ગાંધીનગરઃ ગુજરાત અને તામિલનાડુ રાજ્ય વચ્ચેના ઐતિહાસિક સંબંધને ભવ્ય રીતે ઉજાગર કરવા અને બન્ને રાજ્યો વચ્ચે એક સમન્વય સ્થાપિત કરવા માટે, ગુજરાતમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે 17થી 30 એપ્રિલ દરમિયાન યોજાશે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને સાકાર કરવા માટે ‘આઝાદી કા અમૃત મહોત્સવ‘ હેઠળ ભારત સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 5000થી વધુ મહેમાનો ગુજરાત આવવાના છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આ ગુજરાત અને તામિલનાડુના ખેલાડીઓ વચ્ચે ‘ચેલેન્જર્સ ટ્રોફી’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાંચ અલગ-અલગ રમતમાં ખેલાડીઓ સામેલ થશે.
ભાવનગરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 22-23 એપ્રિલ, 2023એ આ સ્પર્ધાઓ યોજાશે, તેમાં ટેબલ ટેનિસ, ટેનિસ, કબડ્ડી, વોલીબોલ અને સ્વિમિંગમાં ખેલાડીઓ ભાગ લેશે. આ વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે તેમ જ ઓવરઓલ વિજેતા રાજ્યને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ સ્પર્ધામાં તામિલનાડુ અને ગુજરાતના સિનિયર કેટેગરીના ખેલાડીઓ સામેલ થશે. તેમાં ટેબલ ટેનિસ અને ટેનિસમાં મેન્સ સિંગલ્સ, વિમેન્સ સિંગલ્સ અને મિક્સ ડબલ્સ ઇવેન્ટ યોજાશે.
સ્વિમિંગમાં ફ્રી સ્ટાઇલ 100 અને 200 મીટર, બેકસ્ટ્રોક 100-200 મી., બ્રેસ્ટસ્ટ્રોક 100-200 મી., બટરફ્લાય 100-200 મી., ફ્રી સ્ટાઇલ રીલે 4×50 અને 4×100મી., મીડલે રીલે 4×50 મી., મિક્સ્ડ ફ્રી સ્ટાઇલ રીલે 4×50મી. અને મિક્સ્ડ મીડલે રીલે 4×50 મિની ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ પાંચ રમતોમાં પુરુષ અને મહિલા કેટેગરીમાં કુલ 38 ઇવેન્ટ આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં ગુજરાતના 108 તેમ જ તામિલનાડુના 108 ખેલાડીઓ સહિત કુલ 216 ખેલાડીઓ ભાગ લેશે.
અમદાવાદઃ શહેરના GMDC પાસેના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી મહાનગર દ્વારા ‘સામાજિક શક્તિ સંગમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહનજી ભાગવત ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં 15,000થી વધુ સ્વયંસેવકોને આરએસએસના વડા મોહન ભાગવત સંબોધ્યા હતા. રાષ્ટ્ર નિર્માણમાં સમાજ રીતે પોતાનું યોગદાન આપી શકે છે. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા.
‘સામાજિક શક્તિ સંગમ’ ના કાર્યક્રમમાં મોહનજી ભાગવતે સમાજને મજબૂત બનાવવા માટે જ્ઞાતિ ભેદ મિટાવવા પર ભાર મૂક્યો હતો. આપણો દેશ, સંસ્કૃતિ એકદમ મજબૂત હતી. દરેક સમયના શાસક દરમિયાન ખ્યાતનામ લોકો હતા, તેમ છતાં બાહ્ય પરિબળો આપણી પર શું કામ રાજ કરી ગયા એ સૌએ વિચારવાની જરૂર છે. ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે જ્ઞાતિ-જાતિના ભેદ ભૂલી દરેક સમાજે આગળ લઈ જવા પર મોહનજી ભાગવતે ભાર મૂક્યો હતો. આરએસએસના કાર્યક્રમમાં જુદા-જુદા વિભાગોમાંથી પધારેલા કાર્યકર્તાઓએ સમૂહ ગાન, બેન્ડ અને શારીરિક શિક્ષણની પ્રસ્તુતિ રજૂ કરી હતી.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 10,747 નવા કેસ નોંધાયા છે, જે 236 દિવસોમાં સૌથી વધુ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 21 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,47,08,022 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,31,091 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,42,23,211 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6628 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 53,720એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.12 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.69 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,58,625 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.38 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 6.78 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 4.49 ટકા છે.
દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,25,517 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 397 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
“જે મનુષ્યો નીચનો સંગ છોડીને ઉત્તમોનો સંગ કરે છે, તેઓ સમસ્ત વ્યવહારોની સિદ્ધિથી ઐશ્વર્યવાન બની જાય છે. જે આળસ છોડીને સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે તે સુખને તથા જે આળસુ છે તે દરિદ્રતાને પ્રાપ્ત કરે છે.” યજુર્વેદના સ્કંધ 30ની 17મી સંહિતાનો આ ભાવાર્થ છે. આ સંપૂર્ણ સંહિતાને આપણે એક વાર્તા દ્વારા સમજીએ. થોડાં વર્ષો પહેલાં કોલકાતા જતી વખતે ફ્લાઇટમાં મેં આ વાર્તા વાંચી હતી. તેનો સાર આ પ્રમાણે છેઃ
એક મહિલાનો પતિ દારૂડિયો હતો. આથી તેણે ઘર ચલાવવા માટે પ્રાઇવેટ ટ્યુશન આપવાનું શરૂ કર્યું. તેની કિશોર વયની દીકરી તેને વિનવીને કહી રહી હતી કે એ જ્યારે ટ્યુશન કરાવવા જાય ત્યારે તેને સાથે લઈ જાય. તેનું કારણ એ હતું કે ઘરમાં તેના પિતા હોય ત્યારે તેમના મિત્રો આવતા અને તેઓ સાથે મળીને દારૂ પીતા. આવામાં તેને ઘરમાં ઘણો જ ડર લાગતો. પિતા કોઈ કામકાજ કરતો નહીં હોવાથી એ હંમેશાં ઘરમાં જ રહેતો અને મમ્મીએ ટ્યુશન માટે નાછૂટકે બહાર જવું પડતું.
એ દારૂડિયાને જુગારની પણ લત હતી. તેને મનમાં આવે તો ઘરની બહાર જાય, નહીંતર આખો દિવસ ઘરમાં જ પડ્યો-પાથર્યો રહે. તેની આ કુટેવને લીધે પરિવાર પર આર્થિક સંકટ આવી પડ્યું હતું. તેની પત્નીએ બધાં ઘરેણાં વેચી દેવાં પડ્યાં હતાં. હવે તેમની પાસે રહેવાના આ ઘર સિવાય બીજું કંઈ બાકી રહ્યું ન હતું.
આ માણસને દારૂની આદત પડી તેની પહેલાં એ ઘણો જ સારો ગાયક હતો. તેનો અવાજ એટલો સુમધુર હતો કે કાર્યક્રમના આયોજકો તેના ઘરની બહાર જાણે લાઈન લગાડતા. તેણે ખરાબ સંગતમાં દારૂ પીવાનું ચાલુ કર્યું અને પછી તેનું વ્યસન લાગી ગયું. એક સમયના તેના ફૅન હવે ફ્રેન્ડ બની ગયા હતા. તેઓ તેની ખુશામત કરતા, કારણકે તેમનો ઇરાદો તેના પૈસે દારૂ પીને મોજમજા કરવાનો હતો. થોડા જ વખતમાં એ કલાકારનું ગાયન કથળી ગયું અને સમય જતાં એ ઐયાશ અને પ્રમાદી બની ગયો.
તેની દીકરી જ્યારે મમ્મીને વિનંતી કરી રહી હતી ત્યારે એ બધું સાંભળી રહ્યો હતો. દીકરીની વાતો સાંભળીને એ હચમચી ગયો. પોતાની હાજરીમાં દીકરીને અસલામતી લાગે એ જાણીને તેને એટલો આઘાત લાગ્યો કે એ રાતે તેણે મિત્રો સાથે બહાર જવાનું માંડી વાળ્યું. બીજા દિવસે સવારે તેણે પત્નીને વાત કરી અને પોતાને આ બદીમાંથી બહાર કાઢવામાં મદદ કરવા વિનંતી કરી.
પત્નીને પહેલાં તો તેની વાત પર વિશ્વાસ બેઠો નહીં, કારણકે અગાઉ પણ દારૂના નશામાં એ આવું અનેક વાર બોલી ગયો હતો. જોકે, તેણે મા-દીકરીની વાત સાંભળ્યા વિશે કહ્યું ત્યારે પત્નીને વિશ્વાસ બેઠો. પતિએ દારૂની કુટેવ છોડાવવા માટે કોઈ સંસ્થામાં લઈ જવાની વિનંતી કરી. તેની પત્ની આ વાત સાંભળીને ઘણી રાજી થઈ. તેના મનમાં ઊંડે-ઊંડે થોડી શંકા હતી, પરંતુ પ્રયત્ન કરવામાં ક્યાં કંઈ જાય છે એવું વિચારીને તેણે પતિને લત છોડાવવા માટે એક સંસ્થામાં લઈ જવાનું નક્કી કર્યું.
છ મહિનાની જહેમત બાદ એ કલાકાર દારૂની જંજાળમાંથી છૂટ્યો. એકાદ વર્ષમાં તો એ એકદમ નોર્મલ થઈ ગયો. હવે તેને કામ કરવું હતું, પરંતુ ક્યાંય કોઈ કામ આપતું ન હતું. તેણે બીજા સાત-આઠ મહિના સુધી પ્રયાસ કર્યો. એક દિવસ તેની મુલાકાત એવા સજ્જન સાથે થઈ જેઓ ખરેખર તેના ગાયનના ચાહક હતા. તેમણે પોતાની રેસ્ટોરાંમાં આ માણસને ગાયક તરીકે નોકરી આપી. થોડા મહિનાઓ પછી બીજા એક ચાહકનાં બે બાળકોને સંગીત શીખવવાનું કામ મળ્યું.
આપણો આ ગાયક બાળપણમાં નિયમિતપણે એક મંદિરે જતો. એ ફરીથી તે જ મંદિરમાં દર્શનાર્થે ગયો અને પૂજારી તેને ઓળખી ગયા. તેમણે દર શનિવારે રાત્રે મંદિરમાં ભજન ગાવા આવવાની વિનંતી કરી. આ રીતે મંદિરમાં ભજન ગાવાનું શરૂ થયું. એક દિવસ એક મ્યુઝિક કંપનીના માલિકી મંદિરમાં તેમનું ગાયન સાંભળ્યું અને તેને ઓળખી જઈને ભજનના આલ્બમ માટે ગાવાનું કામ સોંપ્યું.
જીવનમાં ફરીથી એક વખત ખ્યાતિ વધવા માંડી, પણ આ વખતે તેણે કોનો સંગ કરવો એ વિશે તકેદારી લેવાનું શરૂ કર્યું. ભજન અને સ્તોત્રો ગાઈને તેના મગજમાં શાંતિ છવાઈ ગઈ હતી. આ વખતે તેની સંપત્તિ ભૌતિકવાદી, નહીં પણ યોગિક સંપત્તિ હતી.
તમે ઉક્ત સંહિતા અને આ વાર્તા વાંચી લીધા બાદ મારે વધુ કંઈ કહેવા જેવું રહે છે ખરું?
(લેખક દેશના જાણીતા ફાઈનાન્સિયલ પ્લાનર છે. ફાઈનાન્સિયલ પ્લાનિંગ સંબંધિત વિષયો એમણે ઘણા લેખો-પુસ્તકો લખ્યા છે. આર્થિક આયોજન અને રોકાણ સંબંધિત સેમિનારોમાં એ વક્તા તરીકે જોવા-સાંભળવા મળે છે. ‘યોગિક વેલ્થ’ નામનું એમનું પુસ્તક ખૂબ લોકપ્રિય બન્યું છે. યોગના અભ્યાસી અને શિસ્તબધ્ધ જીવનશૈલી ધરાવતા લેખકના અનુભવનો નીચોડ આ લખાણોમાં દેખાઇ આવે છે.)
મોના ડાર્લિંગ, લીલી ડોન્ટ બી સીલી જેવા સંવાદથી વિલન તરીકે જાણીતા રહેલા અભિનેતા અજીતે હીરો તરીકે અનેક ફિલ્મો કરી હતી. મૂળ નામ હામીદ અલી ખાન હતું. પિતા બશીર અલી ખાન સેનામાં સારા હોદ્દા પર હતા. બાળપણથી જ ફિલ્મોનું એવું ઘેલું લાગ્યું હતું કે સ્કૂલ- કોલેજમાં ભણવામાં મન લાગ્યું નહીં અને ૧૯૪૪ માં ૨૨ વર્ષની ઉંમરે હીરો બનવા માટે કોલેજના પુસ્તકો વેચીને મુંબઇ આવી ગયા. અજીતને ખબર પડી કે પૂનામાં શાલીમાર સ્ટુડિયો દ્વારા ફિલ્મ ‘મન કી જીત’ માટે નવા કલાકારોની પસંદગી થઇ રહી છે. તે પૂના પહોંચી ગયા. ત્યાં ગીતકાર સાગર નિઝામી મળ્યા. એ એમના પિતાને ઓળખતા હતા.
ઓડિશનમાં પ્રવેશ મેળવવામાં એમણે મદદ કરી પરંતુ એક શાયરી અને સંવાદ સાથે ઓડિશન આપ્યું છતાં નાપાસ થઇ ગયા. નિરાશ થયા વગર જે નાની ભૂમિકાઓ મળી એ કરતા રહ્યા અને બે વર્ષ પછી ફિલ્મ ‘શાહે મિસ્ત્ર’ (૧૯૪૬) માં ગીતા બોઝના હીરો તરીકે તક મળી ગઇ. ફિલ્મમાં પડદા પર નામ હામીદ લખાયું હતું. થોડા સમયમાં કે. અમરનાથ સાથે મુલાકાત થઇ અને એમની સલાહથી જલદીથી જીભ પર ચઢી જાય એવું ‘અજીત’ નામ રાખી લીધું. અજીતને મહેરબાની, મોતી મહલ, સમ્રાટ, શહજાદા, નાસ્તિક વગેરે ફિલ્મોમાં જાણીતી હીરોઇનો સાથે મુખ્ય ભૂમિકાઓ કરવાની તક મળી. આગળ જતાં ૧૯૫૯ ના વર્ષમાં ‘કુમાર’ હીરોની લોકપ્રિયતા જોઇને અજીતકુમાર નામ રાખવાની જાહેરાત કરી દીધી હતી. પરંતુ ‘મોગલે આઝમ’ (૧૯૬૦) ની સફળતા પછી નામ પાછળ ‘કુમાર’ લગાવવાની જરૂર ના રહી.
‘મોગલે આઝમ’ ની ‘દુર્જન સિંહ’ ની ભૂમિકા નિર્દેશક કે. આસિફે ઓફર કરી ત્યારે પોતાની હીરો તરીકેની ઇમેજ તૂટી જવાના ડરથી ખચકાટ અનુભવ્યો હતો. અજીત ના પાડવાના હતા ત્યારે દિલીપકુમારે સમજાવ્યા અને પછી તૈયાર થઇ ગયા હતા. ફિલ્મના ‘રાજપૂત જાન હારતા હૈ શહજાદે! વચન નહીં’ જેવા ઘણા સંવાદ જાણીતા થયા હતા. અજીતની એ ભૂમિકા એટલી વખણાઇ કે રાજપૂતની અનેક ભૂમિકાઓ મળી હતી. ૧૯૬૬ માં રાજેન્દ્રકુમારની ફિલ્મ ‘સૂરજ’ માં વિલન તરીકે આવ્યા હતા. વર્ષો પછી ફરી અજીતને ફિલ્મ ‘જંજીર’ (૧૯૭૩) માં એક અલગ પ્રકારના વિલનની ભૂમિકા મળી અને ‘મોના ડાર્લિંગ’ સાથે છવાઇ ગયા હતા
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય..
આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે વધારો થતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ 40,814 પોઇન્ટના સ્તરે પહોંચ્યો હતો. એના ઘટકોમાંથી બધા જ કોઇન વધ્યા હતા, જેમાં કાર્ડાનો, ઈથેરિયમ, ચેઇનલિંક અને પોલીગોનમાં 4થી 7 ટકાની રેન્જમાં વધારો થયો હતો.
દરમિયાન, મોન્ટાના રાજ્યની ધારાસભાએ પણ ક્રીપ્ટોકરન્સીના માઇનર્સનાં હિતનું રક્ષણ કરવા માટેનો ખરડો પસાર કર્યો છે. આ ખરડા મુજબ ડિજિટલ એસેટને અંગત મિલકત ગણાવાઈ છે. બીજી બાજુ, ઉદ્યમીઓ, પર્યાવરણવાદીઓ, નીતિ ઘડનારાઓ, બિટકોઇનના નિષ્ણાતો તથા અન્યોએ બિટકોઇન પોલિસી યુકે નામનું સંગઠન રચ્યું છે. એની પાછળનો ઉદ્દેશ્ય દેશને બિટકોઇનના લાભ કરાવવાનો છે. તેની સાથે સાથે લોકોમાં બિટકોઇન વિશે જાગરૂકતા પણ ફેલાવવામાં આવશે અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં બિટકોઇન ક્ષેત્રે રોજગાર માટે તૈયાર કરવામાં આવશે.
અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.28 ટકા (518 પોઇન્ટ) વધીને 40,814 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,296 ખૂલીને 40,968ની ઉપલી અને 40,237 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
ગાંધીનગરઃ NIFT ગાંધીનગરનું ‘સ્પેક્ટ્રમ’ ત્રણ વર્ષના વિરામ બાદ પાછું આવ્યું છે અને એ પહેલાં કરતાં વધુ મોટું અને વધુ સારું બનવાનું વચન આપે છે. ‘સ્પેક્ટ્રમ’ દર વર્ષે થાય છે અને તે ઘણી વિવિધ ઘટનાઓનું મિશ્રણ છે અને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફમાં એકતા અને ખુશી લાવે છે. વિવિધ સંસ્કૃતિઓ, પ્રતિભાઓ અને વિચારોના સમુદાયમાં સર્જનાત્મકતા ખીલે છે. સહયોગની ભાવનામાં, અમે ‘સ્પેક્ટ્રમ’ લાવીએ છીએ; ઘટનાઓ, રમતો અને મનોરંજનની પુષ્કળતા. તે માત્ર બે દિવસની મજા નથી પણ યુવાન અને જીવંત રહેવા જેવું લાગે છે તેની આજીવન ઉજવણી છે.
‘સ્પેક્ટ્રમ’ 2023ની થીમ “અટાવસ” છે, જે જૂની વાર્તાઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવા અને વિવિધ ઇવેન્ટ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા તેને જીવંત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ‘અટાવસ’ એ જૂની પરંપરાઓ અને સમયનું પ્રતિનિધિત્વ છે જે આપણે કરી શકીએ- તે પહેલાં અસ્તિત્વમાં છે. તે તમામ કલાની ઉજવણી છે, જે આપણી સમક્ષ આવી હતી, તેને નવા યુગમાં પુનર્જીવિત કરતી હતી.
સ્પેક્ટ્રમ-2023ની એક વિશેષતા એ NIFT ગાંધીનગરનું પોતાનું ગૌરવ, ફેશન શો છે. સંસ્થાનો દરેક વિભાગ તેના માટે યોગદાન આપશે, તેને એક ભવ્ય ઇવેન્ટ બનાવશે, જે ચૂકી ન જાય. પ્રતિભાગીઓ અને સહભાગીઓને NIFTના ઇન્ટ્રા કોલેજ બેન્ડ, વૃતાંત દ્વારા કેટલાક શ્રેષ્ઠ પ્રેપી અને પોપ સંગીત પણ આપવામાં આવશે, જે પોપ સમરને જીવંત કરશે.
ફેશન શો અને મ્યુઝિક પર્ફોર્મન્સ ઉપરાંત, સ્પેક્ટ્રમ-2023માં ડાર્ક રૂમ એક્ઝિબિશન પણ દર્શાવવામાં આવશે, જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીની પ્રશંસા કરવા માટે એક વોક-થ્રુ હશે. ફોટોગ્રાફીના શોખીનોમાં આ એક્ઝિબિશન ચોક્કસ હિટ થશે. મોડલ યુનાઇટેડ નેશન્સ, NGMUN (NIFT ગાંધીનગર મોડલ યુનાઇટેડ નેશન્સ)માં ફેશનનો એક વળાંક ઉમેરતાં તે પણ સ્પેક્ટ્રમ 2023નો એક ભાગ હશે.
આ તમામ ઈવેન્ટ્સ ઉપરાંત, સ્પેક્ટ્રમ 2023માં વિદ્યાર્થીઓ અને બ્રાન્ડ્સ દ્વારા ફેટ સ્ટોલ પણ હશે, જે વિદ્યાર્થીઓને તેમની ઉદ્યોગસાહસિક કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. NIFT અમારા હાઉસકીપિંગ અને સિક્યોરિટી સ્ટાફને પણ મહત્ત્વ આપે છે, જે તેમને અને તેમના પરિવારોને ફેસ્ટમાં ખાસ રીતે સામેલ કરે છે. અમારા નિયામક, ડો. પ્રો. સમીર સુદના સમર્થન અને માર્ગદર્શન સાથે, NIFT ગાંધીનગર સફળ સ્પેક્ટ્રમ 2023 માટે આતુર છે.