દેશ્યની નવી લાગણી જાગી છે. આ એકેડમી નમ્રતા, કઠોર પરિશ્રમ, શિસ્ત અને સતત સુધારાની પ્રતિબદ્ધતાના પાયા પર ઊભી છે અને તેમની હાજરીએ આ મૂલ્યોને જીવંત બનાવી દીધા હતા. આજે અમે જે ઉત્સાહ અને ઊર્જા નિહાળી છે, તે આ યુવા ખેલાડીઓના મનમાં લાંબા સમય સુધી રહેશે.”