Home Blog Page 2890

આદિપુરુષ ટ્રેલરમાં બધો જશ લૂંટી ગયો લંકેશ?

મુંબઈઃ આદિપુરષનું ટ્રેલર મંગળવારે બહાર પડ્યું હતું, જેથી ફેન્સમાં ઉત્સુકતામાં વધારો થયો હતો. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરષની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી મહિને 16 જૂને રિલીઝ થવાની છે. ઓમ રાઉતની ફિલ્મમાં ફરી એક વાર સૈફ અલી ખાન નકારાત્મક રોલમાં નજરે પડશે. સૈફ અલી ખાનને લંકેશની ભૂમિકામાં વિશેષ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત ફેન્સ ભગવાન રામનો મહિમા અને માતા સીતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લંકેશની તાકાત કેટલાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધી છે. ખાસ કરીને લંકેશ બ્લુ આંખો ખોલે છે-ત્યારનો ક્લોઝઅપ જબરદસ્ત છે.

 

સાધુના વેશમાં સૈફ અલી ખાનની ઝલકે પણ લોકોને આકર્ષિત કર્યા છે. વાસ્તવમાં નેટિઝન્સ લંકેશના જીવનથી મોટા અવતાર વિશે પૂછી રહ્યા છે અને તમે તેને એક વાર ટ્રેલરમાં જુઓ.આ ટ્રેલરના બીજા મહત્ત્વના સીનમાં સૈફ અલી ખાનનો પ્રવેશ થાય છે. આ ટ્રેલરમાં તે માતા સીતાથી ભિક્ષા માગતો દેખાઈ દે છે. અને એ વાર્તાનો ટર્નિગ પોઇન્ટ છે. આ ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ લોકોને દીવાના બનાવી રહી છે. જોકે અત્યાર સુધી લંકેશના લુકનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને દર્શકોએ ટ્રેલરમાં એને યોગ્ય રીતે નહોતો જોયો. ઓમ રાઉત નિર્દેશિત આદિપુરુષ, T સિરીઝ, ભૂષણકુમાર અને કૃષ્ણકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફાઇલ્સના રાજેશ નાયર દ્વારા નિર્મિત છે અને એ 16 જૂને વિશ્વ સ્તરે રિલીઝ થશે.

 

 

 

 

ગો ફર્સ્ટ એરલાઈનની નાદારી અરજીનો સ્વીકાર કરાયો

નવી દિલ્હીઃ સ્વૈચ્છિક નાદારી નોંધાવવા માટે ગો ફર્સ્ટ એરલાઈને નોંધાવેલી અરજીને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ સ્વીકાર કર્યો છે. આનાથી એરલાઈનને મોટી રાહત થઈ છે. કારણ કે લેણદારો અને શાહુકારો તરફથી ધિરાણ વસૂલીની માગણી સામે એરલાઈનને દેવા મોકૂફી હેઠળ રક્ષણ મળશે. એનસીએલટી સંસ્થાએ વધુમાં, એરલાઈનને આદેશ આપ્યો છે કે તેણે 19 મે સુધી તેની વિમાન સેવા બંધ રાખવી.

એનસીએલટી સંસ્થાએ ગો ફર્સ્ટની નાદારી પીટિશનનો સ્વીકાર કર્યા બાદ તેની પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ માટે એરલાઈન સ્થગિતતાનું સ્ટેટસ જાળવવાનું રહેશે અને લવાદની પ્રક્રિયા હાથ ધરવાં આવશે. એનસીએલટીએ ગો ફર્સ્ટની મેનેજમેન્ટને સસ્પેન્ડ કરી છે અને તેને આદેશ આપ્યો છે કે તે ઈન્સોલ્વન્સી રીઝોલ્યૂશન પ્રોસેસ (IRP) માટે જરૂરી સહકાર આપે. આ ઉપરાંત, પ્રક્રિયા સંબંધિત થનાર ખર્ચને પહોંચી વળવા માટે રૂ. પાંચ કરોડની રકમ IRPમાં જમા કરાવવાનો પણ તેને આદેશ આપવામાં આવ્યો છે. એક વધુ આદેશમાં ગો ફર્સ્ટ કહેવામાં આવ્યું છે એણે તેના કોઈ પણ કર્મચારીને નોકરીમાંથી છૂટા કરવા નહીં.

શહેરોમાં ડીઝલથી ચાલતાં વાહનો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય નથી લેવાયો

નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું હતું કે એણે 2027 સુધી 10 લાખથી વધુ વસતિ ધરાવતાં શહેરોમાં ડીઝલ કાર પર પ્રતિબંધ પર એક સરકારી સમિતિની ભલામણો પર કોઈ નિર્ણય નથી લીધો. સરકારે કહ્યું હતું કે પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મંત્રાલયના ડિરેક્શનમાં બનેલી એનર્જી ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી (ETAC)ની ભલામણો  કેટલાંય મંત્રાલયો અને રાજ્યો સહિત સ્ટેકહોલ્ડરો સંબંધિત છે. આ રિપોર્ટ પર વિવિધ સ્ટેકહોલ્ડરોની સાથે વિચારવિમર્શ કરવાનો બાકી છે. ETACની ભલામણો પર અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, એમ મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું હતું.

પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરની અધ્યક્ષતાવાળી ETACના અહેવાલમાં શહેરી કચરાથી બનેલા બાયોગેસની સાથે લિક્વિડ પેટ્રોલિયમ ગેસના સંમિશ્રણ, રાંધવા માટેના ફ્યુઅલના રૂપમાં મેથેનોલ અને ઇથેનોલનો ઉપયોગ ને વીજળી અને સોલર બેઝ્ડ કુકિંગનું સૂચન કર્યું હતું.

પેનલે 2035 સુધીમાં સ્કૂટર, બાઇક અને થ્રી વ્હીલર્સ વાહનોને તબક્કાવાર પાછા ખેંચવાની ભલામણ કરી છે, કારણ કે ભારતે 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. મંત્રાલયે ભવિષ્યમાં ઓછા કાર્બન ઉત્સર્જનનો દ્રષ્ટિકોણ ધરાવે છે. આ સાથે કેન્દ્ર સરકાર ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસ કરવા માટે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને સેલ્સ અને સબસિડી પર ભાર આપી રહી છે. વાસ્તવમાં ભારત 2070 સુધીમાં ઝીરો ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવા માટે રિન્યુએબલ એનર્જીથી પોતાની જરૂરિયાત માટે 40 ટકા વીજ ઉત્પાદન કરવા ઇચ્છે છે.

 

 

‘કેરાલા સ્ટોરી’ ફિલ્મ ઘણી છોકરીઓનાં જાન બચાવશેઃ અદા શર્મા

મુંબઈઃ ઘણો વિરોધ થયો હોવા છતાં ‘ધ કેરાલા સ્ટોરી’ હિન્દી ફિલ્મ બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. તેનો દેખાવ ઘણો જ સરસ રહ્યો છે. રિલીઝ થયાના પહેલા પાંચ દિવસમાં જ તેણે રૂ. 50 કરોડના આંકને પાર કરી દીધો છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની સફળતાથી ખુશ થઈને અભિનેત્રી અદા શર્માએ તેનાં પ્રત્યાઘાત દર્શાવ્યાં છે. એક ઈન્ટરવ્યૂમાં એણે કહ્યું કે, ‘આ ફિલ્મ એક જનજાગૃતિ જગાડનારી છે. તેનાથી ઘણી બધી છોકરીઓનાં જાન બચી જશે. અમને જબરદસ્ત સપોર્ટ મળ્યો છે. હું ખૂબ જ કૃતજ્ઞ છું.’

અદાએ વધુમાં કહ્યું કે, ‘આ ફિલ્મ માટે અમને સૌને મળેલો ટેકો અભૂતપૂર્વ રહ્યો છે. આખો દેશ મારું સમર્થન કરી રહ્યો છે. હું વિનમ્ર અને સ્તબ્ધ છું.’

સુદિપ્ત સેન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ત્રણ હિન્દૂ છોકરીઓ વિશેની છે જેમને કેરળ રાજ્યમાં આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા ફોસલાવીને ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ કરાવે છે. ફિલ્મમાં અદા શર્માની સાથે યોગિતા બિહાની, સોનિયા બલાની અને સિદ્ધિ ઈદનાનીએ પણ મહત્ત્વની ભૂમિકા કરી છે.

મેચ જલદી ખતમ કરવાનો મૂડ બનાવી ચૂક્યો હતો સૂર્યકુમારઃ વઢેરા

મુંબઈઃ IPL 2023ની 54મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે RCB પર ધમાકેદાર જીત હાંસલ કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં 200 રનના લક્ષ્યને હાસંલ કરવા માટે MIએ ધામાકેદાર પ્રારંભ કર્યો હતો. MIએ આ મેચ છ વિકેટથી જીતી લીધી હતી. ટીમના બેટ્સમેન નેહલ વઢેરાએ કહ્યું હતું કે તેની ઉપલા ક્રમે બેટિંગ કરવી એ મજાનું હતું. સૂર્યકુમારની સાથે બેટિંગ કરવાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો.

MIએ સૂર્યકુમારની મદદથી RCB સામે જીત હાંસલ કરીને IPLમાં 12 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે પહોંચી હતી. સૂર્યકુમારે અને નેહલ વઢેરાએ ત્રીજી વિકેટની ભાગીદારીમાં 140 રન ઉમેર્યા હતા. સૂર્યકુમારે 35 બોલમાં 83 રન બનાવ્યા હતા, જ્યારે વઢેરાએ 34 બોલમાં 52 રન બનાવ્યા હતા અને મુંબઈને વિજયી બનાવ્યું હતું. સૂર્યકુમારને વિસ્ફોટક ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

મેચ પછી વઢેરાએ કહ્યું હતું કે સૂર્યભાઈ એક ટોચનો ખેલાડી છે અને હું તેમના શોટ્સની નકલ કરવાના પ્રયાસ કરું છું. જ્યારે અમે બેટિંગ કરતા હતા, ત્યારે હું તેમની સાથે વાતચીત કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે જો આપણે બંને 15-16 ઓવર સુધી બેટિંગ કરીશું તો મેચને જલદી પૂરી કરી શકીશું. સૂર્યભાઈ બેટિંગ જોઈને હું પણ તેમની પાસેથી શીખ્યો અને બહું ખુશ છું, એમ તેણે કહ્યું હતું.

 

 

 

વડીલો યુવાઓને મતદાન કેમ મહત્ત્વપૂર્ણ છે, એ સમજાવેઃ નારાયણમૂર્તિ

બેંગલુરુઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 સીટો માટે મતદાન સવારે સાત કલાકથી શરૂ થઈ ગયું છે. કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈ, નાણપ્રધાન સીતારામન, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા, ઇન્ફોસિસના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિ અને તેમનાં પત્ની અને લેખિકા સુધા મૂર્તિ તથા મૈસુરના શાહી પરિવારનાં સભ્ય રાજમાતા પ્રમોદા દેવીએ રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

મતદાન પછી નારાયણમૂર્તિએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એ મોટાઓની જવાબદારી છે કે યુવાઓની સાથે બેસે અને તેમને સમજાવે કે મતદાન કેમ મહત્ત્વનું છે. મને પણ મારાં માતાપિતા મતદાન કરાવવામાં માટે લઈ ગયા હતા. પહેલા આપણ મતદાન કરવું જોઈએ અને પછી આપણે કહી શકીએ કે એ સારું છે કે નહીં, પરંતુ જો આપણે તેમ નથી કરતા તો આપણે એની ટીકા કરવાનો અધિકાર નથી.

તેમના પત્ની સુધા મૂર્તિએ મતદાન પછી યુવાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જુઓ, અમે વયોવૃદ્ધ છીએ, પણ અમે સવારે મતદાન કર્યું છે. કૃપયા અમારાથી શીખો. મતદાન લોકતંત્રનો એક પવિત્ર હિસ્સો છે. આવો અને મતદાન કરો અને પછી તમારી પાસે વાત કરવાની શક્તિ છે. મતદાન વિના તમારી પાસે વાત કરવાની કોઈ શક્તિ નથી. મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરવાની અરજ કરી હતી, એમ તેમણે કહ્યું હતું.

રાજ્યમાં 58,545 મતદાન કેન્દ્રો પર કુલ 5,31,33,054 મતદાતાઓ મત નાખવાને પાત્ર છે, જેમાં 2,67,28,053 પુરુષ મતદાતાઓ છે અને 2,64,00,074 મહિલાઓ અને 4927 અન્ય છે.  અહીં 2615 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં 2430 પુરુષ, 184 મહિલાઓ અને એક અન્ય લિંગનો ઉમેદવાર છે.

 

 

કોરાનાના 2109 નવા કેસો, 15નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 2109 નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 15 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,74,909 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,722 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,21,781 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 3430 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 21,406એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.05 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.77 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 1,59,454 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.79 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 2.47 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 3.46 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,84,570 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 2055 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

સલમાનને ધમકીનો કેસઃ બ્રિટનના ભારતીય વિદ્યાર્થીને શોધે છે મુંબઈ પોલીસ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને ઈમેલ મારફત જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ મુંબઈ પોલીસે બ્રિટનમાં મેડિકલનું શિક્ષણ લેવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થી સામે લુકઆઉટ નોટિસ બહાર પાડી છે. તે વિદ્યાર્થીને ભારતમાં પાછો લાવવાની પ્રક્રિયા પોલીસે શરૂ કરી દીધી છે.

તપાસ પરથી માલૂમ પડ્યું છે કે તે વિદ્યાર્થી હરિયાણાનો છે. એ મેડિકલના એક કોર્સમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. બ્રિટનમાં એનું શૈક્ષણિક સત્ર પૂરું થાય એ પછી, આ વર્ષના અંતમાં તે ભારતમાં પાછો ફરે એવી ધારણા  છે. જેલમાં પૂરવામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના નામે ગયા માર્ચમાં સલમાન ખાનને ધમકીભર્યા સંદેશા આ વિદ્યાર્થીએ મોકલ્યા હોવાની મુંબઈ પોલીસને શંકા છે. પોલીસે હાલમાં જ મુંબઈમાં એક સગીર વયના છોકરાની ધરપકડ કરી હતી, જેણે પોલીસ કન્ટ્રોલ રૂમને ફોન કર્યો હતો અને સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપી હતી.

કર્ણાટકમાં આજે મતદાનનો દિવસઃ મતાધિકાર હાંસલ કરવાની PMની અપીલ

બેંગલુરુઃ 224-બેઠકોવાળી નવી, 16મી કર્ણાટક રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સલામતીના કડક બંદોબસ્ત વચ્ચે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મતદાન સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ ચૂંટણીમાં મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે રસાકસીભર્યો જંગ છે.

શાસક ભારતીય જનતા પાર્ટી સાદી બહુમતી પ્રાપ્ત કરીને રાજ્યમાં ચૂંટણી ઈતિહાસ સર્જવાની આશા ધરાવે છે. 2008ની ચૂંટણીમાં ભાજપે 110 સીટ જીતી હતી જ્યારે 2018ની ચૂંટણીમાં 104 સીટ જીતી હતી.

બીજી બાજુ, કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં સત્તા ફરી કબજે કરવા પ્રયત્નશીલ છે. આ રાજ્યના મતદારોએ છેલ્લા 38 વર્ષમાં કોઈ પણ સરકારને બીજી વાર ચૂંટી નથી. છેક 1985માં રામકૃષ્ણ હેગડેની આગેવાની હેઠળ જનતા પાર્ટીની સરકારે સતત બે વાર ચૂંટણી જીતી હતી. કર્ણાટકમાં છેલ્લા પાંચ વર્ષમાં (2018-2023 દરમિયાન) ત્રણ મુખ્ય પ્રધાનો ફરજ બજાવી ગયા છે. કુમારસ્વામી (જનતા દળ સેક્યૂલર), યેડીયુરપ્પા અને બસવરાજ બોમ્માઈ ભાજપના.

આ વખતની ચૂંટણીમાં ભાજપ સામે હરીફાઈમાં કોંગ્રેસ, જનતા દળ (સેક્યૂલર) છે. રાજ્યમાં 58,545 પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે.. કુલ 5.30 કરોડ મતદારો છે, જેમાં 2.63 કરોડ મહિલાઓ છે.

દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના લોકોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીના આ પર્વનો આનંદ ઉઠાવે. મોદીએ ખાસ કરીને પહેલી વાર મતદાન કરનાર યુવા વ્યક્તિઓને ખાસ અપીલ કરી છે.

વાહ ભાઈ વાહ! – ૧૦ મે, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૦ મે, ૨૦૨૩