આદિપુરુષ ટ્રેલરમાં બધો જશ લૂંટી ગયો લંકેશ?

મુંબઈઃ આદિપુરષનું ટ્રેલર મંગળવારે બહાર પડ્યું હતું, જેથી ફેન્સમાં ઉત્સુકતામાં વધારો થયો હતો. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાનની ફિલ્મ આદિપુરષની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આગામી મહિને 16 જૂને રિલીઝ થવાની છે. ઓમ રાઉતની ફિલ્મમાં ફરી એક વાર સૈફ અલી ખાન નકારાત્મક રોલમાં નજરે પડશે. સૈફ અલી ખાનને લંકેશની ભૂમિકામાં વિશેષ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત ફેન્સ ભગવાન રામનો મહિમા અને માતા સીતાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. લંકેશની તાકાત કેટલાય લોકોને મંત્રમુગ્ધ કરી દીધી છે. ખાસ કરીને લંકેશ બ્લુ આંખો ખોલે છે-ત્યારનો ક્લોઝઅપ જબરદસ્ત છે.

 

સાધુના વેશમાં સૈફ અલી ખાનની ઝલકે પણ લોકોને આકર્ષિત કર્યા છે. વાસ્તવમાં નેટિઝન્સ લંકેશના જીવનથી મોટા અવતાર વિશે પૂછી રહ્યા છે અને તમે તેને એક વાર ટ્રેલરમાં જુઓ.આ ટ્રેલરના બીજા મહત્ત્વના સીનમાં સૈફ અલી ખાનનો પ્રવેશ થાય છે. આ ટ્રેલરમાં તે માતા સીતાથી ભિક્ષા માગતો દેખાઈ દે છે. અને એ વાર્તાનો ટર્નિગ પોઇન્ટ છે. આ ફિલ્મમાં તેની જબરદસ્ત એક્ટિંગ લોકોને દીવાના બનાવી રહી છે. જોકે અત્યાર સુધી લંકેશના લુકનો ખુલાસો નહોતો કરવામાં આવ્યો અને દર્શકોએ ટ્રેલરમાં એને યોગ્ય રીતે નહોતો જોયો. ઓમ રાઉત નિર્દેશિત આદિપુરુષ, T સિરીઝ, ભૂષણકુમાર અને કૃષ્ણકુમાર, ઓમ રાઉત, પ્રસાદ સુતાર અને રેટ્રોફાઇલ્સના રાજેશ નાયર દ્વારા નિર્મિત છે અને એ 16 જૂને વિશ્વ સ્તરે રિલીઝ થશે.