Home Blog Page 453

ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના સભ્યો ગુજરાત વિધાનસભાની મુલાકાતે

ગાંધીનગર: ત્રિપુરા વિધાનસભાની પિટિશન સમિતિના છ સભ્યોનું પ્રતિનિધિ મંડળે શનિવારે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી હતી. જેમાં સમિતિના અધ્યક્ષ અભિષેક દેબરોય ઉપરાંત સમિતિના સભ્ય શંભુલાલ ચાકમાં, અંતરા સરકાર ડેબ, નંદિતા ડેબબારમા, બિરાજિત સિન્હા, અશોકેચંદ્ર મિત્રનો સમાવેશ થાય છે. આ મુલાકાત સમયે ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ રીટાબેન મહેતા અને નાયબ સચિવ દિનેશ ચૌધરી સહિતના અધિકારી-કર્મચારીઓએ ત્રિપુરાના પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરીને તેમને ગુજરાત વિધાનાભાની કાર્યપદ્ધતિઓ વિશે વિસ્તૃતમાં સમજણ આપી હતી. પ્રતિનિધિ મંડળના સભ્યોને ગુજરાતમાં કાર્યરત PMJAY યોજના, નલ સે જલ યોજના તથા PM સૂર્ય ઘર જેવી વિવિધ  યોજનાઓના અમલીકરણ, હાલ રાજ્યમાં તેની સ્થિતિ અને આ યોજનામાં ગુજરાતે હાંસલ કરેલી વિવિધ સિદ્ધિઓની ભૂમિકા આપવામાં આવી હતી. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરુ કરેલા ફ્લેગશીપ અને પ્રજાલક્ષી કાર્યક્રમો જેવાં કે “મુખ્યમંત્રી જન ફરિયાદ નિવારણ – રાજ્ય સ્વાગત કાર્યક્રમ” તથા તેના પોર્ટલ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ત્રિપુરાનું પ્રતિનિધિ મંડળ સ્વાગત કાર્યક્રમના વિચાર અને તેની કાર્યપદ્ધતિ જાણીને ખૂબ જ પ્રભાવિત થયું હતું. વધુમાં, આ પ્રતિનિધિ મંડળને વિધાનસભા ખાતે કાર્યરત પેપરલેસ કામગીરીને પ્રોત્સાહન આપતી NeVA સેવા કેન્દ્રની કામગીરી વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. તેમણે વિધાનસભા ગૃહની મુલાકાત કરીને રાજ્ય મંત્રી મંડળના સભ્યો અને ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા ઉપરાંત પત્રકારો માટે, VVIP મહેમાનો માટે, અધિકારીઓ માટેની અલાયદી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો પણ ગૃહની કામગીરી નિહાળી શકે તે માટે બનાવવામાં આવેલી પ્રેક્ષક ગેલેરી સહિતની સુવિધાઓ નિહાળી હતી.

અભિવ્યક્તિના પ્રથમ દિવસે ત્રણ સ્થળોએ અભૂતપૂર્વ 15 પ્રદર્શન યોજાયાં

અમદાવાદ: ટોરેન્ટ ગ્રુપના UNM ફાઉન્ડેશનની પહેલ – અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટની 7મી આવૃત્તિનો પહેલા દિવસે નૃત્ય, સંગીત અને રંગભૂમિના કેટલાંક અવિસ્મરણીય પર્ફોમન્સ જોવા મળ્યા. શુક્રવારના રોજ પ્રેક્ષકોને કલાત્મક અભિવ્યક્તિઓના ઊંડાણમાં ઉતરવાની તક મળી. જેમ કે શહેરના રસ્તાઓ પરની લયના ધબકારાથી લઈને આંતરિક પરિવર્તનનું  કાવ્યાત્મક ઓડિસી ગીત તો વળી ભારતના ધ્વનિ વારસાને એકસાથે ગૂંથી રાખતી રજૂઆતોનો સમાવેશ થાય છે. આ રજૂઆતો અમદાવાદના ત્રણ સ્થળો – ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, અટીરા અને શ્રેયસ ફાઉન્ડેશન કેમ્પસ – ખાતે એક સાથે શરૂ થયા હતા.ગુજરાત યુનિવર્સિટીના એમ્ફીથિયેટર ખાતે, અમદાવાદની રીતુ ચાંગલાનીએ એક સમકાલીન નૃત્ય નાટક “ધ બ્લુ અવર” રજૂ કર્યું હતું. જે સ્વીકૃતિ અને સંતુલનના વિચારની આસપાસ ફરે છે. રીતુ અને તેની ટીમ કોરિયોગ્રાફીનો ઉપયોગ કરીને વિરોધાભાસી બાબતો એકબીજાના પૂરક હોય ત્યારે સુંદરતા અને તેની ગેરહાજરીમાં ખાલીપણું દર્શાવે છે.

આ સાથે જ મુંબઈ સ્થિત પ્રાર્થના કુડતરકર અને ટીમ દ્વારા “ધ વાઇન ઇન્ટરવેન્શન” નામની પ્રસ્તુતિ રજૂ કરીને એક અતિવાસ્તવ-દાર્શનિક શો દ્વારા પ્રેક્ષકોને શ્રદ્ધા પર દાર્શનિક અનુભવ આપ્યો. કુડતરકર દ્વારા લેખન અને દિગ્દર્શનની આ પ્રથમ રચના એવી ધ વાઇન ઇન્ટરવેન્શન નવીનતા, અપરંપરાગતતા અને અન્વેષણ પર આધારિત છે. વાર્તાના કેન્દ્રમાં એક છોકરી છે, જે પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોઈ રહી છે, પરંતુ પોતાની વાસ્તવિક્તા પ્રગટ થઈ જવાના કારણે ટ્રેનમાં ચઢી શકતી નથી. દર્શકોએ તેમના શાનદાર અભિનયની પ્રશંસા કરી હતી.

મુંબઈ સ્થિત કલાકાર મોહન સાગરે પોતાના પ્રદર્શન “ધ હાર્મોનિયમ બેન્ડ” દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિમાં તેમણે તે વાદ્ય યંત્રને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેના થકી તેની રચનાત્મક યાત્રાને પોતે આકાર આપ્યો છે. આ અનોખી સંગીત પ્રસ્તુતિ થકી મંચ પર ઊંડાણ અને ગતિશીલતા રજૂ કરી. એક ફિલ્મ કવર પ્રોજેક્ટના રૂપમાં શરૂ થયેલ આ નાટક દસ મૌલિક રચનાઓવાળા એક ફ્યુઝન ગ્રુપના રૂપમાં આકાર પામે છે. પરંપરાને નવીનતા સાથે મિશ્રિત કરીને ધ હાર્મોનિયમ બેન્ડે એક એવો સંગીતમય અનુભવ પ્રદાન કર્યો, જે સ્થિતિસ્થાપકતા, લય અને ધ્વનિની શાશ્વત શક્તિનો અનુભવ કરાવે છે.

રંગમંચના કલાકાર ગિરીશ સોલંકીએ વિચાર-પ્રેરક અભિનય “હરગૌરી શાસ્ત્રી” પ્રસ્તુત કર્યુ હતુ. જે લૈંગિક ઓળખ અને પરિવર્તનશીલતાનું એક અન્વેષણ છે. બે દાયકાથી વધુ સમયથી રંગમંચમાં સક્રિય ગિરીશ સોલંકી ગુજરાતી નાટકમાં એક જાણીતો ચહેરો છે. આ ખાસ વ્યક્તિગત નાટકમાં સ્ત્રીની ભૂમિકાઓ ભજવતા એક બ્રાહ્મણ અભિનેતાની વાર્તા છે, જે સામાજિક રચનાઓને પડકારે છે અને પૌરાણિક સદ્ભાવનું આહવાન કરે છે – જો શિવ અને શક્તિ એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે, તો આજે સમાજ પરિવર્તનશીલતાનો વિરોધ કેમ કરે છે? આ રજુઆત દ્વારા કલાકાર દર્શકોને યાદ અપાવે છે કે સ્વીકૃતિ સહાનુભૂતિથી શરૂ થાય છે.

અમદાવાદ સ્થિત કોરિયોગ્રાફર રાયન ભાંભાણી જાઝના તત્વોથી યુક્ત પોતાની સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “ધ મોલ” થકી મંચ ઉપર ઉર્જા અને મૌલિક્તાનો સંચાર કરે છે. આ સંગીતમય નાટ્ય પ્રસ્તુતિએ ગતિ, સંગીત, હાસ્યને એક મનોરમ્ય કથાના સ્વરૂપમાં ઢાળી દીધો. અમદાવાદમાં દુર્લભ આ પ્રસ્તુતિ કલા પ્રત્યે એક સરળ, પરંતુ અનોખા દ્રષ્ટિકોણ સાથે દર્શકોને આનંદદાયક અનુભવ પ્રદાન કરે છે.

આલાપ હર્ષદભાઈ ત્રિપાઠીએ એક વ્યંગાત્મક હાસ્ય પ્રતુતિ “લાઈફ ઓફ લાલુ” રજૂ કરી, જેમાં માનવ જીવનને કૂતરાના રૂપકના માધ્યમથી દર્શાવવામાં આવે છે.  આલાપ વર્ષોના અનુભવ અને સમુદાય સાથે સીધા સંપર્કનો ઉપયોગ કરીને આ ચંચળ પણ માર્મિક વ્યંગની રચના કરે છે. આ પ્રસ્તુતિ લાલુ – એક એવો શ્વાન જે સત્તાની તલાશમાં છે – તેની વાર્તા છે. જેની ગામથી શહેરની યાત્રા માનવ જેવી ભાગદોડને પ્રતિબિંબીત કરે છે.  જ્યારે પ્રેમ તેમના જીવનમાં પ્રવેશ કરે છે, ત્યારે તેમનો દ્રષ્ટિકોણ બદલાય છે, જે તેમને રોકાઈને જીવનનો આનંદ માણવાનું શીખવે છે.અમદાવાદ સ્થિત ગાયક અને સંગીતકાર મુનાફ લુહારે પોતાની પ્રસ્તુતિ “ધ બુલેશાહ પ્રોજેક્ટ” થકી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ વાર્તા સુફી સંત બુલ્લે શાહની આધ્યાત્મિક યાત્રાને દર્શાવે છે. એક જીવંત કથાવાચકની સાથે અને પંજાબી તેમજ સિંધી લોક્ગીતો ઉપરાંત કાર્નિવલના સમન્વય સાથેની આ પ્રસ્તુતિ દર્શકોને સત્ય, માર્ગદર્શન અને ભક્તિ અંગે વિચારવા પ્રેરીત કરે છે, સાથે જ સમકાલીન મંચ માટે સુફી જ્ઞાનની પુનઃકલ્પના કરે છે.

મુંબઈ સ્થિત કલાકાર મૌસુમી દત્તાએ “આત્મન” નામનો શાસ્ત્રીય-ફ્યુઝન અનુભવ રજૂ હતો, જેમાં ભારતીય શાસ્ત્રીય રાગોના ભાવનાત્મક ઊંડાણને જાઝ અને વૈશ્વિક લયની ભાવના સાથે મિશ્રિત કરવામાં આવી છે. આ પ્રસ્તુતિમાં આત્મ-શંકા, ચિંતા અને સ્વીકૃતિ પર અંતરંગ ચિંતન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. સાથે જ “આ પૂર્ણતા અંગે નથી – આ હાજરી અંગે છે” તે વિચાર પર ભાર મૂકવામાં આવ્યો.  આ પ્રસ્તુતિને દર્શકો ધ્યાનથી સાંભળતા, ભાવાત્મક સંગીતમાં મંત્રમુગ્ધ બની ગયા હતા.

પોતાની સમકાલીન નૃત્ય પ્રસ્તુતિ “ગૂંજ” થકી મુંબઈ સ્થિત કોરિયોગ્રાફર કુણાલ સંગતાનીએ સ્મૃતિ અને સમયના પડઘાનું અન્વેષણ કર્યું. આંતરરાષ્ટ્રીય તાલીમ અને કનિંગહામ ટેકનીકથી પ્રેરિત થઈને આ પ્રસ્તુતિને ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની ભાવનાત્મક અસ્પષ્ટતાને ઉજાગર કરવા માટે કાચા, ગ્રાઉન્ડેડ હલનચલનને સર્પાકાર સ્વરૂપો સાથે જોડવામાં આવ્યું છે. ગુંજ આ તણાવને મૂર્ત બનાવે છે, તેના ભાવનાત્મક લેન્ડસ્કેપમાંથી પસાર થઈને સમયની પ્રકૃતિ પર પ્રશ્ન ઉઠાવે છે.

પ્રખ્યાત ગઝલકાર શોભિત દેસાઈએ તેમની રચના “તરન્નુમથી નાદબ્રહ્મસુધિ” દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસ્તુતિ ગુજરાતી ગઝલના 175 વર્ષના ઉત્ક્રાંતિની સંગીતમય સફરને દર્શાવે છે. ૪,૬૦૦ થી વધુ પ્રસ્તુતિઓ અને પાંચ દાયકાના સફરના તેમના અનુભવ પરથી શોભિતે નવ તરન્નુમ ને ક્યુરેટ કર્યા, જેમાંથી પ્રત્યેક નું અલગ સંગીત અર્થઘટન માટે ગોઠવાયું – ઈરાની અને અરબીથી બીથોવન-પ્રેરિત અને લોકગીત સુધી. આ એક પ્રસ્તુતિથી આગળ વધીને ગઝલની કાવ્યાત્મક પરંપરા પ્રતિ એક ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ બને છે અને યુવા પેઢીને તેની સુંદરતા, ઊંડાણ અને કાલાતીત સુસંગતતાનો પરિચય કરાવે છે.

પર્ક્યુશનિસ્ટ અને સંગીતકાર દીપેશ વર્મા પોતાની પ્રસ્તુતિ “લોકયાત્રા” સાથે એક જીવંત સંગીતમય સફરનું નેતૃત્વ કરે છે. આ પ્રસ્તુતિ ઉત્તરથી દક્ષિણ સુધી ભારતની લોક પરંપરાઓને ઉજાગર કરે છે. ઉસ્તાદ તૌફિક કુરેશી પાસેથી તાલીમ પામેલા અને શાસ્ત્રીય અને સમકાલીન શૈલીઓના સમન્વય માટે જાણીતા, દીપેશ દરેક ક્ષેત્રની ભાવનાને ઉજાગર કરવા માટે વાદ્યવાદકો અને ગાયકોનો સમૃદ્ધ સમૂહ ક્યુરેટ કરે છે. ભારતના લોક વારસાને જીવંત, અધિકૃત અને ગુંજતો રાખવા માટે તે દર્શકોને આ લોકયાત્રામાં એક શ્રદ્ધાંજલિ અને પ્રતિજ્ઞા સ્વરૂપે જોડે છે.

સમકાલીન નૃત્ય- રંગમંચ પ્રસ્તુતિ “ધ બોક્સ” માં કોરિયોગ્રાફર પ્રિતેશ મહેતાએ દર્શકોને એક એવો અનુભવ પ્રદાન કર્યો, જે વાસ્તવિક્તા અને પ્રદર્શન વચ્ચેની સીમાઓને ઝાંખી પાડી દે છે. લાઇવ-ફીડ પ્રોજેક્શન અને અપરિષ્કૃત ગતિના સમન્વયના માધ્યમથી આ પ્રસ્તુતિ દર્શકોની ડિજિટલ આદતો સામે સવાલ ઉઠાવે છે. અહીં તે પ્રાસંગિક પ્રશ્ન ઉઠાવે છે કે શું આપણે ખરેખર જીવી રહ્યા છીએ? કે પછી માત્ર નિરંતર ક્યુરેશનની દુનિયામાં પ્રદર્શન કરી રહ્યા છીએ.

મંચ પ્રદર્શન 

મંચ પ્રદર્શનના ટૂંકા ગાળાના ફોર્મેટ પર, સિદ્ધાર્થ ભાયાણી અને નોર્થ એક્સિસ પ્રોજેક્ટે “બીટરૂટ” રજૂ કર્યું. એક ડીજે ઢોલ પર્ક્યુસન જે કાચી, લયબદ્ધ અને વાસ્તવિક અવાજ દ્વારા શેરીઓના ધબકારાને સ્ટેજ પર જીવંત કરે છે. આ પ્રદર્શનમાં બિન-તાલીમ પામેલા શેરી સંગીતકારોની સ્વયંભૂ ઊર્જા શોનો આત્મા બની જાય છે. બીટરૂટ સંપૂર્ણતા વિશે નથી પરંતુ આનંદમય ઉત્સવો વિશે છે – શ્રોતા અને કલાકાર વચ્ચેનું અંતરને ઘટાડવુ, એ બતાવવા અંગે કે સાચું સંગીત ઘણીવાર સૌથી અણધારી જગ્યાએથી આવે છે.

નોઈડા સ્થિત ઓડિસી નૃત્યાંગના જુનાહી રત્નન એ “અંગ રાગા” નામની પ્રસ્તુતિ રજુ કરી હતી, જે એક એકલ ઓડિસી નૃત્ય-નાટિકા છે. તે પ્રકૃતિના ચક્રને માનવ ભાવનાના ચક્ર સાથે પ્રતિબિંબિત કરે છે. લાલ દેદ અને કબીરના શ્લોકોથી પ્રેરિત, આ નુત્ય બદલાતી ઋતુઓના માધ્યમથી પ્રગટ થાય છે. અરાજકતા સ્થિરતામાં બદલાઈ જાય છે અને અધુરાશ પૂર્ણતામાં બદલાઈ જાય છે. જુનાહીના દરેક હાવભાવ પ્રકૃતિના લય અને શાંત આંતરિક પરિવર્તનનો પડઘો પાડે છે, જેનાથી પ્રેક્ષકો અભિવ્યક્તિમાં મંત્રમુગ્ધ થઈ જાય છે.

રંગભૂમિ કલાકાર હેમાંક સોનીએ અભિવ્યક્તિ ખાતે પોતાના ધુંતરા કલેક્ટિવની શરૂઆત “માયે ની મેરી અખ લગ ગઈ” સાથે કરી. આ એક ટૂટીની વાર્તા છે – એક સ્વપ્ન જોનાર યુવાનની ખોવાયેલી ચંપલની શોધ તેને એક અતિવાસ્તવ ચંદ્ર યાત્રા પર લઈ જાય છે. ખાલી પ્લેટફોર્મ પર છ કલાકારો સાથે રજૂ કરાયેલ, આ નાટક ભાંગડા અને ગિદ્દા જેવા પંજાબી લોક સ્વરૂપોનો ઉપયોગ રમૂજ, કલ્પના અને આશાને વણાટવા માટે કરે છે. હેમાંકના પોતાના કલાત્મક ઉત્ક્રાંતિમાં મૂળ, આ પ્રદર્શન એ માન્યતાને ઉજવે છે કે કોઈ પણ સ્વપ્ન પહોંચવા માટે ખૂબ દૂર નથી.

વિઝ્યુઅલ આર્ટ ઇન્સ્ટોલેશન્સ 

ગુજરાત યુનિવર્સિટી ખાતે સાકેત વિશ્વકર્માની કલાકૃતિ “લાઈફ પાર્ટનર – ડોમેસ્ટિક એડિશન”: મધ્યપ્રદેશના દમોહથી આવેલા સંકેત વિશ્વકર્માએ “લાઈફ પાર્ટનર – ડોમેસ્ટિક એડીશન” નામનું શિલ્પ પ્રદર્શિત કર્યું છે. પેપરમેક અને એક્રેલિક રંગોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ આ કલાકૃતિ “જો આપણે વસ્તુઓ સાથે લગ્ન કરીએ તો શું થશે?” આ વિચારધારા પર આધારિત છે. કલાકારનું માનવુ છે કે વસ્તુઓ હવે ફક્ત સાધનો નથી, કારણ કે લોકો તેમની સાથે ઊંડો લગાવ તૈયાર કરે છે અને સમય જતાં તેમને તેમની ઓળખનો અભિન્ન ભાગ બનતા જુએ છે. કલાકાર માનવ અને વસ્તુની પરસ્પર ક્રિયાના માધ્યમથી ભારતીય લગ્નના ખ્યાલને સમાન પેટર્ન રજૂ કરે છે.

રિદમ કુમાર બિહારના મોતીહારીના જાણીતા શિલ્પકાર છે. તેમણે પેપરમેક અને મેટલ સળિયાથી બનેલ “ધ ટ્રાવેલર” નામનું એક જીવન-કદનું ગતિશીલ શિલ્પ પ્રદર્શિત કર્યું છે. આ કૃતિ લાંબા અંતરની ટ્રેન મુસાફરી દરમિયાન એક સ્થિર ક્ષણને કેદ કરે છે, જ્યાં શિલ્પ એક એકાંત મુસાફરનું પ્રતિનિધિત્વ કરે છે, જે શારીરિક રીતે આરામ કરે છે. આ કૃતિ અનિશ્ચિતતા, અપેક્ષા, બેચેની અને સ્મૃતિ સહિત પરિવહન દરમિયાન સામાન્ય રીતે અનુભવાતી ભાવનાત્મક અને માનસિક સ્થિતિઓનું અન્વેષણ કરે છે. તે દર્શકનું ધ્યાન સતત આંતરિક મુસાફરી તરફ દોરે છે જેને ઘણીવાર ભૌતિક પરિવહન દરમિયાન અવગણવામાં આવે છે.

RJDની હાર બાદ રોહિણી આચાર્યે રાજકારણ, પરિવાર સાથેનો સંબંધ તોડ્યો

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ RJDના સુપ્રીમો અને બિહારના ભૂતપૂર્વ CM લાલુ પ્રસાદ યાદવને મોટો આંચકો લાગ્યો છે. તેમની પુત્રી રોહિણી આચાર્યે રાજકારણ છોડી દેવાની જાહેરાત કરી છે. રોહિણી આચાર્યે એ પણ જણાવ્યું છે કે તેઓ પરિવારથી સંબંધ તોડી રહી છે.

બિહારની વિધાનસભાની 243 બેઠકોમાંથી મહાગઠબંધન માત્ર 35 બેઠકો પર જીત્યું છે, જ્યારે NDAને 202 બેઠકો મળી છે, જેમાં ભાજપને 89, JDUને 85, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ને 19, હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)ને પાંચ અને રાષ્ટ્રીય લોક મોર્ચાને 4 બેઠકો મળી છે.

મહાગઠબંધનમાં સામેલ RJDને 25, કોંગ્રેસને છ, CPI (ML)(L) ને બે, ઈન્ડિયન ઈન્ક્લૂસિવ પાર્ટી અને CPM ને 1-1 બેઠક મળી છે.

ચૂંટણી પરિણામો બાદ લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્યે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર પરિવારથી સંબંધ તોડવાની જાહેરાત કરી છે. એક પોસ્ટમાં તેણે રાજ્યસભા સાંસદ સંજય યાદવનો ઉલ્લેખ કરતાં લખ્યું કે હું સારો દોષ મારા પર લઈ રહી છું. તેમણે લખ્યું હતું કે હું રાજકારણ છોડું છું અને મારા પરિવારથી સંબંધ તોડું છું. સંજય યાદવ અને રમીઝે મને એવું કરવાની સલાહ આપી હતી અને હું સારો દોષ મારા પર લઈ રહી છું.

સંજય યાદવને તેજસ્વી યાદવના સલાહકાર તરીકે માનવામાં આવે છે. સંજય યાદવ રાજ્યસભા સાંસદ છે. રમીઝને પણ તેજસ્વીના નજીકના લોકોમાં ગણવામાં આવે છે. રોહિણી આચાર્યે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજકીય ડેબ્યુ કર્યું હતું. તેણે RJDની પરંપરાગત સીટ “સરણ” પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેને પરાજય વેઠવો પડ્યો હતો. રાજીવ પ્રતાપ રૂડીએ રોહિણી આચાર્યને હરાવી હતી.

શરીર અને મન માટે દિવસમાં આઠ કલાક કામ કરવું પૂરતું: દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે ફરી એકવાર આઠ કલાકની શિફ્ટની તેમની માંગને ટેકો આપ્યો છે. તેમણે એ પણ સમજાવ્યું કે નવી માતાઓ માટે આઠ કલાક કામ કરવું કેમ મહત્વપૂર્ણ છે.

અભિનેત્રી દીપિકા પાદુકોણની આઠ કલાક કામ કરવાની માંગણીએ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચા જગાવી છે. જોકે, દીપિકાએ “સ્પિરિટ” અને “કલ્કી 2898 એડી” ની સિક્વલ જેવા મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા. જોકે, દીપિકા પોતાની માંગણીઓ પર અડગ રહી છે અને તેને ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોનો ટેકો મળ્યો છે. તેણે આ નિર્ણય તેની પુત્રી દુઆના જન્મ પછી લીધો હતો.

દીપિકા કહે છે કે નવી માતાઓને કામ પર પાછા ફરવા માટે ટેકોની જરૂર હોય છે. તેથી જ તેણે આ નિર્ણય લીધો. હાર્પર બજાર ઇન્ડિયા સાથેની એક મુલાકાતમાં પોતાના વલણને સ્પષ્ટ કરતા દીપિકાએ કહ્યું, “અમે વધુ પડતું કામ કરવાનું સામાન્ય બનાવ્યું છે. આપણે થાકને પ્રતિબદ્ધતા સમજીએ છીએ. માનવ શરીર અને મન માટે દિવસમાં આઠ કલાક પૂરતા છે. હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. જ્યારે તમે સ્વસ્થ હોવ ત્યારે જ તમે તમારું શ્રેષ્ઠ આપી શકો છો. થાકેલા વ્યક્તિને કામ પર પાછા લાવવાથી કોઈને ફાયદો થતો નથી. મારી પોતાની ઓફિસમાં, અમે સોમવારથી શુક્રવાર સુધી દિવસમાં આઠ કલાક કામ કરીએ છીએ. માતૃત્વ અને પિતૃત્વ સંબંધિત અમારી નીતિઓ છે. આપણે બાળકોને કામ પર લાવવાનું સામાન્ય બનાવવું જોઈએ.”

માતા બન્યા પછી પ્રાથમિકતાઓ બદલાઈ ગઈ

વાતચીત દરમિયાન, અભિનેત્રીએ માતા બન્યા પછી તેની પ્રાથમિકતાઓ કેવી રીતે બદલાઈ ગઈ છે તે શેર કર્યું. તેણીએ કહ્યું, “આજે, મારા માટે સફળતા શારીરિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહેવા વિશે છે. સમય આપણી સૌથી મોટી સંપત્તિ છે. હું તેને કેવી રીતે અને કોની સાથે વિતાવું તે નક્કી કરવાની સ્વતંત્રતા હોવી એ મારા માટે સૌથી મોટી સફળતા છે.”

દીપિકા ‘કિંગ’માં શાહરુખ ખાન સાથે જોવા મળશે

કામની વાત કરીએ તો દીપિકા હાલમાં તેની આગામી ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ કરી રહી છે. તે આ ફિલ્મમાં શાહરુખ ખાન સાથે જોવા મળશે. તેની પાસે એટલી અને અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ ‘AA22xA6’ પણ છે, જે એક મોટા બજેટનો પ્રોજેક્ટ છે. ફિલ્મ વિશે હજુ સુધી વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી.

ટ્રમ્પ BBC પર રૂ. 44,300 કરોડનો કેસ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન એટલે કે BBC છેલ્લા ઘણા દાયકાઓની સૌથી મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. કારણ એ છે કે પક્ષપાતના આક્ષેપોની વચ્ચે BBCના બે વરિષ્ઠ નેતાઓ—ડિરેક્ટર જનરલ ટિમ ડેવીએ અને હેડ ઓફ ન્યૂઝ ડેબોરા ટર્નેસે રાજીનામાં આપી દીધાં છે. BBC પર આરોપ છે કે 6 જાન્યુઆરી, 2021એ ટ્રમ્પે આપેલા ભાષણના વિડિયોને ખોટી રીતે એડિટ કરવામાં આવ્યો હતો. BBCએ પણ આ આરોપને સ્વીકાર્યો છે. હવે આ મામલાને લઈને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે BBC સામે $ 500 કરોડ ( રૂ. 44,342 કરોડ) સુધીનો કેસ કરે એવી શક્યતા છે.

ટ્રમ્પ vs BBC: BBCએ માફી માગી, પરંતુ ડોક્યુમેન્ટરી પાછી લીધી નહીં

આ મામલો BBCના ફ્લેગશિપ પ્રોગ્રામ પેનોરમામાં દર્શાવવામાં આવેલી એક ડોક્યુમેન્ટરી સાથે સંબંધિત છે. તેમાં ટ્રમ્પના ભાષણના ત્રણ વિડિયો એવા રીતે જોડવામાં આવ્યા કે જેમાંથી એવું લાગતું હતું કે તેમણે 6 જાન્યુઆરી, 2021ની હિંસા પ્રેરવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રમ્પના વકીલોએ તેને ખોટા અને માનહાનિકારક ગણાવ્યા છે. તેમના વકીલોએ BBCને શુક્રવાર સુધી આ ડોક્યુમેન્ટરી પાછી ખેંચવાની ચેતવણી આપી હતી, નહીં તો ઓછામાં ઓછા $ 100 કરોડના કેસનો સામનો કરવો પડશે.

BBCએ એડિટિંગને ખોટો નિર્ણય ગણાવ્યો અને ગુરુવારે ટ્રમ્પને વ્યક્તિગત માફી મોકલી, પરંતુ ડોક્યુમેન્ટરી ફરીથી ન પ્રસારિત કરવાનો ઇનકાર કર્યો અને માનહાનિના દાવાને નકારી દીધો. હવે ટ્રમ્પે એર ફોર્સ વનમાં પત્રકારોને કહ્યું કે BBC પર હવે $ 100–$ 500 કરોડ સુધીનો કેસ કરવામાં આવશે.

ફેક નહીં, ભ્રષ્ટ વિડિયો

ટ્રમ્પે કહ્યું કે BBCનો એડિટ કરાયેલો વિડિયો અવિશ્વસનીય છે અને તેને ચૂંટણીમાં દખલ જેવા ગણાવ્યા. ટ્રમ્પે કહ્યું કે તેમણે ખૂબ સારું ભાષણ આપ્યું હતું, પરંતુ BBCએ તેને ખરાબ ભાષણમાં ફેરવી નાખ્યું. તેમનું કહેવું છે કે ફેક ન્યૂઝ એક સારો શબ્દ હતો, પરંતુ હવે તે પૂરતું નથી — આ ફેકથી પણ આગળ છે, આ ભ્રષ્ટ છે.

‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’નું ટ્રેલર રિલીઝ, રણબીર અને કરીનાનો મજેદાર અંદાજ જુઓ

બૉલિવૂડના કપૂર પરિવાર પર આધારિત ડોક્યુમેન્ટરી “ડાઇનિંગ વિથ ધ કપૂર્સ” નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર ખૂબ જ મનોરંજક છે. જોઈએ તેમાં શું ખાસ છે?

બૉલિવુડના સૌથી પ્રખ્યાત કપૂર પરિવાર વિશેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ટૂંક સમયમાં રિલીઝ થશે. તેનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. કરીના કપૂરથી લઈને રણબીર કપૂર સુધી ટ્રેલરમાં સંપૂર્ણપણે અલગ કલાકારો જોવા મળે છે. જોકે, આલિયા ભટ્ટની ગેરહાજરી ચાહકો માટે નોંધપાત્ર નિરાશાજનક હતી.

“ડાઇનિંગ વિથ ધ કપૂર્સ” ફિલ્મનું ટ્રેલર રાજ કપૂરની 100મી જન્મજયંતિ ઉજવવા માટે આખા કપૂર પરિવારના ભેગા થવાથી શરૂ થાય છે. દરેક વ્યક્તિ પરિવારના ખાવા-પીવાના શોખનો ઉલ્લેખ કરે છે. રણબીર તેના પિતરાઇ ભાઇ સાથે રસોઈ બનાવતો પણ જોવા મળે છે. દરેક વ્યક્તિ ખાસ કૌટુંબિક વાર્તાઓ શેર કરે છે. ટ્રેલરમાં રણબીર કપૂર પણ ખૂબ મજા કરતો જોવા મળે છે. આ દરમિયાન, કરીના કપૂરનો ગપસપ પ્રત્યેનો જુસ્સો તેના પિતરાઇ ભાઇ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

સૈફ અલી ખાનને જોઈને શું યુઝર્સે આલિયા ભટ્ટને પ્રશ્ન કર્યો?

“ડાઇનિંગ વિથ ધ કપૂર્સ” ના ટ્રેલરમાં સૈફ અલી ખાન પણ કરીના કપૂર સાથે જોવા મળ્યો હતો. તે કપૂર પરિવારનો જમાઈ છે. જોકે, આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે જોવા મળી ન હતી. કપૂર પરિવારમાં અભિનેત્રીની ગેરહાજરીથી ચાહકો ખૂબ જ નારાજ થયા. આનાથી યુઝર્સે પ્રશ્નો ઉભા કર્યા. ચાહકોએ પૂછ્યું, “આલિયા ક્યાં છે?”

કપૂર પરિવારની ફિલ્મ ક્યારે સ્ટ્રીમ થશે?

“ડાઇનિંગ વિથ ધ કપૂર્સ” ડોક્યુમેન્ટરીમાં કપૂર પરિવારના સભ્યો ઘણી યાદો અને અનુભવો શેર કરશે, ખાસ કરીને રાજ કપૂર સાથે સંબંધિત. આ ડોક્યુમેન્ટરી 21 નવેમ્બરના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

PM મોદી ગુજરાત પ્રવાસે : દેવમોગરા મંદિરમાં પૂજા, ડેડિયાપાડામાં સભા સંબોધશે

નર્મદા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ફરી એકવાર ગુજરાતની મુલાકાતે છે. ગત 31મી ઓક્ટોબરે તેઓ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ આજે ફરી રાજ્યના આદિવાસી પટ્ટાનો પ્રવાસ કરી રહ્યા છે.દેવમોગરા માતાના કર્યા દર્શન 

PM મોદી સુરતથી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પહોંચ્યા છે. અહીં તેમણે પૌરાણિક દેવમોગરા મંદિરમાં પાંડોરા માતાની પૂજા-અર્ચના કરી. દેવમોગરા ધામ ખાતે આદિજાતિ સમાજના કુળદેવી પાંડોરી માતા (યાહમોગી) સ્વયં બિરાજમાન છે. મંદિરનું બાહ્ય સ્વરૂપ નેપાળના પ્રસિદ્ધ પશુપતિનાથ મંદિર જેવું ભવ્ય દેખાય છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર, હજારો વર્ષો પૂર્વે જ્યારે આ પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો, ત્યારે સમગ્ર માનવજાત અને પશુ-પક્ષીઓ ભૂખ અને તરસથી પીડાઈ રહ્યા હતા. આવા સંકટના સમયે, પ્રજા પાલક ગોર્યા કોઠારએ અન્નનું વિતરણ શરૂ કર્યું. જો કે, સમય જતાં તેમના અન્ન ભંડાર પણ ખાલી થવા લાગ્યા. ત્યારે તેમની પાલક પુત્રી, યાહા પાંડોરીએ કણી-કંસરીનું રૂપ ધારણ કરીને અન્ન વિતરણનું કાર્ય સંભાળ્યું હતું. ત્યારથી આજ પર્યંત અનાજના ભંડારો ક્યારેય ખૂટ્યા નથી.
PM કરી બુલેટ ટ્રેનની સમીક્ષા 

આજે સવારે વડાપ્રધાન મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતના આંત્રોલી ખાતે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત બાદ ડેડિયાપાડા પહોંચ્યા. અહીં 2 કિલોમીટર લાંબા રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું.

નર્મદામાં આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી

સુરત ખાતેના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પહોંચ્યા છે. અહીં તેઓ ‘આદિવાસી ગૌરવ દિવસ’ અને ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતીની ઉજવણીમાં સહભાગી થયા છે. તેઓ દેડિયાપાડા ખાતે એક જંગી સભાને સંબોધિત કરશે.

રૂ.7900 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ 

દેડિયાપાડા ખાતે આયોજિત આ સભામાં વડાપ્રધાન મોદી રૂ.7900 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યારબાદ લગભગ ચાર વાગ્યા બાદ વડાપ્રધાન સભા સ્થળેથી હેલિપેડ જવા રવાના થશે. ત્યાંથી તેઓ સુરત એરપોર્ટ પહોંચશે અને સાંજે 5:00 વાગ્યે સુરત એરપોર્ટથી દિલ્હી જવા પ્રસ્થાન કરશે. આમ વડાપ્રધાનનો આ એક દિવસીય પ્રવાસ મુખ્યત્વે આદિવાસી વિસ્તાર પર કેન્દ્રિત રહેશે.

બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં હાર પર કોંગ્રેસમાં બબાલ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને થયેલી સજ્જડ હાર પછી પાર્ટી અંદર જ અવાજો ઊઠવા લાગ્યા છે. બિહાર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે અમારી તરફથી જ કેટલીક ગડબડીઓ થઈ છે. તેમણે કહ્યું હતું કે ટિકિટ વહેંચણીમાં થયેલા વિલંબે ચૂંટણી પરિણામોને અસર કરી છે. બિહાર ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત 6 બેઠકો પર જ જીત મળી છે. 2020ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી.

અલ્લાવરુ–સંજય યાદવ જવાબદાર

અખિલેશે કહ્યું હતું કે બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ અને RJDના સંજય યાદવે પણ બાબતોને ખોટી દિશામાં લઈ ગયા અને તેમને આ હાર માટે જવાબદાર ઠેરવ્યા. અખિલેશે સવાલ કર્યો કે ‘ફ્રેન્ડલી ફાઈટ’ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? તેમણે કહ્યું હતું કે તેના માટે અલ્લાવરુ અને સંજય જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ નેતાઓને બાજુએ ધકેલી અને બહારના લોકોને બિહાર કોંગ્રેસ જાણે કોન્ટ્રેક્ટમાં સોંપી દેવામાં આવી. તેમણે કહ્યું હતું કે આ પરિણામોની ગંભીર સમીક્ષા કરીને કડક પગલાં લેવાની જરૂર છે.

કોંગ્રેસને માત્ર 6 બેઠકો મળી

કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં 60 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. પાર્ટીને ફક્ત છ બેઠકો પર જીત મળી છે. કોંગ્રેસે વાલ્મીકિનગર, ચનપટિયા, ફોર્બિસગન્જ, અરસિયા, કિશનગંજ અને મનિહારી બેઠકો પર જીત મેળવી છે. પાર્ટીને રાજ્યમાં કુલ 8.71 ટકા મત મળ્યા છે. 2020ની ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને 19 બેઠકો જીતી હતી. એ સમય તેનું મત ટકાવારી 9.6 ટકા હતી.

આ હાર બાદ હવે કોંગ્રેસની અંદર અસંતોષ શરૂ થયો છે અને પાર્ટીના નેતાઓ હવે હારનાં કારણો ગણાવવાની શરૂઆત કરી રહ્યા છે.

કાશ્મીરના નૌગામમાં બ્લાસ્ટ , 12 લોકોના મોતની ઘટના પર આવું બોલી પોલીસ

દિલ્હી કાર બોમ્બ વિસ્ફોટ બાદ શુક્રવારે મોડી રાત્રે કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 12 લોકો માર્યા ગયા અને 32 લોકો ઘાયલ થયા છે. જમ્મુ અને કાશ્મીરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને ડીજીપી નલિન પ્રભાતે અકસ્માત ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ કોઈ આતંકવાદી હુમલો નહોતો, પરંતુ ફરીદાબાદથી લાવવામાં આવેલા વિસ્ફોટકોના નમૂના લેવા દરમિયાન બનેલી એક કમનસીબ ઘટના હતી.

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી નલિન પ્રભાતે નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા વિસ્ફોટને અકસ્માત ગણાવ્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે પોલીસ સ્ટેશનમાં થયેલો વિસ્ફોટ કોઈ આતંકવાદી કાવતરું કે હુમલો નહોતો, પરંતુ માત્ર એક અકસ્માત હતો.જે FSL ટીમ નમૂના લઈ રહી હતી ત્યારે બન્યું. તેમણે કહ્યું કે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટકોના નમૂના લેવાની પ્રક્રિયા બે દિવસથી ચાલી રહી હતી, અને આ ઘટના રાત્રે લગભગ 11:20 વાગ્યે બની હતી.

ડીજીપી નલિન પ્રભાતે કહ્યું,”આ એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત છે. વિગતવાર તપાસ ચાલી રહી છે.” ગૃહ મંત્રાલયે પણ આ ઘટનાની માહિતી આપતું એક નિવેદન બહાર પાડ્યું છે અને વિસ્ફોટને માત્ર એક અકસ્માત ગણાવ્યો છે. ડીજીપીએ સ્પષ્ટતા કરી કે આ ઘટનામાં કોઈ આતંકવાદી કાવતરું કે બાહ્ય હસ્તક્ષેપનો કોઈ આધાર નથી. આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 32 લોકો ઘાયલ થયા હતા. કાટમાળ દૂર કરવાનું કામ હાલમાં ચાલી રહ્યું છે, તેથી મૃતકો અને ઘાયલોની સંખ્યા વધી શકે છે.

આ ઘટનામાં કુલ 12 લોકોના મોત થયા હતા, જેમાં 1 SIA અધિકારી, 3 FSL સભ્યો, 2 ક્રાઈમ વિંગના કર્મચારીઓ, 2 મહેસૂલ અધિકારીઓ અને ટીમ સાથે રહેલા એક દરજીનો સમાવેશ થાય છે. વધુમાં, 27 પોલીસકર્મીઓ, બે મહેસૂલ અધિકારીઓ અને ત્રણ નાગરિકો ઘાયલ થયા હતા. બધા ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલી રહી છે.

ડીજીપી નલિન પ્રભાતે જણાવ્યું હતું કે ફરીદાબાદમાંથી જપ્ત કરાયેલા વિસ્ફોટક પદાર્થો અને રસાયણોનો મોટો જથ્થો તપાસ માટે નૌગામ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. સંવેદનશીલ સ્વભાવને કારણે, કામ સાવધાનીપૂર્વક કરવામાં આવી રહ્યું હતું, પરંતુ ગઈકાલે રાત્રે એક આકસ્મિક વિસ્ફોટ થયો. ડીજીપીના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 32 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટમાં નૌગામ પોલીસ સ્ટેશનને પણ ભારે નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે આ સંપૂર્ણપણે એક અકસ્માત છે અને અન્ય કોઈપણ પ્રકારની અટકળો સંપૂર્ણપણે બિનજરૂરી છે.

આ વિસ્ફોટથી વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. દક્ષિણ શ્રીનગરમાં થયેલા વિસ્ફોટનો અવાજ ઘણા કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. થોડી જ વારમાં પોલીસ સ્ટેશનમાંથી ભારે જ્વાળાઓ નીકળવા લાગી. માહિતી મળતાં જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા.સાવચેતીના ભાગ રૂપે જિલ્લા હોસ્પિટલ સહિત તમામ આરોગ્ય કેન્દ્રોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

ભારતીયોને લાગી રહ્યો છે સરેરાશ 34,500 રૂપિયાનો ચૂનો, જાણો…

નવી દિલ્હીઃ દેશમાં લગભગ 90 ટકાની વસતિ નકલી અને AI દ્વારા તૈયાર કરાયેલ સેલિબ્રિટી જાહેરાતોના સંપર્કમાં આવે છે. સામાન્ય બની ગયેલા આવા કૌભાંડોમાં લોકોને સરેરાશ 34,500 રૂપિયાની ખોટ સહન કરવી પડી રહી છે. ગ્રાહકોને ઓનલાઈન ઠગાઈથી બચાવવા માટે તૈયાર કરેલા અહેવાલમાં આ ખુલાસો થયો છે.

મોસ્ટ ડેન્જરસ સેલિબ્રિટી: ડીપફેક ડિસેપ્શન લિસ્ટ

સૌથી ખતરનાક સેલિબ્રિટી: ડીપફેકથી છેતરપિંડી’ શીર્ષકની સૂચિમાં આ બાબત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે સાયબર ઠગ લોકોના જાળમાં ફસાવવા માટે કેવી રીતે જાણીતી હસ્તીઓના નામનો ઉપયોગ કરે છે.

સાયબર ઠગોએ આ વર્ષે બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના નામનો સૌથી વધુ ઉપયોગ કર્યો છે. ત્યાર બાદ આલિયા ભટ્ટ અને ટેસ્લાના એલોન મસ્કને નિશાન બનાવવામાં આવ્યા. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે નકલી જાહેરાતોના પ્રચાર, મફત વસ્તુઓના લાલચ, છેતરપિંડી, ફેક લિંક્સ અથવા ખોટી વસ્તુઓ ડાઉનલોડ કરાવવા માટે બનાવેલી સાઇટ્સ તરફ લોકોને ખેંચવા માટે AI આધારિત ડીપફેકમાં આ હસ્તીઓનાં નામોનો સૌથી વધુ ઉપયોગ થયો હતો.

મૈકફીમાં એન્જિનિયરિંગના સિનિયર ડિરેક્ટર પ્રતિમ મુખર્જીએ જણાવ્યું હતું કે ડીપફેકે સાયબર ક્રિમિનલ્સનો આખો ખેલ બદલી નાખ્યો છે. હવે તેમને સિસ્ટમ હેક કરવાની જરૂર નથી. તેઓ સીધા લોકોના મનમાં ઘૂસી રહ્યા છે અને વિશ્વાસનો લાભ લઈ રહ્યા છે.

ફિક્કી અને EYના અહેવાલ મુજબ ગયા વર્ષે ભારતમાં લોકોએ કુલ 1.1 લાખ કરોડ કલાક સ્માર્ટફોનમાં કન્ટેન્ટ જોવામાં વિતાવ્યા. મેકએફી મુજબ આ પૈકી 95% લોકોએ વોટ્સએપ, 94 ટકાએ યુટ્યુબ, તથા 84 ટકાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો સમય વિતાવ્યો.

મેકએફી અનુસાર આજના સમયમાં ઓનલાઇન ઠગાઈનો સૌથી મોટો ભોગ યુવાઓ બની રહ્યા છે.

35–44 વર્ષની વયના 62 ટકા લોકોએ

25–34 વર્ષની ઉમરના 60 ટકા લોકોએ

 

સ્વીકાર્યું કે તેમણે નકલી સેલિબ્રિટી જાહેરાતો પર ક્લિક કર્યું હતું. જ્યારે 18–24 વર્ષની વયના 53 ટકા યુવાનો એવીં ચપેટમાં આવ્યા.