અમદાવાદઃ દિવાળી પર દરેક વ્યક્તિ પોતાના ઘરના આંગણામાં રંગોળી કરે છે. દિવાળીની રોનક અને ઉજવણી રંગોળી વિના અધૂરી રહે છે. દીપોત્સવીમાં ઘરના આંગણાને મનગમતા રંગો અને આકૃતિઓથી સજાવવા રંગોળી બજારમાં આવી ગઈ છે. જુદા-જુદા રંગોની સાથે રંગોળી પૂરવામાં સરળતા રહે એ માટે પ્લાસ્ટિક, કાગળ અને ધાતુની જાળીઓમાં દેવી-દેવતા, શુભ ચિહનો, આકૃતિઓ. બજારમાં ઉપલબ્ધ છે. શહેરના તમામ વિસ્તારના બજારો દીપોત્સવી પહેલાં રંગબેરંગી થવા માંડ્યા છે.
દિવાળીના તહેવારો નજીક આવતા જાય છે એ સાથે જ રંગો ભરેલી લારીઓ, પાથરણાંવાળાં બજારમાં આવી જાય છે. આ વખતે કોરોના કાળને કારણે દિવાળીમાં લોકોએ ઘરઆંગણે રંગોળી ખાસ દોરવી જોઈએ, જેથી છૂટક આવક કરીને પેટિયું રળીને કમાણી કરતા લોકોને મદદ મળી રહે.
દિવાળીની ઉજવણીની તૈયારીઓ દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. લોકો ઘરની સાફ સફાઈ કરી તેને શણગારે છે. માનવામાં આવે છે કે દિવાળીની રાત્રે માતા લક્ષ્મી સ્વયં ધરતી પર વિચરણ કરે છે. માતા લક્ષ્મી તે ઘરમાં પ્રવેશ કરે છે, જે ઘર સ્વચ્છ હોય અને જેના આંગણામાં સુંદર રંગોળી માતાના સ્વાગત માટે બનેલી હોય.
નવી દિલ્હીઃ તાજેતરમાં પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી કુદરતી આફતોનો ભોગ બનેલા છ રાજ્યોને કેન્દ્ર સરકારે રૂ. 4,381.88 કરોડની નાણાકીય સહાય મંજૂર કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઉચ્ચ-સ્તરીય સમિતિએ આ નિર્ણય લીધો છે.
આ છ રાજ્યો છે – પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કર્ણાટક અને સિક્કીમ. આ રાજ્યોમાં અમ્ફન અને નિસર્ગ વાવાઝોડાઓ, પૂર અને ભૂસ્ખલન જેવી કુદરતી આફતોએ ભારે વિનાશ વેર્યો હતો.
આ રાજ્યોને નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફંડ (એનડીઆરએફ) અંતર્ગત કેન્દ્ર તરફથી આ સહાયતા આપવામાં આવી છે. અમ્ફન ચક્રવાતનો ભોગ બનેલા પશ્ચિમ બંગાળને રૂ. 2,707.77 કરોડ અને ઓડિશાને રૂ. 128.23 કરોડ આપવામાં આવ્યા છે. નિસર્ગ વાવાઝોડાનો ભોગ બનેલા મહારાષ્ટ્રને રૂ. 268.59 કરોડ આપવામાં આવ્યા છે. આ વર્ષના ચોમાસાની મોસમમાં ભયાનક પૂર અને ભૂસ્ખલનથી બરબાદ થયેલા કર્ણાટકને રૂ. 577.84 કરોડ, મધ્ય પ્રદેશને રૂ. 611.61 કરોડ અને સિક્કીમને રૂ. 87.84 કરોડની સહાયતા કરવામાં આવી છે.
(૧) ઓટસ લાડુ-
ઓટસ એ ખૂબ જ હેલ્ધી અને પોષણક્ષમ ગ્રેઇન છે. તો આ દિવાળી એ પૌષ્ટિક ઓટસ લાડુ બનાવીએ. ઓટસ લાડુ બનાવવાની રીત:-
ઓટસ અને બધા ડ્રાયફ્રુટસ એકવાર અલગ અલગ ડ્રાય રોસ્ટ કરી લો. ત્યારબાદ ડ્રાયફુટ્રસને અધકચરા ક્રશ કરી લો. હવે ઓટસ, ડ્રાયફ્રુટસ (ક્રસ્ડ) ખજુર, ખસખસ, તજ પાવડર અને મધ તેમજ બાઈડીંગ માટે ઘી ઉમેરી બધુ સરસ હલાવી નાના નાના લાડુ તૈયાર કરી દો તો તૈયાર છે હેલ્દી અને ટેસ્ટી લાડુ.
(૨) સ્ટફડ્ ખજૂર:-
સરળ અને ઝડપથી બની જતી અને હેલ્ધી રેસીપી એટલે સ્ટફડ્ ખજૂર સ્ટફડ્ ખજૂર બનાવવાની રીત:-
-ખજુરને ઘી માં શેકી દેવી જેથી ખુબજ સરસ Fragrance આવે. તેમજ ખજૂર અને ઘી ખાવામાં પણ પૌષ્ટીક હોય.
-ખાંડને પેનમમાં ૧ મીનીટ માટે ગરમ કરવી, પછી ફલેમ ઓફ કરી તેમાં ડ્રાયફ્રુટ પાવડર નાંખી દેવો અને સરસ હલાવી દેવું આમ caramlised ડ્રાયફુટ પાઉડર તૈયાર થઇ જશે.
– હવે ખજૂરમાંથી સાચવીને સાઇડમાં કાપો મુડી સીડસ કાઢી નાંખવા અને એમાં આ પાઉડર ભરી દેવો.
– તો તૈયાર છે ડ્રાયફ્રુટસ ખજૂર, થોડી ઠંડી કરી ગુલાબની પાંદડીઓથી સજાવી સર્વ કરવી.
(૩) પાલક પુરી:-
પાલક એ લોહી તેમજ હિમોગ્લોબીન વધારનારી ભાજી છે અને તેનો મહત્તમ ઉપયોગ આપણા ફાયદા માટે છે. પાલક પુરી બનાવવાની રીત:-
-ઘઉંના લોટમાં બધા મસાલા નાખી પાલકની pure થી જ લોટ બાંધો. હવે નાના નાના લુવા બનાવી સરસ પુરી વણી, કાંટ વાળી ચમચીથી કાણાં પાડી બધી પુરીને તળી લો.
-Mix herbs થી પુરીમાં અલગ અને ટેસ્ટી ફ્લેવર આવશે.
-ગ્રીન ચટની કે ગળી ચટણી સાથે ખાવાની મજા આવશે.
(૪) ઇમ્યુનીટી બુસ્ટર વડા:-
ગુજરાતીઓ એટલે વર્ષોથી ટ્રેડીંગ માટે બહારગામ જતી પ્રજા અને એટલે જ ગુજરાતી ફુડ કલ્ચરમાં સુકા અને લાંબો સમય સુધી ઉપયોગ થાય તેવા નાસ્તાનું બહુ મહત્વ છે. તો જોઇએ ઇમ્યુનીટી બુસ્ટર વડા. ઇમ્યુનીટી બુસ્ટર વડા બનાવવાની રીત:
-ત્રણે લોટ મીક્સ કરી તેમાં બધા કોરા મસાલા, ભાજી (જીણી સમારેલી), આદુ, મરચા લસણની પેસ્ટ નાંખો
-મસાલા તમારા સ્વાદ અનુસાર મીક્ષ કરવા
-૨ ચમચી તેલનું મોણ નાંખવું અને તલ નાંખવા.
-હવે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરી સરસ કણક બાંધવો
-બંને હાથની હથેળીનો ઉપયોગ કરી ગોળ વડા થેપી દેવા અને ૧ થી ૧.૫ કલાક એને સુકવવા દેવા. પછી ધીમી આંચ પર એને તળી લેવા.
-તો તૈયાર છે ઇમ્યુનીટી બુસ્ટર વડા, ચા, કોફી સાથે તેમજ એકલા પણ ખાવાની મજા આવે એવા.
અમદાવાદઃ શહેરના જગતપુર નજીક નવા જ વિકસિત એવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા એપાર્ટમેન્ટના પરિવારોએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે સોસાયટી પ્રાંગણમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ઘટાદાર વૃક્ષો અને હરિયાળી માટે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર જાણીતો છે. જગતપુર અને એસ.જી. હાઇવે નજીક આવેલા આ વિસ્તારમાં અંદાજે 4500 જેટલા કુટુંબો વસવાટ કરે છે.
ગુજરાત રાજ્યમાં દેશના ખૂણે-ખૂણેથી આવીને વસતા લોકો ભારતીય સંસ્કૃતિના દરેક તહેવાર અને ઉત્સવો ભેગા મળી ઊજવવાનો પ્રયાસ કરે છે. કોરોનાના કપરા કાળમાં પણ સમાજના દરેક વર્ગ સુધી સંદેશ પહોંચે અને જાગૃતિ આવે એ રીતે ઉત્સવોમાં સકારાત્મક વિષયોને વણી લેવામાં આવે છે.
જીજીસીયુ, ગોદરેજ ગાર્ડન સિટીના નવીનભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે આ વર્ષે દિવાળીનો માહોલ ઓછો જણાતો હતો. લાંબા લોકડાઉનથી લોકો પરેશાન હતા. વિશાળ પરિસર ધરાવતા ગોદરેજ ગાર્ડન સિટીના રહીશોમાં એક દિવાળીના તહેવારમાં સકારાત્મક ઊર્જા આવે એ જરૂરી હતું. આ સાથે ઉત્સવનો ઉત્સાહ વધે અને એકતાની ભાવના વધુ પ્રબળ બને એ હેતુથી રંગોળી સ્પર્ધાનું આયોજન કર્યું હતું. કેમ્પસમાં સ્પર્ધા એટલા માટે કે આટલા મોટા સિટીમાં તહેવાર વખતે સ્વચ્છતાની સાથે સુંદરતા જળવાય. રચનાત્મક વિચારો આવે, સૌ પોતાના પરિસરમાં રંગોળી પૂરે અને આંગણું સુંદર બનાવવા પ્રયાસ કરે.
રંગોળીમાં માસ્ક અને સેનિટાઇઝર દોર્યા
ઓર્ચાડ, બેલવેડેર અને તીવોલી જેવા ગોદરેજ ગાર્ડન સિટીના જુદા-જુદા ભાગોમાં 30 કરતાં વધારે જગ્યાએ લોકોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રાંગણને રંગોળીની સાથે ફૂલો અને દીવડાંથી સજાવ્યું હતું. એપાર્ટમેન્ટના દરવાજા પર કલાત્મક છત્રી અને રંગબેરંગી પડદાની સાથે સુશોભન કરવામાં આવ્યું હતું.
ભારતના જુદા-જુદા પ્રાંતના લોકો વસવાટ કરતા હોવાથી રંગોળીમાં પણ વિવિધતા જોવા મળી હતી. આ વર્ષે કોરોનાથી બચવાના ઉપાયો અને મહામારીના સમયને વણી લેતી કેટલીક બાબતો રંગોળીમાં દર્શાવવામાં આવી હતી. રંગોળી ના રંગોમાં માસ્ક અને સેનિટાઇઝર દોરવામાં આવ્યાં હતાં.
અમદાવાદઃ દેશમાં ઉત્સવો-તહેવારોમાં ઉમંગ અને ઉત્સાહ જળવાઈ રહે એ માટે લોકો જુદા-જુદા પ્રયોગો કરતા જ રહે છે. દિવાળી જેવા તહેવારમાં પોતાનું ઘર, ઓફિસ, ઇમારતો, ધાર્મિક સ્થળો બીજાથી કંઇક અલગ જ રીતે ઝગમગી ઊઠે એ માટે અવનવા આકારમાં રોશની કરે છે.
દર વર્ષે દુકાનો, મોલ મલ્ટિપ્લેક્સ, શોપિંગ સેન્ટરો, મંદિરો ઉપર દીપોત્સવી દરમિયાન મોટા પ્રમાણમાં રોશની કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાના રોગચાળા, મંદી અને મોંઘવારીના કારણે આ વર્ષે બજારમાં અને ઇમારતો પર 15 ટકા જેટલી પણ રોશની કરવામાં આવી નથી.
કપડાં, દાગીના, બુટ ચંપલ, હોટલ-રેસ્ટોરન્ટ ,મીઠાઇ નમકીન, બેંકિંગ સેક્ટર, મોલ મલ્ટિપ્લેક્સ, બિલ્ડર્સ જેવા અનેક ધંધા-વેપાર સાથે સંકળાયેલા લોકો ગ્રાહકોને આકર્ષવા ઇમારતો પર ઝગમગતી રોશની કરતા હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલા બજારના વેપારના સ્થળોમાં ખૂબ જ ઓછી ઇમારતો પર રોશની જોવા મળી રહી છે.
કોરોનાના રોગચાળાથી ઉત્સવોનો ઉત્સાહ ઓસર્યો નથી, પણ ખોટા ખર્ચા અને ઉડાઉપણું ઓછા થઇ ગયા છે. દરેક વિસ્તારોના નાના-મોટાં બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું જ વેચાણ હાલપૂરતું વધારે જોવા મળે છે.
મુંબઈઃ વડોદરાનિવાસી ક્રિકેટર અને આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ખેલાડી કૃણાલ પંડ્યા ગઈ કાલે દુબઈથી મુંબઈ આવી પહોંચ્યા બાદ એરપોર્ટ પર એને અટકાવવામાં આવ્યો હતો. એની પાસે અઘોષિત સોનું તથા અન્ય કિંમતી ચીજવસ્તુઓ હોવાની શંકા જતાં ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (DRI) વિભાગના અધિકારીઓએ એને અટકાવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, કૃણાલ યુએઈથી ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા બાદ મુંબઈ આવી પહોંચ્યો હતો. ત્યારે ડીઆરઆઈના જવાનનોએ એને અટકાવ્યો હતો. કૃણાલ ગઈ 10 નવેમ્બરે દુબઈમાં આઈપીએલ-2020નું વિજેતાપદ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. ટીમે ફાઈનલ મેચમાં દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો. કૃણાલ આઈપીએલમાં અત્યાર સુધીમાં મુંબઈ ટીમ વતી 71 મેચોમાં રમ્યો છે. 2017ની ફાઈનલમાં એ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
એનડીટીવીના અહેવાલ મુજબ, ડીઆરઆઈ સૂત્રના જણાવ્યા મુજબ, કૃણાલ પાસે હીરાજડિત બે લક્ઝરી કાંડાઘડિયાળો હતી (બે ઓડેમર્સ પિગેટ અને બે રોલેક્સ ઘડિયાળ). આ કેસ પ્રમાણમાં નાનો હોવાથી ડીઆરઆઈ વિભાગે સામાન્ય નિયમો અનુસાર કેસને એરપોર્ટ કસ્ટમ્સ વિભાગને સુપરત કરી દીધો હતો. અધિકારીઓએ એની ત્રણેક કલાક સુધી પૂછપરછ કરી હતી. ઘડિયાળો જપ્ત કરી લીધા બાદ એને જવા દેવામાં આવ્યો હતો એવું અહેવાલોનું કહેવું છે. નિયમાનુસાર, જો કૃણાલ આ ઘડિયાળ લેવા માગતો હશે તો એણે કસ્ટમ્સ ડ્યૂટી અને દંડની રકમ ભરવી પડશે. આ કેસમાં ઈમ્પોર્ટેડ ઘડિયાળો પર 38.5 ટકા કસ્ટમ્સ ડ્યૂટી લાગી શકે છે.
અમદાવાદઃ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, કપરા કોરોના કાળમાં ઉત્સવોની ઉજવણીમાં ઓટ જોવા મળે છે, પરંતુ સમાજમાં જે વર્ગ વંચિત છે, એમને મદદ કરવા માટે અનેક સંસ્થાઓ સદાય તત્પર રહે છે. એ કોરોના કાળમાં લોકો એ કરેલી મદદ દ્વારા જોવા મળ્યું.
શહેરના રામદેવનગર, થલતેજ, ગુલબાઈ ટેકરા અને વાસણા વિસ્તારમાં સોલ બે અને શ્વાસ સંસ્થાએ ભેગા મળી દિવાળીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી હતી. સોલ બે સંસ્થાએ શહેરના જુદા-જુદા વિસ્તારમાં ફરી વંચિત દીકરીઓને પગરખાં, જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને માસ્ક પૂરા પાડ્યા હતા.
સોલ બે સંસ્થાના દર્શિની અને યામા ચિત્રલેખા. કોમ ને કહે છે દીપોત્સવી દર વર્ષે આવે છે. કોરોનાને કારણે આ દિવાળી સૌ માટે અલગ અનુભવ છે. ઉત્સવોમાં વંચિતો અને એમાંય દીકરીઓને મદદ કરવાથી અનેરો આનંદ મળે છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 87 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 44,879 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 547 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 87,28,795 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,28,668 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 81,15,580 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,84,547એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 92.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.48 ટકા થયો છે.
તામિલનાડુ સરકારે બાળકોનાં માતા-પિતાની સલાહ લઈને થોડા દિવસની અંદર જ ગુરુવારે રાજ્યમાં 9મા ધોરણથી 12 ધોરણની શાળાઓને નવેમ્બરમાં ખોલવાનો પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. સરકકારે જણાવ્યું છે કે હમણાં સ્કૂલ બંધ જ રહેશે. રાજ્યમાં 16 નવેમ્બરથી કોલેજ ખૂલી ગઈ છે. પણ સરકારે કહ્યું કે કોલેજ અને યુનિવર્સિટી ખાલી સંશોધનકર્તા, વિજ્ઞાન અને ટેક્નિકલ પાઠ્યક્રમના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ માટે જ બે ડિસેમ્બરથી ખૂલશે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પાંચ લાખથી વધુ અધિકારીઓને-કર્મચારીઓને મોટી દિવાળીની ભેટ આપી છે. સરકારે રૂ. 500 કરોડની ઘોષણા કરી, જેના દ્વારા દિવાળીના તહેવાર પર પાંચ લાખની વધુ અધિકારીઓને અને કર્મચારીઓને રૂ. 10,000 વ્યાજમુક્ત એડવાન્સ રકમ મળશે. આ રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ ભેટ છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા આ ભેટ આપવામાં આવી છે.
આ એડવાન્સ રકમ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા લેવડદેવડને પ્રોત્સાહિત કરવા માટે રૂપે કાર્ડના સ્વરૂપે અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવશે, જેના દ્વારા તેઓ આ એડવાન્સ રકમ વગર વ્યાજે આ તહેવારે મેળવી શકશે. આ રકમ રાજ્ય સરકારના અધિકારીઓ અને કર્મચારીઓને વગર વ્યાજે 10 એકસરખા માસિક હપતામાં ચૂકવવાની રહેશે.
મુખ્ય પ્રધાનના આ નિર્ણયથી નાના વેપારીઓને પ્રોત્સાહન મળશે અને રાજ્યના અર્થતંત્રને પણ વેગ મળશે.
લોકો દિવાળીની ઉજવણી કરે પણ સાથોસાથ એમના પાલતુ શ્વાન અને રસ્તાઓ પર રહેતા કૂતરાઓની સલામતીની પણ કાળજી રાખે એ માટે ‘હ્યુમન સોસાયટી ઇન્ટરનેશનલ-ઈન્ડિયા’ દ્વારા અમુક ટિપ્સ આપવામાં આવી છે, જે ધ્યાનમાં રાખવા જેવી છે.
તમારા પાલતુ કૂતરાના કોલર પર તમારું નામ અને ફોન નંબર લગાવો અથવા નામ અને નંબર ટેગનો ઉપયોગ કરો.
તમારા શેરી કૂતરાઓને પ્રકાશ અને ફટાકડાથી દૂર ભોંયરામાં, બગીચામાં અથવા કોઈપણ બંધ વિસ્તારમાં આશ્રય લેવાની મંજૂરી આપો.
તમારા આરડબલ્યુએ / એઓએ / સોસાયટી વેલ્ફેર એસોસિએશનના સભ્યો / પ્રતિનિધિઓ સાથે વાત કરો અને શેરી કૂતરાઓને માટે જુદા જુદા સ્થળોએ પાણીના બાઉલ સુનિશ્ચિત કરો.
તમારા પાલતુ કૂતરાઓ માટે પીવાના તાજા પાણીનો બાઉલ રાખો
કૂતરાઓને ચોકલેટ અને મીઠાઈઓ આપશો નહીં
મોટા પ્રમાણમાં બાકી રહેલા વાસી ખોરાકને આપવાનું ટાળો, શેરીના કૂતરાઓને જરૂરી માત્રામાં જ આપો
તમારા પાલતુ કૂતરાને ઓછી લાઈટવાળા રૂમમાં રાખો અને તેને સાઉન્ડપ્રૂફ બનાવવાનો પ્રયાસ કરો
તણાવપૂર્ણ કૂતરાની નજીક જવાનો કે કડક બનાવવાનો પ્રયાસ કરશો નહીં, કૂતરાને વધુ નજીક કર્યા વિના એને શાંત કરવાનો પ્રયાસ કરો
બાળકોને કૂતરાઓ સાથે કોઈ ગેરવર્તન ન કરવા દો, કારણ કે તે ક્રુર, ગેરકાયદેસર અને જોખમી છે
ખાતરી કરો કે સફાઈ સ્ટાફ દ્વારા જ્યાં ફટાકડા સળગાવી દેવામાં આવ્યા છે, તે તમામનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે
ફટાકડા અને આવી અન્ય સામગ્રી તમારા કૂતરાઓની પહોંચની બહાર રાખો
જો વધતો અવાજ અને પ્રકાશને લીધે જો તમારા કૂતરાને ખૂબ તણાવ આવે છે, તો કૃપા કરીને તમારા પશુચિકિત્સકને એન્ટી-સ્ટ્રેસ દવા લખવા માટે કહો.
તમારા પાલતુ કૂતરાને લાંબા સમય માટે એકલા છોડો નહીં અને તેમના પર નિયમિત ધ્યાન રાખી સાથ આપશો (જ્યારે તેઓ તણાવમાં હોય ત્યારે તેમને પંપાળવું નહીં, તે સલાહભર્યું છે)
કોઈપણ બીમાર અથવા ઈજાગ્રસ્ત શેરી કૂતરાઓ પર નજર રાખો અને તરત જ તમારા શહેરની સ્થાનિક પ્રાણી કલ્યાણ સંસ્થાનો સંપર્ક કરો
કૂતરાઓ (પાલતુ પ્રાણી અને શેરી)નો ખોરાક આપવાનો સમય થોડા દિવસો પહેલા બદલો, ફટાકડા ફૂટે તે પહેલાં તેમને ખવડાવી દો
તમારા બગીચામાં અથવા તમારા ઘરની આજુબાજુના વિસ્તારમાં શેરી કૂતરાઓને તણાવથી મુક્તિ માટે આશ્રય આપો
જો ત્યાં નાના ગલુડિયાઓ હોય તો કૃપા કરીને રાત્રે બંધ જગ્યા (એક નાનો કાર્ડબોર્ડ બંધ) ગોઠવો – આ અકસ્માતો અને બચ્ચાંને ઈજા પહોંચાડતા અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ખાતરી કરો કે કોઈ છૂટક કે ખુલ્લા ઇલેક્ટ્રિક કનેક્શન્સ ન હોય – કૂતરાં અને અન્ય શેરી પ્રાણીઓને તેનો કરંટ લાગી શકે છે
પ્રાણીઓના આશ્રયસ્થાનો અથવા પ્રાણી સંગ્રહાલયની નજીક ફટાકડા ન સળગાવો.