ભારતીય બજાર આકર્ષક અને પ્રોત્સાહક છેઃ એપલના CEO

નવી દિલ્હીઃ એપલના CEO ટિમ કુકે કહ્યું હતું કે ભારત અવિશ્વસનીય રૂપથી રોમાંચક બજાર છે અને કંપની ભારતીય માર્કેટ પર વિશેષ ધ્યાન આપી રહી છે. આઇફોન બનાવતી કંપનીના વડાએ એ પણ જણાવ્યું હતું કે ભારતમાં તના બિઝનેસે એક નવો ત્રિમાસિક રેકોર્ડ બનાવ્યો છે અને વાર્ષિક આધારે દ્વિઅંકી ગ્રોથ નોંધાયો છે.

તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર એક ટિપિંગ પોઇન્ટ પર છે, કેમ કે ભારતમાં બહોળો મધ્યમ વર્ગ છે, જે આઇફોનના ઉત્પાદક માટે દેશના મહત્ત્વને ઉજાગર કરે છે. કંપનીએ ભારતમાં રિટેલ વિસ્તરણની યોજનાનો પ્રારંભ કર્યો છે અને કુકે દિલ્હી અને મુંબઈમાં કંપનીના રિટેલ સ્ટોરનું ઉદઘાટન કર્યું હતું.

તેમણે ત્રિમાસિક પરિણામોની ઘોષણમાં કહ્યું હતું કે બંને સ્ટોર એક શાનદાર શરૂઆત માટે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં વેપારને જોતાં અમે એક ત્રિમાસિક રેકોર્ડ બનાવ્યો છે અને દ્વિઅંકી વૃદ્ધિ નોંધાવી છે. તેમણે ભારતીય બજારની તેજીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એની જીવતંતા અવિશ્વસનીય છે. તેમણે કહ્યું હતું કે ભારતીય બજાર પર અમારું ધ્યાન કેન્દ્રિત છે અને આવનારા સમયમાં વધુ ગ્રાહકોની સેવા કરવા માટે અમે વિસ્તરણ કરીશું.

કંપનીના ભારતમાં કેટલાય ચેનલ ભાગીદાર છે અને તેઓ વેપારમાં પ્રગતિથી ઘણા ખુશ છે. તેમણે કહ્યું હતું કે હું અહીં બ્રાન્ડ માટે જે ઉત્સાહ જોઈ રહ્યો છું, કંપનીનું FY22માં વેચાણ ચાર અબજ ડોલરથી વધીને FY23માં આશરે છ અબજ ડોલર જેટલું થયું હતું. કુકે હાલમાં ભારત યાત્રામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને IT પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી હતી.