બેંગલુરુઃ કર્ણાટકમાં પ્રત્યેક દિવસે રાજકારણમાં એક નવા અને મજેદાર ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. અમૂલ પછી હવે કર્ણાટકમાં ગુજરાતનાં મરચાં ‘પુષ્પા‘ પર નવું રાજકારણ ગરમાયું છે. એશિયાની સૌથી મોટી મરચાંની મંડીમાં એક બાયગાડીમાં સ્થાનિક વિરુદ્ધ બહારનાનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે. સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોને લાગી રહ્યું છે કે ગુજરાતનાં મરચાં ‘પુષ્પા’ને કારણે તેમનાં સ્થાનિક મરચાંની માગ નથી વધી રહી. એની સીધી પ્રતિકૂળ અસર તેમના વેપાર પડશે. આવામાં સ્થાનિક મરચાંને પ્રોત્સાહન મળવું જોઈએ. જે રીતે અમૂલનો બેંગલુરુ પ્રવેશની જાહેરાત પછી રાજ્યમાં રાજકીય વિવાદ વધ્યો છે. એને જોતાં 10 મેએ મતદાન પહેલાં એવી સંભાવના છે કે ચૂંટણીમાં ‘લાલ મરચાં’ મોટો મુદ્દો બની શકે છે.
શું છે મામલો?
એક અહેવાલ મુજબ કર્ણાટકમાં બાયગાડી મંડીમાં ગુજરાતનાં લાલ મરચાં ‘પુષ્પા’ને ટ્રેડર્સે મોટા પાયે મગાવ્યાં છે. ‘પુષ્પા’ને પણ ‘લાલી’ કહેવામાં આવે છે. હાલના મહિનાઓમાં આશરે 20,000 ક્વિન્ટલ લાલ મરચાંને મગાવ્યાં છે. હવે એને કારણે અનેક સ્થાનિક વેપારીઓને એ વાતનો ડર છે કે સ્થાનિક લાલ મરચાં ડાબી અને કડ્ડીની માગમાં નોંધપાત્ર ઘટાડો થશે. આવામાં સ્થાનિક સ્તરે એ માગ ઊભી થઈ છે કે સરકારે એમાં દખલ કરવી જોઈએ અને સ્થાનિક વેપારીઓની સુરક્ષા કરવી જોઈએ.
બીજી બાજુ, હવામાનમાં પલટો આવતાં સ્થાનિક મરચાંના ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે અને એની સ્થાનિક મરચાંની કિંમતો પર દેખાઈ રહી છે. એને કારણે સપ્લાયમાં 60 ટકા ઘટાડો થયો છે.
પટનાઃ અહીંની MP/MLA કોર્ટના સ્પેશિયલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આદી દેવે એક કેસના સંબંધમાં આવતી 25 એપ્રિલે હાજર થવાનું આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યું છે. આ કેસ રાહુલે મોદી અટક વિશે કરેલી ટિપ્પણી સામેનો છે.
માનહાનિનો આ કેસ ભાજપના રાજ્યસભાના નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કર્યો છે. અગાઉ મેજિસ્ટ્રેટે રાહુલને 12 એપ્રિલે હાજર થવા કહ્યું હતું, પણ આજની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે એમ કહીને બીજી તારીખ માગી હતી કે હાલ એમની આખી ટીમ સુરતની કોર્ટમાં કરાયેલા કેસમાં વ્યસ્ત છે. ત્યાં ભાજપના એક વિધાનસભ્યએ રાહુલ સામે માનહાનિનો કેસ કર્યો છે. તે કેસમાં કોર્ટે રાહુલને અપરાધી જાહેર કરી એમને બે વર્ષની સજા ફરમાવી છે. કોર્ટના આ ચુકાદાને પગલે રાહુલનું લોકસભા સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. વકીલની વિનંતી માન્ય રાખીને પટનાની કોર્ટે રાહુલને 25 એપ્રિલે હાજર થવાનું ફરમાન કર્યું હતું.
મુંબઈઃ મુંબઈ અને ગોવાના કરમાલીની વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં 14 એપ્રિલથી બીજો વિસ્ટાડોમ કોચ લાગશે, જે આસપાસનો વ્યાપક અને બાધારહિત દ્રશ્ય ઉપલબ્ધ કરાવવામાં આવશે. મધ્ય રેલવેના અધિકારીઓએ એ માહિતી આપી હતી. મોટી બારીઓ અને પારદર્શી છતવાળો એ કોચ મુંબઈથી પુણે અને ગોવાના રેલવે ખંડના યાત્રીઓની વચ્ચે લોકપ્રિય થયા છે. કોંકણ બેલ્ટ ઝરણાં, નદીઓ, ખીણ, સુરંગો, ખેતરો અને ખાડીઓને શાનદાર દ્રશ્ય પ્રસ્તુત કરે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં મુંબઈ-કરમાલી તેજસ એક્સપ્રેસમાં એક વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વધારાનો વિસ્ટાડોમ કોચ જોડ્યા પછી એ દેશની પહેલી AC ટ્રેન બની જશે, જેમાં આ પ્રકારના બે કોચ હશે. મધ્ય રેલવેએ એક જાહેરાતમાં કહ્યું હતું કે આ ફેરફાર પછી ટ્રેનમાં બે વિસ્ટાડોમ કોચ, 11 AC એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ અને બે લગેજ કોચ અને એક જનરેટર-કમ-બ્રેક વેન હશે.
આ વિસ્ટાડોમ કોચમાં અન્ય આકર્ષણોમાં LED લાઇટ્સ, રેટેબલ સીટ્સ અને પુશબેક ચેર્સ, GPS બેઝ્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓટોમેટિક સ્લાઇડિંગ કમ્પાર્ટમેન્ટ ડોર્સ, ખાસ કરીને શારીરિક અક્ષમ લોકો માટે સ્લાઇડિંગ ડોર્સ અને સિરેમિક ટાઇલ્સવાળા ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ ત્રણ તરફ કાચની બારીવાળી વ્યુઇંગ ગેલેરી- આ કોચોનું સૌથી મોટું આકર્ષણ છે અને યા6 એનાથી ફોટો અને સેલ્ફી લેવાનું પસંદ કરે છે.
વોશિંગ્ટનઃ સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારા અને દેશમાં વેપારની સાનુકૂળ સ્થિતિના પ્રયાસોની વચ્ચે ભારત એક અનેક તકોની ભૂમિ સ્વરૂપે ઊભર્યું છે, એમ ટોચના ભારતીય ઉદ્યોગપતિએ કહ્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી)ના અધ્યક્ષ શુભ્રકાંત પાંડાએ કહ્યું હતું કે ભારત આજે જ્યાં છે, ત્યાં એ આર્થિક સુધારાને કારણે છે અને એમાં એક કારણ એ પણ છે કે કોવિડ19 રોગચાળામાં ભારતમાં સુધારા જારી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે તમારા પ્રોજેક્ટોમાં ભારત વિના વિકાસ વિશે વિચારી નથી શકતા. વિશ્વમાં બીજે ક્યાં એવી તકો મળશે, જ્યાં તમારી પાસે એક વ્યાપક ઘરેલુ બજાર છે. બલકે એવા સંસાધન પણ છે, જેના દ્વારા ના માત્ર ઘરેલુ બજાર, પણ નિકાસ માટે પણ ઉત્પાદન કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે અહીં ભારત એક વિશિષ્ટ પ્રસ્તાવ રજૂ કરે છે. તમે એક વૈશ્વિક કંપની છે અથવા એક સ્થાનિક કંપની હો- તમે ભારત વિના વેપાર આગળ વધારવાનું વિચારી પણ નથી શકતા.
પાંડા IMF અને વિશ્વ બેન્કની વાર્ષિક બેઠકના સિલસિલામાં ભારતના ઉદ્યોગપતિઓના ફિક્કીના પ્રતિનિધિ મંડળની આગેવાની કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર રોગચાળાની અસરથી બહાર આવી ચૂક્યું છે., પણ વૈશ્વિક અર્થતંત્રમાં સુસ્તી અને વિકસિક અર્થતંત્રોમાં ઊંચા ફુગાવાની ભારત પર પ્રતિકૂળ અસર પડશે. વેપારની સાનુકૂળતાને કાણે ભારત વૈશ્વિક સ્તરે તકોનો લાભ ઉઠાવવા તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું.
રાંચીઃ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના સમર્થનવાળી ડ્રોન સ્ટાર્ટઅપ કંપની ગરુડ એરોસ્પેસ કૃષિ ડ્રોન માટે કૃષિ સબસિડી આપનાર પહેલી સ્ટાર્ટઅપ બની છે. આ સબસિડી એગ્રીકલ્ચરલ ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે હાથ ધરેલી ઝુંબેશના એક ભાગરૂપે છે.
આ સબસિડી યોજના અંતર્ગત DGCA કેન્દ્રીય એજન્સીએ મંજૂરી આપેલા ગરુડ કિસાન ડ્રોનનું મંગળવાર, 11 એપ્રિલના રોજ પુણેમાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 8 ખેડૂતોને કૃષિ ડ્રોનનું વિતરણ કરાયું હતું. કૃષિ ડ્રોન સબસિડી એ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે શરૂ કરેલી યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને ડ્રોન ખરીદવા માટે આર્થિક મદદ કરશે.
ગરુડ એરોસ્પેસ કંપનીમાં ધોનીનું મૂડીરોકાણ છે. આ કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી સાથે કિસાન ડ્રોન બનાવ્યા છે. તે બેટરીથી ચાલે છે અને દરરોજ 30 એકર જમીન પર કૃષિ જંતુનાશકોનો છંટકાવ કરવા માટે સક્ષમ છે. તામિલનાડુસ્થિત અગ્નિશ્વર જયપ્રકાશ આ ડ્રોન સ્ટાર્ટઅપના સંસ્થાપક અને સીઈઓ છે. ધોનીએ આ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે અને તે આ કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે છેલ્લી મેચ પછી ટીમના બેટિંગ ક્રમમાં એક ફેરફાર કરવાનો ઇશારો કર્યો છે. તેણે મુંબઈ ઇન્ડિયન્સની સામે મેચ ગુમાવ્યા પછી અક્ષર પટેસને ટોચના ચાર બેટ્સમેનોમાં રમાડવાની વાત કહી છે. તેણે આ મેચ પછી એનરિક નોર્ખિયા અને મુસ્તાઉજુર રહેમાનની પણ પ્રશંસા કરી હતી.
દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડ અક્ષર પટેલે મુંબઈ ઇન્ડિયન્સની સામે ધુઆંધાર બેટિંગ કરી હતી. તેણે 25 બોલમાં 54 રન બનાવીને ટીમનો સ્કોર એવી જગ્યાએ પહોંચાડ્યો હતો, જ્યાંથી વિરોધી ટીમને માત આપી શકાય છે. અક્ષરે આ ઇનિંગ્સમાં ચોક્કા ઓછા અને છક્કા વધુ માર્યા હતા. અક્ષરે ચાર ચોક્કા અને પાંચ છક્કા ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઇક રેટ 216નો હતો.અક્ષરની આક્રમક બેટિંગને લીધે દિલ્હી કેપિટલ્સ 172 રન બનાવી શકી હતી. દિલ્હીની અડધી ટીમ 100 રનની અંદર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. અક્ષરે ડેવિડ વોર્નરની સાથે મળીને 34 બોલમાં 67 રનની ભાગીદારી કરી હતી. મુંબઈ ઇન્ડિયન્સે આ મેચ છેલ્લા બોલમાં સ્કોર ચેઝ કરી અને છ વિકેટે જીતી લીધી હતી.
દિલ્હીની હાર પછી વોર્નરે કહ્યું હતું કે મેચ ઘણી રસપ્રદ હતી. બે બોલ ખરાબ ગઈ અને ગેમ પલટાઈ ગઈ હતી. અમે મેચમાં સારી વાપસી કરી હતી. નોર્ખિયા એક વર્લ્ડ ક્લાસ બોલર છે અને અમે તેનાથી એવી બોલિંગની અપેક્ષા કરીએ છીએ. બાકી અક્ષરે ટોચના ક્રમે બેટિંગ કરવી જોઈએ. તેણે એ સારો સ્કોર ઊભો કર્યો હતો.
ભટિંડાઃ પંજાબના ભટિંડા મિલિટરી સ્ટેશનમાં મળસકે ફાયરિંગમાં ચારનાં મોત થયાં છે. સેનાએ સ્ટેશન ક્વિક રિએક્શન ટીમને સક્રિય કરી દીધી છે અને વિસ્તારને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યો છે. સાઉથ વેસ્ટર્ન કમાન્ડ હેડ ક્વાર્ટરે જણાવ્યું હતું કે સવારે 4.35 કલાકે ફાયરિંગ થયું હતું, જેમાં ચાર લોકોનાં મોત થયાં છે. ત્યાર બાદ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન જારી છે.
પંજાબ પોલીસનાં સૂત્રોએ કહ્યું હતું કે આ કોઈ આતંકી હિમલો નથી. તેમણે આમાં કોઈ આંતકવાદી એન્ગલનો પણ ઇનકાર કર્યો હતો. સિનિયર સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ ગુલનીત સિંહ ખુરાનાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે મિલિટરી સ્ટેશનમાં કંઈક થયું છે, પણ સેનાએ આ ઘટના વિશે કોઈ માહિતી શેર નહોતી કરી. તેમણે કહ્યું હતું કૈ સેનાની આંતરિક તપાસ ઝુંબેશ જારી છે. SSP ખુરાનાએ કહ્યું હતું કે આ કોઈ આતંકવાદી હુમલો નથી, પણ લાગી રહ્યું છે કે મિલિટરી સ્ટેશનની અંદર કંઈક બનાવ બન્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે એક દિવસ પહેલાં સ્ટેશનમાંથી કેટલાંક હથિયાર ગાયબ થયાં છે, જેમને શોધવા માટે એક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પંજાબ પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આર્મી કેન્ટ ભટિંડા જિઓ મેસમાં શૂટઆઉટ થયું છે. આર્મી કેન્ટના બધા પ્રવેશદ્વાર બંધ કરી દેવામાં આવ્યાં છે. આ ઘટના પાછળ કેટલાક જવાનોનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સેનાએ હાલમાં સ્થાનિક પોલીસને કેન્ટ વિસ્તારમાં ઘૂસવાની મંજૂરી નથી આપી.
આપણે જીવન ચેતનાના ત્રણ સ્તરમાં જીવીએ છીએ. જાગૃત અવસ્થા, સ્વપ્નની અવસ્થા અને ઊંઘની અવસ્થા. જાગૃત અવસ્થાની સભાનતામાં આપણે દુનિયાનો (પાંચ) 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરીએ છીએ. પછી તે દ્રષ્ટિ, સુગંધ, સ્પર્શ, શ્રવણ કે સ્વાદ હોય શકે. આપણે આ ઇન્દ્રિયો વડે પ્રગતિ અને આનંદ મેળવીએ છીએ.
દાખલા તરીકે આપણે જે કંઈ આનંદનો સ્ત્રોત હોય તેની જ શોધમાં હોઈએ છીએ, અને એવી વસ્તુ કે જે આપણને દુ:ખી કરે તે ઇચ્છતા નથી. જો કોઈ પણ એક ઇન્દ્રિયના હોય તો ઇન્દ્રિયનું સમગ્ર પાસુ વિલીન થઇ જાય છે. ગુમાવી દઈએ છીએ. જે કોઈ સાંભળી શકતો નથી તે ધ્વનીનું સમગ્ર જગત ગુમાવી દે છે. તેજ રીતે જે જોઈ શકતા નથી તે આ બધીજ સુંદર જગ્યાઓ અને રંગોથી વંચિત રહી જાય છે. તેથી જ ઈન્દ્રિયો એ જે સેન્સ કરવાની વસ્તુ છે, તેનાં કરતાં વધારે અગત્યની અને મોટી છે.
દરેક ઇન્દ્રિયોને આનંદ મેળવવાની પોતાની માર્યાદિત ક્ષમતા હોય છે. અંતે કોઈ પણ વ્યક્તિ કેટલું જોઈ શકે સાંભળી શકે કે સ્પર્શી શકે? ગમે તેટલી સુંદર જગ્યા હોય તો પણ કોઈ તે કાયમ જોયાજ ના કરે. ઇન્દ્રિયો ટુંકા સમયના ગાળામાં કંટાળી જાતી હોય છે. આંખો બંધ થઇ જાય અને આપણે ફરી પોતાનામાં જવા ઈચ્છીએ છીએ કારણ કે આ દરેક અનુભવમાં શક્તિનો વપરાશ તો થતો જ હોય છે.
ઇન્દ્રિયો કરતાં “મન”નો ક્રમ આગળ છે. મન અનંત છે તેની ઈચ્છાઓનો પાર નથી. પરંતુ ઇન્દ્રિયોની આનંદ કરવાની ક્ષમતા માર્યાદિત હોય છે. સિસ્ટમમાં આ અસંતુલન તો રહેવાનું જ. લોભ વધારેને વધારે ભોગવી શકાય તેવી વસ્તુઓ ઈચ્છે છે. માણસ થોડી ઘણી ચોકલેટ ખાઈ શકે તેમ છતાં, તેની ઈચ્છા તો દુનિયાની બધી જ ચોકલેટ પામવાની હોય છે. માણસ પોતાના જીવન કાળ દરમ્યાન મર્યાદિત પેસા ખર્ચી શકે છે દુનિયાની બધી જ દોલત મેળવવા ઈચ્છે છે. આ લોભ છે. દુનિયામાં અત્યારે આમ જ ચાલે છે.
શરીરના દરેક કોષો અનંતતાનો હિસ્સો જ છે. જીવડાંઓ પણ ખાય છે, ઊંઘે છે અને જાગે છે અને રોજબરોજની ક્રિયાઓ કરે છે. તેઓની જેમ જીવન જીવવાનો કોઈ મતલબ નથી. આપણે ઈશ્વરે આપેલી શક્તિઓનો ભરપુર ઉપયોગ કરાવો જોઈએ, આપણા પ્રત્યેક કોષોની અનંતતા ધારણ કરવાની શક્તિ અને તેના માટે આપણે યોગની નિયમિત પ્રેક્ટિસ કરવી જોઈએ. તેમાં દિવસની માત્ર થોડી મીનીટોનો જ સમય આપવો પડે છે. એકવાર તે રોજની દિનચર્યામાં જોડાઈ જાશે પછી તે બોજારૂપ કે અણગમતું કામ નહી રહે.
ધ્યાન એતો બીજ જેવું છે. જેમ બીજને સારી રીતે ઉછેરવામાં આવે તેમ તેનો વિકાસ સુંદર થાય છે. તેજ રીતે જેમ આપણે ધ્યાન વધારે કરીએ તેમ શરીર અને ચેતા તંત્ર સારું વિકસિત થાય છે. આપણા શરીરના ક્રિયા વિજ્ઞાનમાં ફેરફાર થાય છે અને શરીરનો પ્રત્યેક કોષમાં “પ્રાણ” પુરાય છે અને જેમ “શરીરમાં “પ્રાણ”નું સ્તર માત્ર વધે છે તેમ આપણે આનંદ તાજગી અનુભવીએ છીએ.
આપણી સિસ્ટમમાં પ્રાણાયમનું જોડાણ સહજ હોય છે. કેટલાક લોકો તેણે ચેતનાનું ઉચ્ચ સ્તર પણ કહે છે. હુતો તેને સામાન્ય સ્તર જ કહીશ કરણ કે આપનામાં તે સ્તરમાં રહેવાની ક્ષમતા સંપન્ન થયેલી છે. યોગ બે રીતે મદદ કરે છે. શરીરમાં આવતા તણાવને રોકે છે સાથે સાથે શરીરમાં પહેલે થી જ જમા થયેલ તાણથી પણ મુક્તિ આપે છે.
નિયમિત ધ્યાન સુખ અને પરિપૂર્ણતા તરફ લઇ જાય છે. સંવેદનશીલ ઇન્દ્રિયોની સંવેદના વધારે છે (તે દ્વારા જોવાના ઉપવાસના, ફીલીંગ ઈત્યાદીના અનુભવને તીવ્ર બનાવે) અને સાહજીકતા વધારે છે.
રોજીંદા જીવનમાં ધ્યાનના જોડાણને કારણે ચેતનાના પાંચમાં સ્તર જે કોસ્મિક ચેતના તરીકે ઓળખાય છે. કોસ્મિક ચેતના સમગ્ર બ્રહ્માંડ પોતાની ચેતનાનો જ ભાગ હોય તેવો અનુભવ કરાવે છે. જયારે આપણે વિષને આપણો જ હિસ્સો ગણીએ ત્યારે આપણા અને વિશ્વ વચ્ચે પ્રેમનો મજબુત પ્રવાહ વહે છે. આ પ્રેમ આપણને વિરોધી શક્તિઓને સહન કરવાની અને આપણ જીવનમા આવતી અશાંતિને સહન કરવાની સમર્થતા આપે છે. ગુસ્સો અને નિરાશા એ ક્ષણિક લાગણીઓ છે જે ઉદભવે છે અને પછી જાતી રહે છે.
પરંતુ જો આપણે જતું કરવા અને પ્રત્યેક પળની સુંદરતા ઉજાગરની ચેતનાની ક્ષમતા પર આપણુ લક્ષ કેન્દ્રિત કરી શકીએ તો આપણુ ઉપરોક્ત બધી જ બાબતો થી રક્ષણ થાય છે. આપણા વિકાસ માટે પ્રત્યેક ક્ષણ સહાયક અને સત્યનો ઉદય થાય છે. આમ ચેતનાના ઉચ્ચતમ સ્તરને પામવા માટે કોઈ ખાસ આયોજન કરવાની જરૂર નથી. દરેકે માત્ર જતું કરવાનું જ શીખવાનું છે.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 7830 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 16 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,76,002 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,016 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,04,771 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 4692 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 40,215એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.09 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.72 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 2,14,242 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.30 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 3.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.02 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,24,326 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 441 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
યાંગૂનઃ મ્યાનમારના લશ્કરી શાસન જુનતાએ એ અહેવાલોને સમર્થન આપ્યું છે કે એણે બળવાખોરોના એક ગામ પર હવાઈ હુમલો કર્યો છે. એમાં કેટલાક બળવાખોરો માર્યા ગયા છે અને મૃતકોમાં કેટલાક નાગરિકો પણ હોઈ શકે છે.
જુનતાએ આ હવાઈ હુમલો સગાઈંગ પ્રાંતના એક ગામ પર કર્યો હતો. દેશના બીજા નંબરના સૌથી મોટા શહેર મંડાલેની નજીક આવેલા સગાઈંગમાં ઘણા લોકો લશ્કરી શાસકોની વિરુદ્ધમાં છે. સમર્થનવિહોણા અહેવાલોમાં જણાવાયું છે કે હવાઈ હુમલામાં 100 જેટલા લોકો માર્યા ગયા છે અને એમાં કેટલાક બાળકોનો પણ સમાવેશ થાય છે.