Home Blog Page 4566

આંગળીથી નખ વેગળા તે વેગળા

 

આંગળીથી નખ વેગળા તે વેગળા…

 

આમ તો નખ આંગળીનો ભાગ હોય તે રીતે જ એની સાથે જોડાયેલા છે. જો નખ જીવતો ખેંચાય તો ભયંકર પીડા થાય. આમ છતાંય નખ વધે ત્યારે આપણને ખબર પણ ન પડે તે રીતે એ આંગળીથી દૂર થઈ જાય છે.

એક દિવસ આપણે એને કાપી નાખીએ છીએ તોયે પીડા થતી નથી. આવું જ સંબંધોનું છે. જે પારકાં તે પારકાં જ રહે છે. ઘણી વખત એમને પોતાના બનાવવાનો આપણે પ્રયત્ન કરીએ અથવા એમને પોતાના ગણવાની ભૂલ કરીએ તો સરવાળે દુઃખી થવાનો જ વારો આવે છે. આ બાબત માનવ સંબંધોમાં બધાને લાગુ પડે છે.

એટલે જ કહેવાય છે કે, હા,ભાઈ! આંગળીથી નખ વેગળા તે વેગળા.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 24/11/2020

(મયંક રાવલ)

કાજોલની ‘ત્રિભંગ’ ફિલ્મ જાન્યુઆરીમાં ડિજિટલી રિલીઝ થશે

મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી કાજોલે સોમવારે પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર તેના ફેન્સને શેર કર્યું છે. તેણે કહ્યું હતું કે તેની આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની આશા છે અને તે તેની બીજી જાહેરાત ફેબ્રુઆરી, 2021માં કરશે. કાજોલ ‘ફિલ્મ’ ત્રિભંગથી નેટફ્લિક્સ પર ડિજિટલ ડેબ્યુ કરી રહી છે.  ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં તેણે કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ ‘ત્રિભંગ’ જાન્યુઆરીમાં રિલીઝ થવાની વકી છે અને એમાં ત્રણ મહિલાઓ વિશે રસપ્રદ વાર્તા છે. મને આ ફિલ્મમાં કામ કરવામાં ખૂબ જ આનંદ આવ્યો છે.

આ ફિલ્મનું દિગ્દર્શન અભિનેત્રી રેણુકા શહાણેએ કર્યું છે, જ્યારે એમાં અન્ય કલાકારો તન્વી આઝમી અને મિથિલા પાલકર છે. રેણુકા એક શાનદાર ડિરેક્ટર છે. એટલે હું તમને બધાને આ ફિલ્મ જોવા માટે આગ્રહ કરું છું, એમ કાજોલે કહ્યું હતું. કાજોલે તેના 1.1 કરોડ ફોલોઅર્સને આ ફિલ્મ જોયા પછી તેમની પ્રતિક્રિયા જણાવવા કહ્યું હતું.

તેણે એક પણ નવી ફિલ્મ સાઇન નથી કરી, પણ ફેબ્રુઆરી સુધી તમે રાહ જુઓ, એમ તેણે તેના ફેન્સને કહ્યું હતું. કાજોલે ‘તાનાજીઃ અનસંગ વોરિયર’માં તેના કો-સ્ટાર પતિ અજય દેવગણ સાથે કામ કર્યું હતું.

કાજોલે કહ્યું હતું કે ક્રિસમસને લઈને ખાસ્સી ઉત્સાહિત છે. મુંબઈમાં ક્રિસમસની તૈયારીઓ થઈ રહી હશે અને તમે બધા તમારા ઘરે હશો. મને ક્રિસમસ ગમે છે. મને કિસમસમાં ગિફ્ટની આપ-લે ગમે છે, એમ કાજોલે કહ્યું હતું.

 

 

 

ગુજરાતમાંથી આવતા પ્રવાસીઓ માટે મહારાષ્ટ્ર બન્યું કડક

મુંબઈઃ કોરોના વાઈરસના કેસો વધી જવાનો ભય હોવાથી મહારાષ્ટ્ર સરકારે દેશના ચાર કોરોના-ગ્રસ્ત રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) ટ્રેન, વિમાન કે રોડ માર્ગે આવનાર તમામ પ્રવાસીઓને લાગુ પડશે. આ ચાર રાજ્યો છે – ગુજરાત, ગોવા, દિલ્હી અને રાજસ્થાન. મહારાષ્ટ્રમાં આવવા માગતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓએ તેઓ રાજ્યના કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ થવાના નિર્ધારિત સમય પૂર્વેના 72 કલાકની અંદર કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવાની રહેશે અને તેનો રિપોર્ટ સાથે રાખવો પડશે. જે પ્રવાસીઓ પાસે કોવિડ-નેગેટિવ (RT-PCR) ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તેમણે મહારાષ્ટ્રના સંબંધિત એરપોર્ટ ખાતે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવાની રહેશે અને તે માટેનો ખર્ચ એમણે પોતે જ ભોગવવાનો રહેશે. મહારાષ્ટ્રમાં આવવા માગતા વિમાન પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા દેવાય તે પહેલાં એમનો RT-PCR રિપોર્ટ ચેક કરી લેવો એવી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મહારાષ્ટ્ર સરકારે વિનંતી કરી છે.

ટ્રેન માર્ગે મહારાષ્ટ્રમાં આવનાર પ્રવાસીઓએ તેઓ રાજ્યમાં નિર્ધારિત સમયે આવી પહોંચે એના 96 કલાક પહેલાં મેળવેલો RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ નહીં હોય એમનું સંબંધિત રેલવે સ્ટેશન પર બોડી ટેમ્પરેચર સહિત કોરોના લક્ષણો માટે સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હશે એમને ઘેર જવા દેવામાં આવશે.

એવી જ રીતે, રોડ માર્ગે મહારાષ્ટ્રમાં આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. જેમનામાં કોરોનાના લક્ષણ હોવાનું માલૂમ પડશે એમને પાછા મોકલી દેવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ હશે એમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે.

કોરોના-વિસ્ફોટકઃ દેશમાં સૌથી ઊંચો મૃત્યુદર અમદાવાદમાં 4.1%

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહાબીમારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યુ  લાદ્યો છે. રાજ્યમાં કોરોના સંબંધિત કેસોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયાં છે, જે ચિંતાજનક છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1968 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે.

માત્ર ગુજરાત જ નહીં, પણ દેશના મોટા શહેરોમાં કોરોનાનો મૃત્યુદર જોઇએ તો સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરનો છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઈ આવે છે – 3.9 ટકા. ત્રીજા ક્રમે કોલકાતા છે – 2.5 ટકા, 1.6 ટકા સાથે દિલ્હી ચોથા ક્રમે છે.

અમદાવાદમાં માત્ર 9 જ વેન્ટિલેટર ઉપલબ્ધ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરની ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે. AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 155 જેટલાં બેડ ખાલી છે. આઇસોલેશન વોર્ડમાં 79, HDUનાં 65, ICU વેન્ટિલેટર વગર આઠ અને ICU વેન્ટિલેટરનાં નવ જ બેડ ખાલી છે.

12 દિવસમાં 102 લોકોનાં મોત

અમદાવાદમાં કોરોનાની બીજી વેવ આવ્યા પછી 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં માત્ર કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે આ 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે.

સિવિલના ડોક્ટરો-કર્મચારી સહિત 60ને કોરોના

સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દિવાળીથી આજ સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 દર્દીને દાખલ થયા છે.

 

અમદાવાદમાં માસ્ક વગર ફરનારાઓ સામે કડક કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાઈરસ રોગચાળાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેથી રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે. રાજ્ય સરકારે અમદાવાદમાં રાત્રી કરફ્યુ લાદ્યો હોવા છતાં પણ હજી અમદાવાદીઓ બેદરકારી દાખવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેશને 256 લોકોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી નવ લોકો પોઝિટિવ નીકળ્યા હતા. આ નવ જણને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય 3ને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. અન્ય લોકો પાસેથી એક-એક હજાર રૂપિયા દંડ તરીકે વસૂલવામાં આવ્યા હતા.

માસ્ક વગર ફરનારને કરાશે કોરોના ટેસ્ટ અને રૂ. 1000નો દંડ

શહેરમાં કોરોનાનો કેર વધી રહ્યો હોવાને કારણે લોકો ભયભીત થયા છે. મહાનગરપાલિકા પણ મોટા પ્રમાણમાં લોકોના ટેસ્ટ કરી રહી છે. શહેરના પૂર્વ-પશ્ચિમમાં મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવારથી લોકો કોરોના ટેસ્ટ કરાવવા માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. શહેરમાં માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યો છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલમાં મોકલી દેવાય છે અને નેગેટિવ આવે તો રૂ. 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં કરફ્યુ નિયમોના ભંગ બદલ પોલીસે 683 લોકોની ધરપકડ કરી છે, જેમા 637 લોકો સામે અમદાવાદ પોલીસે ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત પોલીસે જપ્ત કરેલાં વાહનોના ચાલકો પાસેથી રૂ. 64 હજારનો દંડ વસૂલ્યો છે. અમદાવાદ પોલીસે નવ મહિનામાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી રૂ. 13.40 કરોડનો દંડ વસૂલ્યો છે. અમદાવાદમાં 2,68,238 બેદરકાર લોકોને દંડ ફટકારાયો છે. અમદાવાદમાં દરરોજ આશરે 1500થી વધુ લોકો માસ્ક વગર દંડાય છે.

અમદાવાદમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન

હાલમાં શહેરમાં 127 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલમાં છે. જેમાં નવા ઉમેરાયેલા સાઉથ ઝોનના 10, સેન્ટ્રલ ઝોનના 1, સાઉથ વેસ્ટ ઝોનના 3, ઇસ્ટ ઝોનના 3, વેસ્ટ ઝોનના 1, નોર્થ વેસ્ટ ઝોનના 4 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.

ચાર મહાનગરોમાંથી 33 કરોડનો દંડ વસૂલાયો

કોરોના કાળમાં પોતાની અને તેમના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યમાં હજારો પોલીસકર્મીઓ રસ્તાઓ પર લોકોને કોરોનાના નિયમો પાળવાનું સમજાવે છે. આજથી ચારેય મહાનગરોમાં કડક રીતે મિશન માસ્ક શરૂ થયું છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં જ 33 કરોડ રૂપિયા દંડ ચૂકવ્યા પછી પણ લોકો કોરોના નિયમ પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે.

કોરોના પરિસ્થિતિ બેકાબૂઃ ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટની ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે અને ગુજરાતમાં તો અંકુશ બહાર જ જતી રહી છે. આવી આકરી ટીકા આજે સુપ્રીમ કોર્ટે કરી છે.

કોરોના સંબંધિત પરિસ્થિતિનો સામનો કરવા કયા પગલાં લેવામાં આવ્યા છે તે વિશે બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ નોંધાવવાનો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યો સરકારોને આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિઓ આર.એસ. રેડ્ડી અને એમ.આર. શાહે કહ્યું કે ગુજરાતમાં પરિસ્થિતિ અંકુશ બહાર જતી રહી છે. તમે લગ્ન પ્રસંગની ઉજવણી મોટા પાયે શા માટે કરવા દો છો? કોર્ટે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. સત્તાવાળાઓએ પગલાં લેવા પડશે નહીં તો ડિસેમ્બરમાં વધારે ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો, એમ ન્યાયાધીશોએ મહારાષ્ટ્ર વતી હાજર થયેલા લૉયરને જણાવ્યું હતું.

BSEમાં ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’ની ઉજવણીનો આરંભ

મુંબઈઃ રોકાણકારોમાં શિક્ષણ અને રક્ષણ અંગેની જાગૃતિ ફેલાવવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યુરિટીઝ કમિશન (IOSCO) ‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’ (WIW) ઝુંબેશ ચલાવે છે. ભારતમાં ‘સેબી’એ 23 નવેમ્બર, 2020થી શરૂ થતા સપ્તાહમાં આ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે, જે 29 નવેમ્બર, 2020 સુધી ચાલશે.

આ પ્રસંગે બીએસઈ ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફંડ (IPF) રોકાણકારોમાં જાગૃતિ અને શિક્ષણના પ્રસાર માટે સ્પર્ધાઓ સહિત સંખ્યાબંધ પહેલો કરવામાં આવી છે.

‘વર્લ્ડ ઈન્વેસ્ટર વીક’નો પ્રારંભ ‘બીએસઈ’ ખાતે ‘સેબી’ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જી.પી. ગર્ગના હસ્તે ‘ઓપનિંગ બેલ રિંગિંગ’ સમારોહમાં કરવામાં આવ્યો ત્યારે ત્યાં ‘સેબી’ના, ‘બીએસઈ’ના અને નેશનલ એસોસિયેશન ઓફ બ્લાઈન્ડ એસોસિયેશન અને ‘નયન ફાઉન્ડેશન’ના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત હતા.

પ્રજ્ઞાચક્ષુઓ માટે બુકલેટ

BSE IPFએ આજે વર્લ્ડ ઈન્વેસ્ટર્સ વીકની ઉજવણીના પ્રારંભરૂપે બ્રેઈલ લિપિમાં કોમન સિક્યુરિટી માર્કેટ બુકલેટ લોન્ચ કરી હતી. મૂક બધીર રોકાણકારો માટે વિડિયો એડવર્ટાઈઝમેન્ટ્સ નામે મિ. રાઈટ પ્રસારિત કરી હતી.. ક્રિકેટની થીમ આધારિત ક્વિઝ પણ શરૂ કરવામાં આવી છે. આ સપ્તાહના દરેક દિવસે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

સિક્યુરિટીઝ માર્કેટનું કાર્ય બચતોને મૂડીરોકાણ હેતુઓ માટે વાળવાનું છે, જેનાથી મૂડી સર્જન અને આર્થિક વિકાસ થાય છે. સેબીનો એક હેતુ સિક્યુરિટીઝનાં હિતોના  રક્ષણનો છે. આ માટે રોકાણકાર જાગૃતિ અને શિક્ષણ આવશ્યક છે, એમ સેબીના ચેરમેન અજય ત્યાગીએ કહ્યું હતું 

‘શિક્ષિત રોકાણકાર એટલે રક્ષિત રોકાણકાર’: આશિષકુમાર ચૌહાણ

બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે કહ્યું કે રોકાણકાર શિક્ષણ અતિ મહત્ત્વનું છે, કારણ કે શિક્ષિત રોકાણકાર એટલે રક્ષિત રોકાણકાર અને એનાથી રિટેલ સામેલગીરી અને વિશ્વાસમાં વધારો થાય છે. અત્યારે જે જાહેરાતો કરવામાં આવી છે એમાં બીએસઈના રોકાણકાર શિક્ષણ અને રક્ષણ પ્રતિની કટિબદ્ધતા જોવામાં મળે છે.

પશ્ચિમમાં પરિવર્તનઃ નોકરિયાત-મહિલાઓને હવે ઘર-પરિવાર સંભાળવાં છે

ન્યૂયોર્કઃ એક તરફ અમુક સમાજો પરિવાર-સંભાળને મહિલાઓનાં સૌથી વધુ શોષણ અને ગુલામીના કારણ તરીકે બતાવ્યું છે, ત્યારે બીજી બાજુ પરંપરાગત પત્ની ઝુંબેશ માથું ઊંચકી રહી છે. આમાં રસપ્રદ બાબત એ છે કે આ ઝુંબેશમાં એવી મહિલાઓ પણ જોડાઈ રહી છે, જે ઉચ્ચ શિક્ષિત અને પોતપોતાનાં ક્ષેત્રમાં બહુ સફળ રહી છે. પશ્ચિમી દેશોમાં હવે મહિલાઓ ઘર અને નોકરી, એમ બંનેના બોજથી થાકી ગઈ છે. તેઓ ઊંચા પગાર છોડીને ઘર-પરિવારની સંભાળ લેવા તરફ પ્રયાણ કરી રહી છે.

હાલમાં જ યોજાઈ ગયેલી અમેરિકી પ્રમુખપદની ચૂંટણી-2020માં ઉપપ્રમુખ તરીકે કમલા હેરિસની જીતને વિશ્વભરમાં નારીવાદીઓ પોતાની જીત તરીકે જોઈ રહી છે. અમેરિકાના ભૂતપૂર્વ ઉપપ્રમુખ અલ ગોરનાં પત્ની 1993થી અમેરિકન મહિલાઓ માટે ‘પરિવારમાં વાપસી’ માટે આંદોલન ચલાવી રહ્યાં છે. એ સંયોગ છે કે કમલા હેરિસની જેમ અલ ગોર પણ ડેમોક્રેટિક પાર્ટીનાં હતા.

મોટા સમાજવિજ્ઞાનીઓ, મનોવિજ્ઞાનીઓ અને બાળકો માટે કામ કરતી સંસ્થાઓનું કહેવું છે કે જો બાળકોને નશાના જોખમથી બચાવવા હોય, અપરાધની દુનિયાથી દૂર રાખવા હોય અને તેમને સારા જવાબદાર નાગરિક બનાવવા હોય તો પરિવાર જોઈએ.

આ આંદોલનનો મુખ્ય ચહેરો એલેના પેરિટ છે. તેઓ બ્રિટનમાં રહે છે અને મશહૂર બ્લોગર છે તથા લેખિકા પણ છે. તેઓ કહે છે જે મહિલાઓ પરિવારની જવાબદારી નિભાવવા ઇચ્છે છે, પોતાનાં સંતાનો તથા ઘરની સંભાળ લેવા ઇચ્છે છે. મોટી સંખ્યામાં મહિલાઓ પરિવારોને પસંદ કરવા લાગી છે. એલેનાની મિડિયામાં બહુ ટીકા થઈ રહી છે. યુરોપના એક ન્યૂઝપેપરે તો મહિલાઓનાં આ પ્રકારના વિચારોને ‘નાઝી વિચાર’ તરીકે ઓળખાવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિકસિત દેશોમાં મહિલાઓએ બહુ કામ કરવું પડે છે.

અમે ભારતીયો સામે અપશબ્દો નહીં વાપરીએઃ વોર્નર

મેલબર્નઃ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરો મેચ દરમિયાન એમના હરીફો વિરુદ્ધ સ્લેજિંગ (અપશબ્દો ઉચ્ચારવાની ખરાબ આદત) માટે બદનામ થયેલા છે. પરંતુ તેના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે કહ્યું છે કે ભારતીય ટીમ સામેની આગામી શ્રેણીઓ વખતે અમે જુદો જ અભિગમ અપનાવીશું અને એમની સામે અપશબ્દો ઉચ્ચારવાનું ટાળીશું.

વોર્નરે કહ્યું છે કે અમે ભારતીય ખેલાડીઓને અમારા ક્રિકેટ કૌશલ્ય દ્વારા હરાવવાનો પ્રયત્ન કરીશું અને અમારી લાગણીના ઉન્માદને અંકુશમાં રાખીશું.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વન-ડે ઈન્ટરનેશનલ્સ, 3 ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ્સ અને 4 ટેસ્ટ મેચોની શ્રેણીઓ રમાવાની છે. પહેલી વન-ડે મેચ 27 નવેમ્બરે સિડનીમાં રમાશે એ સાથે જ બંને ટીમ વચ્ચેનો બહુપ્રતિક્ષિત જંગ શરૂ થશે.