Home Blog Page 2893

લિન્ક્ડઇને 700 કર્મચારીઓની છટણી કરી

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટની માલિકીની સોશિયલ મિડિયા કંપની લિન્ક્ડઇને 716 કર્મચારીઓની છટણીનું એલાન કર્યું છે. કંપનીએ ચીન સ્થિત જોબ એપ્લિકેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી હવે લિન્ક્ડઇનનું નામ પણ એ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે, જે કર્મચારીઓની છટણી કરી ચૂકી છે.

અમેરિકી કંપની લિન્ક્ડઇન તરફથી એ નિર્ણય એવા સમયે લીધો હતો, જ્યારે ગયા વર્ષે ત્રિમાસિક કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. કંપનીમાં આશરે 20,000 કર્મચારીઓ કામ કરે છે.  ટેક્નોલોજી ક્ષેત્રે છટણી પર નજર રાખતી એક વેબસાઇટ અનુસાર છેલ્લા છ મહિનામાં વૈશ્વિક સ્તરે 2,70,000થી વધુ ટેક્નોલોજી ક્ષેત્રે નોકરીઓમાં કાપ મૂકવામાં આવ્યો છે.

કર્મચારીઓને લખેલા પત્રમાં CEO રાયન રોસલનસ્કાયએ કહ્યું હતું કે આ છટણી સેલ્સ, ઓપરેશન અને સપોર્ટ સ્ટાફમાંથી થઈ હતી. એનો ઉદ્દેશ કંપનીના ઓપરેશનને મજબૂત અને જલદી નિર્ણય લેવાવાળા બનાવવાનો છે. કંપનીએ કહ્યું હતું કે માર્કેટ અને ગ્રાહક માગમાં ચઢાવ-ઉતાર જોવા મળી રહ્યો છે. એનાથી વિકાસશીલ અને ગ્રોથ માર્કેટ્સ પર નોંધપાત્ર અસર થઈ હતી. એ કારણે અમને વેન્ડર્સનો મહત્તમ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે.

સોશિયલ મિડિયા કંપની લિન્ક્ડઇન એડ સેલ્સ અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન દ્વારા આવક કરે છે. એનો મોટે ભાગે ઉપયોગ કંપનીઓ યોગ્ય કર્મચારીઓ શોધવા અને કર્કિંગ પ્રોફેશનલ માટે યોગ્ય નોકરીની તપાસ કરવા માટે કરે છે. રોસલનસ્કાયએ પત્રમાં કહ્યું હતું કે કંપનીએ થયેલા ફેરફારોને કારણે આશરે 250 જોબ્સ પેદા થશે અને છટણી કરેલા કર્મચારીઓ આ નોકરી માટે અરજી કરી શકે છે.

 

 

 

 

કર્ણાટકમાં ભાજપ-કોંગ્રેસની લડાઈ કોર્ટમાં પહોંચી

કર્ણાટકમાં બુધવારે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. રાજ્યમાં ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ બંધ થઈ ગયો છે પરંતુ તેમ છતાં ભાજપ અને કોંગ્રેસ એકબીજાને હરાવવા માટે દાવ લગાવી રહ્યા છે. જણાવી દઈએ કે કોંગ્રેસે ભાજપની ફરિયાદ ચૂંટણી પંચને કરી છે. બીજી તરફ કોંગ્રેસ સામે ભાજપ કોર્ટમાં પહોંચી ગયું છે. ભાજપે કોંગ્રેસ વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

Karnataka election 2023: Vote timings, key constituencies, candidates,  other details | Mint

કોંગ્રેસે આ આક્ષેપો કર્યા હતા

કોંગ્રેસના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રામલિંગા રેડ્ડીએ કહ્યું કે અમે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે અને જયનગરમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતાએ કહ્યું કે બે-ત્રણ દિવસથી તમામ ખરાબ તત્વો જયનગર વિસ્તારમાં છે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપના ઉમેદવાર સીકે ​​રામામૂર્તિ વિધાનસભામાં ગરીબ લોકોને ધમકાવી રહ્યા છે. બેંગ્લોરના અડધોઅડધ દબંગ લોકો જયનગર વિસ્તારમાં રહે છે.

Karnataka election campaign: How parties went all out to woo voters ahead  of May 10 elections | - Times of India

ભાજપ કોર્ટમાં પહોંચ્યું

બીજી તરફ ભાજપના પ્રદેશ સચિવ કેશવ પ્રસાદે કહ્યું કે અમે 5 મેના રોજ અખબારોમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જાહેરાત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ભાજપે કહ્યું કે આ જાહેરાતથી ભાજપની છબી ખરાબ થશે, તેથી અમે કોંગ્રેસ પાર્ટીને નોટિસ મોકલી છે. ફરિયાદ બાદ ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટીને નોટિસ પણ મોકલી હતી, પરંતુ હજુ સુધી કોંગ્રેસે આ મામલે કંઈ કર્યું નથી, તેથી હવે અમે તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જાહેરાત કરી હતી, તેથી આ કેસમાં રાહુલ ગાંધીને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.

Doodh, haldi, snake and Bajrang Bali: How Karnataka election campaign saw  it all - India Today

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે રાજ્યના અખબારોમાં એક જાહેરાત આપી હતી, જેમાં ભાજપ પર નિશાન સાધતા ‘કરપ્શન રેટ કાર્ડ’ લખવામાં આવ્યું હતું. જેની સામે વાંધો ઉઠાવતા ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. આ અંગે ચૂંટણી પંચે કોંગ્રેસના રાજ્ય એકમને પણ નોટિસ પાઠવી હતી. આ પછી, ચૂંટણી પંચે એક એડવાઈઝરી પણ બહાર પાડી હતી, જેમાં ચૂંટણીના દિવસે અથવા ચૂંટણીના એક દિવસ પહેલા અખબારોમાં કોઈપણ જાહેરાત પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ચારુસેટમાં ડિજિટલ પેપરલેસ પરીક્ષાઓથી 12 લાખ પેપરનો બચાવ

ચાંગા: ચાંગાસ્થિત વિખ્યાત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ)ની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. ગુજરાતમાં સૌપ્રથમ ચારુસેટ યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરવામાં આવી છે. હાલમાં યોજાઈ રહેલી વાર્ષિક પરીક્ષામાં ચારુસેટની નવ કોલેજોના 9000થી વધારે વિદ્યાર્થીઓ  પેપરને બદલે પેપરલેસ ડિવાઇસ ટેબ્લેટ પર પરીક્ષા આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અત્યારે આ એક્ઝામથી 12 લાખ પેપર એટલે કે લગભગ 150 વૃક્ષોને બચાવી પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે.

વર્ષ 2019માં ચારુસેટ યુનિવર્સિટી અને સિંગાપોરસ્થિત કંપની લિટલમોર ઇનોવેશન લેબ્સ વચ્ચે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે સિંગાપોરસ્થિત લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારુસેટને ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન યોજવાની સુવિધા આપી હતી. ડિજિટલ પેપરલેસ યુનિવર્સિટી એક્ઝામિનેશન સિસ્ટમના અમલીકરણ માટે લિટલમોર ઇનોવેશન લેબ્સ દ્વારા ચારુસેટના શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ તાલીમી વર્ગો  યોજવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષાઓ યોજાઈ હતી. જેમાં 1500થી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યાર 2022-2023થી તમામ ઇન્ટરનલ-એક્સટર્નલ પરીક્ષાઓ પેપરલેસ મોડમાં લેવાનું નક્કી કર્યું, જેના ભાગરૂપે અત્યારે પરીક્ષાઓ ટેબ્લેટ પર લેવામાં આવી રહી છે.

ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને એક્ઝામ કંટ્રોલર ડો. અતુલ પટેલ જણાવે છે કે આપણી ચારુસેટ યુનિવર્સિટી ગુજરાતમાં સૌપ્રથમ છે જેણે ડિજિટલ પેપરલેસ એક્ઝામિનેશન શરૂ કરી છે પ્રશ્નપત્રો કોમ્પ્યુટરમાંથી કલાઉડ પર જાય અને ટેબ્લેટમાં અપલોડ થાય છે.  પરીક્ષામાં આઇરિસ સ્કેનથી ઓથેન્ટિફિકેશન થાય છે. ટેબ્લેટ ડિવાઇસ બેટરી બેક-અપ 16 કલાક છે. ઇન્ટરનેટની જરૂર પડતી નથી અને વાઇ-ફાઇ કનેકશનથી ચાલે છે. આન્સર બુક ચેક થયા પછી વિદ્યાર્થીઓ જોઈ શકે છે. શરૂઆતમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે પેપરલેસ પરીક્ષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. હવે  તમામ વર્ષના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ ડિજિટલ પેપરલેસ પરીક્ષા લેવામાં આવે છે. અમે આ પરીક્ષા થકી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સપનું સાકાર કરી રહ્યા છીએ.

 

 

 

 

ભ્રષ્ટાચારનો કેસઃ ઈસ્લામાબાદમાં ઈમરાન ખાનની ધરપકડ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની આજે અહીં હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તેહરિક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન ખાન (70)ની ધરપકડ ભ્રષ્ટાચારને લગતા એક કેસના સંબંધમાં કરવામાં આવી છે. કેસની સુનાવણી વખતે હાજર રહેવા માટે ઈમરાન ખાન કોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. અદાલતની બહાર અર્ધલશ્કરી દળ રેન્જર્સના જવાનો દ્વારા એમને અટકમાં લેવામાં આવ્યા હતા અને કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. ઈમરાન લાહોરથી ઈસ્લામાબાદ આવ્યા હતા.

(ફાઈલ તસવીર)

ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, રાષ્ટ્રીય પાટનગર ઈસ્લામાબાદમાં પોલીસે 144મી કલમ લાગુ કરી દીધી છે, જે અંતર્ગત કોઈ પણ જાહેર સ્થળે ચાર કે તેથી વધારે વ્યક્તિઓનાં એકત્ર થવા પર પ્રતિબંધ છે.

અદાલતની બહાર ઈમરાનની કાર આવી પહોંચી કે તરત જ પોલીસો એને ઘેરી વળ્યા હતા. પીટીઆઈ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર ઈમરાન ખાનના વકીલનો એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે વકીલ હાઈકોર્ટની બહાર બહુ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા છે. વકીલના ચહેરા પર અનેક જખમમાંથી લોહી નીકળતું વિડિયોમાં જોઈ શકાય છે.

પાર્ટીના એક નેતાએ દાવો કર્યો છે કે રેન્જર્સ દ્વારા ઈમરાન ખાનનું અપહરણ કરવામાં આવ્યું છે. રેન્જર્સના જવાનોએ પીટીઆઈના વકીલની મારપીટ કરી હતી અને ઈમરાનનું અપહરણ કર્યું છે. તેઓ હવે ઈમરાન ખાન પર જુલમ ગુજારશે. એમની પણ મારપીટ કરશે.

કોસ્ટ ગાર્ડે માછીમારોને ચોમાસા, વાવાઝોડા  વિશે માહિતી પૂરી પાડી

અમદાવાદઃ કોસ્ટ ગાર્ડના વડા મથક-15 (ઉત્તર ગુજરાત)એ મત્સ્ય વિભાગ, વન વિભાગ, હવામાન વિભાગ (IMD) અને મરીન પોલીસ-ઓખા અને મત્સ્ય એસોસિયેશનના પ્રતિનિધિઓની હાજરીમાં ગઈ કાલે આઠ મેએ આરકે બંદર, ઓખામાં એક ખાસ કોમ્યુનિટી ઇન્ટરએક્શન પ્રોગ્રામ (CIP)નું આયોજન કર્યું હતું. CIPનો ઉદ્દેશ ચોમાસા દરમ્યાન સમુદ્રમાં રહેલા જીવો અને સંપત્તિની સુરક્ષા વિશે માછીમાર સમાજની વચ્ચે જાગરુકતા પેદા કરવાનો હતો.

આ કાર્યક્રમમાં આ પ્રતિનિધિઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.આ કાર્યક્રમમાં 80 માછીમારો માટે ગુજરાતી અને હિન્દીમાં કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો હેતુ સમુદ્રમાં જતા માછીમારો પાસે કાયદેસરના દસ્તાવેજ, ઓનલાઇન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ અને જીવનરક્ષક સાધનો વિશે તેમને સમજ આપવાનો હતો. આ સિવાય હવામાન વિભાગના પ્રતિનિધિઓએ માછીમારોને ચોમાસા અને વાવાઝોડા સંબંધિત સંકેતો વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત તેમને લાઇફ જેક્ટ પહેરવા, CPR (કાર્ડિયો પલ્મોનરી રેસ્યુસિટેશન) અને લાઇફબોટનો યોગ્ય ઉપયોગનું વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત માછીમાર સમાજને સમુદ્રમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ (SAR) હેલ્પિંગ ટોલ ફ્રી નંબર 1554 વિશે તેમને જાણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મિલેટ-2023ના ભાગરૂપે માછીમાર સમાજને દૈનિક ભોજનમાં જાડા ધાન્ય (બાજરા, રાગી વગેરેને) ભોજનમાં સામેલ કરવા વિશે અને એના લાભાલાભ વિશે માહિતી આપવામાં આવી હતી.

 

સલમાનને હત્યાની ધમકી આપનારાઓ સામે મુંબઈ પોલીસની લુકઆઉટ નોટિસ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને જાનથી મારી નાખવાની છેલ્લા કેટલાક દિવસોથી ધમકીઓ મળી રહી છે. સરકાર તરફથી સલમાનની સુરક્ષા વ્યવસ્થા વધારે મજબૂત કરવામાં આવી છે. હવે પોલીસે ધમકી આપનારાઓ સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે.

ગયા માર્ચમાં એક ઈમેલ મારફત ધમકી આવી હતી અને તે ગોલ્ડી બ્રારના નામે મોકલવામાં આવી હતી. એમાં સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસ તરફથી સલમાન અને તેના પરિવારજનોને વાઈ-પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

ગહેલોતનાં નેતા સોનિયા ગાંધી નહીં, વસુંધરા રાજેઃ પાઇલટ

જયપુરઃ રાજસ્થાનમાં ગરમી વધવાની સાથે રાજકીય પારો પણ ઊંચે ચઢ્યો છે. મંગળવારે ભૂતપૂર્વ ડેપ્યુટી CM સચિન પાઇલટે અશોક ગહેલોત પર નિશાન સાધ્યું છે. સચિન પાઇલટે કહ્યું હતું કે મેં મુખ્ય પ્રધાન અશોક ગહેલોતનું ધૌલપુરનું ભાષણ સાંભળ્યું. એને સાંભળીને એવું લાગતું હતું કે તેમનાં નેતા સોનિયા ગાંધી નહીં વસુંધરા રાજે છે. એક તરફ કહેવામાં આવતું હતું કે અમારી સરકારને પાડવાનું કામ ભાજપ કરી રહ્યો છે. બીજી તરફ કહેવામાં આવે છે કે અમને બચાવવાનું કામ વસુંધરા રાજે કરી રહ્યાં હતાં. તમે શું કહેવા ઇચ્છો છો, તમારે સ્પષ્ટ કરવું જોઈએ.મારી પર કેટલાય પ્રકારના આરોપ લગાડવામાં આવ્યા છે. મને નિકમ્મો, ગદ્દાર અને ના જાણે શું-શું કહેવામાં આવ્યું છે. અમે રાજસ્થાનમાં નેતૃત્વ પરિવર્તન ઇચ્છીએ છીએ, એમ પાઇટલે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે હું અઢી વર્ષથી આ બધું સાંભળું રહ્યું છે, પરંતુ અમે ચૂપ હતા, કેમ કે અમને પાર્ટીને નુકસાન પહોંચાડવા નહોતા ઇચ્છતા. પાર્ટીના વિધાનસભ્યો અને નેતાઓને બદનામ કરવા અને ભાજપના ગુણગાન કરવા એ મારી સમજની બહાર છે.

તેમણે કહ્યું હતું કે હું 11 મેએ અજમેરમાં જનસંઘર્ષ યાત્રા કાઢીશ અને જયપુર તરફ આવીશું. એ યાત્રા 125 કિમીની હશે. યોગ્ય નિર્ણય ત્યારે લેવામાં આવશે, જ્યારે જનતાનો પૂરો સાથ હોય. હું જનતાની વચ્ચે જઈશ અને મુદ્દા ઉઠાવીશ, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

બંગાળમાં પ્રતિબંધ પછી UPમાં ટેક્સ ફ્રી: ધ કેરળ સ્ટોરીના ક્રૂ સભ્યને ધમકી મળી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ ટેક્સ ફ્રી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને એની માહિતી આપી હતી. એ પહેલાં મધ્ય પ્રદેશ સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને લખ્યું હતું કે ‘ધ કેરળ સ્ટોરી’ એક એવી ફિલ્મ છે, જેનાથી આતંકવાદના સત્યને ઉજાગર કરી શકાય છે.

બીજી બાજુ, પશ્ચિમ બંગાળની સરકારે આ ફિલ્મ પર રાજ્યમાં પ્રતિબંધ મૂકી દીધો છે, જેની સામે નિર્માતાઓએ સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. મમતા બેનરજીએ ભાજપ પર આરોપ મૂક્યો હતો કે ભાજપ ખોટી વાર્તાવાળી બંગાળ ફાઇલ્સ બનાવવા માટે ફિલ્મકારોને પૈસા આપી રહી છે. 

બીજી બાજુ, આ ફિલ્મના એક ક્રૂ મેમ્બરને અજાણ્યા નંબરથી ધમકીભર્યો મેસેજ મળ્યો છે, મુંબઈ પોલીસે આ માહિતી આપી છે. ફિલ્મ નિર્દેશક સુદીપ્તો સેને પોલીસને જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સમાં એકને અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં તેને ઘરેથી બહાર નહીં નીકળવાની ધમકી આપવામાં આવી હતી. એ સાથે કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મની વાર્તા બતાવીને સારું કામ નથી કર્યું.

પોલીસે ક્રૂ સભ્યને સુરક્ષા પૂરી પાડી હતી, પણ હજી FIR નોંધવામાં નથી આવી. અત્યાર સુધી લેખિત ફરિયાદ પણ નથી મળી. અંબોલી પોલીસ ક્ષેત્રમાં તેમની ઓફિસ છે, એટલા માટે અંબોલી પોલીસને આ મામલે જરૂરી કાર્યવાહી અને સુરક્ષા પગલાં લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

 

 

 

કોરાનાના 1331 નવા કેસો, 15નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 1839 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 15 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,72,800 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,707 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,18,351 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3817 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 22,742એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.76 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,44,767 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,82,515 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2780 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

મુંબઈના ભૂતપૂર્વ મેયર મહાડેશ્વર (63)નું હાર્ટ એટેકથી નિધન

મુંબઈઃ શહેરના ભૂતપૂર્વ મેયર અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ)ના નેતા વિશ્વનાથ મહાડેશ્વરનું ગઈ કાલે મધરાત બાદ લગભગ બે વાગ્યાની આસપાસ હૃદયરોગનો હુમલો આવવાને કારણે નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. એમના અંતિમ સંસ્કાર આજે બપોરે બાન્દ્રા ખાતે કરવામાં આવશે.

મહાડેશ્વર પ્રોફેસર હતા. તેઓ 2002માં સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 2003માં તેઓ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 2007 અને 2012માં પણ તેઓ મહાનગરપાલિકાની ચૂંટણી જીત્યા હતા. માર્ચ, 2017થી 2019ના નવેમ્બર સુધી એમણે મુંબઈના મેયર તરીકે ફરજ બજાવી હતી.

ઉલ્લેખનીય છે કે, મહાવિકાસ આઘાડી સરકાર સત્તા પર હતી ત્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયા મારપીટ પ્રકરણમાં મહાડેશ્વરની ધરપકડ કરવામાં આવી હતી.