નવી દિલ્હી: સંસદમાં આજે મતદાર યાદીના ખાસ સઘન સંશોધન (SIR) અને વ્યાપક ચૂંટણી સુધારા પર ચર્ચા થવાની છે. સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર વાટાઘાટો પછી આ ચર્ચા ગોઠવાઈ છે. મંગળવારે બંને ગૃહોના ફ્લોર પર આ બાબત લાવવા માટે સર્વપક્ષીય સંમતિ બની.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવેલા સમયપત્રક મુજબ, લોકસભામાં 9 ડિસેમ્બરે ચૂંટણી સુધારા પર સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે. જે SIR પ્રક્રિયા પર માળખાગત ચર્ચા માટે વિપક્ષની સતત માંગનો જવાબ આપશે.
વિપક્ષનો દાવો છે કે SIR પરનો વિવાદ – એક એવી કવાયત છે જેના કારણે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયો મતાધિકારથી વંચિત રહી ગયા છે તેમને ન્યાય મળશે. 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થયું ત્યારથી જ આ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ અને વિરોધ શરૂ થયા હતા.
રાજ્યસભામાં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 9 અને 10 ડિસેમ્બરે SIR પર ચર્ચા શરૂ કરશે. ચર્ચા માટે કુલ દસ કલાક ફાળવવામાં આવ્યા છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ ચર્ચાનો જવાબ આપશે, જ્યારે ગૃહના નેતા જે. પી. નડ્ડા પણ ભાગ લે તેવી અપેક્ષા છે. લોકસભામાં પણ આ મુદ્દે ચર્ચા ફરી શરૂ થશે જેના માટે વિપક્ષ સત્રની શરૂઆતથી જ દબાણ કરી રહ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિપક્ષનું નેતૃત્વ કરશે, જેમાં મેઘવાલ બુધવારે જવાબ આપશે.
આ ચર્ચા મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના વરિષ્ઠ વિપક્ષી નેતાઓ દ્વારા વારંવાર વિરોધ પ્રદર્શનો બાદ થઈ રહી છે, જેમણે સંસદની અંદર અને બહાર “SIR રોકો – વોટ ચોરી બંધ કરો” લખેલા પ્લેકાર્ડ પકડીને પ્રદર્શનો કર્યા હતા.
સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ X પર એક પોસ્ટ દ્વારા સમયપત્રકની પુષ્ટિ કરી છે. સાથે જ લખ્યું છે કે, વંદે માતરમની 150મી વર્ષગાંઠ અને ચૂંટણી સુધારાઓ પરની ચર્ચાઓને સર્વપક્ષીય બેઠક દરમિયાન અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.


સરળ ઉપાય છે જોડા પહેરવા એટલે કાંટો વાગવા સામે રક્ષણ મળે. એના માટે થઈને આખી ધરતીને ચામડેથી મઢી દેવા જેવું અશક્ય અને ખર્ચાળ કામ ન થાય.




આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ITC લિમિટેડના બિસ્કિટ અને કન્ફેક્શન્સ, બિઝનેસ યુનિટના ચીફ એક્ઝિક્યુટિવ કવિતા ચતુર્વેદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, “તમારી વ્યાવસાયિક સફરમાં, સ્માર્ટ વર્કિંગ પર ધ્યાન કેન્દ્રિત કરો, તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો, કાર્યક્ષેત્રમાં અને એવી ભૂમિકાઓ ભજવવા માટે ક્યારેય અચકાશો નહીં જેમાં તમને લાગે છે કે તમે શ્રેષ્ઠ કરી શકો છો. નિષ્ફળતા ફક્ત એક અલ્પવિરામ છે – પ્રયત્ન કરતા રહો, તમારું મૂલ્ય જાણો અને દરેક વ્યક્તિ સાથે આદરપૂર્વક વર્તીને સફળ બનો.”
ચિરિપાલ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ બ્રિજમોહન ચિરિપાલે કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી. કોન્વોકેશનની ઔપચારિક ઘોષણા એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર કે.જી.કે. પિલ્લઈએ કરી હતી.
આ વર્ષના સ્નાતક જૂથે ડેલોઇટ, નેસ્લે, એસ એન્ડ પી ગ્લોબલ, કાંતાર, એશિયન પેઇન્ટ્સ, ફેડરલ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, એચ.ડી.એફ.સી., પરફેટી વાન મેલે સહિત અગ્રણી રાષ્ટ્રીય અને વૈશ્વિક સંસ્થાઓમાં પ્લેસમેન્ટ મેળવ્યું છે.
SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી છે. આ દરમિયાન કુલ 74 લાખથી વધુ ગણતરી ફોર્મ્સ અનકલેક્ટેડ રહ્યાં. આ નાગરિકોના અવસાન, કાયમી સ્થળાંતર, ગેરહાજર સહિતના વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકોની શૃંખલા યોજવામાં આવી રહી છે. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી 37,000થી વધુ બેઠકો સંપન્ન થઈ ચૂકી છે. તમામ જિલ્લાઓમાં આ પ્રકારની બેઠકોના અંતે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા આગામી દિવસોમાં મુખ્ય નિર્વાચન અધિકારી (CEO)ની વેબસાઈટ પર પણ પ્રકાશિત કરાશે.
