Home Blog Page 2970

આઇસી15 ઇન્ડેક્સ 493 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફુગાવાના આંકડા જાહેર થવા પહેલાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. માર્કેટના બેન્ચમાર્ક આઇસી15ના ઘટકોમાંથી સોલાનાને બાદ કરતાં બધા જ કોઇન ઘટ્યા હતા. લાઇટકોઇન, ડોઝકોઇન, કાર્ડાનો અને એક્સઆરપી 3થી 5 ટકા ઘટ્યા હતા. કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 1.2 ટ્રિલ્યન ડોલરની આસપાસ રહ્યું હતું.

વિકસીત દેશોનો સમૂહ જી7 હવે વિકાસશીલ દેશોને એમની સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી વિકસાવવામાં મદદ કરી રહ્યું છે. એને કારણે સરહદ પારના પેમેન્ટ ઝડપથી થઈ શકશે. સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ઓફ હોંગકોંગે કહ્યું છે કે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સે સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ ઓર્ડિનન્સ હેઠળ લાઇસન્સ લેવું જરૂરી રહેશે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.22 ટકા (493 પોઇન્ટ) ઘટીને 39,884 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,377 ખૂલીને 40,715ની ઉપલી અને 39,612 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

PM મોદી પરની વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રીને લઈને એલોન મસ્કે આપ્યું નિવેદન

વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાંના એક એલોન મસ્ક કે જેઓ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના સીઈઓ પણ છે, આજે અચાનક બીબીસીને એક ઈન્ટરવ્યુ આપ્યો, જ્યાં તેમણે ઘણા મુદ્દાઓ પર સવાલોના જવાબ આપ્યા. બીબીસીના એક લાઈવ ઈન્ટરવ્યુમાં, મસ્કને ટ્વિટર પરથી બીબીસી ડોક્યુમેન્ટરીની સામગ્રીને દૂર કરવા વિશે પૂછવામાં આવ્યું હતું, જેના પર તેણે કહ્યું હતું કે તે આ બાબતથી વાકેફ નથી.

બીબીસી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર બનેલી તેની એક ડોક્યુમેન્ટ્રીને લઈને વિવાદમાં આવી હતી અને તેની ડોક્યુમેન્ટરી ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. તે જ સમયે, ભારત સરકારે ટ્વિટર પર વિવાદાસ્પદ અને ભડકાઉ સામગ્રીને પ્રસારિત કરવાની મંજૂરી ન આપવા માટે ટ્વિટરને સૂચના આપી હતી. જે બાદ બીબીસીની કેટલીક વિવાદાસ્પદ સામગ્રી ટ્વિટર પરથી હટાવી દેવામાં આવી હતી. હવે બીબીસી દ્વારા ટ્વિટરના સીઈઓ એલોન મસ્કને તે બાબતે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તો મસ્કે ચોંકાવનારા જવાબો આપ્યા છે.

‘ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત નિયમો ખૂબ કડક છે’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પરની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટ્રીની સામગ્રીને ટ્વિટર પરથી હટાવ્યા બાદ એલોન મસ્કે બીબીસીના એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી. તેઓ આ બાબત વિશે જાણતા નથી..તેથી તેઓને તેની જાણ પણ નથી. જો કે, તેણે એમ પણ કહ્યું કે ભારતમાં સોશિયલ મીડિયા સંબંધિત કેટલાક નિયમો ‘ખૂબ કડક’ છે.

બે-ત્રણ દિવસ પહેલા મસ્કે ટ્વિટર પર બીબીસી વિશે ટ્વિટ કર્યું હતું, તેણે કહ્યું હતું કે ‘બીબીસી શું છે, તેનો અર્થ તે જાણતો નથી’. જે બાદ આજે એટલે કે 12 એપ્રિલે તે યુકેના બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના લાઈવ ઈન્ટરવ્યુમાં જોવા મળ્યો હતો. મને આની જાણ નથી… મને બરાબર ખબર નથી કે આ મુદ્દો શું છે,” તેણે બીબીસી ડોક્યુમેન્ટરી વિશેના પ્રશ્નના જવાબમાં ટ્વિટર સ્પેસ પર કહ્યું. તેમણે કહ્યું કે ત્યાં  સોશિયલ મીડિયા કન્ટેન્ટ સંબંધિત નિયમો “ખૂબ કડક છે અને અમે દેશના કાયદાની બહાર જઈ શકીએ નહીં.

રાજ્યમાં કાળઝાળ ગરમી સાથે ક્યાંક માવઠાની પણ આગાહી

અમદાવાદ: હવામાન વિભાગે કાળઝાળ ગરમીની સામે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે આજે અને આવતી કાલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો વધશે. આ બે દિવસ દરમિયાન ગરમીનો પારો 39થી 40 ડિગ્રી રહેશે. આ સાથે જ હવામાન વિભાગે માવઠાની પણ આગાહી કરી છે. જેને કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો છે.

રાજ્યમાં મંગળવારે નવ શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં બીજા દિવસે ગરમીનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ફેરફારની સંભાવના નહિવત્ છે. આ દરમિયાન રાજ્યમાં માવઠાનો વધુ એક રાઉન્ડ થવાની શક્ચતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે.

રાજ્યમાં વલસાડ, સુરત, નવસારી, સુરત,અમરેલી, ભાવનગર, દમણ અને દાદરાનગર-હવેલીમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની સાથે ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આજે કચ્છ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે.

ગાંધીનગર, અમરેલી, રાજકોટ, વડોદરા, જુનાગઢ, દાહોદ અને સુરતમાં 39 ડિગ્રીથી વધારે ગરમી નોંધાઈ હતી. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં પણ અનેક જિલ્લામાં માવઠાથી પાક પર અસર પડી હતી.

 

 

 

 

 

 

રિયા ચક્રવર્તીનું પુનરાગમન: ‘એમટીવી રોડીઝ’ની સીઝન-19માં ગેંગ લીડરનાં રોલમાં જોવા મળશે

મુંબઈઃ દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ તરીકે જાણીતી થયેલી અભિનેત્રી રિયા ચક્રવર્તી અભિનય ક્ષેત્રે કમબેક કરશે. ખાસ યુવાઓ પર આધારિત રિયાલિટી ટીવી શૉ ‘એમટીવી રોડીઝ’ની 19મી આવૃત્તિમાં એ ગેંગ લીડરનાં રૂપમાં જોવા મળશે.

રિયાએ કહ્યું કે, ‘એમટીવી રોડિઝ: કર્મ યા કાંડ’ શોનો હિસ્સો બનવા બદલ હું રોમાંચિત છું. સોનૂ સૂદ તથા સાથી ગેંગ લીડર્સ સાથે કામ કરવા હું ઉત્સૂક છું.’ એમટીવીના કન્ટેન્ટ ઓરિજિનલ્સ વિભાગનાં એસોસિએટ વાઈસ-પ્રેસિડન્ટ અને વડા ડેબોરાપોલીકાર્પનું કહેવું છે કે, ‘આ શો યુવા વયનાં લોકોના મનોરંજનમાં એક સાંસ્કૃતિક આધાર બની ગયો છે. રિયા ફરી અમારી સાથે જોડાઈ ગઈ છે એ અમારે માટે આનંદની વાત છે. એણે અમાર સાથે જ આ ઉદ્યોગમાં એની કારકિર્દી શરૂ કરી હતી.’

રિયા છેલ્લે મોટા રૂપેરી પડદા પર 2021મં જોવા મળી હતી જ્યારે એની ‘ચેહરે’ ફિલ્મ રિલીઝ થઈ હતી. એમાં તે અમિતાભ બચ્ચન, ઈમરાન હાશ્મી, સિદ્ધાંત કપૂર, અનૂ કપૂર, રઘુબીર યાદવ સાથે ચમકી હતી.

30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ

તલાટીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 30મી એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે તેમ જાહેર કરવામા આવ્યું છે.

તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી

ગુજરાતમાં 30 એપ્રિલના રોજ યોજાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલવવામા આવી છે. હવે આ પરીક્ષા હવે 7 મેના રોજ યોજાશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આજે જાહેરાત કરી છે. પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે 30 એપ્રીલના રોજ યોજાનાર તલાટીની પરીક્ષાને પાછી ઠેલવવામા આવી છે. અને હવે આ પરીક્ષા 7મી મેના રોજ લેવામાં આવશે. મહત્વનું છે કે કે તલાટીની પરીક્ષા લેવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો ન મળતા તેની તારીખ પાછળ ખસેડવી પડી છે.

હવે ઉમેદવારો માટે નવા નિયમ લાગુ થશે

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, હવેથી તલાટીની પરીક્ષા આપનારા ઉમેદવારોએ પહેલા કન્ફર્મેશન આપવાનું રહેશે. તેમજ જે ઉમેદવારો કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. સંસાધનોનો ખોટો ઉપયોગ ન થાય તે હેતુથી આ નવો નિર્ણય કરવામા આવ્યો છે.

હસમુખ પટેલે કરી હતી જાહેરાત

અગાઉ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી કે પરીક્ષા યોજવા માટે પૂરતી સંખ્યામાં કેન્દ્રો મળશે તો જ પરીક્ષા 30 એપ્રીલે લેવામા આવશે. મહત્વનું છે કે તલાટીની પરીક્ષા માટે 5700 કેન્દ્રોની જરૂરિયાત છે અને વધારાના કેન્દ્રો મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે પૂરતા કેન્દ્રો ન મળતા આખરે તારીખ પાછી છેલવવામા આવી છે.

નીતિશ કુમાર અને તેજસ્વી યાદવે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત

લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષી દળોને સાથે લાવવાનો પ્રયાસ કરી રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બુધવારે (12 એપ્રિલ) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને મળ્યા હતા. આ બેઠકમાં બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, બિહાર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ, જેડીયુ પ્રમુખ લલન સિંહ અને બિહાર સરકારના મંત્રી સંજય ઝા પણ હાજર હતા. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિના સંદર્ભમાં અને આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી પાર્ટીઓને કેવી રીતે એકજૂથ કરવી તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતિશ કુમારને કેટલીક પાર્ટીઓ સાથે વાતચીત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષને એક કરવા માટે ખૂબ જ ઐતિહાસિક પગલું લેવામાં આવ્યું છે, તે એક પ્રક્રિયા છે. વિપક્ષ દેશ માટે જે વિઝન ધરાવે છે તે અમે વિકસાવીશું. અમે તમામ વિપક્ષી પાર્ટીઓને સાથે લઈ જઈશું અને લોકશાહી અને દેશ પર થઈ રહેલા હુમલા સામે અમે સાથે મળીને લડીશું.

સાથે મળીને કામ કરીશું
નીતિશ કુમારે કહ્યું કે હવે મામલો ખતમ થઈ ગયો છે. અમે લાંબા સમયથી ચર્ચા કરી છે. દેશભરમાં વધુને વધુ પક્ષોને એક કરવાના પ્રયાસો કરવા પડશે. અમે ભવિષ્યમાં સાથે મળીને કામ કરીશું તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આજે અમે અહીં ઐતિહાસિક બેઠક કરી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમે તમામ (વિરોધી) પક્ષોને એકજૂથ કરવાનો અને આગામી ચૂંટણીઓ એક થઈને લડવાનો નિર્ણય લીધો છે.

નીતીશ કુમાર વિપક્ષી પાર્ટીઓને સાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળોને અગાઉ અનેકવાર હાથ મિલાવવાની સલાહ આપી છે. નીતીશ કુમારે તાજેતરમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ 2024ની લોકસભા ચૂંટણી એકજૂથ થઈને લડશે તો ભાજપ 100થી ઓછી સીટો પર આવી જશે.

પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી

બિહારના પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની માહિતી મળતાં હંગામો મચી ગયો હતો. માહિતી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસમાં લાગી ગઈ હતી. પરંતુ ત્યાંથી કંઈ મળ્યું ન હતું. હવે પટના એસએસપીએ પુષ્ટિ કરી છે કે આ કોલ સમસ્તીપુરના ડ્રગ એડિક્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યાં કોઈ મોક ડ્રીલ પણ નહોતી. પીધેલા ફોન બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સંબંધમાં સમસ્તીપુર પોલીસે અફવા ફેલાવનાર નશાખોરની ધરપકડ કરી છે.

 

પટના એરપોર્ટ પર બોમ્બની અફવા પર ગભરાટને રોકવા માટે, સુરક્ષા કર્મચારીઓ મોક ડ્રિલ અને સામાન્ય તપાસની વાત કરી રહ્યા હતા. તમામ ફ્લાઈટ્સ તેમના નિર્ધારિત સમયે ઓપરેટ થઈ રહી છે.

નીતીશ, રાહુલની ખડગેના ઘરે મુલાકાતઃ PM મુદ્દે ચુપકીદી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં તમામ વિરોધી પક્ષો ભાજપને ઘેરવાની વ્યૂહરચના બનાવવાના પ્રયાસ કરી રહ્યા છે. વિખરાયેલો વિપક્ષ શું લોકસભા ચૂંટણી પહેલાં એકજૂટ થઈ શકશે- એક એક મોટો સવાલ છે. તમામ મતભેદોની વચ્ચે બિહારના મુખ્ય મંત્રી નીતીશકુમાર કોંગ્રેસ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા હતા. જ્યારે આ નેતાઓને પૂછવામાં આવ્યું કે વિપક્ષનો PM ચહેરો કોણ હશે? અથવા વિપક્ષનું નેતૃત્વ કોણ કરશે? તો આ મુદ્દે રાહુલ, ખડગે અને નીતીશકુમારે ચુપકીદી સાધી લીધી હતી.

ખડગેના ઘરે થયેલી બેઠકમાં ખડગે, નીતીશ અને રાહુલ ગાંધી સિવાય બિહારના ઉપ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ, જનતા દળ (JDU)ના અધ્યક્ષ રાજીવ રંજન સિંહ, બિહારના સરકારના મંત્રી સંજય ઝા, RJDના સાંસદ મનોજ ઝા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને બિહાર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અખિલેશ પ્રસાદ સિંહ પણ હાજર હતા.આ બેઠક પછી મિડિયાથી વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એ વિપક્ષને એકજૂટ કરવાની દિશામાં પગલું છે. તેમણે કહ્યું હતું કે જે પણ અમારી સાથ આવશે, એને સાથે લઈને ચાલીશું. વિપક્ષને એક કરવામાં એક બહુ મોટું ઐતિહાસિક પગલું લીધું છે. વિપક્ષ જો દેશ માટે વિઝનને ડેવલપ કરશે. વિરોધ પક્ષોની સાથે વિચારધારાની લડાઈ લડીશું. દેશ પર આક્રમણની સામે એકજૂટ થઈને ઊભા થઈશું.

 ખડગેએ કહ્યું હતું કે આ મિટિંગમાં બહુ ચર્ચા થઈ. અમે બધા મળીને નક્કી કરીશું કે બધી પાર્ટીઓને એકજૂટ કરીશું અને એકસાથે ચૂંટણી લડીશું.નીતીશકુમારે કહ્યું હતું કે અમે વધુમાં વધુ પાર્ટીઓને દેશમાં એકજૂટ કરવાનો પ્રયાસ કરીશું. સૂત્રોનું કહેવું છે કે નીતીશકુમાર કોંગ્રેસ પાર્ટી અને અન્ય વિરોધ પક્ષોને જોડવાના કામ કરવાના ઇચ્છુક છે.

 

 

 

ઓમાનમાં રહેતાં ભારતીયો માટે ક્રોસ બોર્ડર ઈનવર્ડ બિલ પેમેન્ટ્સ સુવિધાનો આરંભ

મુંબઈઃ NPCI ભારત બિલપે લિમિટેડ અને કેનેરા બેન્કે સહયોગ કરીને ઓમાનમાં રહેતાં ભારતીય લોકો માટે સરહદ-પાર ઈનવર્ડ બિલ ચૂકવણી સેવાનો આરંભ કર્યો છે. આને લીધે બિનનિવાસી ભારતીયો હવે મુસંદમ એક્સચેન્જ મારફત એમનાં પરિવારજનો વતી બિલ ચૂકવણી કરવા ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા શરૂ કરાયેલા પ્લેટફોર્મનો લાભ ઉઠાવી શકે છે.

આ સેવા શરૂ કરનાર કેનેરા બેન્ક ભારતમાં જાહેર ક્ષેત્રની પહેલી બેન્ક બની છે. આ સુવિધાને લીધે ઓમાનમાં રહેતાં ભારતીયો હવે એમના વતન માટેની સેવાઓ માટેના બિલની ઝડપથી, સરળતાપૂર્વક અને સુરક્ષિત રીતે ચૂકવણી કરી શકશે. મુસંદમ એક્સચેન્જનું સંચાલન કેનેરા બેન્ક કરે છે. ક્રોસ-બોર્ડર બિલ પેમેન્ટ સેવા કુવૈતમાં ચાલી જ રહી છે. હવે ઓમાનનાં લોકોને પણ આ સુવિધા પ્રાપ્ત થઈ છે.

ઓમાનમાં રહેતાં એનઆરઆઈ લોકો માટે આ સેવા શરૂ કરવા બદલ કેનેરા બેન્કના એમડી અને સીઈઓ કે. સત્યનારાયણ રાજુ અને એનપીસીઆઈ ભારત બિલપે લિમિટેડના સીઈઓ નૂપૂર ચતુર્વેદીએ આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે.

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ એપ્રિલ, ૨૦૨૩

ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન:  આજની સ્થિતિએ – ૧૨ એપ્રિલ, ૨૦૨૩