Home Blog Page 2956

હેરિટેજ પોલિસીથી ગુજરાતમાં રૂ. ૩૦૦ કરોડનું રોકાણ આવવાનો અંદાજ

રક્ષિત સ્મારકોની સૂચિમાં રાજકોટ જિલ્લાના ૧૧ સહિત સૌરાષ્ટ્રના કુલ ૧૯૭ સ્મારકો સામેલ ૧૦૦ વર્ષનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસો સાચવનારી ઇમારતો એટલે હેરિટેજ

*****

ભારત અને ગુજરાતનો ઇતિહાસ સાચવનારા અનોખા સ્મારકો અને તેના વારસાનું જતન કરવાનો દિવસ એટલે સમગ્ર વિશ્વમાં ૧૮ એપ્રિલે ઉજવાતો ‘‘વર્લ્ડ હેરિટેજ ડે’’, આ તમામ  ભવ્ય ધરોહરોની સાચવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે. જો કોઇ ઇમારતની ઉંમર ૧૦૦ વર્ષથી વધુ હોય તો તેને રક્ષિત સ્મારક ગણવામાં આવે છે. આવા સ્મારકો રાજ્યના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાના સાચા રક્ષકો અને વાહકો છે.

ગુજરાત રાજયની આવી ૧૦૦ વર્ષથી જૂની ઈમારતોની વિશેષ જાળવણી અને રક્ષણ કરવા ગુજરાત સરકારના રમત-ગમત, યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ સતત કાર્યરત છે. તેના જતન માટે આ વર્ષના અંદાજપત્રમાં રૂ. ૫૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

રાજયના પ્રવાસન વિભાગ દ્વારા ટુરિઝમ પોલિસી અન્વયે હેરિટેજની જાળવણી સાથે પ્રવાસનને વેગ આપવા માટે હોટેલ, રેસ્ટોરન્ટ, મ્યુઝીયમ વગેરે માટે વિશેષ આર્થિક સહાય આપવામાં આવે છે, જેનો આશય હેરિટેજ ઈમારતોનો પુનઃઉપયોગ કરી મૂલ્યોને જાળવી રાખવાનો છે.

જિલ્લા અને સૌરાષ્ટ્રની ઇમારતો

રાજકોટ જિલ્લામાં કુલ ૧૧ રક્ષિત સ્મારકો આવેલા છે, જયારે સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ ૧૯૭ રક્ષિત સ્મારકો છે. જેમાં શિરમોર આકર્ષણ સમાન ત્રિનેત્રેશ્વર(તરણેતર) મહાદેવ મંદિર, સુપેડીના મંદિરો, ખંભાલીડાની ગુફાઓ, મીનળ વાવ જેવા અનેક સ્મારકોનો સમાવેશ થાય છે. અંતારાષ્ટ્રીય પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ  માધવપુર મંદિર પણ હેરિટેજ શ્રેણીમાં ગણાય છે. તેમ ગુજરાત પૂરાતત્વ ખાતાના અધિકારી શ્રી સંગીતાબેન તેમજ શ્રી સિધ્ધાબેન શાહે જણાવ્યું હતું.

રાજકોટ શહેરના વિવિધ ઐતિહાસિક સ્મારકોમાં કબા ગાંધીનો ડેલો, ગાંધીજી ભણતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ, દરબાર ગઢ, જામ ટાવર, વગેરે ઇમારતો તેના ભવ્ય વારસા અને પ્રાચીન સમયને વર્તમાન સમય સાથે જોડતી કડી છે. રાજકોટમાં બેડી  નાકા ટાવર, રૈયા નાકા ટાવર, જામ ટાવર સહિતના રાજાશાહી વખતના ટાવરોનો સમાવેશ થાય છે. તેમજ રાજકોટમાં આવેલ દરબારગઢનો મ્યુઝીયમમાં કાયાપલટ થઈ રહ્યો છે.

વર્ષ ૨૦૨૨ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં ગુજરાતના બે સ્થળો ઉમેરાયા છે, જેમાં  ૪૦૦૦ વર્ષ જુના ઈતિહાસને અભિવ્યક્ત કરતું  વડનગર અને સૂર્યના પ્રથમ કિરણોનું સાક્ષી બનતું મોઢેરાનું સૂર્યમંદિર છે.

વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાના વિકાસ માટે તેમજ ગિરિમથકો એવા ડોન  ગિરનાર હિલ સ્ટેશન, વલસાડ કરાઈ માતા હિલ સ્ટેશનના વિકાસ કરવાનું આયોજન છે આ ઉપરાંત ઐતિહાસિક મહત્વ ધરાવતા રાજમહેલ અને મહાલયોને હેરિટેજનું સ્ટેટસ આપી એનું પુનઃ નિર્માણ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

 

ગુજરાતમાં આવેલા પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા એ ત્રણ વિશ્વ કક્ષાનાં હેરિટેજ પ્રવાસન સ્થળો છે. હવે અમદાવાદને પણ દેશના સૌપ્રથમ હેરિટેજ સિટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. હેરિટેજ પોલિસીથી અંદાજિત રૂ. ૩૦૦ કરોડનું રોકાણ આવવાની સંભાવના છે.

‘‘વર્લ્ડ હેરિટેજ ડે-૨૦૨૩’’ની થીમ

૧૮ એપ્રિલ “વર્લ્ડ હેરિટેજ ડે” ની ઉજવણી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન( યુનેસ્કો)  દ્વારા સૌથી પહેલાં ૧૯૮૩માં થઇ હતી. ત્યાર બાદ દર વર્ષે અનેક  વિષયોને અનુલક્ષીને આ દિવસ ઉજવાય છે. સમૃધ્ધ વારસાના સંવર્ધનની ૫૦મી વર્ષગાંઠ નિમિતે આ વર્ષે “૨૦૨૩ – વર્કિંગ ઓન ધ ફ્યુચર”ની થીમ રાખવામાં આવેલી છે.

‘‘વર્લ્ડ હેરિટેજ ડે’’ના દિવસે થીમ અનુસાર રાજયસરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા અનેક કાર્યક્રમો ગોઠવામાં આવે છે.  જેનો ઉદેશ્ય ભારતીય વારસાથી વધુને વધુ લોકોને માહિતગાર કરવાનો અને તેની સાચવણી સાથે જાગૃતિ કેળવવાનો છે. આ માટે હેરિટેજ ઇમારતોનું  પેન્ટિંગ પ્રદર્શન, આર્કિટેક્ટ શાખાના વિદ્યાર્થીઓ માટે સ્થાપત્યનું જતન કરવા  અંગેના કાર્યક્રમો યોજાય છે.

રાજકોટના વિવિધ રક્ષિત અને સાંસ્કૃતિક સ્મારકોના રખરખાવ માટે ૧૯૮૪થી કાર્યરત સંસ્થાનું નામ છે, ઇન્ટેક (INTACH) ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ, જે મુખ્યત્વે વારસામાં મળેલી ધરોહરોનું સંરક્ષણ, સંચાલન, તે અંગેનું શિક્ષણ અને જાગૃતિ, હિમાયત વગેરે પ્રવૃત્તિ કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ધરોહરનું સંવર્ધન કરી તેના સંશોધકીય દસ્તાવેજીકરણ સાથે ધરોહરની સાચવણી અંગે તાલીમ વગેરે છે.  આ સંસ્થાએ રાષ્ટ્રીય સ્તરે  કુતુબમિનાર, લાલ કિલ્લો અને તાજમહેલ માટે પણ સંરક્ષણની કામગીરી કરી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) અને રાજ્ય પુરાતત્વ વિભાગ (DAM) દ્વારા સંરક્ષિત સ્મારકોની કાળજી લેવામાં આવે છે, જ્યારે INTACH સંસ્થા અસુરક્ષિત વારસો (સ્મારકો, સ્થળો, કલા અને હસ્તકલા, સમુદાયો, કુદરતી વારસો, અમૂર્ત સાંસ્કૃતિક વારસો)ની સૂચિ, જાળવણી અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આજના દિવસે અવશ્ય એકવાર આસપાસ સ્થિત ઇમારતોને નિહાળી વારસામાં મળેલ અદભુત ભેટનો સંગ્રહ કરવા નિર્ણય કરી ગામડાથી લઇ શહેર સુધીના અનેક વિસ્તારોમાં આવેલ સાંસ્કૃતિ વિરાસતોને ઓળખી તેની જાળવણી  કરવા સૌ  કટિબધ્ધ થઇએ. સાચા અર્થમાં ઇમારતોનું જતન એટલે ભવિષ્યનું સંરક્ષણ..  વર્લ્ડ હેરિટેજ ડે એ ફક્ત એક દિવસની ઉજવણી નથી પરંતુ આપણી આસપાસના અનેક વારસાને જીવંત રાખવાની પ્રેરણા છે. તે દરેકને સતત આપણા વારસા અને આપણી ઇમારતોને ભવિષ્ય માટે કઈ રીતે જાળવી તેનું દિશાસૂચન કરે છે.

(ખાસ લેખ: દેવ મહેતા)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૮ એપ્રિલ, ૨૦૨૩

૧૮ એપ્રિલ, ૨૦૨૩

પંચાંગ 18/04/2023

રાશિ ભવિષ્ય 18/04/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતું નથી તેવી મનમાં ફરીયાદ રહે, વેપારના કામકાજમાં જોખમ ટાળવું, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપવી.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનું આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાંકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનું આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારાપરિણામની આશા જોવા મળે , યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામાં તક ઝડપવામાં થોડી તકલીફ પડી શકે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમાં રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યું હોય તેવું મનમાં ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે અને તેમાં પણ કામમાં વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમાં ક્યાંક અશાંતિ રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમાં ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદના થાય તેનું ધ્યાન રાખવું, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમાં ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમાં તેમને સારી ખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે , હિતશત્રુ, ખટપટી લોકોથી દુર રહેવું, વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમાં પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સંભાળવા મળે શકે છે, વેપારીવર્ગને  કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાયના જવાય તેનું ધ્યાન રાખવું,  વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, વડીલવર્ગે આજે કોઈને વણમાંગી સલાહ ન આપવી.


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે જેમાં તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે ,સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમાં લાભની તક છે.


આજનો દિવસ સામાન્ય છે તમે કામમાં વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમાં જલ્દીથી ઉકેલન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો,  યુવાવર્ગ માટે પોતાના વર્તનમાં શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણીના દુભાય, વેપારમાં પોતાના અનુભવ મુજબ નાનું અને ગણતરીપૂર્વકનું કામ સારું રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડા દ્વિધામાં રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવું જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમાં સમયનો વ્યય વધુ થાય  વેપારના કામકાજમાં ધીરજ રાખવી.

તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાશે, 20 એપ્રિલ સુધી ઉમેદવારો સંમતિ પત્ર ભરી શકશે

હસમુખ પટેલે જ્યારથી ગૌણ સેવા પસંદગી મંડળનો ચાર્જ સંભાળ્યો છે ત્યારથી છેલ્લા ઘણા સમયથી અટકેલી પરીક્ષાઓ એક પછી એક લેવાવવાની શરૂ થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા કોઈપણ પ્રકારની અડચણ વગર લેવાઈ ગયા બાદ હવે તલાટીની પરીક્ષાની જાહેરાત પણ સત્તાવાર રીતે કરી દેવામાં આવી છે.

મંડળના કાર્યકારી ચીફ હસમુખ પટેલ દ્વારા સત્તાવાર રીતે આ બાબતે ટ્વિટ કરી માહિતી આપતા કહ્યું હતું કે તલાટીની પરીક્ષા આગામી 7 મે ના રોજ યોજાશે. પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ આ બાબતે કન્ફર્મેશન અગાઉથી આપવું જરૂરી રહેશે. જે ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપશે તે જ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લઈ શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 20 એપ્રિલ સુધીમાં મંડળની સત્તાવાર વેબસાઇટ OJAS પર પરીક્ષા આપવા માંગતા ઉમેદવારો સંમતિ પત્ર ભરી શકશે. પરીક્ષાના દિવસે ઉમેદવારને પેપર 12.30 કલાકે જ અપાશે, જેમાં ઉમેદવારે અંગૂઠાનું નિશાન પણ લેવામાં આવશે અને સાથે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે તલાટીની પરીક્ષા અંગે પણ છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી ત્યારે હવે હસમુખ પટેલ દ્વારા જ્યારથી બોર્ડનો કાર્યભાળ સાંભળ્યો છે ત્યારથી છેલ્લા ઘણા સમયથી અટકેલી પરિક્ષાઓનો ઝડપથી નિકાલ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ગાંધીનગર : ડમીકાંડ મામલે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ છેલ્લા એક સપ્તાહથી તપાસ કરી રહી છે ત્યારે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આ મામલે તેઓ પોતે નજીકથી સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે ત્યારે આજે સવારથી જ ગૃહવિભાગમાં હાઈલેવલ બેઠનું આયોજન કરવામાં આવ્યું છે.

ડમીકાંડ મામલે પોલીસને એક પછી એક મોટી સફળતા મળી રહી છે ત્યારે બીજી તરફ સમગ્ર મામલે અનેક ચોંકાવનારા ખૂલસાઓ પણ થયા છે ત્યારે આજે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં ગુજરાત ATS ના ચીફ દિપેન ભદ્રન, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હજાર હોવાનું માલૂમ પડ્યું છે.  ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતથી જ જે રીતે પેપરલીક, નકલી PSI અને હવે ડમીકાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે ગૃહવિભાગ પણ હવે એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા મળી રહી છે.

રોકાણકારો ‘ડબ્બા ટ્રેડિંગ’ ઓફર કરતી હસ્તીઓથી દૂર રહે

મુંબઈ તા. 17 એપ્રિલ, 2023: શેરબજારમાં રોકાણ કરનારાઓને ચેતવવામાં આવે છે કે તેઓ ‘ડબ્બા ટ્રેડિંગ’ પ્રવૃત્તિમાં ન જોડાય કારણ કે તે ગેરકાયદે છે, એમ નેશનલ સ્ટોક એક્સચેન્જે અખબારી યાદીમાં જણાવ્યું છે. એક્સચેન્જના ધ્યાન પર આવ્યું છે કે “નરેન્દ્ર વી. સુમારિયા” અને “નિતીન શાંતિલાલ નાગડા” ડબ્બા ટ્રેડિંગ ઓફર કરી રહ્યા છે. આ બે વ્યક્તિ એક્સચેન્જના ટ્રેડિંગ મેમ્બર સાથે ઓથોરાઈઝ્ડ પર્સન (એપી) તરીકે જોડાયેલા હતા. તેમની ગેરકાયદે પ્રવૃત્તિને પરિણામે તેમના ઓથોરાઈઝ્ડ પર્સન તરીકેના દરજ્જાને ટ્રેડિંગ મેમ્બર દ્વારા રદ કરવામાં આવ્યા છે.

સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ, 1956ની કલમ 23(1)માં જણાવ્યા પ્રમાણે કોઈપણ વ્યક્તિ કે વેપાર સંસ્થા સિક્યુરિટીઝ રેગ્યુલેશન એક્ટની કલમો 13,16,17 અથવા 19નો ભંગ કરવા બદલ કસૂરવાર ઠરશે તો તેને રૂ.25 કરોડ સુધીનો દંડ અથવા દસ વર્ષ સુધીની કેદ કે બંને થઈ શકે છે. ડબ્બા ટ્રેડિંગ સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ્સ (રેગ્યુલેશન) એક્ટ ઉપરાંત ભારતીય દંડ સંહિતા, 1870ની 406, 420 અને 120-બી મુજબ પણ ગેરકાનુની પ્રવૃતિ છે.

એનએસઈ કહે છે, રોકાણકારો આવાં પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરવાથી દૂર રહે, કારણ કે તે એક્સચેન્જ દ્વારા અધિકૃત કે માન્ય નથી. જો રોકાણકારો આવાં ગેરકાયદે પ્લેટફોર્મ પર ટ્રેડિંગ કરશે તો તેમને એક્સચેન્જના રક્ષણના લાભ મળી શકશે નહિ અને વિવાદના કિસ્સામાં તેઓ એક્સચેન્જની ફરિયાદ નિવારણ યંત્રણાનો લાભ પણ મેળવી શકશે નહિ.

આઇસી15 ઇન્ડેક્સ 330 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. માર્કેટના બેન્ચમાર્ક – આઇસી15ના તમામ ઘટકોમાંથી યુનિસ્વોપ, કાર્ડાનો, બિટકોઇન અને એક્સઆરપીમાં 1થી 4 ટકાનો ઘટાડો થયો હતો. અવાલાંશ, સોલાના, ડોઝકોઇન અને બીએનબીમાં 2થી 7 ટકાનો વધારો થયો હતો.

દરમિયાન, અમેરિકાની ફાઇનાન્સ સર્વિસીસ કમિટીએ સ્ટેબલકોઇનના નિયમન માટે સ્ટેબલકોઇન ખરડાનો મુસદ્દો બહાર પાડ્યો છે. આ ખરડાનો ઉદ્દેશ્ય ડિજિટલ ડોલરનો વિકસા કરવાનો અને ફેડરલ રિઝર્વને સ્ટેબલકોઇનનું નિયમનકાર બનાવવાનો પણ છે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમ મેટાવર્સ અને વેબ3ની દિશામાં આગળ વધી રહ્યું છે. તેણે આ કામ માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેક્નોલોજીની રચના કરી છે.

હોંગકોંગના એક સરકારી અધિકારીએ ક્રીપ્ટોના નિયમન માટે અને વેબ3 સ્ટાર્ટઅપનું કેન્દ્ર બનવા માટેના શહેરના આયોજનની રૂપરેખા જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ હોંગકોંગનું સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન ઓફ હોંગકોંગ ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સનું પણ નિયમન કરવા માગે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.82 ટકા (330 પોઇન્ટ) ઘટીને 40,012 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,342 ખૂલીને 40,581ની ઉપલી અને 39,920 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં રેત શિલ્પ મહા મહોત્સવનું આયોજન

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના વરદહસ્તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.

તા. ૩૦ એપ્રિલ સુધી ચાલનારા આ મહોત્સવમાં બીચ સ્પોર્ટ્સ, હસ્તકલા, લાઈટ એન્ડ સાઉન્ડ શો જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતી શિલ્પ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

રેતી શિલ્પ મહા મહોત્સવના આયોજન અંગેની જાણકારી આપતા ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીના સચિવ ટી.આર દેસાઈએ જણાવ્યું હતું કે, લલિતકલા અકાદમી દ્વારા ગુજરાતના કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. રેતી શિલ્પ જે પૈકીની એક પ્રવૃત્તિ છે. સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં આ પ્રવૃત્તિ કરવામાં આવે છે. પોરબંદરના માધવપુરના મેળામાં, દ્વારકા અને સોમનાથમાં અગાઉ આ મહોત્સવની ઉજવણી કરી છે.

દરિયાઈ વિસ્તારના ૩૪ જેટલા કલાકારોએ આ મહોત્સવમાં ભાગ લઈ ઉત્તમ કૃતિઓનું સર્જન કર્યું છે. જે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમનું લોગો શિલ્પ, ભગવાન ગણેશ, જી-૨૦, નટરાજ એવા અલગ અલગ ૧૫ જેટલા શિલ્પો વિવિધ કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. શિલ્પ બનાવવામાં ૩ થી ૪ દિવસ જેટલો સમયગાળો લાગ્યો હતો. આ ઉત્સવ શરૂ થયાના બે દિવસ અગાઉ આ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આવા શિલ્પ મહોત્સવના કાર્યક્રમો દરિયાઈ વિસ્તારોમાં થતા રહેવા જોઈએ, જેથી દરિયાઈ વિસ્તારના રેતી શિલ્પ કલાકારોને વિશેષ પ્રોત્સાહન મળે છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુરના રહેવાસી અને જામનગર આર્મીમાં ફરજ બજાવતા અભિજીત મગદુમ જણાવે છે કે, હું આજે સોમનાથ મહાદેવના દર્શને આવ્યો છું. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે રેતી શિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સરસ કાર્ય છે. આ મહોત્સવની અંદર ભગવાન શિવ, ગણપતિના લોગોવાળા અલગ અલગ શિલ્પો તૈયાર કરવામાં આવ્યા છે. જે ખૂબ જ રસપ્રદ છે.