ગાંધીનગર : ડમીકાંડ મામલે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક

ભાવનગરમાં ડમીકાંડ મામલે પોલીસ છેલ્લા એક સપ્તાહથી તપાસ કરી રહી છે ત્યારે ગઈકાલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આ મામલે તેઓ પોતે નજીકથી સમગ્ર મામલે નજર રાખી રહ્યા છે ત્યારે આજે સવારથી જ ગૃહવિભાગમાં હાઈલેવલ બેઠનું આયોજન કરવામાં આવ્યું છે.

ડમીકાંડ મામલે પોલીસને એક પછી એક મોટી સફળતા મળી રહી છે ત્યારે બીજી તરફ સમગ્ર મામલે અનેક ચોંકાવનારા ખૂલસાઓ પણ થયા છે ત્યારે આજે ગૃહવિભાગની ઉચ્ચસ્તરીય બેઠક બોલાવવામાં આવી છે જેમાં રાજ્યના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. આ બેઠકમાં ગુજરાત ATS ના ચીફ દિપેન ભદ્રન, ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર સહિત ઉચ્ચ અધિકારીઓ હજાર હોવાનું માલૂમ પડ્યું છે.  ઉલ્લેખનીય છે કે વર્ષની શરૂઆતથી જ જે રીતે પેપરલીક, નકલી PSI અને હવે ડમીકાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે ગૃહવિભાગ પણ હવે એક્શન મોડમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે તેવી માહિતી હાલ સૂત્રો દ્વારા મળી રહી છે.