Home Blog Page 4301

કોરોનાના 48,648 નવા કેસો, 563નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 80 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,648 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 563 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 80,88,851 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,21,090 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 73,73,375 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,94,386એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

ડિસેમ્બર સુધીમાં જ કોરોનાની રસી તૈયાર

કોરોના વાઇરસની રસી વિકસિત કરી રહેલી ફાર્મા કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટના CEO  આદર પૂનાવાલાએ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં જ કોરોનાની રસી તૈયાર થઈ જશે. વેક્સિન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની મંજૂરી પર આધાર રાખે છે.

સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર ભાગીદારીમાં કામ થઈ રહ્યું છે. બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે. જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે.જેને મંજૂરી મળતાં જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ શરૂ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ ભારત પાસે કોરોનાની વેક્સિન આવી જશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

મોદી બે-દિવસ ગુજરાતમાંઃ 17 યોજનાઓનું લોકાર્પણ કરશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. વડા પ્રધાન મોદી સવારે 9.30 કલાકથી 10 કલાકની વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. તેમના આ કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર થયો છે. સવારે 10-30 કલાકે તેઓ ગાંધીનગરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાના ઘરે પહોંચશે. જ્યાં સ્વર્ગસ્થ કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના પરિવારને સાંત્વના પાઠવશે.

હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના

વડા પ્રધાન મોદી સ્વર્ગસ્થ નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના નિધન પર શોક વ્યક્ત કરવા તેમના નિવાસસ્થાને પણ જાય એવી શક્યતા છે. એ પછી તેઓ રાયસણમાં માતા હીરા બાના આશીર્વાદ લેવા માટે પણ જાય એવી સંભાવના છે. ત્યાર પછી તેઓ વિધાનસભાના હેલિપેડથી કેવડિયા જવા માટે રવાના થશે.

બપોર પછી મોદી કેવડિયા પહોંચશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. વડા પ્રધાન મોદી બપોર બાદ કેવડિયા કોલોની પહોંચશે. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪પમી જન્મજયંતીએ કેવડિયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે અને રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે. આ સાથે જ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી-કેવડિયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત તેઓ નવા ચાર પ્રોજેક્ટોનો પણ શિલાન્યાસ કરશે.

 વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ

વડા પ્રધાન કેવડિયામાં વિવિધ થિમ આધારિત પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમાં તેઓ જંગલ સફારી, હેન્ડલૂમ અને હેન્ડિક્રાફ્ટ, એકતા મોલ, ટેક્નોલોજી આધારિત ચિલ્ડ્ર્ન ન્યુટ્રિશિયન પાર્ક, દેશનો સૌપ્રથમ યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડન, એકતા નર્સરી, આરોગ્ય વન, ગરુડેશ્વર વિયર, નવો ગોરા બ્રિજ અને આદર્શ ગામ જેવા પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે.

શનિવારે ફરીથી તેઓ અમદાવાદ આવશે

શુક્રવારે સવારે અમદાવાદ આવ્યા પછી કેવડિયા જઈ એકતા દિનની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં વડા પ્રધાન મોદી ભાગ લેશે. ત્યાર પછી તેઓ જે 31 ઓક્ટોબરે ફરીથી અમદાવાદ આવશે. સી-પ્લેનમાં અમદાવાદમાં સાબરમતી નદીમાં ઉતરાણ કરીને કેવડિયા જવાની સુવિધાનું લોકાર્પણ કરશે.  31 ઓક્ટોબરે સી-પ્લેનમાં સાબરમતી નદીમાં લેન્ડિંગ કર્યા પછી તેઓ એરપોર્ટથી દિલ્હી જશે.

 

 

Editors’ Hour Episode 1

રાશિ ભવિષ્ય 30/10/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સારો અને ઉત્સાહ વાળો જણાય છે, તમારા ધાર્યાકામ થવાથી તમે આનંદની લાગણી અનુભવો, પ્રિયજન તરફથી સારો પ્રેમભાવ જોવા મળી શકે છે, અગત્યની મિલનમુલાકાત ફળદાયક બની શકે,વેપારમાં નાનુંકામ કરવુજ યોગ્ય છે, કોઈના કામમાં સહયોગ આપો તેવી વૃત્તી જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે, પ્રવાસનું ક્યાંક આયોજન પણ થઈ શકે છે અને તેમાં ક્યાંક અણધર્યા નાણાકીયખર્ચ થાય, માર્કેટિંગક્ષેત્રમાં તમારો સારો પ્રભાવ જોવા મળે, પ્રિયજન તરફથી ખુશીની લાગણીનો અનુભવ થાય, ધાર્મિકભાવના વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈની સાથે કોઈપણ પ્રકારનું ગેરવર્તનના થાય તેનું ધ્યાન રાખવું, પ્રિયજન સાથે વાર્તાલાપ દરમિયાન ઉગ્રતાના આવે તેનું ધ્યાન રાખવું, તમારે આજે સમાધાનકારી નીતિ અપનાવાથી પરિસ્થિતિ હળવી બની રહશે. મનમાં કોઈવાતનો તમને ઉદ્વેગ રહ્યા કરે તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળી શકે છે અને માનસિકથાકની લાગણી વધુ જોવા મળે જેના કારણે તમારા સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, આજે કોઈને વણમાગી સલાહન આપવી તેમજ વાર્તાલાપમાં ક્યાય દલીલબાજીન કરવી, વેપારમાં જોખમન લેવું યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમે આત્મવિશ્વાસથી કામ કરતા જોવા મળો, તમારા ભૂતકાળના કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ મહેનત યોગ્ય છે, જૂનીકોઈ ઓળખાણ તાજી થાય અને તેમાં તમે સારી વાર્તાલાપ કરી ખુશીની લાગણી અનુભવો. થોડા મજાકવૃત્તિવાળા બનો.


આજનો દિવસે થોડી સાવચેતી રાખવી તેમજ વાણીસંયમ રાખવો પણ જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, કોઈપણ પ્રકારની મિલનમુલાકાત દરમિયાન વાર્તાલાપમાં કોઇપણ પ્રકારની ગેરસમજ ના થાય તેનું ધ્યાન રાખવું અગત્યનું કહી શકાય, ભક્તિમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે આજે તમારા પસંદગીના કામ થઇ શકે, તમારી લાગણીની કદર થાય, પરિચિત સાથે કોઈબાબતનો સાથસહકાર સારો જોવા મળી શકે અને તેની ખુશી અનુભવાય, ધાર્મિકભાવના વધુ જોવા મળે અને મન ભક્તિકે સદ્કાર્ય કરવા પ્રેરાય તેવું પણ બનવા જોગ છે. મન પ્રફુલ્લિત રહેશે.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાણીસયમ અને ગુસ્સાને કાબુમાં રાખવો, મજાકમસ્તી કરનાર લોકોથી થોડું અંતર રાખવું તેમજ તેમની વાતોને જરૂરિયાત પુરતુજ ધ્યાન આપવું. ક્યાંક જુનાપ્રસંગો યાદ આવવાથી મન અશાંત વધુ રહી શકે છે, માટે વ્યવહારુ અભિગમ અપનાવો સારો કહી શકાય.


આજનો દિવસ સરસ છે, પ્રિયજન સાથેના જુનામતભેદ ભૂલવાની તક મળે, વિદ્યાર્થીવર્ગ માટે હરવાફરવા માં સારો સમય પસાર થાય, અગત્યની વાર્તાલાપકે મિલનમુલાકાત માટેના પ્રયત્ન કરતા હોવતો તેમાપણ તમને અન્યનો સારો સાથ-સહકાર અને માર્ગદર્શન મળે તેવું બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.


આજનો દિવસ સામાન્ય છે, નાનાકામમાં દિવસ પસાર થઇ જાય, જુનાસ્મરણો તાજા થાય જેમાં તમને સારી ખુશીની લાગણી થાય, વાતચિત દરમિયાન ખોટો ઉશ્કેરટના આવે તેનું ધ્યાન રાખવું જેથી તમે કદાચ કોઈની મજાકના પાત્રના બનો. બિનજરૂરી ખરીદી થવાથી તમારું મન થોડું બેચેન બને તેવું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રવર્તુળ સાથે બિનજરૂરી સમય અને નાણાનો વ્યય થાય અને તેનું ભાન તમને દિવસને અંતે થવાથી મનમાં ગુસ્સાની લાગણી અનુભવો પરંતુ તમારા પ્રિયજનની યોગ્યવર્તણુક અને વાતચીતથી તમે પ્રભાવિત થઇ ખુશીની લાગણી અનુભવી રાહત પામો, મનમાં દ્વિધા રહ્યા કરે.


આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈને કોઈબાબતમાં નકારત્મકવિચારની અસર તમારી દિનચર્યા પર પણ પડે માટે તમારે આજે કોઈ કામમાં વ્યસ્ત રહેવું, હરવુંફરવુંકે ભક્તિમાં મન પોરવવું યોગ્ય કહી શકાય. કોઈ પણ અગત્યના કામકાજ કરવામાં ધીરજ અને અનુભવનો ઉપયોગ કરવો ઇચ્છનીય છે.

૩૦ ઓક્ટોબર ૨૦૨૦

૩૦ ઓક્ટોબર ૨૦૨૦

પંચાંગ 30/10/2020

(મયંક રાવલ)

કેશુભાઈ અનંતની વાટે; સોમનાથમાં સ્વયંભૂ બંધ

ગાંધીનગરઃ રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુબાપાના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રવીણ તોગડિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ સહિત પ્રધાનમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. કેશુભાઈને ગાર્ડ ઓફ ઓનર આપી રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.

ભાજપે તમામ કાર્યક્રમ રદ કર્યા

કેશુભાઈ પટેલના નિધનને લઈ આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવ્યો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ભાજપે તમામ કાર્યક્રમ રદ કર્યા છે.

વિસાવદરના લોકોમાં શોકની લાગણી

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાનું આજે નિધન થતાં વિસાવદરના લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી. વિસાવદર બેઠક સુરક્ષિત જણાતાં કેશુબાપા આ બેઠક પર સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. આજે કેશુબાપાના નિધનથી વિસાવદરમાં કેટલાક વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કેશુબાપા મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના નામનું વિસાવદરમાં સૌપ્રથમ યાર્ડ બનાવવામાં આવ્યું હતું.. આવતી કાલે વિસાવદરના વેપારીઓ અને માર્કેટ યાર્ડ બંધ પાળી કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવશે.  આ સાથે સોમનાથમાં પણ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે. કેશુબાપા સાથે રહેલા વિસાવદર નગરપાલિકાના સદસ્ય વિશાલ માંગરોળિયાએ જણાવ્યું હતું કે  રોણકી ગામમાં કાળિયા નામના ગુંડાને પડકારી ખોખરા કરતાં બાપાએ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.

ગોકુળિયું ગામ અને કુંવરબહેનનું મામેરુ યોજના કેશુબાપાની

કેશુબાપા સાથે છ વર્ષ સુધી રહેનાર વિસાવદર પાલિકાના ભૂતપૂર્વપ્રમુખ બાબુભાઈ મૂળજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આજે કેશુબાપાના નિધનથી ભાજપમાં મોટી ખોટ પડી છે. બાપા પહેલા ટંકારાથી લડતા હતા ત્યારે વિસાવદરમાં બધી જ જ્ઞાતિ અંગે કેશુબાપાને અમે અમદાવાદ જઈને રજૂઆત કરી કે બાપા તમે વિસાવદરથી લડો. ત્યાર બાદ બાપાએ હા પાડી હતી. એ પછી તેઓ ચૂંટણી લડ્યા અને ચૂંટાયા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી પણ બાપાની સાદાઈ આજ સુધી કોઈ રાજકારણીમાં જોવા મળી નથી. ગુજરાતમાં કોઈ મુખ્ય પ્રધાને રાજીનામું આપ્યું હોય તો તે કેશુબાપા હતા. ગોકુળિયું ગામ અને કુંવરબહેનનું મામેરુ યોજના કેશુબાપા લાવ્યા હતા.

શાહરૂખ બનાવશે નવી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ લાવી રહી છે નવી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ટીવી સિરિયલ અભિનેતા વિક્રાંત મેસીની રોમેન્ટિક જોડી હશે અને બોબી દેઓલને પણ મહત્ત્વની ભૂમિક માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

શાહરૂખ આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરશે.

તેની કંપની આ એક નહીં, પણ કુલ ત્રણ ફિલ્મ બનાવવાની છે.

‘લવ હોસ્ટેલ’ ક્રાઈમ-થ્રિલર હશે અને એના નિર્માણની જાહેરાત શાહરૂખે એના ટ્વિટર હેન્ડલ પર કરી છે. આ ફિલ્મના દિગ્દર્શક શંકર રામન હશે. ફિલ્મની વાર્તા ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે, જ્યાં એક યુગલની સફરને બતાવવામાં આવશે, જે એમની જિંદગીના સુંદર અંતની તલાશમાં હોય છે. એમનો પીછો એક ભાડૂતી નિર્દયી શખ્સ કરે છે.

આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.

ડિપોઝિટરી રિસિપ્ટ્સના ટ્રેડિંગ માટે ઈન્ડિયા INX સજ્જ

ગાંધીનગરઃ ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આવેલા દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જ (ઈન્ડિયા INX) અને ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ડિપોઝિટરી રિસિપ્ટ્સ (DRs)ના લિસ્ટિંગ અને ટ્રેડિંગ માટે સજ્જ થઈ ગયાં છે. નિયામક ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી(IFSCA)એ આ ડીઆર્સના લિસ્ટિંગ અંગેના નિયમન માળખાની જાહેરાત કરી છે.

આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના એમડી અને સીઈઓ વી. બાલાસુબ્રમણિયમે કહ્યું કે આ પગલાનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે બધા DRsના લિસ્ટિંગ અને ટ્રેડિંગ શરૂ કરવા માટે સજ્જ છીએ. હવે ગ્લોબલ DRsગિફ્ટ સિટીમાં આવેલા ઈન્ડિયા INX પર લિસ્ટ થઈ શકશે અને તેનાથી વિશ્વના રોકાણકારોને લાભ થશે અને તેઓ ભારતીય  કંપનીઓના ઈક્વિટી શેર્સ સંબંધિત લાંબા ગાળાનાં પ્રોડક્ટ્સમાં મૂડીરોકાણ કરશે.

DR એવું નેગોશિયેબલ ફાઈનાન્સિયલ ઈન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં અન્ય દેશમાં લિસ્ટેડ કંપનીની સિક્યુરિટીઝ સમાવિષ્ટ હોય છે. IFSC એક્સચેન્જીસ ખાતે DRsના ટ્રેડિંગને દાખલ કરવાથી ભારતીય કંપનીઓને ડોલરમાં મૂડી એકત્ર કરવાનું પ્રોત્સાહન મળશે અને તેઓ ભારતીય અર્થતંત્રના મૂડીસર્જનને વેગ આપી શકશે.