નવી દિલ્હીઃ સાઉદી આરબમાં 42 ભારતીયોની ખૂબ જ પીડાદાયક રીતે મોત થયાં છે. તેલંગાણાથી ગયેલા લોકોની બસ અકસ્માતનો શિકાર બની હતી. બધા લોકો હજ માટે ગયા હતા, પરંતુ એક જ ટક્કરે બધું ખતમ કરી દીધું. બસ અને ટેન્કર વચ્ચે સીધી ભીડંત થઈ હતી, જેને કારણે આગ લાગી હતી અને 42 ભારતીયો જીવતા ભસ્મ થયા હતા. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ અકસ્માત વિશે મહત્વની માહિતી આપી હતી.
સાઉદી આરબમાંથી ઉમરાહ યાત્રા પર ગયેલા ભારતીય મુસાફરોની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ, જેમાં ઓછામાં ઓછા 42 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. મોટા ભાગના મુસાફરો હૈદરાબાદના હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી. બધા મુસાફરો મક્કામાં ધાર્મિક ક્રિયાઓ પૂરી કરીને પરત મદીના તરફ જઈ રહ્યા હતા. અકસ્માત ત્યારે થયો જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો ઊંઘમાં હતા. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરબમાં ભારતીય ઉમરાહ યાત્રાળુઓથી ભરેલી બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરો વિશેની માહિતી રિયાધના ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે. તેમણે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસમાં મિશનના ઉપપ્રમુખ (DCM) અબુ માથેન જ્યોર્જ સાથે પણ વાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં માહિતી આપશે.
જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છે— સાઉદી આરબના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુઃખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ ખાતે 24×7 કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.
પટનાઃ બિહારના રાજકારણમાં લાલુ યાદવના પરિવારનો કલહ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. બહારથી બધા સ્મિત કરતાં દેખાય છે, પરંતુ અંદરખાને ખેંચતાણ બહુ લાંબા સમયથી ચાલતી આવી છે. તાજેતરમાં જે ‘ચપ્પલ કાંડ’ થયો, તે માત્ર અંતિમ અને સૌથી નાટકીય દૃશ્ય હતું. અસલી સ્ક્રિપ્ટ—અર્થાત લડાઈ ઘણા વરસોથી ધીમે-ધીમે ચાલી રહી હતી. આ માત્ર બહેન–ભાઈનો ઝઘડો નથી, પણ લાલુની RJDનું ભવિષ્ય કોના હાથમાં રહે અને પાર્ટી કઈ દિશામાં જાય—એ મોટા ટકરાવનો મુદ્દો છે.
રોહિણી અને તેજસ્વી વચ્ચે ભારેખમ તફાવત?
થોડાં વર્ષોથી રોહિણી આચાર્ય સોશિયલ મિડિયા પર બહુ સક્રિય થઈ હતી. શરૂઆતમાં તેની પોસ્ટ સરકારની કામગીરી અને વિરોધીઓને લઈને હતી, પરંતુ ધીમે-ધીમે તે તેજસ્વીના નિર્ણયોને પણ પ્રશ્ન કરવા લાગી. તેને લાગતું હતું કે પાર્ટી હવે ગરીબો, દલિતો, પછાતો અને સામાન્ય લોકોની જૂની લાઈનથી હટી રહી છે. એ કારણે પરિવારની અંદરની નાની-નાની વાતોથી શરૂ થયેલો તણાવ સમય જતાં મોટો બનતો ગયો.
રોહિણીને લાગતું હતું કે નોકરી આપવાની ગતિ ધીમી છે. જાતિ ગણતરીને મુદ્દે તેઓ તેજસ્વી કરતાં ઘણી કડક સ્થિતિ લેતી. દારૂબંધી અંગે પણ બંનેના જુદા મત હતા. આ બધાથી બંનેની વચ્ચેનું અંતર વધતું ગયું અને ઘરની અંદરની ચર્ચાઓ છુપાઈ ન રહી.
2025ની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી વખતે સીધી ટક્કર
એ દરમિયાન 2025ની ચૂંટણી તૈયારીઓ શરૂ થઈ અને ટિકિટ વહેંચવાની પ્રક્રિયા આવી. અહીં બંને વચ્ચે સીધી ટક્કર થઈ ગઈ. રોહિણી ઇચ્છતી હતી કે કેટલાક લોકો—જેને તે ઓળખે છે અને વિશ્વાસ કરે છે—તેને ટિકિટ મળે, પરંતુ તેજસ્વી માનતા હતા કે તે ચૂંટણી વ્યૂહરચના સાથે સુસંગત નથી. બેઠકોમાં વારંવાર વાતચીત ગરમાટો આવી જતો અને મતભેદ ખુલ્લો પડ્યો.
કહાનીમાં તેજ પ્રતાપ યાદવનો વળાંક
તેજ પ્રતાપને લાંબા સમયથી લાગે છે કે પાર્ટી અને પરિવાર બંનેમાં તેમની અગત્યતા ઓછી કરી દેવામાં આવી છે. તેનાં ઘણાં નિવેદનો અને પગલાંઓ ઘણી વખત પરિવારને અસમંજસમાં મૂકે છે.
રોહિણી આચાર્ય અંગે સાધુ યાદવે શું કહ્યું?
જે પણ રોહિણી સાથે થયું તે ખોટું છે. તેજસ્વી નાનો ભાઈ છે. જો કોઈની સામે તે ખોટો વ્યવહાર કરે તો તેનાથી મોટું દુર્ભાગ્ય નથી, એમ સાધુ યાદવે કહ્યું હતું.
કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.
તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.
વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.
જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.
યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.
તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીન સમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
NIAએ દિલ્હીમાં લાલ કિલ્લાના કાર બ્લાસ્ટ કેસમાં મોટી સફળતા મેળવી છે. આત્મઘાતી બોમ્બરના સહયોગી આમિર રશીદ અલીની દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરના સાંબોરા (પમ્પોર) ના રહેવાસી આમિરે ઉમર ઉન નબી સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. હુમલામાં વપરાયેલી કાર અમીરના નામે નોંધાયેલી મળી આવી હતી.
NIA Makes a Breakthrough in Red Fort Area Bombing Case with Arrest of Suicide Bomber’s Aide: NIA pic.twitter.com/ER3TZjU1l5
આત્મઘાતી બોમ્બરની ઓળખ ઉમર ઉન નબી તરીકે થઈ છે, જે અલ-ફલાહ યુનિવર્સિટી (ફરીદાબાદ) ના આસિસ્ટન્ટ પ્રોફેસર છે. નબીની માલિકીની બીજી ગાડી પણ જપ્ત કરવામાં આવી છે અને ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.
In a major breakthrough in the Red Fort area car bomb blast case, the National Investigation Agency (NIA) has arrested a Kashmiri resident who had conspired with the suicide bomber to carry out the terror attack which claimed 10 innocent lives and left 32 others injured. Amir… pic.twitter.com/QTvvrwGYWT
દિલ્હીમાં 10 નવેમ્બરના રોજ થયેલા વિસ્ફોટમાં 10 લોકો માર્યા ગયા હતા અને 25 ઘાયલ થયા હતા. NIAએ અત્યાર સુધીમાં 73 સાક્ષીઓની મુલાકાત લીધી છે. દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ સાથે મળીને અનેક રાજ્યોમાં તપાસ ચાલી રહી છે. એજન્સી મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અનેક કડીઓ પર કામ કરી રહી છે.
આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો આરોપી
NIA દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NIA તપાસમાં જાણવા મળ્યું છે કે જમ્મુ અને કાશ્મીરના પમ્પોરના સાંબુરાનો રહેવાસી આરોપીએ આતંકવાદી હુમલો કરવા માટે કથિત આત્મઘાતી બોમ્બર ઉમર ઉન નબી સાથે કાવતરું ઘડ્યું હતું. આમિર દિલ્હીમાં કાર મેળવવામાં મદદ કરવા આવ્યો હતો જેનો ઉપયોગ આખરે વિસ્ફોટ કરવા માટે વાહન-જનન ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) તરીકે કરવામાં આવ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે NIA ફોરેન્સિક તપાસમાં જાણવા મળ્યું છે કે IED વાહનના મૃત ડ્રાઇવરની ઓળખ ઉમર ઉન નબી તરીકે થઈ છે, જે પુલવામા જિલ્લાનો રહેવાસી અને ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં સહાયક પ્રોફેસર છે.
ગુજરાતમાં છેલ્લા દિવસોમાં ગુલાબી ઠંડી અનુભવાઈ રહી છે. ઉત્તર તરફથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે અને હજી પણ આગામી સમયમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે, વાતાવરણમાં ભેજ વધતા ઠંડીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, તો બીજી તરફ 16 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, નલિયામાં સૌથી ઓછું 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.ગાંધીનગર, વડોદરા, કંડલામાં 15-15 ડિગ્રી તાપમાન, અમરેલી,રાજકોટ,કેશોદમાં 15-15 ડિગ્રી તાપમાન, ડીસામાં 15,મહુવામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 17, સુરતમાં 19 ડિગ્રી, દમણમાં 18, ભુજમાં 17, દીવમાં 16.7 ડિગ્રી, પોરબંદરમાં 16, સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે તો હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે સવારે ઠંડી અને દિવસે આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. નવેમ્બરના આરંભથી જ રાજ્યના ન્યૂનતમ તાપમાનમાં ફેરફાર નોંધાયો હતો અને તાપમાન ઘણું નીચું જતું રહ્યું હતું. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ તથા દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં આ ઉત્તરીય પવનોની ગતિ જળવાઈ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે અને રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજકોટમાં ગઈકાલ કરતા આજે ઠંડીમાં વધારો થયો છે સવારમાં ધૂમ્મસના આવરણ વચ્ચે તાપમાન નીચે સરકી જતા હિલસ્ટેશન જેવો માહોલ બની ગયો હતો. રાજ્યમાં 18 નવેમ્બર બાદ કડકડતી ઠંડી પડશે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 19 નવેમ્બરની આસપાસ અરબ સાગરમાં લો પરેશાન સિસ્ટમ બનવાની સંભાવના છે. આ ઉપરાંત, 24 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ડિસેમ્બરની શરૂઆતમાં પણ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાઈ શકે છે.
ટીમ ઈન્ડિયાનો દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. શ્રેણીની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ભારત 30 રનથી હારી ગયું હતું. આ હાર ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે સૌથી શરમજનક હાર સાબિત થઈ. બંને ટીમો વચ્ચેનો મેચ લો-સ્કોરિંગ હતો. બંનેમાંથી કોઈ પણ ઇનિંગ 200 રન બનાવી શક્યો નહીં, જેના કારણે સમગ્ર મેચ દરમિયાન બોલિંગનું વર્ચસ્વ રહ્યું. ભારતીય ટીમ અંતિમ ઇનિંગમાં 124 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી, ફક્ત 93 રન બનાવી શકી.
આ મેચમાં, ટીમ ઈન્ડિયાએ તેમની પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાને ફક્ત 159 રનમાં ઓલઆઉટ કર્યું. ત્યારબાદ તેઓએ 189 રન બનાવીને 30 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી. દક્ષિણ આફ્રિકા તેમની બીજી ઇનિંગમાં ફક્ત 153 રન બનાવી શક્યું, 123 રનની લીડ મેળવી, પરંતુ આ કુલ સ્કોર તેમના માટે મેચ-વિનિંગ સ્કોર સાબિત થયો.
આ પહેલી વાર છે જ્યારે ટીમ ઈન્ડિયા ભારતમાં આટલા નાના લક્ષ્યનો પીછો કરતી વખતે હારી ગઈ છે. આ પહેલા, તેઓ 2024 માં ન્યુઝીલેન્ડ સામે ઘરઆંગણે 147 રનનો લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ ગયા હતા. આનો અર્થ એ થયો કે ભારતીય ટેસ્ટ ક્રિકેટના 92 વર્ષના ઇતિહાસમાં, ટીમ ઈન્ડિયાએ આટલો અપમાનજનક દિવસનો અનુભવ કર્યો છે.
ટીમ ઈન્ડિયાને 2024 માં મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 147 ના લક્ષ્યાંકના જવાબમાં, ભારતીય ટીમ 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ બે મેચો સિવાય, ટીમ ઈન્ડિયા ઘરઆંગણે 200 થી ઓછા રનના લક્ષ્યનો પીછો કરતી વખતે ક્યારેય મેચ હાર્યું નથી.
બિહારમાં નવી એનડીએ સરકાર બનાવવાની પ્રક્રિયા હવે સહમતિ પર પહોંચી રહી છે. સરકાર રચના અંગે ભાજપ અને જેડીયુ વચ્ચેની વાતચીતનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે. સૂત્રો કહે છે કે કેબિનેટ ભાગીદારી માટે ફોર્મ્યુલા લગભગ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, અને ચર્ચાઓ આગળના તબક્કામાં આગળ વધી ગઈ છે. સૂત્રો અનુસાર, છ ધારાસભ્યો માટે એક મંત્રી પદનો ફોર્મ્યુલા અમલમાં મુકાઈ શકે છે, અને બંને પક્ષો વચ્ચે સર્વસંમતિ ઊભી થતી દેખાય છે. આ માળખાને અંતિમ સ્વરૂપ આપવા માટે જેડીયુએ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓ સાથે ચર્ચા પૂર્ણ કરી છે.
જેડીયુના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય કુમાર ઝા આજે પટના પરત ફરશે. દિલ્હીમાં ચર્ચા બાદ, તેઓ સીધા મુખ્યમંત્રી નીતિશ કુમારને મળશે અને સરકાર રચના સંબંધિત મુખ્ય મુદ્દાઓ માટે રોડમેપ રજૂ કરશે. પટના પહોંચ્યા પછી, તેઓ જેડીયુ વિધાનસભા પક્ષની બેઠક અને એનડીએ વિધાનસભા પક્ષની બેઠકની તૈયારીઓ પણ આગળ વધારશે.
JDU ની બેઠક કાલે બોલાવવામાં આવી શકે છે
JDU ના સૂત્રોના જણાવ્યા અનુસાર, JDU વિધાનસભા પક્ષની બેઠક કાલે બોલાવવામાં આવી શકે છે. એવું માનવામાં આવે છે કે NDA 18 નવેમ્બર સુધીમાં પોતાના નેતાની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે. સરકાર રચનાની ઔપચારિક જાહેરાત પણ ગમે ત્યારે થઈ શકે છે.
NDA ના નેતાઓ દિલ્હી પહોંચશે
ભાજપ હવે સરકાર રચના અંગે તેના બાકીના સાથી પક્ષો સાથે વાતચીત કરી રહી છે. આ સંદર્ભમાં, HAM ના વડા અને કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝી આજે ગયાથી દિલ્હી પહોંચશે. માંઝી ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓને મળવાના છે.
ઉપેન્દ્ર કુશવાહા પણ પટણાથી દિલ્હી રવાના થયા છે અને અમિત શાહ સાથે મુલાકાત કરશે. દરમિયાન, ચિરાગ પાસવાન પણ આજે પટણાથી દિલ્હી રવાના થઈ રહ્યા છે. RLJP, HAM અને RLM ના નેતાઓ સાથે દિલ્હીમાં સરકાર રચના અંગે મહત્વપૂર્ણ બેઠકો યોજાશે. સૂત્રો કહે છે કે બિહારમાં નવી NDA સરકારનું માળખું આગામી 48-72 કલાકમાં સ્પષ્ટ થઈ જશે, અને મંત્રી પદોની યાદી પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
RLM ની બેઠકમાં શું થયું?
રવિવારે ઉપેન્દ્ર કુશવાહ દિલ્હી જતા પહેલા, RLM એ ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવી. તેમાં ચારેય નવા ચૂંટાયેલા RLM ધારાસભ્યો – સ્નેહલતા કુશવાહ, માધવ આનંદ, રામેશ્વર મહતો અને આલોક કુમાર સિંહ – હાજર રહ્યા હતા. આ બેઠકની અધ્યક્ષતા પ્રદેશ પ્રમુખ મદન દ્વારા કરવામાં આવી હતી. RLM ધારાસભ્ય પક્ષે રાષ્ટ્રીય પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહને સરકાર રચના વાટાઘાટો અને અન્ય તમામ નિર્ણયો લેવા માટે અધિકૃત કર્યા હતા.