કોરોનાના 48,648 નવા કેસો, 563નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે. જોકે દેશમાં કોવિડ-19ના કુલ મામલા 80 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,648 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 563 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 80,88,851 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,21,090 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 73,73,375 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 56,480 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,94,386એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 90.99 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.49 ટકા થયો છે.

ડિસેમ્બર સુધીમાં જ કોરોનાની રસી તૈયાર

કોરોના વાઇરસની રસી વિકસિત કરી રહેલી ફાર્મા કંપની સિરમ ઈન્સ્ટિટ્યૂટના CEO  આદર પૂનાવાલાએ વિશે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ વર્ષે જ ડિસેમ્બર મહિના સુધીમાં જ કોરોનાની રસી તૈયાર થઈ જશે. વેક્સિન બનીને તૈયાર થાય એ બાબત ઘણા ખરા અંશે બ્રિટનના ટેસ્ટિંગ અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા ની મંજૂરી પર આધાર રાખે છે.

સિરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અન્ય દવા કંપની દ્વારા બનાવાયેલી રસી પર ભાગીદારીમાં કામ થઈ રહ્યું છે. બ્રિટનમાં આ રસીની એડવાન્સ ટ્રાયલ ચાલી રહી છે. જો બ્રિટન ડેટા શેર કરશે તો ઈમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલય સમક્ષ અરજી કરવામાં આવશે.જેને મંજૂરી મળતાં જ ભારતમાં રસીનુ ટેસ્ટિંગ શરૂ કરી શકાશે. આ ટેસ્ટિંગમાં સારા પરિણામ મળ્યા તો ડિસેમ્બર મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહમાં જ ભારત પાસે કોરોનાની વેક્સિન આવી જશે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.