Home Blog Page 2906

રાજૌરીમાં સુરક્ષા દળોની અથડામણમાં પાંચ જવાન શહીદ

નવી દિલ્હીઃ વિદેશપ્રધાન ડો. એસ. જયશંકરે પણજીમાં વિદેશપ્રધાનોની SCO પરિષદની બેઠકને સંબોધિત કરી હતી. SCOમાં તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે SCO સભ્ય દેશોને સ્પષ્ટ કહ્યું હતું કે ભારત સીમા પારથી આતંકવાદને સહન નહીં કરે. આપણે બધાએ આતંકવાદ સામે લડવું પડશે. આતંકવાદ સામે લડવું એ અમારી પહેલી પ્રાથમિકતા છે. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓની વચ્ચે ચાલી રહેલી અથડામણમાં શહીદ થયેલા જવાનોની સંખ્યા પાંચ થઈ ગઈ છે.

જોકે રાજૌરીમાં સેના અને આતંકવાદીઓની વચ્ચે થયેલી આ અથડામણમાં કેટલાય આતંકવાદી પણ માર્યા ગયા હતા. આ ઘટના પછી આ વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ છે. પાછલા ત્રણ દિવસોમાં કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ પ્રકારની આ ત્રીજી ઘટના છે.

રાજૌરી જિલ્લામાં થયેલી અથડામણ કંડી ટોલેના કેસરી વિસ્તારમાં થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ ફસાયા હોવાની આશંકા છે. પોલીસ, આર્મી અને CRPFની એક સંયુક્ત ટીમ આ કાર્યવાહી કરી રહી છે. અધિકારીઓને આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી. આ માહિતી પછી સંયુક્ત ટીમે ઘેરાવ કર્યો હતો અને તપાશ ઝુંબેશ શરૂ કરી હતી. સુરક્ષા દળોની સંયુક્ત ટીમે ઘટનાસ્થળ તરફ આગળ વધી, ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, જેની સામે ટીમે પણ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. પોલીસે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને સ્થાનિક આતંકવાદી હતા, જે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કરથી સંબંધિત હતા.

 

 

 

 

 

મિસ્ટર જૅક અને મિસ્ટર જૉનની એ રૂપેરી સૃષ્ટિ

ભારતવર્ષની પવિત્ર નદી ગંગા-યમુના-સરસ્વતીનાં વહેતાં વારિવાળા પવિત્ર શહેર પ્રયાગરાજમાં ખતરનાક ગેંગસ્ટર અતિક અહમદ, એના ભાઈ અશરફને અમુક યુવાનોએ શૂટ કર્યા તે પછી ‘ચિત્રલેખા’ સામયિકની જલસાઘર કોલમમાં રઘુ જેટલીએ હિંદી સિનેમાના સુટેડબૂટેડ ગૅન્ગસ્ટર વિશે લખ્યું. લેખનો સાર હતોઃ 1970-1980ના દાયકાના સિનેમાના સ્મગલરથી લઈને 1990ના દાયકા બાદ આવેલા યુપી-બિહાર-મુંબઈના ગેંગસ્ટર, ગેંગવૉરની રિયલ સ્ટોરી જેવું ધરખમ પરિવર્તન.

તો વસ્તુ એવી કે એક સમયે હિંદી સિનેમામાં ગુંડાટોળીના સરદાર હતાઃ તેજા-ડાગા-વર્ધાન-શાકાલ, જેઓ પચાસ લાખ કે હીરે અથવા એક કરોડનાં સોનાનાં બિસ્કૂટનું સ્મગલિંગ કરતા, મુંબઈમાં ‘વરસોવા કે બીચ પર રાત કો બારહ બજે’ માલ ઊતરતો.

આમાં પાછળથી મિસ્ટર જે.કે. અને મિસ્ટર જૅક અને મિસ્ટર જૉન જેવા ફોરેનના બૉસ ઉમેરાયા. આ ફોરેનના બિઝનેસમૅનની ઓળખ? રૂપેરી વિગ, રૂપેરી દાઢી, આંખે મોતિયો ઊતરાવ્યા બાદ પહેરાય તેવા કાળા ગોગલ્સ અને અને અને… વ્હાઈટ સુટ્સ, વ્હાઈટ પૅન્ટ્સ અને વ્હાઈટ શૂઝ. કોઈ વળી સફેદ ગ્લવ્ઝ પહેરેલા હાથે, જાડી હવાના સિગારનો કશ લેતાઃ “મૈં ઈન્ડિયા કો ટબાહ ખર ડૂંગા…”

 

ખતરનાક ઈરાદા ધરાવતા આ ઈમ્પૉર્ટેડ બિઝનેસમૅન, મોસ્ટઓફ ધ ટાઈમ, ટૉમ અલ્ટર, બૉબ ક્રિસ્ટો કે મારા ઑલટાઈમ ફેવરીટ અજિત રહેતા. એ લોકોના બિઝનેસ ઈન્ટરેસ્ટ હતાઃ આધુનિક મશીનગન જેવાં હથિયારની સપ્લાય અથવા હિંદુ દેવી-દેવતાની ‘ચારસો સાલ પુરાની મૂર્તિ’ની ખરીદી. ફિલ્મની ક્લાઈમેક્સ મલ્ટિનેશનલ કંપનીની ઈન્ડિયાની ઑફિસમાં (અડ્ડામાં) આકાર લે. પ્લાયવૂડનાં ફર્નિચરની તોડફોડ થાય, પૂંઠાનાં ચોરસ બૉક્સ કે લાલ-લીલા રંગનાં પીપડાં અને અડ્ડાનો સ્ટાફ (એક્સ્ટ્રા ગુંડા) ફંગોળાતાં જાય, હારેલી બાજી જીતવાના મરણિયા પ્રયાસ રૂપે બિઝનેસમેન (અડ્ડાનું એડ્રેસ શોધી રહેલા) હીરોનાં મા-બાપ કે પ્રેમિકાને દોરડાંથી બાંધી વિજય મેળવવો પ્રયાસ કરે, પણ એમાંય નિષ્ફળ જતાં એ ચાર્ટર્ડ હેલિકોપ્ટરમાં ઈન્ડિયાથી ભાગી જવાની વેતરણ કરે. ચાંદીના વાળવાળો પાઈલટ હજુ તો હેલિકોપ્ટર ઉડાડે ત્યાં જ હીરો હનુમાનકૂદકો મારી એને પકડી પાડે. અહાહાહા… ક્યાબ્બાત!

 

કટ ટુ 2023. અમેરિકાથી એક બિઝનેસમૅન આવે છેઃ મિસ્ટર ટિમ કૂક. ઍપલ કંપનીના સીઈઓ. એ કંપની, જેના ફોન, ઘડિયાળ, આઈપૅડ કે મેકબુક હોવાં સ્ટેટસ સિમ્બૉલ ગણાય છે. હું ટીવી પર ટિમ કૂકની ભારતમુલાકાતનું કવરેજ જોતો હતો ત્યાં જ… આ શું? વ્હાઈટ સુટ-વ્હાઈટ પૅન્ટ-વહાઈટ શૂઝ ક્યાં? અબજો રૂપિયાનું કામકાજ કરતી અમેરિકન કંપનીના અમેરિકન સીઈઓ તો ટીશર્ટ-જીન્સમાં હતા. અને હળવા ભૂરા રંગના સાદા શર્ટ પર ‘વક્રતુંડ મહાકાય’ લખેલો પીળો ખેસ નાખી રિદ્ધિસિદ્ધિના દેવતાનાં દર્શન કરવા ગયા. અને સિઝલર્સ કે સુશીને બદલે એ તો અભિનેત્રી માધુરી દીક્ષિત સાથે બેસીને વડાં-પાંઉ ખાધા. વ્હાઈટ સુટવાળા સિનેમાના ફૉરેન બિઝનેસમેન આંખો પર દૂરબીન લગાડી રેસકોર્સ પર અશ્વદૌડ જોતા, જ્યારે આ ટિમ કૂક તો અભિનેત્રી સોનમ કપૂર (ઓળખાણ પડી?) સાથે આઈપીએલની ક્રિકેટ મૅચ જોવા ગયા.

હકીકતમાં મિસ્ટર કૂક “હિંડુસ્ટાન કી ટબાહી” માટે નહીં, પણ સૌથી વધુ વસતી ધરાવતું ભારત, તેજતર્રાર ગતિએ આગળ વધી રહેલા ભારતીય અર્થતંત્ર અને આપણા લોકોની મોંઘી ચીજવસ્તુ ખરીદવાની શક્તિ (બાયિંગ પાવર) જોઈ ઍપલનો માલ વેચતી દુકાન મુંબઈ, દિલ્હીમાં શરૂ કરવા આવેલા. કરોડપતિ કાકા ટિમ બચાડા એ વાતે દુઃખી છે કે આટલા મોટા કન્ટ્રી ઈન્ડિયાની સ્માર્ટફોન માર્કેટમાં ઍપલનો હિસ્સો માત્ર 4 ટકા? સાથે આઈફોન બનાવવાનો જંગી કારખાનું શરૂ કરાવી દીધું.

મને એ વાતની પણ નવાઈ લાગી કે અમુક લોકો જાણે ભારત આવીને એમણે આપણી પર મોટો ઉપકાર કર્યો હોય એમ “ઓ ટીમભાઈ ઓ ટીમભાઈ” કરીને એમની પર ઓવારી ઓવારી ગયા. ભલાદમી, એમને એમનો માલ વેચવો છે એટલે આવેલા. એમાં શું આટલા હરખપદૂડા થવાનું?

ઠીક છે, પણ ઈ જે ક્યો ઈઃ બિઝનેસમેન તો આપણા હિંદી સિનેમાના જ. એમની તોલે કોઈ નો આવે. શું કહો છો?

વારાણસીની જેમ કાયાપલટ કરવા મથુરા તૈયાર

મથુરાઃ દ્વાપર યુગમાં મથુરાની ભવ્યતા અને દિવ્યતાને જોવામાં આવી હતી, હાલમાં મથુરાના કાયાપલટ માટે રૂ. 32,000 કરોડના પ્રોજેક્ટ કાર્યરત છે, જેમ વારાણસીનો કાયાપલટ કરવામાં આવ્યો, એ જ રીતે મથુરાનો પણ હવે કાયાપલટ થઈ રહ્યો છે.

વારણસીના કાશી વિશ્વનાથ ધામની જેમ પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરનો પણ જીર્ણોદ્ધાર કરવામાં આવી રહ્યો છે. વ્રજ વિસ્તારમાં રૂ. 32,000 કરોડના પ્રોજ્કટોની સાથે દ્વાપર યુગ (પૌરાણિક કાળમાં ભગવાન શ્રીકૃષ્ણ વ્રજમાં રહેતા હતા)ના વૈભવને લાવવાના ભગીરથ0 કાર્ય કરવામાં આવી રહ્યું છે.ફેબ્રુઆરીમાં વૈશ્વિક રોકાણકાર સમિટમાં ઉત્તર પ્રદેશમાં રૂ. 35 લાખ કરોડના મૂડીરોકાણના પ્રસ્તાવ પ્રાપ્ત થયા હતા અને એ મૂડીરોકાણથી એટલા વ્રજ વિસ્તારમાં રૂ. 50,000 લોકોને રોજગારી મળશે.

બરસાના, ગોકુલ અને ગોવર્ધનનો વૈભવને પરત લાવવો સરકારની જવાબદારી છે. સ્વતંત્રતા પછી વિવિધ સરકારોના કાર્યકાળમાં ભ્રષ્ટ અને દરિદ્ર વ્યવસ્થીએ મથુરાના વિકાસને રૂંધ્યો હતો. 2017માં મથુરા વૃંદાવન મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના પછી બ્રજ તીર્થ વિકાસ પરિષદે મથુરાના વિકાસ માટે એક્શન પ્લાન કાર્યરત કર્યો છે.

 

 

 

 

મોબાઈલ ફોન પર 30 મિનિટથી વધારે વાત કરવાથી હાઈપરટેન્શન થાય

ગ્વાંગ્ઝૂઃ સંશોધકોને માલૂમ પડ્યું છે કે મોબાઈલ ફોન પર 30 મિનિટ સુધી કે એનાથી વધારે સમય સુધી વાતો કરવાથી હાઈ બ્લડ પ્રેશર કે હાઈપરટેન્શનના જોખમમાં 12 ટકાનો વધારો થાય છે.

દુનિયામાં 10 વર્ષ અને તેનાથી વધુની વયનાં લગભગ એક-તૃતિયાંશ ભાગનાં લોકો પોતાનો અંગત મોબાઈલ ફોન ધરાવે છે. મોબાઈલ ફોન રેડિયોફ્રીક્વેન્સી ઊર્જાનું નિમ્ન સ્તરે ઉત્સર્જન કરે છે. ટૂંકા સમયગાળા સુધી પણ આની નિકટ રહેવાથી બ્લડ પ્રેશર વધી જાય છે એવું સંશોધનમાં માલૂમ પડ્યું છે. હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક માટે હાઈપરટેન્શન મોટું જોખમી પરિબળ ગણાય છે. ચીનના ગ્વાંગ્ઝૂ ખાતેની સધર્ન મેડિકલ યુનિવર્સિટીના સંશોધક શિયાનહોઈ કિને આ અભ્યાસ હાથ ધર્યો હતો.

ભારતીય બજાર આકર્ષક અને પ્રોત્સાહક છેઃ એપલના CEO

નવી દિલ્હીઃ એપલના CEO ટિમ કુકે કહ્યું હતું કે ભારત અવિશ્વસનીય રૂપથી રોમાંચક બજાર છે અને કંપની ભારતીય માર્કેટ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આઇફોન બનાવતી કંપનીના વડાએ એ પણ જણાવ્યું હતું કે ભારતમાં તના બિઝનેસે એક નવો ત્રિમાસિક રેકોર્ડ બનાવ્યો છે અને વાર્ષિક આધારે દ્વિઅંકી ગ્રોથ નોંધાયો છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર એક ટિપિંગ પોઇન્ટ પર છે, કેમ કે ભારતમાં બહોળો મધ્યમ વર્ગ છે, જે આઇફોનના ઉત્પાદક માટે દેશના મહત્ત્વને ઉજાગર કરે છે. કંપનીએ ભારતમાં રિટેલ વિસ્તરણની યોજનાનો પ્રારંભ કર્યો છે અને કુકે દિલ્હી અને મુંબઈમાં કંપનીના રિટેલ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું.

તેમણે ત્રિમાસિક પરિણામોની ઘોષણમાં કહ્યું હતું કે બંને સ્ટોર એક શાનદાર શરૂઆત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં વેપારને જોતાં અમે એક ત્રિમાસિક રેકોર્ડ બનાવ્યો છે અને દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવી છે. તેમણે ભારતીય બજારની તેજીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એની જીવતંતા અવિશ્વસનીય છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર પર અમારું ધ્યાન કેન્દ્રિત છે અને આવનારા સમયમાં વધુ ગ્રાહકોની સેવા કરવા માટે અમે વિસ્તરણ કરીશું.

કંપનીના ભારતમાં કેટલાય ચેનલ ભાગીદાર છે અને તેઓ વેપારમાં પ્રગતિથી ઘણા ખુશ છે. તેમણે કહ્યું હતું કે હું અહીં બ્રાન્ડ માટે જે ઉત્સાહ જોઈ રહ્યો છું, કંપનીનું FY22માં વેચાણ ચાર અબજ ડોલરથી વધીને FY23માં આશરે છ અબજ ડોલર જેટલું થયું હતું. કુકે હાલમાં ભારત યાત્રામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.

 

 

 

વાસ્તુ: ઘરમાં વૃક્ષને વાસ્તુના નિયમ મુજબ વાવવાથી થશે ફાયદો

જીવન જીવવા માટે હોય છે. પણ કેટલાક લોકો જીવનને રેસ સમજી અને ભાગ્ય કરે છે. નવું મેનેજમેન્ટ પ્લાનિંગ શીખવાડે છે. જે માણસને ખબર નથી કે પોતે એક ક્ષણ પછી શું કરેશે કે ક્યાં હશે એ પાંચ, દશ, પચાસ અને સો વરસ સુધીનું પ્લાનિંગ કરે છે. પોતાના આગામી વરસોને સુધારવા એ અત્યારની ક્ષણ ખોઈ દે છે. માનસિક તણાવ, રોગ, દેવું, બગડતા સંબંધો એ બધુજ સહન કર્યા કરે છે કારણકે એક આશા હોય છે કે સારા દિવસો આવશે અને સુખી થવાશે. અને અચાનક એક દિવસ યા તો એ પોતે દુનિયા છોડી દે છે યા તો જેના માટે એણે સપના જોયા છે એ વ્યક્તિ નથી રહેતી. બધુજ પ્લાનિંગ એની સાથે પૂરું થઇ જાય છે. સંતોષ એ સુખની ચાવી છે. અને સંતોષ મળે છે સકારાત્મક ઉર્જા થકી. જે આપે છે વાસ્તુ ની ઉર્જા.

મિત્રો આ વિભાગ આપના માટે જ છે. આપણે પણ કોઈ સમસ્યા હોય તો આપ નીચે જણાવેલ ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક જગ્યાએ શિક્ષક છું. મારા લગ્ન થઇ ગયા છે. મારી સમસ્યા છે કે મને મારા કોઈક વિદ્યાર્થી સાથે પ્રેમ થઇ જાય છે. ધર્મ, જાતી, સ્ત્રી, પુરુષ કોઈ પણ હોય પણ હું એના તરફ ખેંચાઈ જાઉં છું. કોઈકને એ ગમે છે, કોઈકને નહિ. મારા એક વિદ્યાર્થી માટે મને ખેંચાણ થયું. એ ભોળો હતો. મને સન્માન આપતો હતો. એ સહજ રીતે મારી સાથે વાત કરતો. મને મદદ કરતો. એક દિવસ મેં એને અન્ય કોઈની પાછળ બેસીને જતા જોયો. મને ન ગમ્યું. મેં એના વિષે ખરાબ વાતો ઉડાડી. એને ખબર પડી એટલે એણે સંસ્થા છોડી દીધી. પ્રિન્સીપાલ મારા પક્ષે છે. પણ મને આ વાતનું ખરાબ લાગ્યું છે. તો એનો ઉપાય બતાવશો. એ વ્યક્તિ પાછી આવી શકે?

જવાબ: પ્રેમ માટેના કોઈ નિયમો નથી હોતા. એ કોઈને પણ ક્યારેય પણ થઇ શકે. પણ પ્રેમ એ સાત્વિક લાગણી છે એ સમજવું જરૂરી છે. જયારે માત્ર શરીરની ચાહ રહે ત્યારે પ્રેમ ન કહેવાય. તમે પ્રેમ કરો પણ અપેક્ષા ન રાખો. તમારી એક ખોટી લાગણીએ કોઈનું જીવન નકારાત્મક બનાવી દીધું. આજની કરુણતા એ છે કે સંસ્થા અને સ્ટાફને બચાવવા ક્યારેક આચાર્ય પણ ખોટા નિર્ણય લે છે. તમને પસ્તાવો થયો એ સારી વાત છે.દરરોજ સવારે વહેલા ઉઠીને સૂર્યને જળ ચડાવો, બુધવારે સમળા ના વૃક્ષને જળ ચડાવો.  ચોક્કસ સારા વિચારો આવશે.

સવાલ: આપના લેખમાં જીવનની એક ઊંડી સમજણ હોય છે. તમે મારા ગુરુ છો. તમે વનસ્પતિ પર વરસોથી સંશોધન કરો છો. વળી તમારી વાતો માં વિજ્ઞાન છે. તમે અંધશ્રદ્ધા ને મહત્વ નથી આપતા. સાચે જ કોઈક જન્મમાં તમે યોગી કે મુની હશો. ભારતમાં શાસ્ત્રોને જે નજરે જોવાતા હતા એ નજર તમારી પાસે છે. એક સવાલ છે, વડનું વૃક્ષ આંગણામાં વવાય?

જવાબ: વૃક્ષોમાં પણ ઉર્જા હોય છે. એ પણ આપણા જીવનને અસર કરે છે. ભારતીય વાસ્તુમાં દરેક વૃક્ષ માટે જગ્યા નિશ્ચિત કરી છે અને એના માટેના નિયમો પણ છે. જો કમ્પાઉન્ડમાં ઘર પછી વીસેક ફૂટની જગ્યા મળતી હોય તો નિયમોને આધીન રહી અને ચોક્કસ વવાય.

સુચન: કોઈ પણ વૃક્ષને કોઈ પણ જગ્યાએ ન જ વવાય.

(આપના સવાલો મોકલી આપો Email : vastunirmaan@gmail.com)

ગિફ્ટ આઈએફએસસી એક્સચેન્જીસ ખાતે આરઈસીનાં $75-કરોડનાં ગ્રીન બોન્ડ્સનું લિસ્ટિંગ

મુંબઈ: આરઈસી (રૂરલ ઈલેકટ્રિફીકેશન કોર્પોરેશન) લિમિટેડે તાજેતરમાં 7 અબજ યુએસ ડોલરના ગ્લોબલ મીડિયમ ટર્મ પ્રોગ્રામ હેઠળ એકત્ર કરેલા 75 કરોડ ડોલરનાં ગ્રીન બોન્ડ્સનું લિસ્ટિંગ મેળવ્યું છે. આ નિમિત્તે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)ના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસની મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિમાં એક સમારંભ યોજાયો હતો, જેમાં આરઈસીના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર દેવાંગણ, ફાઈનાન્સ ડિરેક્ટર અજોય ચૌધરી અને ઈન્ડિયા આઈએનએક્સ અને એનએસઈ આઈએફએસસીના  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આરઈસી લિમિટેડના 75 કરોડ યુએસ ડોલરનાં ગ્રીન બોન્ડ્સના ગિફ્ટ આઈએફએસસી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ પ્રસંગે (ડાબેથી જમણે) અજોય ચૌધરી, આરઈસી લિમિટેડના ડિરેક્ટર (ફાઈનાન્સ), વી. બાલાસુબ્રમણિયમ, એમડી અને સીઈઓ, એમએસઈ ઈન્ટનેશનલ એક્સચેન્જ, વિવેક કુમાર દેવાંગણ, સીએમડી, આરઈસી લિમિટેડ, ઈંજેતી શ્રીનિવાસ, ચેરમેન, આઈએફએસસીએ, અરુણકુમાર ગણેશન, ચીફ બિઝનેસ ઓપરેશન્સ અને લિસ્ટિંગ, ઈન્ડિયા આઈએનએક્સ, પ્રવીણ ત્રિવેદી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઈએફએસસીએ.

આરઈસી લિમિટેડના એમડી વિવેક કુમારે કહ્યું હતું કે, કે વિશ્વના રોકાણકારોમાં ગ્રીન બોન્ડ્સ સ્વીકાર્ય બની રહ્યાં છે, એ જોઈને અમે આઈએફએસસી સ્ટોક એક્સચેન્જીસ પર આરઈસીના એક્સક્લુઝિવ લિસ્ટિંગનો નિર્ણય કર્યો. આ ગ્રીન બોન્ડ ઈશ્યુ આરઈસીના આંતરરાષ્ટ્રીય મૂડીબજારમાંના દરજ્જાને મજબૂત બનાવે છે. આરઈસી દેશના પર્યાવરણીય સંબંધિત લક્ષ્યોને પૂરા કરવાની દિશામાં આગળ વધવા સજ્જ છે.

આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે મહારત્ન કંપની આરઈસી લિમિટેડે એનાં ગ્રીન બોન્ડ્સ આઈએફએસસી એક્સચેન્જીસમાં લિસ્ટ કર્યાં એનો અમને આનંદ છે. આ લિસ્ટિંગ સાથે ઈએસજી ગણાતાં બોન્ડ્સનો આંકડો 10 અબજ યુએસ ડોલરને આંબી ગયો છે. ગિફ્ટ આઈએફએસસી દેશના સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સ માટેની વિદેશી મૂડી એકત્ર કરવાનો પ્રવેશમાર્ગ બની રહ્યો છે.

આરઈસીના ઈશ્યુને 161 રોકાણકારોનો પ્રતિસાદ સાંપડ્યો હતો અને ઈશ્યુ સાડા ત્રણ ગણો છલકાઈ ગયો હતો.

ઈન્ટરનેશનલ એક્સચેન્જના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે એનએસઈ ઈન્ટરનેશનલ અને ઈન્ડિયા આઈએનએક્સમાં મળીને 7 અબજ યુએસ ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ કુલ 4.75 અબજ ડોલરનાં બોન્ડ્સનું લિસ્ટિંગ થયું છે. મને વિશ્વાસ છે કે દેશના અન્ય ઈશ્યુઅર્સ પણ આઈએફએસસી એક્સચેન્જીસ પર લિસ્ટિંગ માટે આગળ આવશે. અમે આઈએફએસસી એક્સચેન્જીસને સસ્ટેનેબલ ફાઈનાન્સિયલ ગ્લોબલ હબ બનાવવા માગીએ છીએ.

ઈન્ડિયા આઈએનએક્સના ચીફ બિઝનેસ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ અરુણકુમાર ગણેશને કહ્યું કે અમે આરઈસીના 75 કરોડ યુએસ ડોલર બોન્ડ્સના ઈશ્યુના લિસ્ટિંગને આવકારીએ છીએ અને તેમણે દેશના આઈએફએસસીમાં મૂકેલા વિશ્વાસનો અમને આનંદ છે. એક્સક્લુઝિવલી લિસ્ટેડ હોવાને પગલે તેમને વિથહોલ્ડિંગ ટેક્સમાં ચાર ટકાનો લાભ થશે. આ દર્શાવે છે કે ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ આઈએફએસસી વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ એક્તર કરવા માટેનું ભરોસાપાત્ર સ્પર્ધાત્મક સ્થાન છે.

સર્બિયાના ગામમાં અંધાધૂંધ ફાયરિંગમાં આઠનાં મોત, 13 ઘાયલ

બેલગ્રેડઃ સર્બિયાની રાજધાની બેલગ્રેડથી આશરે 60 કિલોમીટર (37 માઇલ) દક્ષિણમાં એક સર્બિયાઈ શહેરની પાસે થયેલા ગોળીબારમાં ગુરુવારે રાત્રે આઠ લોકોનાં મોત થયાં છે અને અન્ય 13 લોકો ઘાયલ થયા હતા. RTS ટેલિવિઝનના ન્યૂઝ મુજબ એ ગોળીબાર મ્લાડેનોવાકની પાસે એ સમયે થયો, જ્યારે હુમલોખોર ચાલતી ગાડીમાંથી ગોળીઓ ચલાવી હતી અને ફરાર થયો હતો અને પોલીસ હુમલાખોરને શોધી રહી છે.

આ ગોળીબારની ઘટના પછી આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યાં હતાં અને કેટલીક એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં હેલોકોપ્ટરથી પણ વિસ્તારમાં દેખરેખ જારી રહી હતી. એક 14 વર્ષીય વિદ્યાર્થીએ એક સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સુરક્ષા ગાર્ડો પર ફાયરિંગ કર્યું હતું. સ્થાનિક સમાચાર એજન્સી તંજુગના રિપોર્ટ મુજબ આ ફાયરિંગમાં કમસે કમ નવ લોકોનાં મોત થયાં હતાં. આ મૃતકોમાં આઠ બાળકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે સાતમા ધોરણના એક વિદ્યાર્થીની ધરપકડ કરી લીધી હતી. આ પહેલાં આ વર્ષે મ્લાડેનોનોવેકમાં એક ગ્રામીણે 10 સંબંધીઓ અને પડોસીઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

સરકારે જારી કરી ચેતવણીસર્બિયામાં ગોળીબારની ઘટનાઓ ઓછી થાય છે. ત્યાં લોકો પાસે ગન લાઇસન્સ પણ હોય છે. તેમ છતાં દેશાં સામૂહિક ગોળીબારની ઘટના બહુ દુર્લભ માનવામાં આવે છે. અહીં બે દિવસ થયેલા સતત સતત ગોળીબારની ઘટનાઓએ દેશની સરકારને ચિંતામાં મૂકી દીધી છે. આને લઈને સર્બિયાના આંતરિક મંત્રાલયે ગુરુવારે બંદૂક રાખવાવાળાઓ માટે ચેતવણી પણ જારી કરી છે.

 

 

સમિતિએ શરદ પવારનું રાજીનામું નામંજૂર કર્યું

મુંબઈઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારના અધ્યક્ષપદેશી રાજીનામું આપ્યાના બે દિવસ પછી NCPનેતા અને કાર્યકર્તાઓ તેમને તેમનો નિર્ણય બદલવાનો આગ્રહ કરી રહ્યા છે. પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષના નામ માટે શરદ પવાર દ્વારા રચેલી 18 સભ્યોની સમિતિની શુક્રવારે બેઠકમાં તેમના રાજીનામાને નામંજૂર કરવામાં આવ્યું હતું. NCPની કોર કમિટીએ પાર્ટીપ્રમુખ પવાર પાસેથી પાર્ટીનું નેતૃત્વ જારી રાખવાની વિનંતી કરતો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો.

ગઈ કાલે યશવંતરાવ ચવ્હાણ સેન્ટરની સીડીઓ પર પવારના ટેકેદારોએ આંદોલન કર્યું હતું કે તેમણે સૂત્રોચ્ચાર કર્યો હતો અને પવારને અધ્યક્ષપદ પર રહેવાની માગ કરી હતી. કેટલાક કાર્યકર્તાઓએ તેમના લોહીથી પત્ર લખ્યા હતા. આ બેઠક પહેલાં NCP નેતા પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે બેઠકમાં સૌથી પહેલાં પવારના રાજીનામાને નામંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેઓ ખુદ પવારના રાજીનામાને નામંજૂર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે.

NCPની આ મહત્ત્વની બેઠકમાં સૌથી પહેલાં તેમનો ઉત્તરાધિકારી પસંદ કરવા માટે રચાયેલી સમિતિ તેમને પાર્ટીપ્રમુખ પદથે રાજીનામું પરત લેવા માટે વિનંતી કરશે.

આ બેઠક પહેલાં વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે નવા NCP અધ્યક્ષને રેસમાંથી બહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ દાવેદાર નથી અને ના તો જવાબદારી લેવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે હજી પવારના રાજીનામા પર અંતિમ નિર્ણય નથી થયો. આવામાં અધ્યક્ષને લઈને સવાલ જ નથી. સામે પક્ષે પવારે કહ્યું હતું કે હું તમારા સૌની ઇચ્છાને નજરઅંદાજ નહીં કરું અને તમારા મુજબ નિર્ણય લઈશ અને મારા નિર્ણય પછી તમારે આંદોલન નહીં કરવું પડે.

 

 

 

 

 

 

 

કોરાનાના 3611 નવા કેસો, 22નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 3611 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 36 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,64,289 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,636 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,99,415 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 6587 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 33,232એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.08 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.74 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,73,263 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.72 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,75,365 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1930 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.