શાહરૂખ બનાવશે નવી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ લાવી રહી છે નવી ફિલ્મ ‘લવ હોસ્ટેલ’. આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, ટીવી સિરિયલ અભિનેતા વિક્રાંત મેસીની રોમેન્ટિક જોડી હશે અને બોબી દેઓલને પણ મહત્ત્વની ભૂમિક માટે કરારબદ્ધ કરવામાં આવ્યો છે.

શાહરૂખ આ ફિલ્મ દ્વારા લાંબા સમય બાદ ફિલ્મોમાં કમબેક કરશે.

તેની કંપની આ એક નહીં, પણ કુલ ત્રણ ફિલ્મ બનાવવાની છે.

‘લવ હોસ્ટેલ’ ક્રાઈમ-થ્રિલર હશે અને એના નિર્માણની જાહેરાત શાહરૂખે એના ટ્વિટર હેન્ડલ પર કરી છે. આ ફિલ્મના દિગ્દર્શક શંકર રામન હશે. ફિલ્મની વાર્તા ઉત્તર ભારતની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે, જ્યાં એક યુગલની સફરને બતાવવામાં આવશે, જે એમની જિંદગીના સુંદર અંતની તલાશમાં હોય છે. એમનો પીછો એક ભાડૂતી નિર્દયી શખ્સ કરે છે.

આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે.