કેનબેરાઃ ઓસ્ટ્રેલિયા સામે પહેલી બંને વન-ડે ઈન્ટરનેશનલ હારી જઈને વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ભારતીય ટીમ 3-મેચની સિરીઝને ગુમાવી બેઠી છે. આ પરાજયને કારણે ટીમ ઈન્ડિયાની વ્યાપક ટીકા કરવામાં આવી છે. પરંતુ મિડલ-ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરે એક મહત્ત્વનું નિવેદન કર્યું છે. એણે કહ્યું છે કે આઈપીએલ-2020નો વર્કલોડ ખેલાડીઓના દેખાવ પર માઠી અસર પાડી રહ્યો છે.
સિડનીમાં પહેલી બે વન-ડે મેચ હારી ગયા બાદ ભારત હવે 2 ડિસેમ્બરે કેનબેરાના માનુકા ઓવલ મેદાન પર ત્રીજી અને સિરીઝની આખરી મેચ રમશે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઐયરે કહ્યું કે આઈપીએલ જેવી ટ્વેન્ટી-20 સ્પર્ધામાં રમ્યા પછી 50-ઓવરવાળી ફોર્મેટમાં રમવામાં અનુકૂળ થવામાં ખાસ કરીને બોલરોને તકલીફ પડે છે. અમે પહેલાં આઈપીએલ-2020માં રમ્યા, ત્યાં સતત 14 મેચોમાં રમ્યા, પછી ઓસ્ટ્રેલિયામાં આવ્યા અને ક્વોરન્ટાઈનમાં રહ્યા. પરિણામે તમારા મન પર અસર પડવાની જ. માત્ર બોલરો જ નહીં, પણ દરેક ખેલાડીના મન પર અસર પડવાની.
ઉલ્લેખનીય છે કે, સિડનીમાંની બંને વન-ડે મેચમાં ઓસ્ટ્રેલિયાના અનુક્રમે 374 અને 389 રનના તોતિંગ સ્કોર સામે ભારતના બેટ્સમેનોએ 300થી વધારે રન કરીને સારો પ્રતિકાર કર્યો હતો, પરંતુ બંને મેચમાં ભારતના બોલરો સદંતર નિષ્ફળ ગયા હતા. મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ બંને મેચ મળીને કુલ 152 રન ખર્ચી નાખ્યા હતા અને માત્ર બે જ વિકેટ મેળવી હતી. તે છતાં શ્રેયસ ઐયરનું કહેવું છે કે અમે ત્રીજી વન-ડે મેચ જીતવા અને ક્લીન સ્વીપ હારને નિવારવા માટે દ્રઢનિશ્ચયી છીએ. ત્રીજી મેચમાં અમે કાંગારુઓને જોરદાર જવાબ આપીશું.
રાજકોટઃ અહીંની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં પાંચ દર્દીનાં મોત નિપજાવનાર આગની દુર્ઘટનાના કેસમાં હોસ્પિટલના ત્રણ ડોક્ટરની ધરપકડ કરાયા બાદ આજે એ ત્રણેયને સ્થાનિક કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ ત્રણ આરોપી તબીબ છે – ડો. પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા અને ડો. વિશાલ મોઢાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આ ત્રણેય ડોક્ટરોના પાંચ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પોલીસે હોસ્પિટલના પાંચ સંચાલક સામે ગુનો નોંધ્યો છે.
ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી
રવિવાર સાંજે ડો.પ્રકાશ મોઢા સહિત ત્રણેય તબીબોનું રાત્રે મેડિકલ ચેકઅપ અને કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જે ટેસ્ટ નેગેટિવ આવતાં ત્રણેય ડોક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી પોલીસ દ્વારા ત્રણેય ડોક્ટરને રાજકોટની કોર્ટના જજ એલ.ડી. વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓને રીમાન્ડ પર લેવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એ ફગાવી દઈને ત્રણેય ડોક્ટરને રૂ. 5-5 હજારના જામીન પર મુક્ત કર્યા હતા.
જેલમાં શાહી સ્વાગતનો વિડિયો વાઇરલ
ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં માલવિયા પોલીસ સ્ટેશનનો વિડિયો વાઇરલ થયો છે. ડો. પ્રકાશ મોઢા અને તેમના પુત્ર વિશાલનું જેલમાં શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. પિતા-પુત્રને સોફા પર બેસાડી ફ્રૂટ્સ અને બિસ્લેરીનું પાણી આપી આગતા-સ્વાગતા કરવામાં આવી હતી. આ વાઇરલ વિડિયોમાં અગ્નિકાંડના સંચાલકો ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા દેખાઈ રહ્યા છે.
રાજકોટ ઉદય હોસ્પિટલ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ હોસ્પિટલ આગકાંડ કેસમાં 14 જેટલા મુદ્દે હોસ્પિટલ સંચાલકોએ લાપરવાહી દાખવી હતી.
મુંબઈઃ દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ)ના વિદ્યાર્થી સંઘની ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદ દેશ-વિરોધી કામગીરીઓમાં સહભાગી થઈ હોવાનો એની પર આરોપ એનાં પિતા અબ્દુલ રશીદે જ મૂકતાં સૌ ચોંકી ઉઠ્યા છે. હવે એની પર બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતે પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે શેહલાનાં પિતાનો જ વિડિયો ટ્વીટ કરીને શેહલા પર નિશાન તાંક્યું છે. તે ટ્વીટમાં કંગનાએ કહ્યું છે કે, એ જન્મજાત મૂર્ખ છે.
કંગનાએ શેહલાનાં પિતાનો વિડિયો ટ્વીટ કરીને લખ્યું છે, ‘દેશદ્રોહથી તને પૈસા, આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, મિત્ર, સહયોગ એવું બધું જ મળશે, પણ દેશપ્રેમથી તને દુશ્મનો મળશે, સંઘર્ષ મળશે, પૂર્વજોની સભ્યતાની લડાઈ વારસામાં મળશે. જીવન તો તારું છે, તારે જ નિર્ણય લેવાનો છે. સમજદારીવાળી જિંદગી જીવવી છે કે મૂર્ખતાભરી? હું તો જન્મજાત મૂર્ખ છું.’
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં શેહલાએ કંગનાને મૂર્ખ કહી હતી. એણે કંગના વિશે એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે, કિસાનો આત્મહત્યા કરે છે એ કંઈ ચૂંટણીનો મુદ્દો નથી. આનાથી કંઈ ઝેડ-સિક્યુરિટી કે પદ્મભૂષણ એવોર્ડ મળતા નથી. ઈડિયટ. કંગનાએ શેહલાનાં એ ટ્વીટનો આજે ઉપર મુજબ ઉત્તર આપી દીધો છે.
અબ્દુર રશીદનો વિડિયો સોશિયલ મિડિયામાં વાઈરલ થયો છે. તેમણે જમ્મુના પોલીસ વડાને આપેલા પત્રની કોપી બતાવી હતી. અને કહ્યું હતું કે એમની પુત્રી શેહલા આઈએએસમાં ટોપર રહેલા શાહ ફૈસલ સાથે મળીને કશ્મીરમાં હુર્રિયત જેવું નવું સંગઠન ઊભું કરવાનો પ્રયત્ન કરતી હતી. તે અને શાહ ફૈસલ મળીને કશ્મીરનાં તરુણોને ભડકાવવાનો પ્રયત્ન કરતા હતા. પિતા તરીકે પોતે એનો વિરોધ કર્યો હતો. હવે પોતે એનો વિરોધ કર્યો છે એટલે પોતાના જાન પર જોખમ છે. ઘરમાંથી એ કયા પ્રકારની વાતો કરે છે એની તપાસ થવી જોઈએ.
પુણેઃ કોરોના રસીઓની શ્રૃંખલામાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ત્રીજા તબક્કાના પરીક્ષણમાં ચેન્નઈના એક 40 વર્ષીય સ્વયંસેવક (વેપારી) ગંભીર રીતે બીમાર પડ્યાના વિવાદ વચ્ચે પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા આજે ખાતરી આપી છે કે ‘કોવિશીલ્ડ’ રસી સુરક્ષિત છે અને જ્યાં સુધી એ રોગપ્રતિકારક શક્તિના રક્ષણ માટે સુરક્ષિત સાબિત નહીં થાય ત્યાં સુધી એ લોકોને સામુહિક ધોરણે આપવામાં નહીં આવે.ચેન્નઈના એક સ્વયંસેવકને ટ્રાયલ રસી આપ્યા બાદ થયેલી આડઅસરો અંગે ચિંતા વ્યક્ત કરતાં SII કંપનીએ કહ્યું છે કે કોવિશીલ્ડ રસી સુરક્ષિત અને ઇમ્યુનોજેનિક છે. ચેન્નઇના સ્વયંસેવકની સાથે બનેલી ઘટના ઘણી કમનસીબ છે, પણ એમને થયેલી આડઅસર તે રસીને કારણે થઈ નથી. સીરમ ઈન્સ્ટિટ્યૂટ તે સ્વયંસેવકની તબીબી હાલત પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે અહીં સ્પષ્ટતા કરવા ઇચ્છીએ છીએ કે અમે તમામ રેગ્યુલેટરી અને નૈતિક પ્રક્રિયાઓ તથા દિશા-નિર્દેશોનું સખ્તાઈપૂર્વક પાલન કરીએ છીએ. બધી જરૂરી પ્રક્રિયાઓમાંથી પાસ થઈ ગયા પછી જ રસીનું ટ્રાયલ કરાયું હતું.અમે બધાને વિશ્વાસ અપાવીએ છીએ કે વેક્સિનનો ત્યાં સુધી સામુહિક ધોરણે ઉપયોગ કરવામાં નહીં આવે, જ્યાં સુધી એ સલામત નહીં બને, એમ કંપનીના પ્રવક્તાએ વધુમાં કહ્યું.
ટોરન્ટોઃ ત્રણ કૃષિ કાયદા સામે હાલ પ્રચંડ વિરોધ-દેખાવો કરી રહેલા ભારતના કિસાનોને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આજે પોતાનો ટેકો જાહેર કર્યો છે. શીખ સંપ્રદાયના સંસ્થાપક ગુરુ નાનકની 551મી જન્મજયંતિના પર્વ ‘ગુરુપુરબ’ નિમિત્તે કેનેડામાં વસતા શીખ સમુદાયનાં લોકો સાથેની વાતચીત દરમિયાન ટ્રુડોએ ભારતમાં હાલ ચાલી રહેલા કિસાન આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો.
વાતચીતના આરંભમાં જ એમણે કહ્યું હતું કે, હું મારા સંબોધનની શરૂઆત ભારતમાં કિસાનો દ્વારા કરાતા આંદોલનના સમાચારનો ઉલ્લેખ કર્યા વગર નહીં કરું. ભારતમાં પરિસ્થિતિ ચિંતાજનક છે. અમે પરિવાર તથા મિત્રો વિશે ખૂબ જ ચિંતિત છીએ. અમે જાણીએ છીએ કે તમારામાંના ઘણાની આ જ ચિંતા હશે. હું તમને જણાવી દઉં કે કેનેડા કાયમ શાંતિપૂર્ણ દેખાવકારોના અધિકારોના જતનને ટેકો આપશે. અમે વાટાઘાટની પ્રક્રિયામાં માનીએ છીએ. અમે ભારતીય સત્તાવાળાઓને વિવિધ માર્ગો દ્વારા અમારી ચિંતા જણાવી દીધી છે. આ સમય આપણે સૌએ એકત્રિત થવાનો છે.
જુઓ જસ્ટિન ટ્રુડોના સંબોધનનો વિડિયો, જે 30 નવેમ્બરની સાંજનો છે, જ્યારે ભારતમાં 1 ડિસેમ્બર તારીખ થઈ ચૂકી હતી. ઉલ્લેખનીય છે કે, કેનેડામાં શીખ સમુદાયનાં અનેક લોકો વસે છે અને ત્યાંના આર્થિક વિકાસમાં તથા રાજકારણમાં આગળ પડતી ભૂમિકા ધરાવે છે.
Canada PM @JustinTrudeau raises the issue of farmer protests in India. Says, "situation is concerning…. Canada will always be thr to defend the right of peaceful protest". Adds, "we have reached out through multiple means directly to Indian authorities" pic.twitter.com/SKa0GJAMzr
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે આજથી રાજકારણમાં પોતાની સફર નવેસરથી શરૂ કરી છે. એમણે કોંગ્રેસનો સાથ-હાથ છોડી દીધો છે અને આજે વિધિવત્ શિવસેનામાં સામેલ થયાં છે. આજે અહીં બાન્દ્રા (પૂર્વ) ઉપનગરમાં શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે જઈને એમણે ઠાકરેની હાજરી શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. એ પ્રસંગે ઉદ્ધવ ઠાકરેના પત્ની રશ્મી ઠાકરે તથા પક્ષના અમુક અન્ય ટોચના આગેવાનો પણ ઉપસ્થિત હતાં. રશ્મી ઠાકરેએ ઉર્મિલાને જમણા હાથમાં ‘શિવબંધન’ બાંધીને શિવસેનામાં પ્રવેશ કરાવ્યો હતો.
ઉર્મિલા શિવસેનામાં જોડાશે એવી ચર્ચા કેટલાક વખતથી થતી જ હતી. એમને વિધાન પરિષદની સદસ્ય બનાવવા માટે શિવસેના તરફથી ભલામણપત્ર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને આ મહિનાની શરૂઆતમાં જ મોકલવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ, એમ ત્રણ પાર્ટીની સંયુક્ત સરકાર છે. આ ત્રણેય પાર્ટીએ વિધાન પરિષદમાં સદસ્ય બનાવવા માટે પોતપોતાના 4-4 સભ્યોના નામ રાજ્યપાલને મોકલી આપ્યા છે. શિવસેનાએ પોતાના 4-સદસ્યોમાં ઉર્મિલાનું નામ પણ સામેલ કર્યું છે.
ઉર્મિલાએ 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પરથી ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના ગોપાલ શેટ્ટી સામે એમનો પરાજય થયો હતો. બાદમાં ઉર્મિલાએ એવો આરોપ મૂકીને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું કે પક્ષમાં પોતાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અભિનેત્રી તરીકે ઉર્મિલા છેલ્લે 2018માં ‘બ્લેકમેલ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 94 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 31,118 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 482 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 94,62,810 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,37,621 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 88,89,585 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,452 દર્દીઓ સ્વસ્થ થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,35,603એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.
સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વાર કોરોનાનું કબ્રસ્તાન બની રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સતત ત્રીજા દિવસે લાશોના ઢગલા જોવા મળ્યા છે, સોમવારે પણ વહેલી સવારથી મૃતકના સગાં ડેડબોડી લેવા માટે ભીડ જામી હતી, આ સ્થિતિમાં કોઈ હંગામો ના થાય તે માટે તકેદારીના ભાગરૂપે જ્યાંથી ડેડબોડી લઈ જવાય છે તે ૧૨૦૦ બેડની હોસ્પિટલ આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. દિવસભર એકલ-દોકલ ડેડબોડી સ્મશાન ગૃહે મોકલવાનો સિલસિલો સતત ચાલુ રહ્યો હતો. આ દોર સતત ત્રીજા દિવસે પણ ચાલુ રહ્યો છે. બીજી તરફ સરકાર હજુ પણ કોરોનાના મૃતકોના સાચા આંકડા છુપાવી રહી છે અને શહેરમાં માત્ર ૧૦થી ૧૨ કોરોનાગ્રસ્તના મોત થયાનું સરકારી ચોપડે બતાવી રહી છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળી શકે , મિત્રોથકી કોઈ લાભની વાત આપ-લે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારમાં કામકાજ નાનું અને અનુભવ મુજબજ કામ કરવુ યોગ્ય છે, વિવાહયોગ્ય વાર્તાલાપ સારી રહે.
આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ ગુસ્સાપર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, એલર્જી,ચામડી, લોહીના દર્દીએ તકેદારી રાખવી, વણમાંગી સલાહકે સુચન આજના દિવસે ના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં મોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ, આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ પણ છે, વિદ્યાર્થીવર્ગ માટે વિદ્યાભ્યાસમાં વધુ મહેનત કરવાથી સારું ફળ મળી શકે છે, ગણતરી પૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ અને નવીનજાણકારીની તક મળે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત, પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિકનાણાકીય ખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કોઈના થકી કરવી યોગ્ય કહી શકાય.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટકરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે, ખરીદી કરવાપાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે , વાહન ધીમે ચલાવવું ,ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો અણધાર્યો વ્યય થાય, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફજે ભોગવતું હોય તેમના માટે થોડી તકેદારી રાખવી જરૂરી છે, વેપારમાં ગણતરીપૂર્વકનુ કામ કરવું યોગ્ય છે, ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, મનમાં રહેલી ઈચ્છા પૂરી થવાની શક્યતા વધુ છે, ગમતાકાર્ય થઈ શકે છે , નવી ઓળખાણ થાય તેમાં પણ તમારી લાગણી ક્યાંક સંતોષાયકે સારીવાતચીત થાય તેવા સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનારને કોઈ જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં અણધાર્યો લાભ થઈ શકે છે.
આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે, વાહન ધીમે ચલાવવું, નોકરી ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાથી દુર રહેવાની સલાહ છે , બજારમાં કોઈ મોટા જોખમભર્યા કામના કરવા તેમજ કોઈની પણ સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં લાભ થાય તેવા સંજોગો ઉભા થાય.
આજનો દિવસ તમાર માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકેછે, ખટપટ કરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યાકામ થઇ શકે છે તેમજ જો નસીબ સાથ આપેતો ઘણું બધું કાર્ય થઇ શકે. મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગ,સલાહકાર,કોમ્પુટર,ધાતુક્ષેત્રમાં કામ કરનારવર્ગને સારું રહે, વેપારમાં લાભ અને નવીન ઓળખાણ થવાના સંજોગો ઉભા થઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમયનો વ્યય થાય તેવું બની શકે છે, પેટ, આંતરડા, ડાયાબીટીસના દર્દીએ સાચવવું, બેન્કિંગ, વીમા, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે તેવું બની શકે. વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ જ યોગ્ય છે.
નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતોનું વિરોધ-પ્રદર્શન જારી છે. ખેડૂતોના આંદોલનનો આજે છઠ્ઠો દિવસ છે. જેથી દિલ્હી-એનસીઆરમાં છેલ્લા એક સપ્તાહથી એની અસર પડી રહી છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે સમાધાનને લઈને ચર્ચા થવાની છે. સરકાર વગર શરતે ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર થઈ ગઈ છે. કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે બપોરે ત્રણ કલાકે ખેડૂતોના સંગઠનોને લઈને વાટાઘાટ માટે બોલાવ્યાં છે. આ વાતચીત દિલ્હીના વિજ્ઞાન ભવનમાં થશે. પ્રાપ્ત માહિતી મુજબ જે ખેડૂત સંગઠનો સાથે સરકારે કૃષિ કાયદાઓને મુદ્દે પહેલાં પણ વાટાઘાટ કરી છે, એ જ સંગઠનોની આજે વાટાઘાટ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલ 32 પ્રતિનિધિ કૃષિપ્રધાનની સાથે મંત્રણા કરશે. પંજાબ કિસાન સંઘર્ષ કમિટીના સુખવિન્દરનું કહેવું છે કે દેશમાં ખેડૂતોના આશરે 500થી વધુ સંગઠનો છે, પણ સરકારે કુલ 32ને આમંત્રણ આપ્યું છે.આવામાં જો સરકાર બધાં સંગઠનોને નહીં બોલાવે તો અમે નહીં જઈએ.કૃષિ મંત્રાલય દ્વારા ખેડૂત સંગઠનોને જે પત્ર લખવામાં આવ્યો છે, એમાં કહેવામાં આવ્યું છે કે સરકારે પહેલાં પણ તમારી સાથે બે વાર વાતચીત કરી છે, આવામાં એ જ ક્રમને આગળ વધારતાં એક ડિસેમ્બરે એટલે કે આજે બપોરે ત્રણ કલાકે આગળ વાતચીત કરવામાં આવશે. જે સંગઠન પહેલાં વાતચીતમાં સામેલ થયાં હતાં, એ ફરીથી સામેલ થાય.
કેન્દ્ર સરકારે પહેલાં વાતચીત માટે ત્રણ ડિસેમ્બર નક્કી કરી હતી, પરંતુ ખેડૂતોના વધતા વિરોધ-પ્રદર્શનને કારણે સરકારને નીચું નમવું પડ્યું છે. ખેડૂતોનો વિરોધ દિલ્હીમાં ચોતરફ થઈ રહ્યો છે. કેટલીય સીમા બંધ છે અને જે ખૂલી છે, એમાં ટ્રાફિક જામની સ્થિતિ છે.
મુંબઈઃ 1990માં જેના કર્ણપ્રિય ગીતોએ લોકોને દીવાના બનાવી દીધા હતા એ ‘આશિકી’ ફિલ્મનો અભિનેતા રાહુલ રોય હાલ બ્રેન સ્ટ્રોકનો શિકાર બન્યા બાદ અહીં વિલે પારલે (વેસ્ટ) સ્થિત નણાવટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એને એપેઝિયા નામની બીમારી લાગુ પડી છે. હાલ એની માનેલી બહેન પ્રિયંકા અને બનેવી રોમીર સેન એની દેખભાળ કરી રહ્યાં છે.
અહેવાલ મુજબ, રાહુલના સ્વાસ્થ્યમાં સુધારાની ગતિ ધીમી છે. બ્રેન સ્ટ્રોક આવ્યા બાદ એના શરીરના જમણા ભાગને અસર થઈ છે. એ કોઈ પણ વાક્ય સરખી રીતે બોલી શકતો નથી. હોસ્પિટલના ડોક્ટરો એની પર સર્જરી કરવા વિચારે છે, પરંતુ રાહુલ માટે તે ખતરનાક સાબિત થઈ શકે એમ હોવાથી તેઓ આગળ વધતા નથી. હાલ એ દવા પર જ છે અને એની અસર વર્તાઈ રહી છે, જોકે ધીમી છે. જરૂર પડશે તો ફિઝિયોથેરેપીના સત્રો પણ કરવામાં આવશે.
54 વર્ષીય રાહુલ રોય ડિજિટલ ફિલ્મ ‘એલએસી-લાઈવ ધ બેટલ ઈન કારગિલ’ના શૂટિંગ માટે કારગિલ વિસ્તારમાં ગયો હતો. ત્યાં માઈનસ 15 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હતું અને એ કાતિલ ઠંડીને કારણે એને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. એને ત્યાંથી એરલિફ્ટ કરી શ્રીનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં એની તબિયત બગડતાં એને 28 નવેમ્બરની રાતે મુંબઈ લાવી નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.