નવી દિલ્હીઃ દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની નજીક સોમવારે સાંજે ચાલતી કારમાં થયેલો વિસ્ફોટ 14 વર્ષ પહેલાં 2011માં થયેલા એવા જ આતંકી હુમલાની યાદ તાજી કરે છે, જેમાં રાષ્ટ્રીય રાજધાની હચમચી ઊઠી હતી. ત્યાર બાદ પણ શહેરમાં નાના-મોટા આતંકી હુમલા થયા હતા, પરંતુ તે એટલા ગંભીર નહોતા.
છેલ્લાં 25 વર્ષના સમયગાળામાં દેશમાં આતંકવાદીઓએ કુલ 6289 વિસ્ફોટો કર્યા છે, જેમાંથી માત્ર 25 ઘટનાઓ દિલ્હીમાં થઈ છે. વર્ષ 2008થી લઈને 10 નવેમ્બર, 2025 સુધી (દિલ્હી વિસ્ફોટ, જેમાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં) દેશમાં 13 મોટા આતંકવાદી હુમલા થયા, જેમાં કુલ 788થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
દેશમાં સમયાંતરે થતા આતંકી હુમલાઓએ દેશને હચમચાવી દીધો છે, પરંતુ ખાસ બાબત એ છે કે વર્ષ 2000 બાદથી 2025 સુધી આ પ્રકારના હુમલાઓમાં 74 ટકા ઘટાડો નોંધાયો છે.
આ અઢી દાયકાના સમયગાળામાં સૌથી વધુ 420 આતંકી હુમલા 2005માં થયા હતા, જ્યારે 2015માં સૌથી વધુ 809 આકસ્મિક વિસ્ફોટોની નોંધ થઈ હતી. વર્ષ 2000 બાદથી સૌથી વધુ 1027 આતંકી વિસ્ફોટ મણિપુરમાં થયા છે, ત્યાર બાદ આસામમાં 696 ઘટનાઓ થઈ છે. વર્ષ 2008 બાદના 13 મોટા આતંકી વિસ્ફોટોની તપાસ પોલીસ, NIA અને અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવી હતી.
પટનાઃ બિહારમાં તમામ પક્ષો અતિ પછાત વર્ગ (EBC)ને લલચાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. રાજ્યની 36 ટકા વસતિ ધરાવતા આ વર્ગના મત જે પક્ષને મળશે, સત્તા પણ તેની જ બનશે. મુઝફ્ફરપુરના 50 વર્ષીય નરેશ સહની કહે છે કે જેને આ 36 ટકા વસ્તીના મત મળશે, સરકાર તેની જ બનશે. તેઓ જે 36 ટકાનો ઉલ્લેખ કરે છે તે બિહારના અતિપછાત વર્ગ ઈબીસીનો છે. આ વર્ગમાં 100થી વધુ નાની જાતિઓનો સમાવેશ થાય છે, જેમાં આશરે 10 ટકા મુસ્લિમ અતિ પછાત સમુદાય છે. સહની પોતે પણ મલ્લાહ (સહની) સમુદાયમાંથી આવે છે, જેમાં આશરે 20 ઉપજાતિઓ છે. “પંચપનિયા” તરીકે ઓળખાતા આ વર્ગોને રાજકીય રીતે લલચાવવાનો જોરદાર પ્રયાસ ચાલી રહ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ CM કર્પૂરી ઠાકુરના ગામથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. ગયા વર્ષે કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી નવાજ્યા હતા. નાઈ જાતિના ઠાકુર બિહારના પ્રખ્યાત ઈબીસી નેતા હતા.
JDUએ સપ્ટેમ્બરમાં “અતિપછાત સંવાદ રથયાત્રા” શરૂ કરી, તો RJD ધાનુક સમુદાયના મંગનીલાલ મંડલને બિહાર પ્રમુખ બનાવ્યા. કોંગ્રેસે પણ પહેલી વાર અતિપછાત વર્ગ પ્રકોષ્ઠની રચના કરી, જેનું નેતૃત્વ કુંભાર જાતિના શશિભૂષણ પંડિત કરે છે. રાહુલ ગાંધીએ પણ આ વર્ગના સભ્યો સાથે મુલાકાત કરી. મહાગઠબંધનમાં મુકેશ સહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી અને તાંતી સમુદાયના આઈ.પી. ગુપ્તા પણ ઈબીસી જાતિઓને એકત્ર કરવાની કોશિશમાં હતા.
ઈબીસી વર્ગમાં 100થી વધુ જાતિઓ છે — જેમા મોટા ભાગે બઢઈ, કુંભાર, લોહાર, નાઈ અને ધોબી સામેલ છે. અન્ય નાના સમુદાયોમાં તેલી 2.81 ટકા, મલ્લાહ 2.6 ટકા, કનુ 2.21 ટકા અને ધાનુક 2.13 ટકા છે — કુલ મળી આશરે 120 ઉપજાતિઓનો મોટો સમૂહ છે.
નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડામાં G-7ના વિદેશ મંત્રીઓની બેઠકમાં અનેક દેશોના વિદેશ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે UK, જર્મની, ફ્રાંસ અને બ્રાઝિલના સમકક્ષોની સાથે દ્વિપક્ષી સંબંધો અને સહયોગને વેગ આપવા માટે વિચારવિમર્શ કર્યો હતો.
આ બેઠકમાં G7ના સભ્ય દેશો — કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનના મંત્રીઓ ઉપરાંત ભારત, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, સાઉદી અરેબિયા, મેક્સિકો, દક્ષિણ કોરિયા, દક્ષિણ આફ્રિકા અને યુક્રેન જેવા અનેક દેશો પણ સામેલ છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર અને જર્મનીના વિદેશ મંત્રી જોહાન વાડેફુલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી, ભારત-યુરોપિયન યુનિયન સંબંધોને આગળ ધપાવવાના મુદ્દા પર ચર્ચા થઈ અને પશ્ચિમ એશિયા, અફઘાનિસ્તાન અને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અંગે વિચારવિમર્શ કર્યો હતો.
ફ્રેન્ચ વિદેશ મંત્રી જિન-નોએલ બેરોટ સાથે મુલાકાત બાદ જયશંકરે જણાવ્યું હતું કે બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને બહુપક્ષી સ્વરૂપોમાં સહકારને વધુ ગાઢ કરવા પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે ફ્રાન્સના વિદેશ મંત્રી @jnbarrot સાથે મળીને આનંદ થયો હતો. અમારી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી અને બહુપક્ષી સ્તરે સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી.
જયશંકરે જણાવ્યું હતું કે બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વીએરા સાથેની મુલાકાતમાં બંને દેશોએ વેપાર, રોકાણ, આરોગ્ય અને ટેકનોલોજીકલ સહકાર વધારવા માટેની તકો પર ચર્ચા કરી હતી તેમણે X પર લખ્યું હતું કે આજે બપોરે બ્રાઝિલના વિદેશ મંત્રી માઉરો વીએરા સાથે મળીને આનંદ થયો હતો. અમારા દ્વિપક્ષી સહકારમાં થયેલી તાજેતરની પ્રગતિને માન્યતા આપી હતી. અમે વેપાર, રોકાણ, આરોગ્ય અને ટેકનોલોજિકલ સહકાર વધારવા માટે સક્રિયપણે તકો શોધી રહ્યા છીએ.
વિદેશ મંત્રાલયના સત્તાવાર નિવેદન મુજબ વિદેશ મંત્રી એસ. જયશંકર કેનેડાની વિદેશ મંત્રી અનિતા આનંદના આમંત્રણ પર 11થી 13 નવેમ્બર સુધી આઉટરિચ પાર્ટનર્સ સાથે G7 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા કેનેડાના પ્રવાસે છે. G7 વિદેશ મંત્રીઓની આ બેઠકમાં ભારતની ભાગીદારી વૈશ્વિક પડકારોનો સામનો કરવા અને આંતરરાષ્ટ્રીય મંચો પર “ગ્લોબલ સાઉથ”ના સ્વરને મજબૂત બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે મળીને કાર્ય કરવાની ભારતની અડગ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ડોક્ટરોનું કહેવું છે કે તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે. પરિવાર ઇચ્છતો હતો કે ઘરેથી તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી શકાય, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો. હોસ્પિટલે તેમના સ્વાસ્થ્ય અંગે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.
પીઢ અભિનેતા ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. બોબી દેઓલ તેમને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ ગયા. તેમના પરિવારે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો હોવાની જાણ કરી છે. અમર ઉજાલાના એક અહેવાલ પ્રમાણે ડૉ. પ્રતિક સમદાનીએ અભિનેતાના સ્વાસ્થ્ય અંગે નવીનતમ માહિતી આપતા કહ્યું, “ધર્મેન્દ્રજી ઘણા સમયથી મારી દેખરેખ હેઠળ છે. તેમને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, પરંતુ તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે.” હોસ્પિટલે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.
ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય અંગે માહિતી આપતા ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને રજા આપવાનો નિર્ણય તેમના પરિવારનો હતો, તેથી તેમના આરામ અને પરિવારની સંભાળને ધ્યાનમાં રાખીને તેમને ઘરે મોકલવામાં આવ્યા છે. પરિવાર ઇચ્છતો હતો કે તેઓ ઘરેથી તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરી શકે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો. ડોકટરોની એક ટીમ સમયાંતરે ઘરે તેમના સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરતી રહેશે. પરિવારના સભ્યો પણ સતત તેમની સાથે છે.
હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ધર્મેન્દ્રજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓ ઘરે જ આરામ અને સારવાર ચાલુ રાખશે. અમે મીડિયા અને સામાન્ય જનતાને નમ્ર વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને કોઈપણ અટકળોથી દૂર રહે અને આ સમયે તેમની અને તેમના પરિવારની ગોપનીયતાનો આદર કરે. અમે તેમના સતત સ્વસ્થ થવા, સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે દરેકના પ્રેમ, પ્રાર્થના અને શુભેચ્છાઓ માટે ખૂબ આભારી છીએ. કૃપા કરીને તેમનો આદર કરો – કારણ કે તેઓ તમને બધાને ખૂબ પ્રેમ કરતા હતા.”
રાત્રે વધેલી રોટલીમાંથી ઢોકળા બને છે. જે દાળ-ચોખાના ઢોકળા જેવા જ સ્વાદિષ્ટ લાગે છે!
સામગ્રીઃ
વધેલી રોટલીના ટુકડા ¾ કપ
છાશ 1 કપ
ઝીણો રવો 1 કપ
આદુ-મરચાંની અધકચરી વાટેલી પેસ્ટ 1 ટે.સ્પૂન
સ્વાદ મુજબ મીઠું
2-3 ચપટી હીંગ,
સમારેલી કોથમીર ½ કપ
રાઈ ટી.સ્પૂન
સફેદ તલ 1 ટી.સ્પૂન
તેલ 2 ટે.સ્પૂન
ઈનો ફ્રુટ સોલ્ટ 1 ટે.સ્પૂન
રીતઃ રાતની વધેલી રોટલીના નાની સાઈઝના ટુકડા કરી લેવા. ત્યારબાદ તેને 1 કપ છાશમાં પલાળીને 10 મિનિટ માટે રાખી મૂકો. 10 મિનિટ બાદ તેમાં ઝીણો રવો મેળવીને ફરીથી 10 મિનિટ રહેવા દો.
ત્યારબાદ તેમાં આદુ-મરચાંની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું, હીંગ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.
ઢોકળા બનાવવાના વાસણમાં પાણી ગરમ કરવા મૂકો.
ઢોકળાના ખીરામાં ઈનો મેળવીને 1 ચમચી તેલ તેની ઉપર રેડી દો અને આ ખીરું ચમચા વડે અડધી મિનિટ માટે ફેંટો. અને તેલ લગાડી થાળીમાં રેડીને આ થાળી બાફવા માટે મૂકી દો. ઢોકળાનું વાસણ ઢાંકીને 10-15 મિનિટ માટે ઢોકળા થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ઠંડા થવા દો.
ઢોકળા ઠંડા થાય એટલે તેના ચોસલા પાડી દો. એક વઘારીયામાં બાકી રાખેલું તેલ ગરમ કરી રાઈ તતડાવીને ગેસ બંધ કરીને તેમાં સફેદ તલ ઉમેરીને આ વઘાર ઢોકળા ઉપર રેડી દો.
બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. રાજ્યભરમાં વધેલા મતપ્રતિશતે રાજકીય ચર્ચાઓને ગરમાવી દીધી છે. મતદારોનું ઝુકાવ ક્યાં છે તેની પહેલી ઝલક તરીકે દેશના અગ્રણીઓ મીડિયા હાઉસિસ અને સર્વે એજન્સીઓ દ્વારા એગ્ઝિટ પોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે — અને લગભગ તમામ એગ્ઝિટ પોલ્સમાં NDAને સ્પષ્ટ અને બમ્પર બહુમતી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બિહારમાં આ વખતે મતદાન બે તબક્કામાં યોજાયું — પહેલો તબક્કો 6 નવેમ્બરે અને બીજો 11 નવેમ્બરે. મતદાન બાદ તમામની નજર હવે એગ્ઝિટ પોલ પર છે જે રાજકીય હવાથી પરિચિત કરાવે છે કે જનતા કઈ સરકાર બનાવવા માંગે છે.
બૉલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રએ તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. એક સમયે તેમના માટે 200 રૂપિયા પણ કમાવવા મુશ્કેલ હતા. અભિનેતાએ એક વખત પોતાના સંઘર્ષો વિશે વાત કરી હતી. જાણો તેમનું શું કહેવું હતું.
બૉલિવુડના હી-મેન તરીકે જાણીતા ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ધર્મેન્દ્ર પોતાના શાનદાર અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે. જોકે, તેમની સફળતા પાછળ સંઘર્ષની ઘણી વાર્તાઓ છે. તેઓ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ મુંબઈ આવ્યા હતા. તેમણે એક વખત રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 11” માં પોતાની સંઘર્ષની વાર્તા શેર કરી હતી. તેઓ અન્ય સામાન્ય વ્યક્તિની જેમ મુંબઈ આવ્યા હતા. તેમણે એક વખત રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 11” માં પોતાની સંઘર્ષની વાર્તા શેર કરી હતી.
તેમના ફિલ્મી કરિયર પર નજર કરીએ તો અભિનેતાએ 1960 માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ધીમે ધીમે લોકોના દિલ જીતી લીધા.પરંતુ અહીં સુધી પહોંચવાની તેમની સફર સરળ નહોતી.
પંજાબના લુધિયાણામાં જન્મેલા ધર્મેન્દ્ર પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગયા.તેમણે કહ્યું હતું કે, ‘શરૂઆતના દિવસોમાં, હું ગેરેજમાં સૂતો હતો, મુંબઈમાં રહેવા માટે મારી પાસે ઘર નહોતું, પરંતુ પૈસા કમાવવાની ઇચ્છા હંમેશા મારામાં રહેતી હતી.એટલા માટે મેં એક ડ્રિલિંગ ફર્મમાં પાર્ટ-ટાઇમ કામ કર્યું, જ્યાં મને 200 રૂપિયા પગાર મળતો હતો. 200 રૂપિયા ટકી રહેવા માટે પૂરતા નહોતા. તેથી તે પછી વધુ પૈસા કમાવવા માટે મારે ઓવરટાઇમ કામ કરવું પડ્યું.
પોતાના શાળાના દિવસોની યાદો વાગોળી
શો દરમિયાન તેમણે તેમના શાળાના દિવસોની યાદો પણ તાજી કરી. અભિનેતાએ કહ્યું, “હું ઘણીવાર શાળા પછી પુલ પર જતો હતો.જ્યાં હું મારા ભાગ્ય વિશે વિચારતો હતો. હું ત્યાં કલાકો સુધી બેસી રહેતો હતો. પણ આજે જ્યારે હું ત્યાં જાઉં છું, ત્યારે મને એક અવાજ સંભળાય છે કે, ધર્મેન્દ્ર, તું અભિનેતા બની ગયો છે. આ વાત યાદ કરીને ધર્મેન્દ્ર ખૂબ જ ભાવુક થઈ ગયા.”
જ્યારે ધર્મેન્દ્રએ કહ્યું કે હું ખેડૂતનો દીકરો છું
એક ઇન્ટરવ્યુમાં, જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે તે આટલા ફિટ કેવી રીતે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, હું એક ખેડૂતનો દીકરો છું. ખેતરોની માટી ફક્ત હાથને જ નહીં, પણ હૃદયને પણ અસર કરે છે.એ માટીમાંથી જ મને મારા મૂળ મળ્યા છે. હું મારા ફાર્મહાઉસમાં ગાયો સાથે વાત કરું છું, મને ઝાડની છાયામાં ખૂબ શાંતિ મળે છે. ધર્મેન્દ્રના પિતા, કિશન સિંહ દેઓલ, એક શાળાના મુખ્ય શિક્ષક હતા, પરંતુ આ હોવા છતાં, પરિવાર ખેતી સાથે જોડાયેલો રહ્યો.
1970 માં સૌથી હેન્ડસમ પુરુષ બન્યા
1960ના દાયકામાં હિન્દી સિનેમામાં પ્રવેશ કરનારા ધર્મેન્દ્રએ લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું છે. 1970ના દાયકાના મધ્યમાં તેમને વિશ્વના સૌથી હેન્ડસમ પુરુષોમાંના એક પણ ગણવામાં આવતા હતા. આ ઉપરાંત, ધર્મેન્દ્રને વર્લ્ડ આયર્ન મેન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રની સૌથી પ્રખ્યાત હિટ ફિલ્મોમાં ‘સત્યકામ’, ‘ખામોશી’, ‘શોલે’, ‘ક્રોધી’ અને ‘યાદો કી બારાત’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા
પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ બે વાર લગ્ન કર્યા હતા. પહેલા પ્રકાશ કૌર સાથે અને બીજા હેમા માલિની સાથે. ધર્મેન્દ્રને કુલ છ બાળકો છે. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરને ચાર બાળકો હતા, સની દેઓલ, બોબી દેઓલ, વિજેતા દેઓલ અને અજિતા દેઓલ. જ્યારે હેમા માલિનીએ બે પુત્રીને જન્મ આપ્યો એશા અને અહાના.